‘ફીલિંગ્સ મિર્ચી’

સૂમોનો એક તરફી પ્રેમ

Saturday, September 4, 2010 4:02

સૂમોનો એક તરફી પ્રેમ

કારને થોડી શંકા ગઈ, ને બાઈકને આવ્યો વહેમ
એક તાતા સુમો માંડી બેઠો સાઈકલ સાથે પ્રેમ

રખડુ રીક્ષા ઈર્ષ્યાથી કહે, વાત છે તદ્દન સાચી
નાજુક નમણી લેડીબર્ડની છે, ઉમ્મર અક્કલ કાચી

પેટ્રોલ-ડીઝલ પીવા જોઈએ, ભાઈને રાતે-દહાડે
સાઈકલ બાપડી હવા ખાઈને ફીગરને સંભાળે

સુમો સુટ્ટો કોથળા જેવો સાઈકલ અગરબત્તી
કાગડો ચાહે દહીંથરું , એની દાનત થઈ ગઈ ચત્તી

ઝેનનો ઝઘડો, વેગનનો વાંધો દેખી રોયો સૂમો
સાઈકલ કેરી આશ ત્યજી, ત્યાં ગળે ભરાયો ડૂમો

સ્કૂટી ઓફર મૂકી બોલે : હું છું તારી ફેન
સાઈકલ બોલી : શરમા ગાંડી ! તું છે મારી બેન

હીરો સાઈકલ જેન્ટ્સ દીઠી ત્યાં થઈ ગઈ પાણી પાણી
આ જ છે મારો માણીગર, ને હું હીરોની રાણી

- ગિરિરાજ આર. બ્રહ્મભટ્ટ, `સરળ’
મો : 93773 22408