
જાણીતા સાહિત્યકાર પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈને સાહિત્ય ક્ષેત્રમાં વિશિષ્ટ સિદ્ધિ બદલ `ફીલિંગ્સ પ્રાઈડ ઑફ ગુજરાત એવોર્ડ’ થી સન્માન કરવામાં આવ્યું હતું.

સામાજિક ક્ષેત્રે ઉમદા સેવા બદલ કિશોરભાઈ ઝવેરીને `ફીલિંગ્સ પ્રાઈડ ઑફગુજરાત એવોર્ડ’એનાયત થયો હતો જે તેમના પુત્ર મૃણાલ ઝવેરીએ સ્વીકાર્યો હતો.

ગઝલસમ્રાટ, પ્રસિદ્ધ સંગીતકાર શ્રી મનહર ઉધાસનું સંગીત ક્ષેત્રમાં નોંધપાત્ર સિદ્ધિ બદલ `ફીલિંગ્સ પ્રાઈડ ઑફ ગુજરાત એવોર્ડ’ થી સન્માન કરવામાં આવ્યું હતું.

કેલિર્ફોનિયામાં પ્રથમ હોટલ બનાવનાર એવા બિનનિવાસી ભારતીય સી. કે. પટેલનું `ફીલિંગ્સ પ્રાઈડ ઑફ ગુજરાત એવોર્ડ’થી સન્માન કરવામાં આવ્યું હતું.

વિશ્ર્વ ગુજરાતી સમાજના પ્રમુખ શ્રી કૃષ્ણકાંત વખારીયાનુ ંપુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી સ્વાગત કરતા ફીલિંગ્સના તંત્રી શ્રી અતુલ શાહ.

બાળહાસ્ય કલાકાર જય છણિયારાનું ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે `ફીલિંગ્સ પ્રાઈડ ઑફ ગુજરાત એવોર્ડ’થી સન્માન કરવામાં આવ્યું હતું.

ડૉ. વિક્રમ શાહ અને ડૉ. દર્શિની શાહને મેડિકલ ક્ષેત્રમાં સિદ્ધીજનક યોગદાન બદલ `ફીલિંગ્સ પ્રાઈડ ઑફ ગુજરાત એવોર્ડ’થી સન્માન કરવામાં આવ્યું હતું.

એવિયેશન ક્ષેત્રે 3 હજાર વિધાર્થીઓને તૈયાર કરવા બદલ કેપ્ટન એ. ડી. માણેકનું `ફીલિંગ્સ પ્રાઈડ ઑફ ગુજરાત એવોર્ડ’(ગોલ્ડન એચીવમેન્ટ)થી સન્માન થયું હતું.

ગુજરાત સમાચારના જાણીતા ફોટોજર્નાલિસ્ટ શ્રી ઝવેરીલાલ મહેતાનું આર્ટ એન્ડ કલ્ચર ક્ષેત્રના `ફીલિંગ્સ પ્રાઈડ ઑફ ગુજરાત એવોર્ડ’ થી સન્માન કરવામાં આવ્યું હતું.

બેડમિન્ટન ક્ષેત્રે જ્વલંત સિદ્ધિઓ મેળવનાર પારુલ પરમારનું સ્પોર્ટસ કેટેગરીમાં `ફીલિંગ્સ પ્રાઈડ ઑફ ગુજરાત એવોર્ડ’થી સન્માન કરવામાં આવ્યું હતું.

ઓમાનનાં બિઝનેસમેન શ્રી નવીન આશરને NRI કેટેગરીમાં ફીલિંગ્સ પ્રાઈડ ઑફ ગુજરાત એવોર્ડ’ થી સન્માન કરવામાં આવ્યું હતું.

ઘર ઘરમાં જોવાતી અને પ્રસિદ્ધ ટીવી સિરિયલ `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ને બેસ્ટ ટીવી સિરિયલ તરીકે `ફીલિંગ્સ પ્રાઈડ ઑફ ગુજરાત એવોર્ડ’ એનાયત કરાયો હતો. આ પ્રસંગે સિરિયલના ડિરેક્ટર શ્રી આસિત મોદી, શ્રી દિલીપ જોશી અને કુ. દિશા વાકાણીએ એવોર્ડ સ્વીકાર્યો હતો.
ગરવા ગુજરાતીઓનું થયું સન્માન ફીલિંગ્સ `પ્રાઈડ ઑફ ગુજરાત એવોર્ડ 2010′ દ્વારા
વિશ્ર્વભરના ગુજરાતીઓના માનીતા પારિવારિક સામયિક ફીલિંગ્સ દ્વારા 21 જાન્યુઆરી 2010ના રોજ રાજપથ કલબ, અમદાવાદ ખાતે અતિથિવિશેષ મહાનુભાવો અને એનઆરઆઈ મિત્રોની હાજરીમાં ગરવા ગુજરાતીઓનું પ્રાઈડ ઑફ ગુજરાત એવોર્ડ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
ગુજરાતીપણાની `ફીલિંગ્સ’ને છેલ્લા 12 વર્ષથી સુપેરે પ્રકાશિત કરી લોકોના હૃદયમાં સ્થાન મેળવનાર સામયિક `ફીલિંગ્સ’ આજે ગુજરાતીઓનું પ્રિય પારિવારિક મેગેઝિન બની ચૂક્યું છે જેની પ્રતિતી ફીલિંગ્સ દ્વારા આયોજિત `પ્રાઈડ ઑફ ગુજરાત એવોર્ડ ફંકશન-2010′માં જોવા મળી હતી. દેશ-વિદેશથી મોટી સંખ્યામાં એનઆરઆઈ મિત્રો, સેલિબ્રિટીઝ, પત્રકારમિત્રો અને મહાનુભાવોની હાજરીએ આ ગરવા ગુજરાતીઓને પોંખવાના પ્રસંગની ગરિમા વધારી હતી. દર વર્ષે વિવિધ ક્ષેત્રમાં નામના મેળવનાર ગુજરાતી પ્રતિભાનું ફીલિંગ્સ દ્વારા `પ્રાઈડ ઑફ ગુજરાત એવોર્ડ’થી સન્માન કરવામાં આવે છે. આ પરંપરાને અનુસરતાં આ વર્ષે પણ અમદાવાદમાં રાજપથ કલબના ડાયમંડ હોલ ખાતે 21 જાન્યુઆરીના રોજ બહુમુખી ગુજરાતી પ્રતિભાઓનું એવોર્ડ થકી સન્માન કરાયું હતું. આ પ્રસંગને વધાવવા અતિથિવિશેષ તરીકે પ.પૂ. ગો. 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજ, શ્રી અશોક ભટ્ટ (સ્પીકર, ગુજરાત વિધાનસભા), શ્રી ભરતસિંહ સોલંકી (કેન્દ્રીય ઊર્જા રાજ્યમંત્રી), શ્રી કાનાજી ઠાકોર (મેયરશ્રી અમદાવાદ), શ્રી અજય ઉમટ (સ્ટેટ એડિટર, દિવ્ય ભાસ્કર), શ્રી હિતેનકુમાર (અભિનેતા), શ્રી કૃષ્ણકાંત વખારીયા (પ્રમુખ, વિશ્ર્વ ગુજરાતી સમાજ), શ્રી ભાઈલાલભાઈ પટેલ (યુએસએ), શ્રી ચંદ્રકાન્તભાઈ ચોથાણી (મસ્કત), શ્રી કિરીટભાઈ પટેલ (યુએસએ, શ્રી જોરાવરસિંહ જાદવ અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા જેમનું પુષ્પગુચ્છ અને મોમેન્ટોથી સ્વાગત કરાયું હતું.

ખીચોખીચ ભરેલા ડાયમંડ હોલમાં મુરબ્બી શ્રી જે. બી. પરીખ દ્વારા નવકારમંત્રથી કાર્યક્રમની વિધિવત શરુઆત થઈ હતી. અમેરિકાથી ખાસ પધારેલ એનઆરઆઈ મિત્ર એક્ટર પટેલ દ્વારા સુંદર ભવાઈ ત્યારબાદ રજૂ કરવામાં આવી હતી તો અંકિત ત્રિવેદી અને જય વસાવડા દ્વારા
`બે જણા દિલથી મળે’ નામનો કાર્યક્રમ રજૂ કરાયો હતો જેમાં તેઓએ વિવિધ વિષય પર સંવાદ, શૅર-ઓ-શાયરી તથા માર્મિક કટાક્ષો રજૂ કરી ઉપસ્થિત મહેમાનોને હાસ્યના ગુલદસ્તાથી ભાવવિભોર કર્યા હતા.

ત્યારબાદ ફીલિંગ્સ પ્રાઈડ ઑફ ગુજરાત એવોર્ડ એનાયત કરવાની વિધીની શરુઆત થઈ હતી જેમાં પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈનું સાહિત્ય ક્ષેત્રે, શ્રી મનહર ઉધાસનું સંગીત ક્ષેત્રમાં, જય છણિયારાનું ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે, અર્જુન એવોર્ડ વિજેતા પારુલ પરમારનું સ્પોર્ટસ ક્ષેત્રમાં, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલનું ટેલિવૂડ બેસ્ટ સિરિયલ તરીકે, ઓમાન નિવાસી નવીનભાઈ આશરનું એનઆરઆઈ તરીકે, પ્ન્કિી દલાલનું મીડિયા ક્ષેત્રમાં, કિશોરભાઈ ઝવેરીનું સામાજિક સેવા ક્ષેત્રમાં, કેપ્ટન એ.ડી. માણેકનું ગોલ્ડન એચીવમેન્ટ તરીકે, ઝવેરીલાલ મહેતાનું આર્ટ એન્ડ કલ્ચરમાં, અમેરિકા નિવાસી સી. કે. પટેલનું એનઆરઆઈ તરીકે તથા સુધીર નાણાવટીનું શિક્ષણ ક્ષેત્રમાં વિશેષ યોગદાન બદલ પ્રાઈડ ઑફ ગુજરાત એવોર્ડ આપી સન્માન કરાયું હતું. આ પ્રસંગે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ વતી એવોર્ડ લેવા ડિરેક્ટર આસિત મોદી, તેના લોકપ્રિય કલાકાર દિલીપ જોશી (જેઠાલાલ), દિશા વાકાણી (દયા) ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બંને કલાકારોએ સિરિયલના જાણીતા સંવાદો રજૂ કરી ઉપસ્થિત મહેમાનોના દિલ જીતી લીધા હતા. તો લોકલાડીલા ગઝલગાયક મનહર ઉધાસે તેમના લાક્ષણિક અંદાજમાં મુક્તકો અને ચુનંદા શેર રજૂ કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે અતિથિવિશેષ તરીકે પધારેલ ભરતસિંહ સોલંકીએ પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું. તો ફીલિંગ્સના તંત્રી-અતુલ શાહે ફીલિંગ્સની 12 વર્ષની શબ્દયાત્રા, છેલ્લા 4 વર્ષથી આયોજિત થતા પ્રાઈડ ઑફ ગુજરાત એવોર્ડ ફંકશન તથા તેના હેતુ વિશે જાણકારી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન હીનાબેન સક્સેનાએ કર્યું હતું. અંતે `અમે ગુજરાતી’નો લિજ્જતદાર અલ્પાહાર માણી સૌ છૂટા પડ્યા હતા.

આમંત્રિત મહાનુભાવો ડૉ. વિક્રમ શાહ, ડૉ. દર્શિની શાહ, કેન્દ્રીય રાજ્ય ઊર્જામંત્રી શ્રી ભરતસિંહ સોલંકીને આવકારતા દીપ્તી દેઢિયા, શ્રી કાન્તિભાઈ કપાસી,
શ્રી અરવિંદ શાહ, મયૂરી ઠાકોર, શ્રી ભૂપેન્દ્ર પરીખ, શ્રી નિમેશ શાહ તસવીરમાં જણાય છે.
ડૉ. કુમારપાળ દેસાઈ
સાહિત્ય
સાહિત્ય, શિક્ષણ, પત્રકારત્વ, સમાજસેવા, રમતગમત અને ધર્મદર્શન જેવા ક્ષેત્રોમાં ઉલ્લેખનીય પ્રદાન કરનાર ડૉ. કુમારપાળ દેસાઈને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરાયા છે. તેમણે ભારતીય સંસ્કૃતિ, જૈન દર્શન, જૈન સાહિત્યના,ચિંતનલેખોના અનેક સંગ્રહો આપ્યા છે.
શ્રી મનહર ઉધાસ
મ્યૂઝિક
ગુજરાતી ગઝલને ઘર ઘરમાં ગુંજતી કરનાર મનહર ઉધાસ એ ગુજરાતીઓના લોકલાડીલા ગાયક-સંગીતકાર છે. હીરો, કર્મા વગેરે જેવી 300થી વધુ હિન્દી ફિલ્મોના સુપરહીટ ગીતો ગાનાર મનહર ઉધાસ ગુજરાત ગૌરવ એવોર્ડ પણ મેળવી ચૂક્યા છે.
કેપ્ટન એ.ડી માણેક
ગોલ્ડન એચીવમેન્ટ
ક્ચ્છ ભૂકંપ વખતે હેમ રેડિયોની મદદથી મુખ્યમંત્રી કાર્યાલયને અસરગ્રસ્ત વિસ્તારથી જોડી દેનાર કેપ્ટન એ. ડી. માણેક `ધ સ્કાયલાઈન એવીએશન કલબ’ના નેજા હેઠળ પાયલોટ ટ્રેનીંગનું કાર્ય કરી રહ્યા છે. 3000થી વધુ વિદ્યાર્થીઓ અહીંથી ટ્રેનીંગ લઈ ચૂક્યા છે. તેમના બંને દીકરાઓ પણ પાયલટ છે
શ્રી કિશોરભાઈ ઝવેરી
સોશિયલ સર્વિસ
ત્રિભોવનદાસ ભીમજી જ્વેલર્સ
ટીબીઝેડ, દિલ્હી
કિશોરભાઈ ઝવેરી એટલે જ્વેલરીની ઝાકમઝોળ દુનિયામાં ચમકતું નામ. પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત, ગાંધી વિચારધારાને અનુસરનાર કિશોરભાઈ જીવદયા, શિક્ષણ, હોસ્પિટલ, અને સામાજિક કાર્યો માટેની અનેક સંસ્થાઓ સ્થાપી સેવાકાર્ય કરી રહ્યા છે. તેમના પુત્ર મૃણાલે એવોર્ડ સ્વીકાર્યો હતો.
જય છણિયારા
ચાઈલ્ડ આર્ટિસ્ટ
15 વર્ષની ઉંમરમાં હાસ્યના લગભગ 1500 ઉપરાંત શૉ કરી ચૂકનાર જય છણિયારા મનમોહનસિંઘથી લઈ મોદી સુધી તમામ લોકોને હસાવી ચૂક્યો છે. હેન્ડિકેપ હોવા છતાં મક્કમ મનના આ બાળ કલાકારે લાફ્ટર શૉ સહિત નેશનલ, લોકલ ચેનલો પર કાર્યક્રમો રજૂ કરી સૌને હાસ્યમાં તરબોળ કર્યા છે.
પ્ન્કિી દલાલ
મીડિયા
મુંબઈ સમાચારમાં તંત્રી તરીકે કાર્યરત પ્ન્કિી દલાલ પત્રકારત્વ ક્ષેત્રમાં જાણીતું નામ છે. વિવિધ સામયિકો અને સમાચારપત્રમાં તેઓ સિનિયર પત્રકાર તરીકે કામ કરી ચૂક્યા છે. તેમની નોવેલ `મોક્ષ’ માટે તેઓને સાહિત્ય અકાદમી - મહારાષ્ટ્ર તથા ગુજરાત તરફથી પણ એવોર્ડ મળ્યો છે
શ્રી નવીનભાઈ આશર
એનઆરઆઈ
ઓમાન
ઓમાનના ગુજરાતીઓમાં સૌથી આદરપૂવર્ક લેવાતું નામ એટલે શ્રી નવીનભાઈ આશર. ઈમ્પોર્ટ-એક્સપોર્ટ બિઝનેસથી લઈ ડિપાર્ટમેન્ટલ સ્ટોર, સુપર માર્કેટ, બહુમાળી મૉલ ધરાવનાર નવીનભાઈ ઓમાનના ગુજરાતીઓને મદદ કરવા હમેશાં તત્પર હોય છે.
ડૉ. વિક્રમ શાહ
ડૉ. દર્શિની શાહ
મેડિકલ
13000થી વધારે ઘૂંટણની સર્જરી કરનાર, ઉચ્ચતમ સગવડતા ધરાવતી શેલ્બી હોસ્પિટલના ચેરમેન ડૉ. વિક્રમ શાહ અને Diplomate of the International Congress of Oral Palaeontologists, દ્વારા સન્માનિત ગુજરાતના એકમાત્ર મહિલા ડેન્ટિસ્ટ ડૉ. દર્શિની શાહ ગુજરાતનું ગૌરવવંતુ તબીબદંપતી છે.
શ્રી સી. કે. પટેલ
એનઆરઆઈ
યુએસએ
વિશ્ર્વભરમાં સૌ પ્રથમ કોઈપણ ભારતીય દ્વારા હિલ્ટન હોટલ સ્થાપવાનું માન કેલિફોર્નિયામાં વસતા સી. કે. પટેલને જાય છે. હોટલ-મોટલ, કન્સ્ટ્રકશન, સંચાલન અને વહીવટ સાથે સંકળાયેલ સી.કે. પટેલ યુએસએમાં ઘણી સેવાકીય અને ગુજરાતીઓના ઉત્કર્ષ માટેની સંસ્થાઓમાં સક્રિયપણે કાર્યરત છે.
તારક મહેતા કા
ઉલ્ટા ચશ્મા
ટેલિવૂડ (ટીવી સિરિયલ)
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આ સિરિયલ આજે ઘરે ઘરે જોવાય છે તેનો શ્રેય તેના ડિરેક્ટર આસિત મોદી તથા દિલીપ જોશી, દિશા વાકાણીને આપવો પડે. તેઓ હિન્દીમાં મેરી બીવી વન્ડરફૂલ, સારથી, યહ દુનિયા હૈ રંગીન તથા ગુજરાતીમાં મીંયા ફૂસકી, પરિણામ જેવી સિરીયલો આપી ચૂક્યા છે.
શ્રી સુધીર નાણાવટી
શિક્ષણ
દેશના અગ્રગણ્ય વકીલોમાં જેમની ગણના થાય છે એવા શ્રી સુધીર નાણાવટી ગુજરાત લૉ સોસાયટીના વાઈસ પ્રેસિડેન્ટ છે. ઘણી બધી શિક્ષણ સંસ્થાઓ તેમના ટ્રસ્ટ હેઠળ કાર્યરત છે. આ ઉપરાંત ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પૂર્વ સેક્રેટરી અને ઇઈઈઈંના સભ્ય પણ છે.
શ્રી ઝવેરીલાલ મહેતા
આર્ટ એન્ડ કલ્ચર
દર બુધવારે ગુજરાત સમાચારમાં રજૂ થતી અનોખા કન્સેપ્ટ સાથેની ફોટો પ્લસ સ્ટોરી એ ઝવેરીલાલ મહેતાની વિશિષ્ટતા છે. 82 વર્ષે પણ ફીટ એવા ઝવેરીલાલના ફોટો જર્નાલિઝમ વિશેના પુસ્તક `ફ્લૅશબેક’નું શ્રી નરેન્દ્ર મોદીએ 2009માં વિમોચન કર્યું હતું.
પારુલ પરમાર
સ્પોર્ટસ
બેડમિન્ટન ક્ષેત્રે વિશ્ર્વના ડિસેબલ ખેલાડીઓમાં 2004થી નં. 1 રેન્કિંગ ધરાવનાર પારુલ પરમારનું તાજેતરમાં `અર્જુન એવોર્ડ’થી સન્માન થયું હતું. 2001થી નેશનલ ચેમ્પિયન આ મહિલા ખેલાડીએ દેશ-વિદેશમાં અનેક ટુર્નામેન્ટ જીતી રાષ્ટ્રને ગૌરવ અપાવ્યું છે.

વિશ્ર્વભરના ગુજરાતીઓના માનીતા સામયિક `ફીલિંગ્સ’ની સમગ્ર ટીમ