આવો, માતૃભૂમિનું ઋણ ચૂકવીએ…

આવો, માતૃભૂમિનું ઋણ ચૂકવીએ…

- in Other Articles
51
0

7 ડિસેમ્બરને ‘ધ્વજ દિવસ’ તરીકે મનાવાય છે. ત્યારે વડોદરામાં પણ આ ધ્વજ દિવસ નિમિત્તે એક સંગીતમય ચેરિટી કાર્યક્રમનું આયોજન થયું હતું. જેનો હેતુ હતો તેમાં એકત્રિત થયેલ ફંડ થકી આર્મી જવાનો અને તેમના પરિવારોને સહાયરૂપ બનવાનો, અને આ રીતે માતૃભૂમિનું ઋણ અદા કરવાનો…

જનની અને જન્મભૂમિ બંને સ્વર્ગથી ચઢિયાતા છે. બંનેનું ઋણ આપણે ક્યારેય ચૂકવી શકતા નથી. જોકે તેઓ એની અપેક્ષા પણ નથી રાખતાં. માતાનું ઋણ તો આપણે તેની કાળજી લઇને પણ ‘થોડું’ ચૂકવી શકીએ પણ માતૃભૂમિનું શું? માતૃભૂમિની વાત આવે ત્યારે દેશની સરહદે ફરજ બજાવતા આપણા વીર જવાનોને જરૂર સલામી આપવાનું મન થાય. પરિવારથી દૂર રહીને પણ માભોમની સતત રક્ષા કરતા આ જવાનો ખરા અર્થમાં માતૃભૂમિનું ઋણ ચૂકવી રહ્યા છે. ત્યારે તેમના પરિવાર માટે પણ કંઇ કરવું આપણી ફરજ બને છે. અને એટલે જ 7 ડિસેમ્બરને ‘ધ્વજ દિવસ’ તરીકે મનાવી આ પરિવારો માટે કંઇક રાહતરૂપ બનવાના આપણા પ્રયાસો રહ્યા છે. જેમાં સરકાર દ્વારા નાના ધ્વજનું વિતરણ કરી તેના દ્વારા એકઠી થયેલી રકમ સૈન્યના લાભાર્થે, યુદ્ધમાં થયેલ અસરગ્રસ્તો તેમજ સૈનિકો અને તેમના પરિવારની સેવા-તેમના કલ્યાણ માટે વાપરવામાં આવે છે. જે ગૌરવની વાત છે.

 

તાજેતરમાં જ વડોદરામાં પણ આ ‘ધ્વજ દિવસ’ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. ‘એડિસન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લિ.’ નામની કંપનીએ આ કાર્યક્રમનો હિસ્સો બની સૈન્યના લાભાર્થે એક સંગીતમય ચેરિટી કાર્યક્રમનું સુંદર આયોજન કર્યું હતું. 24 ડિસેમ્બર, 2017ના રોજ મુખ્તાર શાહ, ડૉ.સુપ્રિયા જોશી, જ્યોતિ ક્રિશ્ર્ચિયન અને તારીક સૈયદ જેવા સુરીલા ગાયકોની સુરાવલીના સથવારે આ સુંદર સંગીત સંધ્યાનું આયોજન કરાયું હતું. જે થકી એકત્રિત થયેલ ફંડને ‘આર્મી વેલફેર ફંડ બેટલ કેઝ્યુલ્ટિઝ’માં જમા કરાવાયું. તેમજ આ એકઠું થયેલું ફંડ શહીદોની વિધવાઓ અને તેમના બાળકોને સહાયરૂપે આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવનાર કેટલાક ગાયકો વિશે થોડી અલપઝલપ…

 

 મુખ્તાર શાહ : 3 ડિસેમ્બરે જન્મેલ, લોયર મુખ્તાર શાહ સંગીત સાથે ઓતપ્રોત થયેલી વ્યક્તિ છે. સ્વ. મુકેશજીના ગીતોને મધુર કંઠ દ્વારા તેમણે આપણી સમક્ષ મૂક્યા છે અને એટલે જ તેમને ‘વોઇસ ઓફ મુકેશ’થી નવાજાય છે. ‘લિમ્કા બુક ઓફ રેકોર્ડ’, ‘એશિયા બુક ઓફ રેકોર્ડ’, ‘ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ’માં ર4 જાન્યુ., ર01પમાં મુંબઇમાં સતત 13 કલાક મુકેશજીના 130 ગીતો ગાવાનો રેકોર્ડ તેમના નામે છે.

ડૉ.સુપ્રિયા જોશી : ડૉે. સુપ્રિયા જોશી પણ સંગીત ક્ષેત્રે સ્ટેજ-શોમાં ખૂબ જ આદરણીય નામ છે. સંગીતમાં પીએચડીની માનદ ડિગ્રી મેળવેલા ડો. સુપ્રિયાના નામે 300 ગીતો અને 1000 જેટલા લાઇવ શો ભારતમાં અને વિદેશમાં પણ છે. 2005થી શરૂ કરેલી તેમની સુરીલી યાત્રાએ લાખોના દિલમાં સ્થાન બનાવી લીધું. બોલિવૂડ, સૂફી, રેટ્રો કે ગઝલ કોઇપણ પ્રકારના ગીતો તેઓ આસાનીથી ગાઇ શકે છે અને આ જ એમની સુંદર પ્રતિભા છે.

 

અન્ય જાણીતા ગાયકોએ પણ સુંદર ગીતોની રસલહાણ કરી હતી. આમ માતૃભૂમિનું ઋણ અદા કરવાનો આ એક નાનો પ્રયાસ હતો.

 

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

સિકંદરાબાદ ખાતે ખુશનુમા વાતાવરણમાં યોજાયું ગુજરાતી સાહિત્ય પરિષદનું 49મું અધિવેશન

સિકંદરાબાદ ખાતે ખુશનુમા વાતાવરણમાં યોજાયું ગુજરાતી સાહિત્ય પરિષદનું