આકાર ઓફિસમાં ફાઈલો જોતો હતો. માધુરી ઓફિસે આવી નહોતી. દ્વિજેન આવી ચડ્યો, `ડિસ્ટર્બ કરું ?’
`આવ, દ્વિજેન આવ. તેં તારા અખબાર `ધ રેવોલ્યુશન’માં મારા લગ્નનો અહેવાલ એટલો ભભકદાર રીતે પ્રગટ કર્યો હતો કે મુંબઈમાં આટલાં ભવ્ય લગ્ન પહેલી જ વાર થતાં હોય. ઈન્કમટેક્સની રેડ પડશે એવી બીક હતી, પણ ન પડી.’
`ઈન્કમટેક્સવાળાઓનું ભલું પૂછવું, હજુ પણ રેડ પડી શકે છે. લાખ-બે લાખ લઈ ચાલતા થઈ જશે. કેટલી રેડો પડે છે. પછી શું થયું એની ખબર પડે છે ? ભ્રષ્ટાચારનું કેન્સર થયું છે દેશને, દુનિયાને, નેતાઓને, જેમના હાથમાં નાનીમોટી સત્તાઓ છે એમને. `Lack of opportunity is Morality` દ્વિજેનના શબ્દોમાં આક્રોશ હતો. “વૃદ્ધા નારી પતિવ્રતા” જેવો ઘાટ છે.’
`છાપાંઓ પણ એમાંથી ક્યાં બચ્યાં છે ? મોટાં છાપાંઓની મોટી તાકાત. નાનાં છાપાંઓની નાની તાકાત. Yellow Journalism……Red Journalism.’
`ખૂન, અત્યાચાર, બળાત્કાર, લૂંટના સમાચારોને મોટાં હેડિંગો આપી પ્રગટ કરતાં છાપાંઓને હું Red Journalism કહું છું.’
`છોડ, એ વર્તુળનો છેડો શોધવા જેવી વાતને. બોલ, જ્યૂસ પીશ કે ચા ?’
`જ્યૂસની આદત પડી જાય તો પરવડે નહીં. હું અમૃત જેવી કોફી પીશ.’
આકારે કોફીના ઓર્ડર આપ્યો.
`બોલ શું ચાલે છે ?’
`તું પરણ્યો, હું પરણીશ.’
`ક્યારે ?’
`આવતી કાલે. ખૂબ સાદાઈથી. કોઈને નહી બોલાવું. તને પણ નહીં.’
`કેમ, શિલ્પાનાં માતા-પિતા વિરોધ કરે છે ?’
`કૃત્તિકાનાં માતા-પિતા જેવાં કોન્ઝર્વેટિવ બધાં માતા-પિતા હોતાં નથી. શિલ્પાનાં ફાધર-મધરની સંમતિથી. એના ફાધર સીરિયસ છે. એમની ઈચ્છા પુત્રીને પરણેલી જોવાની છે.’
`શિલ્પાએ વાત કરી હતી કે ફાધર સીરિયસ છે. એટલે બે દિવસથી રજા પર છે.’
`જો શિલ્પાના ફાધર જીવી જશે તો હનીમૂન માટે ગોવા જઈશું-મૃત્યુ પામશે તોપણ શિલ્પા હજુ દસેક દિવસ નહીં આવી શકે.’
`બેસ્ટ લક. શિલ્પાએ આજ સુધી રજા લીધી નથી. એને કહેજે કે તારી લાગવગ વગર પણ એને રજા મળશે. નિરાંતે આવે. તું લગ્ન પછી શિલ્પાને સર્વિસ તો છોડાવી દેવાનો નથી ને ?’
`બીજો બોસ હોત તો છોડાવવાનો વિચાર કરત.’
આકાર હસ્યો.
ચા પિવાઇ ગઈ.
દ્વિજેન ચાલ્યો ગયો.
ફોનની ઘંટડી બજી ઊઠી.
`હલો ! આકાર સ્પીકિંગ.’
`આકાર સર, બિન્ની બોલું છું.’
આકાર ચમક્યો.
`સર, સ્ટેલા અન્કલ અને મિ. `અ’ ની ચુંગાલમાંથી નાસી આવી છે, એને મદદની જરૂર છે.’
`સ્ટેલા ક્યાં છે ?’
`રૂબરૂ આવી શકશો ? તરત ? સમય ખૂબ ઓછો છે.’
`ક્યાંથી બોલો છો ?’
`ઓબેરોય સ્યૂટ નં. 303. સર. આવો છો ને ? ખૂબ મહત્વની માહિતી આપવાની છે. મારાથી ડરવાની જરૂર નથી. હું જ ડરતી ફરું છું. દરવાજા પર ત્રણ ટકોરા મારજો. હું સમજી લઈશ કે તમે છો.’
`આવું છું.’
આકારને યાદ હતું કે ડેડી અને પૂર્ણિમાબહેને પણ આવી છોકરીઓને મદદરૂપ થવું જોઈએ એમ કહ્યું હતું.
આકાર `ઓબેરોય’માં પ્રવેશી લિફ્ટ દ્વારા સ્યૂટ નં. 303 આગળ આવ્યો.
`હું ખોટું સાહસ તો નથી કરતો ને, પરોપકાર કરવાના ઝનૂનમાં ?’
ક્ષણભર આકારના શરીરમાંથી ધ્રુજારી પસાર થઈ ગઈ.
આકારે સરી જતી હિંમતને એકઠી કરવા મથમણ કરી, બંધ દરવાજા પર ત્રણ ટકોરા માર્યા.
દરવાજો ખૂલ્યો.
સફેદ મેક્સી પહેરેલી બિન્નીએ દરવાજો ખોલ્યો. તે ઉદાસ હતી. આંખો લાલ હતી. ચાલ શિથિલ હતી.
મારી વાત સાંભળીને જલદી જતા રહો. સ્ટેલા મિ. `A’ ની ચુંગાલમાંથી મુંબઈ નાસી આવી છે. એક હોટલમાં મને મળી ગઈ હતી. ડિસોઝા અન્કલ અને બીજા માણસો તેનો પીછો કરતા આવી પહોંચ્યા છે. એ તમને મળવા માગતી હતી પણ તમારી ઓફિસે તપાસ થાય અને તમને મળે તો એની સાથે તમે મુસીબતમાં મુકાઈ જાવ. મેં સ્ટેલાને સુરક્ષિત જગ્યાએ
છુપાવી દીધી છે. આ ચિઠ્ઠીમાં સરનામું છે.’
`પણ મને એ લોકો મળવા દેશે ?’
`મારી નિશાની બતાવશો,’ બિન્નીએ લોકિટ કાઢી આપતાં કહ્યું. `વધુ ખાતરી માટે કહેશો કે ગોવાથી બિન્ની પહેલાં તમારા આશ્રયે રહી હતી. તમે ખૂબ પ્રેમ આપ્યો હતો. શક્ય હોય તો તમે સ્ટેલાને સલામત જગ્યાએ હટાવશો. લોકિટમાં બન્ને બહેનોની બાળપણની તસવીરો છે.’
ફોનની ઘંટડી રણકી ઊઠી.
`ઓહ, માય ગોડ ! એ લોકો આટલા જલદી આવી પહોંચ્યા.’
`એ લોકો એટલે કોણ ?’
`અન્કલ ડિસોઝા અને મિ. `A’ના માણસો.’
`મિ. `A’કોણ છે ?’
`મને ખબર નથી. તમે જાવ, પ્લીઝ! હું તમને માહિતી આપતી રહીશ. સ્ટેલાના સમાચાર પૂછતી રહીશ. ડિસોઝા અન્કલ સાથે મેં નાટક કર્યું છે, `હું સ્ટેલાને શોધવામાં મદદ કરીશ,’ અને એમનો વિશ્ર્વાસ સંપાદન કર્યો છે.’
ફોનની ઘંટડી રણકતી હતી.
`પ્લીઝ ! ગો…’ બિન્ની ચીખી ઊઠી. તેની આંખોમાં ભયના ઓળા તરવરી ઊઠ્યા, `ફોન નહીં ઉઠાવું તો એ લોકો ઉપર આવશે. મને મારા જીવનની પડી નથી, પણ તમે મુશ્કેલીમાં મુકાઈ જશો. જાવ….’
બિન્નીએ ફોન ઉઠાવ્યો.
આકાર પસીને રેબઝેબ બની ગયો, `પરોપકાર મોંઘો તો નહીં પડી જાય ને ? ડેડી, પૂર્ણિમાબહેન અને માધુરીને તરત વાત કરવી પડશે. નહીં તો આ રહસ્યમય પરિસ્થિતિમાં મારા પ્રત્યે અવિશ્ર્વાસ જન્મી શકે છે.’
આકાર લિફ્ટમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવ્યો. તેની નજર કાઉન્ટર પરથી ફોન કરતા ડિસોઝાની પીઠ પર પડી, `થેન્ક ગોડ. ડિસોઝાની નજર મારા પર પડી નથી.’
આકારે કારમાં બેસી એ.સી. ચાલુ કરી રૂમાલથી પસીનો લૂછી નાખી કાર મારી મૂકી.
`ઘડીમાં બિન્ની રસ્તા પર રઝળે છે. ઘડીમાં અન્કલ ડિસોઝા સાથે ઓબેરોય’ જેવી લક્ઝુરિયસ હોટલના સ્યૂટમાં દેખાય છે. આજકાલ શ્રીમંતોને ફસાવી કરોડો રૂપિયા પડાવવાની બદી ફેલાતી જાય છે. હું પણ એવી જાળમાં ધીમે ધીમે ફસાઈ રહ્યો છું કે શું ?’
આકારના વિચારો કાર કરતાં વધુ તેજ ગતિએ દોડતા હતા.
`બિન્નીમાં પરિવર્તન આવી ગયું લાગે છે. જો એમ ન હોત તો મને સ્ટેલાનો લંડનથી લખેલો પત્ર અને મારી પાસેથી પડાવી લીધેલી રિસ્ટવોચ, ડાયમન્ડ રિંગ અને ગોલ્ડન ચેન શા માટે આપી જાત ?’ આખરે સ્ટેલા એની બહેન છે. બહેનને બચાવવા માટે એ પ્રયત્નો કરે એ સ્વાભાવિક છે. આવી પરિસ્થિતિમાં મારું મન સાશંક બની ગયું છે. હું શ્રદ્ધા ગુમાવતો જાઉં છું. અશ્રદ્ધાથી કોઈ પણ ઉમદા કાર્ય ન થઈ શકે.’
આકાર ઓફિસે આવ્યો.
બિન્નીએ આપેલી ચિઠ્ઠી કાઢી.
છગન ટંડેલ-
કિનારા પરનાં ઝૂંપડાઓમાં સાતમું ઝૂંપડું.
વરસોવા-
`તો બિન્નીના કહેવા મુજબ સ્ટેલા છગન ટંડેલના ઝૂંપડામાં છે.’
આકારે ચિઠ્ઠી ખોવાઈ જાય, નામ ભુલાઈ જાય તો વાંઘો ન આવે એટલા માટે ડાયરીમાં નામ-સરનામું લખી દીધું. સાથે બિન્નીએ સ્ટેલાએ લંડનથી લખેલો પત્ર આપ્યો હતો તે પણ ડાયરીમાં મૂકી દીધો.
આકારનું ચિત્ત ઓફિસમાં ગૂંગળામણ અનુભવવા લાગ્યું. તે બંગલે જવાનો વિચાર કરતો હતો ત્યાં, ફોનની રિંગ રણકી.
મિ. આકાર સંઘવી ?’
`યસ.’ આકારને ઘેરો જાડો અવાજ સંભળાયો.
આકારને એ અવાજ પરિચિત લાગ્યો. તેને યાદ આવ્યું કે સ્ટેલા ઈન્ટરવ્યૂ આપીને ગઈ પછી એકાદ કલાક બાદ, `સ્ટેલા ખતરનાક છોકરી છે. તમે સર્વિસ આપીને મુશ્કેલીમાં મુકાઈ જશો,’ એવી ચેતવણી -ધમકી આપતો ફોન આ અવાજમાં હતો.
`મિ. આકાર, તમારી પર્સનલ સેક્રેટરી સ્ટેલા ક્યાં છે?’
`મને ખબર નથી. એ સર્વિસ છોડીને જતી રહ્યા પછી દેખાઈ નથી. તમે કોણ છો ?’
`X,Y,Z, ગમે તે હોઉં એ અગત્યનું નથી. સ્ટેલા નાસીને તમારી પાસે આવી છે. તમે એને પ્નાહ આપી છે.’
`કહ્યું ને, મને ખબર નથી.’
`નિર્દો્રષ ન બનો મિ. આકાર. તમે બિઝનેસમેન છો. સોદો કરીએ.’
`એટલે ?’
`તમે સ્ટેલાને નહીં સોંપો તો માની લઈશ કે તમને તમારી જિંદગી કરતાં સ્ટેલા પર વધુ પ્રેમ છે.’
`હું પરિણીત પુરુષ છું. સ્ટેલા માટે મને પ્રેમ નથી.’
`કોઈ પરિણીત પુરુષ બીજી સ્ત્રી સાથેના પ્રેમનો એકરાર કરે ભલા ?’
`શટ્ અપ.’
`શટ્ અપ શબ્દ તમારી અને સ્ટેલાની જિંદગીને શૂટ કરી દેશે. મારી વાત સાંભળો : સ્ટેલાને અમને સોંપી દેશો તો તમારી જિંદગી પરથી ખતરો દૂર થશે અને ઉપરથી દસ લાખ મળશે.’
`એટલે ?’
`મુંબઈમાં પૈસાની માગણી થાય છે. એક મામૂલી ગોરી ચામડીની છોકરી માટે દસ લાખ આપવા કોઈ તૈયાર નહીં થાય. બોલો, ડબલ ફાયદાનો આ સોદો મંજૂર છે ?’
`મેં કહ્યું ને, મને સ્ટેલા વિશે કાંઈ ખબર નથી.’
`સ્ટેલા બીજે જઈ ન શકે. છેલ્લી ઓફર, પંદર લાખ.’
આકારને વિચાર ઝબક્યો, `સ્ટેલાને ક્યારે, ક્યાં પહોંચાડવાની છે ?’
`તમારા બંગલે રાતે ફોન મળશે. અમારા માણસો તમને શેડો કરી રહ્યા છે. તમારી કારમાં સ્ટેલાને કહીએ તે સમયે, સ્થળે પહોંચાડી દેવાની. પોલીસની મદદ લીધી છે તો ઘણીબધી લાશો પડી જશે. એડ્વાન્સની જરૂર હોય તો તમારી ઓફિસમાં હમણાં જ પહોંચી જશે.’
ફોન મુકાઈ ગયો.
`ફોન અન્કલ ડિસોઝાનો લાગે છે. એ જાણે છે સ્ટેલા અહીં સર્વિસ કરતી હતી. સ્ટેલાના એવરગ્રીન એપાર્ટમેન્ટ્સના દસમા માળે એણે મને રાતે સ્ટેલાના ફ્લેટમાં જોયો હતો. એ સમજી બેઠો હશે કે હું સ્ટેલાના પ્રેમમાં છું એટલે જ સ્ટેલાને મેં આશરો આપ્યો છે માની ધમકી અને લાલચ આપે છે. સ્ટેલાની જિંદગી એમને મન એટલી કીમતી છે કે રૂપિયા પંદર લાખ આપવાની ઓફર કરે છે ? ઘણુંબધું વિચિત્ર બનતું જાય છે.’
આકાર બંગલે આવ્યો. ડાઈનિંગ ટેબલ પર અક્ષયકુમાર, પૂર્ણિમાબહેન અને માધુરી આકારની વ્યગ્રતાને માપતાં હતાં.
`આકાર, આજે તું મૂડમાં નથી લાગતો.’
`યસ ડેડી.’
`શું થયું ?’ આકારે બની ગયેલી તમામ વાત કરી, `ડેડી શું કરવું જોઈએ ?’
`આકાર પરોપકાર શબ્દો માત્રથી થતો નથી, એનું મૂલ્ય પણ ચૂકવવું પડે છે. અમે તારી સાથે જ છીએ. એ બે છોકરીઓનું જીવન ઠેકાણે પડશે. સાથે સાથે સ્મગલર્સની ગેંગને પકડાવવાનું કામ પણ થશે.’
`ડેડી, તમારે કમિશનર, ડી.જી.આઈ સાથે પરિચય છે. એમની સલાહ લઈ જુઓ.’ આકારે કહ્યું.
`જરૂર પડે લઈશું જ. કાનૂનની મદદ સિવાય તો આપણે કાંઈ જ ન કરી શકીએ. આપણને મળતી માહિતી પહોંચાડીને મદદરૂપ થઈ શકીએ. જો, સ્ટેલા મળી જાય તો ઘણાં રહસ્યોનો પર્દાફાશ થઈ જાય.’
`સ્ટેલા છગન ટંડેલના સાત નંબરના ઝૂંપડામાં વરસોવા મુકામે છે.’
`રાતે ફોન આવી જવા દે, પછી શું કરવું તે અંગે વિચારીશું. આજે રાતે હું અને પૂર્ણિમા પણ તારા બેડરૂમમાં રહીશું, તમને ડિસ્ટર્બ કરીશું.’
`શું, ડેડી તમે પણ! આવી પરિ-સ્થિતિમાં તમને મજાક સૂઝે છે ?’
`આવી પરિસ્થિતિમાં જ મજાક કરી, માનસિક તંગદિલી હળવી કરી લેવી જોઈએ.’
રાતે બધાં આકારના બેડરૂમમાં બેસી ફોનની રાહ જોઈ રહ્યાં. બધાંની નજર વારંવાર સ્થિતપ્રજ્ઞ અવસ્થામાં રહેલા ફોન પર જતી હતી, પાછી ફરતી હતી, જતી હતી. ફોનની ઘંટડી વાગી. આકાર દોડ્યો-
(અપૂર્ણ)
ન્યૂયોર્કથી પાછા ફરે ચાર દિવસ વીતી ગયા હતા.
`પૂર્ણિમાબહેન, માધુરી મારી પુત્રી સમાન છે. એની વિદાય મારે ઘેરથી થવી જોઈએ. ભલે એ તમારા બંગલે, ઓફિસે આવજાવ કરે.’ કહી એમના `લા-બેલા’ ફ્લેટ પર માધુરી, મનુભાઈ અને પ્ન્કિીને લઈ ગયાં હતાં.
પંદર દિવસ પછી આકાર અને માધુરીનાં લગ્ન લેવાનું નક્કી થયું હતું.
આ પંદર દિવસમાં પૂર્ણિમાબહેન, મનુભાઈ અને પ્ન્કિીએ માધુરી માટે અલંકારો અને વસ્ત્રોનું મોટા પાયે શોપિંગ શરૂ કરી દીધું હતું.
ભવ્ય રિસેપ્શન માટે અક્ષયકુમારે તડામાર તૈયારીઓ આરંભી દીધી હતી. હોલ બુક થઈ ગયો હતો. સજાવટ અને કેટરિંગનો ઓર્ડર અપાઈ ગયો હતો. મુંબઈના, ભારતના ઉદ્યોગપતિઓને આમંત્રણ અપાઈ ચૂક્યાં હતાં. વિદેશોના બિઝનેસમેનોને ફોન-ફેક્સ દ્વારા આમંત્રણો રવાના થઈ ચૂક્યાં હતાં. વિદેશી મહેમાનો માટે જૂહુની ફાઈવસ્ટાર હોટલોના રૂમનું બુકિંગ થઈ ગયું હતું.
બધું જ `મેડ ટુ ઓર્ડર’ હોવાથી અતિ ભવ્ય `સત્કાર-સમારંભ’નું આયોજન હોવા છતાં કોઈના માથે કોઈ ભાર વરતાતો નહોતો.
માધુરીએ અક્ષયકુમારની ઓફિસે જવાનું શરૂ કરી દીધું હતું. ઓફિસ છૂટ્યા પછી આકારની ઓફિસે જતી. બન્ને સાથે ફરવા નીકળી પડતાં.
માધુરી માટે મુંબઈ નવું હતું. આકાર તેને મુંબઈનાં જોવાલાયક સ્થળો, રસ્તાઓ, હોટલો અને મુંબઈની ખૂબી-ખામીનો પરિચય કરાવતો હતો.
`મુંબઈનું જીવન પણ ન્યૂ યોર્ક અને લંડનની જેમ ઘણું ફાસ્ટ છે. ફોર્ટ,નરીમાન પોઈન્ટ અને મરીન ડ્રાઈવ જોઈ લંડન અને ન્યૂ યોર્કનું સ્મરણ થાય છે. ‘માધુરીએ કહેલું.
`અહીં, વૈભવ છે એટલી ગરીબાઈ છે. શરાફત છે એટલી શયતાનિયત છે. થેફ્ટ, રોબરી, મર્ડર, માફિયાઈઝમ, ડ્રગ્સ સ્મગલિંગ જેવાં વિદેશી દૂષણો પણ છે. મુંબઈ પોપ્યુલેશનમાં ઈન્ડિયાનું નંબર વન કોસ્મોપોલિટન સિટી છે. મુંબઈ ન્યૂ યોર્કનો અભાવ સાલવા નહીં દે. ધીસ ઈઝ મિનિ અમેરિકા.’
`રીઅલી, પ્રેમમાં પડી જવાય એવો દરિયો છે. સ્કાયક્રેપર બિલ્ંિડગ છે, લક્ઝુરીઅસ હોટેલ્સ છે. ફેશનપરસ્તી છે. મુંબઈ વિશે સાંભળ્યું હતું પણ આટલું બ્યૂટિફુલ હશે એની કલ્પ્ના નહોતી. આઈ રીઅલી લાઈક બોમ્બે.’
આકાર સાંજે માધુરી સાથે ફરતો હતો, સાડા દસથી છ સુધી ઓફિસ સંભાળતો.
આકાર ઓફિસમાં બેઠો હતો.
પાંચેક વાગ્યા હતા.
માધુરી અને ડેડી છ-સાડા છ વાગ્યે ઓફિસે આવવાનાં હતાં. પૂર્ણિમાબહેન, મનુભાઈ અને પ્ન્કિી પણ શોપિંગ કરીને સીધાં ઓફિસે આવવાનાં હતાં. હોટલમાં જમવાનું ગોઠવ્યું હતું.
પ્યૂને કહ્યું, `સર, એક લેડી મળવા આવ્યાં છે. નામ પૂછ્યું ત્યારે કહ્યું, નામ સરને કહીશ.’
પ્યૂન ગુજરાતી, અંગ્રેજી, હિન્દીના મિશ્રણવાળી ભાષા બોલતો. આકારને મજા પડતી.
આકાર હળવા મૂડમાં હતો, `મોકલ.’
રેડ મિડીમાં સજ્જ થયેલી એક સુંદર યુવતી પર્સ ઝુલાવતી ઊંચી હિલના સેન્ડલ ટપટપાવતી ટટ્ટાર ચાલે અંદર પ્રવેશી.
ક્ષણભર આકારને સ્ટેલાનો ભાસ થયો, પણ ધ્યાનથી જોતાં ચમક્યો, `આ તો વરસાદી સાંજે બ્લેકમેઈલ કરનાર યુવતી. મારું નામઠામ જાણતી નથી. અહીં કેમ આવી હશે ? સ્ટેલા વગર ખબર આપે ઓફિસ છોડી ગઈ હતી પછી લંડન એરપોર્ટ પર એની પીઠ પરથી ઓળખી હતી. સ્ટેલાએ એનું નામ બિન્ની કહ્યું હતું. સ્ટેલા એને ધિક્કારતી હતી. સ્ટેલા ગઈ અને બિન્ની આવી. શા માટે ? હજુ પૈસા પડાવવા હશે ?’ આકારનું ચિત્ત ચકડોળે ચડ્યું.
`સર, મને ઓળખી ?’ બિન્નીએ વગર કહે બેસતાં પૂછ્યું.
`તમે તો મારા જીવનનો પહેલો કડવો અનુભવ છો. તમને કેમ ભુલાય ? બોલો અહીં શા માટે આવ્યાં છો ? જલદી બોલો.’
`ચિંતા ન કરશો. પૈસા પડાવવા નથી આવી. ખરાબ વ્યક્તિ હંમેશાં દરેક વ્યક્તિની સાથે ખરાબ હોતી નથી.’
`તો પછી ?’
`સ્ટેલાનો મેસેજ લઈને આવી છું.’
`સ્ટેલાનો ? ક્યાં છે સ્ટેલા ?’ આકારે આશ્ર્ચર્યનો એક વધુ આંચકો અનુભવ્યો, શો મેસેજ છે ?’
`લાંબી વાત છે. ઓફિસની બહાર કોઈ હોટલમાં બેસીએ. બીજો કડવો અનુભવ નહીં થાય એની ખાતરી આપું છું. હું તો તમારી મદદ લેવા આવી છું-`સ્ટેલા માટે.’
આકાર મૂંઝાયો, `આ રખડેલ છોકરી ફરીથી મુશ્કેલીમાં તો નહીં મૂકે ને ?’
`સર, તમારી આંખોમાં અવિશ્ર્વાસ ઝબકે છે. હું લોર્ડ જિસસની કસમ ખાઈને કહું છું કે, તમને કોઈ મુશ્કેલીમાં નહીં મૂકું. પ્લીઝ ! સમય ન હોય તો કાલે આવું.’
`તમે બહાર નીચે ઊભાં રહો, હું આવું છું.’ આકારની સ્ટેલાનો મેસેજ સાંભળવાની જિજ્ઞાસા તેજ બની વત્તા બિન્નીનો પીછો છોડાવવા આકારે કહ્યું.
આકાર લિફ્ટમાં નીચે આવ્યો.
`સમી સાંજે ઓબેરોય જેવી પોશ હોટલમાં બધાંની હાજરીમાં બિન્ની ગુસ્તાખી કરવા નહીં પ્રેરાય,’ એમ વિચારી આકારે ઓબેરોય તરફ કાર હંકારી.
બિન્ની ચૂપચાપ આકારની જોડે અંતર રાખીને સંકોચાઈને બેઠી હતી.
આકારને બિન્નીની સ્વસ્છતા અને ચુપકીદી જોઈને આશ્ર્ચર્ય થયું, `ક્યાં વરસાદની ભીની સાંજની બેફામ રીતે વર્તતી બિન્ની અને ક્યાં આજની બિન્ની ? બિન્નીનું કયું સ્વરૂપ સાચું ? તે દિવસનું કે આજનું ? કે પછી બન્ને ? કે પછી સમયની ઠોકરે, જીવનની કટુતાએ બિન્નીમાં શાણપણ પ્રગટાવ્યું છે.’
કાર પાર્ક કરી, આકાર બિન્ની ઓબેરોયમાં પ્રવેશ્યાં.
આકારની સામે ગુમસૂમ અવસ્થામાં બેઠેલી બિન્નીએ પર્સ ખોલી રિસ્ટવોચ, ડાયમંડ રિંગ, ગોલ્ડન ચેઈન આકાર તરફ લંબાવતાં કહ્યું, `તે દિવસે લૂંટી લીધેલી વસ્તુઓ પાછી આપું છું. રૂપિયા તો વપરાઈ ગયા છે. એ પાછા આપી શકીશ કે નહીં તેની ખબર નથી. હું ખોટા રસ્તે છું. શરીર વેચીને કે બ્લેકમેલ કરીને જે રકમ મેળવું છું તે મોજશોખમાં વપરાઈ જાય છે.’
`લૂંટેલો માલ પાછો કેમ આપો છો ?’ આકારને આશ્ર્ચર્ય થયું.
`પહેલાં તમારી વસ્તુઓ લઈ લો. મારી વાતમાંથી તમને જવાબ મળી રહેશે.’
આકારે બધી વસ્તુઓ લેતાં કહ્યું, `હવે સ્ટેલાનો મેસેજ કહો.’
`સ્ટેલા મારી મોટી બહેન છે. ઈશ્ર્વરે અમને બન્નેને ખુલ્લી મુઠ્ઠીએ રૂપ આપ્યું છે, પણ અમારા બન્નેની પ્રકૃતિ અલગ અલગ છે. સ્ટેલા ચારિત્ર્યવાન છે. હજુ સુધી તેનું ચારિત્ર્ય જળવાઈ રહ્યું છે. આવતી કાલની જાણ નથી. જ્યારે ચારિત્ર્ય મારે મન જરૂરિયાત પૂરી કરવાનું સાધન છે.’
`સ્ટેલા તમારી બહેન થાય, સગી બહેન ?’
`હા. ટૂંકમાં કહું. મારા બાપ દાણચોરીમાં પકડાઈ જેલમાં ગયા. મા અમને જિવાડવા માટે ચારિત્ર્ય વેચતી થઈ ગઈ. હું ચૌદ વર્ષની હતી ત્યારે એક ટુરિસ્ટે મારા પર બળાત્કાર કર્યો. ડિસોઝા અન્કલે એનું ખૂન કરી નાખ્યું, પણ કોઈ સાક્ષી ન હોવાથી મુક્ત રીતે ફરવા માંડ્યા. ડિસોઝા અન્કલ પણ ડ્રગ્સ સ્મગલર્સની ચેઈનમાં જોડાઈ ગયા.
ચૌદ વર્ષની ઉંમરે થયેલા બળાત્કારથી મારી માનસિક સ્થિતિ વિચિત્ર બની ગઈ. હું મુંબઈ નાસી આવી. કાચી ઉંમર, સમજશક્તિનો અભાવ અને રૂપ પર ઘમંડ આ બધાંને લીધે મારું જીવન ખરાબે ચડી ગયું.
પછી તો એક દિવસ સ્ટેલાની મુંબઈમાં મુલાકાત થઈ ગઈ. ડિસોઝા અન્કલે એને રહેવા માટે ફ્લેટ આપ્યો. એવરગ્રીન-બાંદ્રા-દસમા માળે.
મારું જીવન જોઈ તે મને તિરસ્કારતી, છતાં હું સ્ટેલાને મળતી હતી. મારું ઠેકાણું નક્કી નહોતું એટલે સ્ટેલા મને મળી શકે એમ નહોતી. ઠેકાણું નક્કી હોત તોપણ એ મને ન મળત. ઈમાનદારીથી ચારિત્ર્યને જાળવીને રહેવામાં માનતી હતી.’ બિન્ની અટકી ગઈ. તેના શ્ર્વાસ ઊછળતા હતા. તેણે પાણીનો ઘૂંટ ભર્યો.
`પણ સ્ટેલા મારી ઓફિસની સર્વિસ છોડી એકાએક કેમ અને ક્યાં ચાલી ગઈ ? મને એ પણ રહસ્યમય લાગે છે.’
`હવે મૂળ વાત પર આવું છું. તમે તે દિવસે `તાજ’ આગળ મળી ગયા હતા એ યાદ છે ?’
`હા.’
`એના ત્રીજા દિવસે હું એને મળવા ગઈ હતી. ઉપરાઉપરી ચાર દિવસ મળવા ગઈ પણ ફ્લેટ પર તાળું જ નજરે પડતું. મને સ્ટેલાની ચિંતા થવા લાગી. કારણ કે ડિસોઝા અન્કલના ધંધા હું જાણતી હતી, પણ ક્યાં શોધું ?’
ગઈ કાલે મને સ્ટેલાનો પત્ર મળ્યો. હું વાંચી ગઈ છું. તમે વાંચો. તમારી પાસે રાખો. બિન્નીએ પર્સમાંથી પત્ર કાઢી, આકારને આપ્યો. બિન્ની,
આમ તો હું તને પત્ર ન લખત, પણ મજબૂરીથી લખું છું.
આકાર સરની પર્સનલ સેક્રેટરી તરીકે સર્વિસ મળતાં હું મારી જાતને સદ્ભાગી માનતી હતી. આકાર સર ખરેખર મુંબઈની બિઝનેસ આલમમાં જવલ્લે જ જડે એવા બોસ હતા. ખૂબ સજ્જન અને ચારિત્ર્યવાન.
તું તો જાણે છે કે, બદનસીબીનો પડછાયો આપણા જીવન પર બાળપણથી જ પથરાયેલો છે.
આકાર સરની ઓફિસમાં સર્વિસ મળતાં હું મારી જાતને ખુશનસીબ સમજતી હતી, પણ એ ખુશી રંજમાં પલટાઈ ગઈ.
ડિસોઝા અન્કલ હું જે ફ્લેટમાં રહેતી હતી એ ફ્લેટના એક રૂમનો ડ્રગ્સના ગોડાઉન તરીકે ઉપયોગ કરતા હતા.
આપણે `તાજ’માં મળ્યાં તે રાતે આકાર સર મને લિફ્ટ આપવા ફ્લેટ સુધી મૂકી ગયા. આગ્રહ કરીને હું એમને કોફી પીવા ફ્લેટમાં લઈ ગઈ. ડિસોઝા અન્કલ આવી પહોંચ્યા. તેમણે આકાર સરનું અપમાન થાય એવા શબ્દો કહ્યા. હું કશું બોલી ન શકી. મેં અન્કલનો ફ્લેટ છોડી બીજે રહેવા જવાનો અને આકાર સરની માફી માગવાનો વિચાર કર્યો પણ…..
ડિસોઝા અન્કલને લાગ્યું કે સારા માણસો સાથેનો મારો સંપર્ક એમને મુશ્કેલીમાં મૂકી દેશે, આથી મોડી રાતે મને ક્લોરોફોર્મથી બેભાન બનાવી ગોવા લઈ ગયા.
ત્યાં આપણી મા વાયોલેટને મળી પણ થોડા સમય પહેલાં જ એનું મૃત્યુ થયું હતું. કમ-સે-કમ એનું મોઢું જોયું, દફનક્રિયા જોઇ એનો સંતોષ છે.
ડિસોઝા અન્કલના સુપર બોસ સુપ્રીમો મિ.`A’ છે. એનાથી અન્કલ ખૂબ ડરે છે. મિ. `A’ ની નજર મારા પર છે. એમના હુકમ મુજબ અન્કલ મને સિંગાપુર લઈ જવાના હતા. મેં નક્કી કર્યું છે કે મિ. `A’ વિશે જેટલી માહિતી જાણી શકાય તેટલી જાણી લઈ પોલીસને ખબર આપવી. એની પત્ની બનતાં પહેલાં આત્મહત્યા કરી લઈશ.
ડિસોઝા અન્કલ એમને મેસેજ મળ્યા મુજબ સિંગાપુરને બદલે મને લંડન લઈ આવ્યા. લંડન એરપોર્ટ પર મેં આકાર સરને જોયા હતા, પણ વાત કરી શકું એમ ન હોવાથી એમની નજર ચૂકાવીને ચાલી ગઈ હતી. એમણે મને જોઈ હતી કે નહીં તેનો ખ્યાલ નથી.
આ પત્ર તને ખૂબ ઝડપથી લંડનથી લખું છું. પત્ર મળે તું આકાર સરને મળી મારા સંજોગોનો ખ્યાલ આપજે જેથી જેમને માટે મને માન છે એ સજ્જન પુરુષ મારા માટે ગેરસમજ ન કરે. અને તું પણ એમની સાથેના તારા કલંકિત વર્તન બદલ માફી માગજે. કોઈ પાસેથી મારે કોઈ અપેક્ષા નથી. શરાફતથી જીવી છું. શરાફતથી મૃત્યુ થાય એવી લોર્ડ જિસસને વિનંતી કરું છું. લિ. સ્ટેલા
`સર, આટલા માટે મેં તમને તકલીફ આપી. મારો મુકામ હાલ પૂરતો નક્કી છે. આ કાર્ડ રાખો. મારી જરૂર પડે મળશો. હું તમને હવે નહીં મળું.’
`છતાં સ્ટેલાનો કોઈ મેસેજ મળે તો મને ફોન કરજો. અર્જન્ટ હોય તો મળજો. આઈ પિટી હર.’
`થેન્ક યૂ. હું રજા લઉં ?’
`રિફ્રેશમેન્ટને ન્યાય આપીને.’
અચાનક આકારની નજર ડેડી, માધુરી, પૂર્ણિમાબહેન, મનુભાઈ, પ્ન્કિી પર પડી. તેઓ પ્રવેશી રહ્યાં હતાં. તેમણે આકાર તરફ નજર કરી, દૂરના ટેબલ પર બેસવાનું પસંદ કર્યું.
આકારને સ્મરણ થયું કે બધાંને ઓફિસે બોલાવ્યાં હતાં. આકારે ક્ષોભ અનુભવ્યો.
`સર, હું જાઉં છું,’ બિન્ની સડસડાટ ચાલી ગઈ.
આકારે બધાં બેઠાં હતાં એ ટેબલ પર જવા પગ ઉપાડ્યા. મન બોલતું હતું, `આ બધાં શું કલ્પતાં હશે ?’
આકાર એરપોર્ટની બહાર નીકળ્યો.
અક્ષયકુમાર, પૂર્ણિમાબહેન, મનુભાઈ, પ્ન્કિી અને માધુરી રિસીવ કરવા ઉપસ્થિત હતાં.
`હલો, ડેડ !’
`હલો આકાર.’
માધુરી આકારના વ્યક્તિત્વથી પહેલી જ નજરે ઈમ્પ્રેસ થઈ, `આવો જ જીવનસાથી મેં ઝંખ્યો હતો. આન્ટી ખરેખર સાચી રીતે આકારની પ્રશંસા કરતાં હતાં.’
અક્ષયકુમારે પરિચય કરાવ્યો, `આ મારા ફ્રેન્ડ ત્યાંના મનુભાઈ ઉર્ફે અહીંના મેક પટેલ, આ પ્ન્કિી એમની વાઈફ, આ માધુરી જેને મળવા તને બોલાવ્યો હતો અને પૂર્ણિમાને તો તું ઓળખે છે.’
આકારે બધાંને નમસ્કાર કર્યા. બધાં પૂર્ણિમાબહેનને ઘેર ગયાં. વાતચીત દરમિયાન આકારને મનુભાઈ, પ્ન્કિી અને માધુરીને વિશેષ પરિચય થયો. આકારને લાગ્યું, ડેડી અને પૂર્ણિમાબહેન માધુરીનાં વખાણ કરતા હતાં તેનાથી અધિક માધુરી રૂપાળી હતી.
`કાલે સન્ડે છે. માધુરીને ઓફ છે. તમે બન્ને બહાર ફરવા જજો. એકબીજા સાથે પરિચય કેળવો અને પછી ફેંસલો કરજો.’ પૂર્ણિમાબહેને સૂચવ્યું.
`કાલે સવારે હું આકારને પિકઅપ કરીશ, બહાર જમીશું. `સ્ટચ્યૂ ઓફ લિબર્ટી’ જઈશું, ફરીશું અને રાતે પાછાં ફરીશું.’ માધુરીએ કહ્યું, `તમને માફક આવશે ને મિ. આકાર ?’
`ગમશે,’ આકારે કહ્યું.
બધાં હસી પડ્યાં. જમ્યા પછી માધુરીએ કહ્યું, `પપ્પા અને પ્ન્કિીબહેનને મારા એપાર્ટમેન્ટ પર લઈ જાઉં છું. નિરાંતે ત્રણેક વર્ષ પછી મળીશું.’
`બરાબર છે. બાપ-બેટીએ નિરાંતે મળવું જોઈએ,’ પૂર્ણિમાબહેને કહ્યું.
`ગુડ નાઈટ’ કરીને માધુરી, મનુભાઈ અને પ્ન્કિી ચાલી ગયાં.
`આકાર, તું અને માધુરી એકબીજાને પસંદ કરો, તો અમારી ઈચ્છા છે કે મુંબઈમાં તમને ધામધૂમથી પરણાવીને પછી અમે પરણીએ એમાં ઔચિત્ય લાગે છે. તું શું માને છે ?’ અક્ષયકુમારે કહ્યું.
`તમારી વાત સાચી છે, પણ કદાચ, આ સંબંધો ન બંધાય તોપણ તમે બન્ને સાદાઈથી પરણી જજો. લગ્ન એક સંજોગ છે. મારી રાહ જોઈને લાંબો સમય તમારે બેસી રહેવાની જરૂર નથી.’
`તમારા બન્નેની નજરમાં રહેલી પ્રસન્નતા જોઈ મને લાગે છે કે પહેલી જ નજરે બન્ને એકબીજાને ગમી ગયાં છો.’ પૂર્ણિમાબહેન બોલ્યાં.
`તમારી અનુભવી દ્ષ્ટિને દાદ આપું છું.’ આકારે કહ્યું.
`મને વિશ્ર્વાસ છે કે કાલે રાતે ફરીને આવશો ત્યારે તમારો જવાબ પોઝિટિવ હશે.’
`મને પણ વિશ્ર્વાસ છે.’
`તો તમારે બન્નેએ લાંબી રાહ નહીં જોવી પડે.’ આકારે કહ્યું. પૂર્ણિમાબહેન અને અક્ષયકુમાર હસી પડ્યાં.
સવારે નવ વાગ્યે માધુરી કાર લઈને આવી પહોંચી. આકાર રેડી હતો. `અમે અંધકાર ઊતરે એ પહેલાં આવી જઈશું. આન્ટી, અન્કલ તમે મારા એપાર્ટમેન્ટ પર પહોંચી જજો. આજે પ્ન્કિીબહેન આપણને જમાડશે.’ માધુરીએ કહ્યું. માધુરી સફેદ સાડી, સફેદ બ્લાઉઝ, સફેદ ચંપલમાં સજ્જ હતી. આકારે સફેદ સફારી પહેરી હતી. માધુરી ડ્રાઈવ કરતી હતી. આકાર સંકોચથી તેની બાજુમાં બેઠો હતો.
`આકાર, તમારે મને કાંઈ પૂછવું નથી ?’
`માધુરી, પૂર્ણિમાબહેને મને તમારા વિશે બધી જ વાત કરી છે. તમે આઠ-દસ છોકરાઓને રિજેક્ટ કર્યા છે. તમે બ્યૂટિફુલ છો, એટલાં જ તેજ છો.’
`થેન્ક યૂ. હું પૂછું ?’
`સ્યોર.’
`તમારી જિન્દગીમાં આ પહેલાં કોઈ છોકરી આવી હતી ?’
`પૂર્ણિમાબહેન રૂપ સાથે મુંબઈ આવ્યાં હતાં. રૂપ અને મેં એકબીજાને પસંદ કર્યાં હતાં. પણ રૂપ….’
`હું જાણું છું. આન્ટીએ મને વાત કરી છે. રૂપ હયાત હોત તો આજે આપણે ભવિષ્ય નક્કી કરવા કારમાં સાથે ન હોત. હું એમ પૂછવા માગું છું કે, રૂપ હજુ તમારા અંતરમાં જીવે છે ?’
`અમારી વચ્ચે માત્ર `ગમવા’ સિવાય બીજી કોઈ લાગણી જન્મી નહોતી. જો એમ જ હોત તો રૂપ્ના મૃત્યુ પછી થોડા જ સમયમાં તમને મળવા અહીં સુધી દોડી ન આવ્યો હોત.’
`તમે મુંબઈમાં રહો છો. હેન્ડસમ છો, શ્રીમંત છો, મુંબઈ પણ અમેરિકાથી પાછળ નથી. હું ભયંકર લાગે એવો સ્ફોટક પ્રશ્ર્ન
પૂછું ?’ માધુરીએ સ્મિત કર્યું.
`પૂછો.’
`લગ્ન પહેલાંના `સેક્સ રિલેશન્સ’ વિશે શું માનો છો ?’ માધુરીએ આકારના ચહેરા પર દ્ષ્ટિ ઠેરવી…
`એ બાબતમાં હું રૂઢિચુસ્ત છું. લગ્ન પહેલાંના સેક્સ રિલેશન્સ હું પસંદ કરતો નથી. એમાં પુરુષ કરતાં સ્ત્રીને વધુ સહન કરવાનું આવે છે. વત્તા શારીરિક ચારિત્ર્યને હું સંસ્કારની પારાશીશી ગણું છું. આ મારા વિચાર છે. એનાથી વિરુદ્ધ વિચારો ધરાવનાર વર્ગ પણ છે એ જાણું છું. હવે હું પૂછું ?’
`બોલો’
`તમારા પ્રશ્ર્નના અનુસંધાનમાં પૂછું છું. મુંબઈ કરતાં અમેરિકા ચારિત્ર્યની વિભાવનામાં વધુ ફોરવર્ડ છે. તમે તો વર્ષોથી ન્યૂ યોર્ક રહો છો. તમે આ અંગે શું
માનો છો ?’
`અહીં વસવા છતાં એ બાબતમાં ભલે હું મણિબહેન કહેવાઉં પણ ઘણીખરી ગુજરાતી સ્ત્રીઓ જેવા જ રૂઢિચુસ્ત વિચારો મુક્ત દેશમાં ધરાવું છું. હા, એક છોકરો મને ગમ્યો હતો, પણ `લગ્ન કરવાનાં જ છે તો પછી શું વાંધો છે ?’ કહી, લગ્ન પહેલાં જ સેક્સની માગણી કરનાર છોકરાનું મેં ઈન્સલ્ટ કર્યું હતું. આ મારા વિચારો છે, ત્યાર પછી પ્રેમમાં પડવા જેવો કોઈ છોકરો મારા પરિચયમાં આવ્યો નથી.’
માધુરી સાથે આકાર સ્ટીમલોન્ચમાં `સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી’ ફર્યો. હોટલમાં લંચ લીધું. `અમ્પરર સ્ટેટ બિલ્ડિંગ’માં લિફ્ટમાં ચડઊતર કરી, સાંજે ઘેર આવવા નીકળ્યાં.
`માધુરી એક દિવસમાં આપણે એકબીજાને કેટલાં સમજી શક્યાં છીએ તેની ખબર નથી. આખો જન્મારો એકબીજાની સાથે રહેવા છતાં માણસજાત એકબીજાને સમજી શકતી નથી, છતાં
સ્ત્રી-પુરુષ એકબીજા સાથે રહ્યા વગર રહી શકતાં નથી. જિન્દગી સાથે એક સમજૂતી કરવી પડતી હોય છે. આપણે એકબીજા સાથે એક છત્ર નીચે રહી શકીએ એમ લાગે છે ?’
`તમને શું લાગે છે ?’
`મને તમારી સાથે રહેવું ગમશે. અલબત્ત, પતિ-પત્નીના
સંબંધે, તમને ?’
`મને પણ ગમશે. તમારી સાથે, અન્ક્લ સાથે, પૂર્ણિમા આન્ટી સાથે રહેવાનું ગમશે.’
`ન્યૂ યોર્ક છોડવાનું ગમશે ?’
`વધુ ગમતી વસ્તુ માટે ગમતી વસ્તુ છોડવી પડશે તો મને અફસોસ નહીં થાય. હવે તો આરામથી બેસો. હું સવારની જોઉં છું કે, તમે ઠંડીમાં ઠૂંઠવાઈને બેઠા હોય એમ સંકોચાઈને બેઠા છો. ‘
`વળાંક લેતી કાર સાથે અજાણતાં તમારા શરીરનો સ્પર્શ થઈ જાય, તમે મારા વિશે ગેરસમજ કરી બેસો અને મને `ફેઈલ’ કરો તો પૂર્ણિમાબહેન અને ડેડી આગળ મારી ઈમ્પ્રેશન શું રહે ? અને મને ગમતી માધુરી નામની સુંદરી યુવતી ગુમાવી બેસું તો કેટલું નુકસાન જાય ?’
માધુરી ખડખડાટ હસી પડી. આકાર હળવાશથી બેઠો. `તો પછી ડન ?’ માધુરીએ હાથ લંબાવ્યો.
`ડન.’ આકારે માધુરીના હાથમાં હાથ મૂકી દીધો. મલકાતા ચહેરે માધુરી અને આકાર ઘરમાં પ્રવેશ્યાં ત્યારે બધાં એમની રાહ જોતાં હતાં.
`તમારા ચહેરા પર ઝળહળતો આનંદ કહે છે કે તમને બન્નેને કોંગ્રેચ્યુલેશન કહેવા જોઈએ. માધુરી શું કહે છે ?’
`તમારુ અનુમાન સાચું છે,’ માધુરીએ શરમાઈને પૂર્ણિમાબહેનના ખોળામાં માથું નાખી દીધું. બધાંએ તાળીઓ પાડી, અભિનંદન આપ્યાં.
`અમારો વિશ્ર્વાસ સાચો પડ્યો. હું અમેરિકાથી પૂર્ણિમાની સાથે માધુરીને પણ લઈ જઈ શકીશ તેનો આનંદ છે.’
`પ્ન્કિીએ કંસાર પણ બનાવી રાખ્યો છે.’ મનુભાઈએ કહ્યું, `મને ખૂબ આનંદ થયો.’
પ્ન્કિી, પૂર્ણિમાબહેન અને માધુરી રસોઈમાં પરોવાયાં. મનુભાઈ, અક્ષયકુમાર અને આકાર ટેબલ પર બેઠા.
`આકાર, કેટલા સમયથી આપણો ક્રમ તૂટ્યો છે. આજે આપણે બે પેગ સાથે લેવા જોઈએ.’
`યસ, ડેડ !’
મનુભાઈ, અક્ષયકુમાર અને આકાર વ્હિસ્કી સિપ કરવા લાગ્યા.
પૂર્ણિમાના હાઉસનું વેચાણ નક્કી થઈ જાય પછી મારી ઈચ્છા છે કે, આપણે બધાંએ સાથે મુંબઈ જવું. પહેલા મુહૂર્તે આકાર અને માધુરીને પરણાવી દેવાં. મનુ કેમ લાગે છે આ વિચાર ?’
`વેરી નાઈસ. આકાર તમારે લોસ એન્જલસ મારા મહેમાન થવું પડશે. માધુરી પણ આવશે.’
ભોજન કરતાં નક્કી થયું કે, માધુરી જોબ છોડી દેશે.આકાર અને માધુરી થોડા દિવસ લોસ એન્જલસ જશે ત્યાં સધુીમાં પ્રોપર્ટીનું ડીલિંગ થઈ જશે. બીજે દિવસે માધુરીએ જોબ છોડી દીધી. ત્રીજે દિવસે મનુભાઈ અને પ્ન્કિીની સાથે આકાર અને માધુરી લોસ એન્જલસ જવા રવાના થયાં. અક્ષયકુમાર પૂર્ણિમાબહેનને મદદ કરવા ન્યૂ યોર્ક રહ્યા. મનુભાઈએ આકારને પ્રોપર્ટીનો ખ્યાલ આપ્યો. મનુભાઈ અને આકાર દોસ્ત જેવા બની ગયા. પ્ન્કિી સાથે માધુરીની દોસ્તી બંધાઈ. આકાર અને માધુરી `ડિઝનીલેન્ડ’, `એમ.જી.એમ.’, `યુનિવર્સલ સ્ટુડિયો’માં ફર્યાં. બન્ને ખૂબ નજીક આવી ગયાં.
અક્ષયકુમારનો ફોન આવ્યો.
`પૂર્ણિમાના હાઉસનો સોદો થઈ ગયો છે. ત્રણ દિવસ પછી મુંબઈ જવા નીકળીશું.’ અક્ષયકુમારનો ખૂબ આગ્રહ છતાં મનુભાઈએ `ન્યૂ યોર્ક-બોમ્બે’ ની ટિકિટો બુક કરાવી. ન્યૂ યોર્ક છોડતાં પહેલાં પૂર્ણિમાબહેન અને અક્ષયકુમારને સંબંધીઓના આગ્રહને માન આપી જમવા જવું પડતું. પૂર્ણિમાબહેને બધી તૈયારીઓ કરી દીધી હતી.ન્યૂ યોર્ક છોડતાં આંખો ભીની થઈ,
`પહેલાં મુંબઈ આવી ત્યારે પાછા ફરવાની આશા હતી ત્યારે રૂપ સાથે હતી. હવે સદાને માટે છોડું છું ત્યારે માધુરી સાથે છે.’
`એર ઈન્ડિયા’નું પ્લેન ઊપડ્યું.
આકાર-માધુરી, મનુભાઈ-પ્ન્કિી, અક્ષયકુમાર-પૂર્ણિમાબહેન સાથે બેઠાં હતાં.
પ્લેન લંડન લોંચ થયું.
અક્ષયકુમાર અને આકાર ડયૂટી ફ્રી શોપમાંથી જ્હોની વોકરની બે-બે બોટલો લઈ બહાર નીકળતા હતા ત્યાં અક્ષયકુમાર એક યુવતીને ટીકી ટીકીને જોતા હતા, `આકાર !’
`જી. ડેડી.’
`પેલી યુવતી તારી ઓફિસની પર્સનલ સેક્રેટરી જેવી લાગે છે, શું નામ ? સ્ટેલા ખરું ને ?’ આકાર ચમક્યો, `સ્ટેલા ! સ્ટેલા અહીં ક્યાંથી ? સ્ટેલા સર્વિસ છોડીને લંડન સેટ થઈ છે ?’ આકારે ઝડપથી જોયું તો એક યુવતીની પસાર થતી પીઠ દેખાતી હતી. સ્ટેલાની સુડોળ પીઠને વારંવાર જોવા ટેવાયેલા આકારને લાગ્યું એ સ્ટેલા છે, `સ્ટેલા લંડન સેટ થવાની હોય તો સર્વિસ છોડતાં પહેલાં વાત કરે. ઓફિસ છોડ્યા પછી આજે જ પીઠ પરથી ઓળખું છું. જરૂર કોઈ રહસ્ય હોવું જોઈએ. કોઈ અવ્યક્ત મજબૂરી હોવી જોઈએ.’
`ડેડ, સ્ટેલા સર્વિસ છોડીને, ઈન્ફોર્મ કર્યા વગર, તમે ન્યૂ યોર્ક જવા રવાના થયા તેના બીજા જ દિવસથી ઓફિસે નથી આવી.’
`કેમ ?’
`નિરાંતે વાત કરીશ.’ અક્ષયકુમાર અને આકાર પ્લેનમાં પોતાની સીટ પર બેઠા. આકાર વિચારતો હતો, `સ્ટેલાએ એકાએક સર્વિસ કેમ છોડી દીધી ? સ્ટેલા લંડનમાં ક્યાંથી ? લંડનથી બીજા દેશમાં જતી હશે ?’ પ્લેન મુંબઈની દિશામાં ઊડતું હતું.
ધરતીના અનંત પટ પર કરોડો વર્ષોથી એક જ આસમાન સૂર્ય, ચંદ્ર, તારલાઓ, નક્ષત્રોના શબાબથી સજ્જ થઈ અડીખમ ઊભેલું છે. રસ્તાઓ, ઈમારતો, નહેરો, ઉદ્યાનોના વિસ્તાર સાથે ધરતીનો આકાર પરિવર્તિત થતો રહ્યો છે. આસમાનનો આકાર અચલ રહ્યો છે. છતાં પ્રત્યેક દેશના આસમાનનાં રૂપ-રંગ-સૌંદર્ય, અભિનવતા ભિન્ન ભિન્ન હોય છે.
ધરતીકંપ્ના આંચકાથી અસ્તવ્યસ્ત બનેલું `લોસ એન્જલસ’ ખૂબ ઝડપથી ઊભું થઈ ગયું હતું.
રાત ચૂપચાપ વહેતી હતી.
અક્ષયકુમાર અને મનુ ડ્રોઇંગરૂમમાં બેઠા હતા. ટિપોય પર વ્હિસ્કીની બોટલ હતી. મનુ અને અક્ષયકુમાર સિપ કરી રહ્યા હતા. મનુ સિગારેટ પીતો હતો. અક્ષયકુમારની પાઈપ જલી રહી હતી.
પ્ન્કિી ગુજરાતી ખાણું પકવતી હતી.
`મનુ, કેમ ચાલે છે ?’
`મઝામાં. તારું.’
`કોલેજમાં આપણે ગરીબાઈ પર નિસાસા નાખી વૈભવનાં સ્વપ્નાં જોતા હતા. આજે આપણાં બંનેના સ્વપ્નાં, ત્રીસ વર્ષના લાંબા સમય પછી મળીએ છીએ ત્યારે સાર્થક થયાં છે. મજામાં છું. જીવન છે, પરિવર્તન તો આવ્યા કરે. પરિવર્તનને માફક આવી જઈ જીવવું પડે છે.’
`આપણે નિસાસાની વાત નહીં કરીએ. આનંદ-મસ્તીની વાત કરીએ.’
`તારાથી શરૂઆત કર.’
`અમેરિકા નાસી આવ્યા પછી ખૂબ રઝળ્યો. પછી `લોસ એન્જલસ’ને હું માફક આવી ગયો કે `લોસ એન્જલસ’ મને માફક આવી ગયું. ગમે તેમ હું અહીં સ્થિર થયો. એક મોટેલનો માલિક બન્યો. હું યુરોપિયન છોકરી જેનીના પ્રેમમાં પડયોે. માધુરી જન્મી પછી બોબ જન્મ્યો. જેની સાથે તીવ્ર મતભેદ અને પછી મનભેદ થવા માંડ્યા. જેની ઈન્ડિયન વાઈફ જેની વફાદાર નહોતી. અમે છૂટાં પડ્યાં. જેની એના બોઇફ્રેન્ડ સાથે કેનેડા ચાલી ગઈ. એ બોબને લેતી ગઈ. માધુરી મારી સાથે રહેવા લાગી.
મેં બિઝનેસમાં ધ્યાન આપવા માંડ્યું. આજે ત્રણ મોટલ્સનો માલિક છું. માધુરીને હું ખૂબ ચાહતો હતો, પણ લાગણી વ્યક્ત કરી શકતો નહોતો. માધુરીને લાગતું તે ઈગ્નોર થઈ રહી છે. હું તેના કરતાં બિઝનેસને વધુ ચાહું છું.
માધુરી કોમ્પ્યુટર એન્જિનિયર થઈ ન્યૂ યોર્ક જોબ મળતાં, અહીં વસતી પ્રજાનાં સંતાનોની જેમ સ્વતંત્ર જીવન જીવવા ચાલી ગઈ. ત્રણચાર મહિને બાપ્ને ખબર લઈ જાય છે, છતાં અમારી વચ્ચે ઔપચારિક સંબંધો ટકી રહ્યા છે.
જીવનમાં એકલતા લાગતાં, હું મારી મોટેલમાં મેનેજર તરીકે કામ કરતી પ્ન્કિી તરફ આકર્ષાયો. પ્ન્કિી લગ્નજીવનના એક વર્ષ પછી વિધવા બની હતી. તે પણ એકલતાથી કંટાળી ગઈ હતી.
મેં એની સમક્ષ લગ્નની ઓફર મૂકી. અમે નિર્ણય કરવા, મન મૂકીને વાત કરવા, `ગ્રાન્ડ કેનિયન’ ફરવા નીકળી પડ્યાં, જ્યાં તું ત્રીસેક વર્ષ પછી મળી ગયો.
છેલ્લે, મેં અને પ્ન્કિીએ રજિસ્ટર્ડ મેરેજ કરી લીધાં છે. માધુરીને ગમશે કે નહીં તે સમજી શકતો નહોતો, આથી મેં તેને ખબર આપી નથી. હવે મને માધુરીની ચિંતા છે, એ ગમે ત્યાં પરણી જવા માટે સ્વતંત્ર છે. જોકે, સંસ્કાર, સંસ્કૃતિની ઊંડી ખાઈ છે એવી વિદેશી પ્રજાનો છોકરો પસંદ ન કરે તો સારું. મારી ઈચ્છા કોઈ ઈન્ડિયન પસંદ કરે એવી ખરી. હવે તારી વાત કર.’
`હું પણ બિઝનેસમાં ખૂબ જામ્યો છું. મારી પત્નીનું દસેક વર્ષ પહેલાં મૃત્યુ થયું હતું. મારે પચીસ વર્ષનો, બિઝનેસનું ભારણ ઓછું કરતો પુત્ર છે. આકાર એનું નામ. તેં મને ગ્રાન્ડ કેનિયન જેની સાથે જોયો હતો એ પૂર્ણિમા અને હું એકબીજાને ચાહવા છતાં પરણી શક્યાં નહોતાં. લગ્ન બાદ પૂર્ણિમા અને એના પતિ વ્યોમેશ મારા અંગત દોસ્ત બન્યાં. વ્યોમેશનું કાર એક્સિડન્ટમાં મૃત્યુ થયું. અમારી નિર્દોષ દોસ્તી ચાલુ હતી. એની પુત્રી રૂપ્નું મેરેજ આકાર સાથે કરવા એ મુંબઈ આવી હતી, પણ લગ્ન પહેલાં એક દિવસ ઝેરી મલેરિયામાં રૂપ મૃત્યુ પામી.
પૂર્ણિમા એકલી પડી ગઈ, હું પણ એકલો હતો. સેક્સ કરતાં સાથની જરૂર હતી. મને અને પૂર્ણિમાને પરણી જવા માટે આકારે સૂચન મૂક્યું. પુત્ર પોતે પરણતાં પહેલાં બાપ્ને પરણાવવા થનગની રહ્યો. આકારનું સૂચન અમે સ્વીકાર્યું. પૂર્ણિમાનાં હાઉસ, મોટેલ, સ્ટોર્સ વગેરે પ્રોપર્ટીની વ્યવસ્થા કરવા હું પૂર્ણિમા સાથે ન્યૂ યોર્ક આવ્યો. પ્રોપર્ટીનું ડીલિંગ ચાલુ કરવા નીકળ્યાં. તું જેને ભાભી સમજતો હતો તેમાં તથ્ય હતું. પૂર્ણિમા `વુડ બી વાઈફ છે.’ મુંબઈ જઈ સાદગીથી પરણી જઈશું. ઈચ્છા છે કે આકારનાં લગ્ન ધામધૂમથી કર્યા પછી અમારે પરણી જવું. આકાર માટે મને ન્યૂ યોર્કમાં એક છોકરી ગમી છે.’
`કોણ છે ?’
`જો, આ સંબંધ બંધાય તો આપણે મિત્રોમાંથી વેવાઈ બની શકીશું.’
`અક્ષય, તું માધુરીની વાત કરે છે ?’ મનુ ખુરશી પરથી ઊભો થઈ ગયો.
`હા. મેં માધુરી સાથે કાલે રાતે આકાર માટે વાત કરી છે. પૂર્ણિમાને એ આન્ટી તરીકે ખૂબ ચાહે છે. પૂર્ણિમા બન્નેને ઓળખે છે. આવતા શનિવારે આકારને ન્યૂ યોર્ક આવવા ફોન કરું છું. બાપ તરીકે તારી સંમતિ હોય તો સારી વાત છે. નહીં તો હું આકારને તારે ઘેરથી જ ફોન કરું છું. મને માધુરી ગમી છે.’
`નેકી ઓર પૂછપૂછ : ફોન કર, જલદી ફોન કર. બાપ તરીકે હું ઈચ્છું છું કે, આ સંબંધ બંધાય.’
`મને વિશ્ર્વાસ છે કે, માધુરી અને આકાર એકબીજાને પસંદ કરી શકશે અને જો, એમ થશે તો માધુરી ન્યૂ યોર્ક છોડવા તૈયાર છે. તારે અને પ્ન્કિીને ન્યૂ યોર્ક આવવું પડશે. તારે પણ તારો `વૃડ બી સન ઈન લો’ જોવો જોઈએ ને ?’
`તું પહેલાં ફોન કર.’
અક્ષયકુમારે ઓપરેટર પાસે મુંબઈનો ફોન જોડાવ્યો..
ફોન તરત લાગી ગયો.
`આકાર, ડેડી ! હેપી ?’
`યસ. તારે આ શનિવારે ન્યૂ યોર્ક આવી જવાનું છે. અમે તને રિસીવ કરવા આવીશું.’
`આવી જઈશ.’
`કેમ આવવાનું છે તે નથી પૂછવું ?’
`તમે કહો છો એટલે પૂછવાનું ન હોય, છતાં પૂછું છું. કેમ ?’
`તારે માટે પૂર્ણિમાએ એક સુંદર છોકરી શોધી કાઢી છે. પૂર્ણિમા રૂપ કરતાંય સ્વભાવે-દેખાવે વધુ સારી કહે છે. હું મળ્યો છું. મને ગમી છે. મારા ફ્રેન્ડની પુત્રી છે. ઘણા મુરતિયાને નાપાસ કર્યા છે. જોઈએ. તને પાસ કરે છે કે નહીં. સુંદર છે એટલી તેજ છે.’
`કોઈ એક્ઝામમાં કદી ફેઈલ થયો છું ?’
`વેરી ગુડ. ઓફિસનું કેમ
ચાલે છે ?’
`ડોન્ડ વરી. ઘડાતો જાઉં છું. અહીંની ફિકર છોડી યૂ એન્જોય. પૂર્ણિમાબહેન કેમ છે ?’
`મઝામાં. હું લોસ એન્જલસથી, મારા ફ્રેન્ડને ત્યાંથી ફોન કરું છું. તું જરૂર આવી રહેજે.’
`ઓકે સ્યોર.’
`મૂકી દઉં છું.’
`ઓ.કે. મળ્યા.’
`મનુ, આકાર આવે છે. તારે અને પ્ન્કિીએ ન્યૂ યોર્ક આવી રહેવાનું છે. તને એડ્રેસ, ફોન નંબર આપું છું.’
`જરૂર આવીશું. માધુરીને મારાં લગ્ન ગમે, ન ગમે. પ્ન્કિીને એ ઓળખે છે. એને વહેમ પણ છે.’
`માધુરી સેન્સિબલ છોકરી છે. જીવનની પુનર્વ્યવસ્થા એને ગમશે. મારાં અને પૂર્ણિમાનાં લગ્નની વાતથી એ ખુશ થઈ છે.’
`તમે સમવયસ્ક કહેવાવ. મારી અને પ્ન્કિી વચ્ચે મોટો વયભેદ છે. હું પચાસનો અને પ્ન્કિી પચીસની છે.’
`બીજા લગ્નમાં કેવળ એડ્જસ્ટમેન્ટનો પ્રશ્ર્ન હોય છે. ઉંમર, જ્ઞાતિ બધું ગૌણ બની જાય છે.તમારી વચ્ચે પડી ગયેલા અંતરને લીધે એકબીજા માટે ગેરસમજ વધતી જાય છે. આખરે
એ તારી પુત્રી છે. પુત્રીને બાપ માટે અનન્ય પ્રેમ હોય છે, પુત્ર કરતાં વધુ.’
જમતાં જમતાં મનુએ પ્ન્કિીને બધી વાત કરી.
પ્ન્કિી ખુશ થઈ, `મને પણ માધુરીની ચિંતા છે. હું એની માતા જેટલી ઉંમરની નથી, છતાં એની ફ્રેન્ડ જેટલી ઉંમરની તો છું. માધુરી તેને દોસ્ત તરીકે સ્વીકારશે તો આનંદ થશે. હું ઈચ્છું કે, આકાર સાથે એનું નક્કી થઈ જાય.’
અક્ષયકુમાર બે દિવસ લોસ એન્જલસ રોકાઈને ન્યૂ યોર્ક પાછા ફર્યા. પૂર્ણિમાબહેનને આકારના શનિવારના આગમનની, મનુ અને પ્ન્કિીના મેરેજની અને શનિવારે એ લોકો પણ ઉપસ્થિત રહેશે એની વાત કરી.
`માધુરીને રાતે બોલાવું ?’ પૂર્ણિમાબહેને પૂછ્યું.
`મનુ અને પ્ન્કિી આવે તે પહેલાં માધુરીને એમનાં મેરેજની વાત કરી લેવી જોઈએ.’ અક્ષયકુમારે કહ્યું.
પૂર્ણિમાબહેને ફોન જોડ્યો, `માધુરી, સર્વિસ પરથી સીધી ઘેર આવી રહેજે. થોડી વાતો કરવાની છે.’
સર્વિસ છૂટ્યા પછી, કાર ડ્રાઈવ કરીને માધુરી `ક્વીન્સ એરીઆ’માં આવેલા પૂર્ણિમાબહેનના હાઉસ પર આવી પહોંચી.
એશ કલરના જિન્સના પેન્ટ અને રેડ કલરના ટોપમાં સજ્જ થયેલી માધુરી ચાર્મિંગ લાગતી હતી.
રાતે જમીને પૂર્ણિમાબહેન, અક્ષયકુમાર અને માધુરી ડ્રોંઈગરૂમમાં બેઠાં હતાં.
`આન્ટી શી વાત છે ?’
`અક્ષય, તું વાત કર.’
`માધુરી, તને જાણીને આનંદ થશે કે તારા પપ્પા અને પ્ન્કિી શનિવારે અહીં આવી પહોંચશે. આકાર પણ શનિવારે બપોરે આવી પહોંચશે. આપણે બધાં સાથે આકારને રિસીવ કરવા જ્હોન કેનેડી એરપોર્ટ પર જઈશું.’
`પ્ન્કિીનું શું કામ છે ? મારા પપ્પા પ્ન્કિી સાથે એને મેનેજર બનાવી વગર લગ્ને સાથે રહે છે. એના કરતાં પરણી જતાં હોય તો સારું. લોકો ચર્ચા કરે છે. મને શરમ લાગે છે. એટલે તો એમને ઘેર જતાં મન પાછું પડે છે.’
`તારા પપ્પા પ્ન્કિીને પરણી જાય તો તને ગમે ?’
`પ્ન્કિી મારી ફ્રેન્ડ જેટલી ઉંમરની છે, છતાં લગ્ન એમનો અંગત મામલો છે. એટલે પરણી જાય તો ગમે. તમે અને આન્ટીએ સેટલ કર્યું તે પણ ગમ્યું છે.’
`તો સરપ્રાઈઝ આપું ?’
માધુરી અક્ષયકુમાર સામે આશ્ર્ચર્યથી તાકી રહી બોલી, `શું ?’
`તારા પપ્પાએ પ્ન્કિી સાથે રજિસ્ટર્ડ મેરેજ કરી નાખ્યાં છે. નાઉ હેપી ?’
`સારું કામ કર્યું, પણ ઈન્ફોર્મ કરવા જેટલી પણ મારી લાયકાત ન સ્વીકારી ?’
`તારા પપ્પાને ડર હતો કે આ લગ્ન પસંદ નહીં પડે. તમારી વચ્ચે થોડી ગેરસમજ પ્રવર્તે છે. તારા પપ્પા હજુ પણ તારા માટે પ્રેમ ધરાવે છે. તારી ચિંતા કરે છે. એટલે તો ન્યૂ યોર્ક આવવા તૈયાર થયા છે. તું એમને સારી રીતે રિસીવ કરજે. પ્ન્કિી પણ તારી દોસ્ત બનવા તૈયાર છે. બાપ-બેટીના સંબંધો સામાન્ય સંબંધો નથી.’
`હું પણ પપ્પાને ચાહું છું એટલે જ મારી ઉપેક્ષાનું દર્દ અનુભવું છું.’
`તારા પપ્પા એમની લાગણી વ્યકત કરી શકતા નથી. બાકી, અંતરના ઊંડાણથી એ તને ખૂબ ચાહે છે એ મેં અનુભવ્યું છે. આકાર અને તું એકબીજાને પસંદ કરો તો સારી વાત છે, નહીં તો આ નિમિત્તે તમારા સંબંધો વચ્ચેની ગેરસમજ દૂર થશે એ મોટી વાત છે.’
શનિવારે સવારે મનુ અને પ્ન્કિી ન્યૂ યોર્ક આવી ગયાં-પૂર્ણિમાબહેનને ઘેર. માધુરી પણ ત્યાં જ હતી.
`પપ્પા, કોંગ્રેચ્યુલેશન્સ…. પ્ન્કિીબહેન કોંગ્રેચ્યુલેશન્સ એન્ડ વિશ યૂ હેપી મેરેજ લાઈફ.’ માધુરીએ ઉત્સાહથી કહ્યું.
`માધુરી, અમારાં લગ્નને આવકારી તેં અમને બળ આપ્યું છે. બાકી, હું અંદરથી તૂટતો જતો હતો.’ મનુની આંખો ભીની બની.
માધુરી મનુને ભેટી પડી, `પપ્પા મને માફ કરજો. હું તમારી અવ્યક્ત લાગણી સમજી શકી નહોતી તેથી દુભાતી હતી.’
`બેટી, મારે પણ આવા જ શબ્દો કહેવા જોઈએ.’
`કોઈએ કાંઈ કહેવાની જરૂર નથી. ચાલો, બધાં જમી લઈએ. મનુભાઈ અને પ્ન્કિીનાં લગ્ન અને માધુરી તથા આકારને એડ્વાન્સ શુભેચ્છા પાઠવવા નિમિત્તે મોઢું મીઠું કરી લઈએ.’
જમીને બધાં `એર ઈન્ડિયા’ના પ્લેનમાં લોકલ ટાઈમ 3 ઙ.ખ.- આવતા આકારને રિસીવ કરવા `જ્હોન કેનેડી એરપોર્ટ’ પર જવા નીકળ્યાં.
માધુરીની કારમાં મનુભાઈ અને પ્ન્કિી હતાં.
પૂર્ણિમાબહેનની કારમાં અક્ષયકુમાર હતા.
પ્લેન રાઈટ ટાઈમ હતું.
બધાં આકારની પ્રતીક્ષા કરી રહ્યાં.