આ ધર્મજ, મારું ધર્મજ, ધન્ય ધન્ય હો ધર્મજ ગામ ગ્રામ્ય વિકાસની યશસ્વી ગાથા ધર્મજ

આ ધર્મજ, મારું ધર્મજ, ધન્ય ધન્ય હો ધર્મજ ગામ ગ્રામ્ય વિકાસની યશસ્વી ગાથા ધર્મજ

- in Special Article, Uncategorized
67
0

– સચિન દેવમુરારી

ધર્મજ આણંદ જિ.ના પેટલાદનું એક એવું ગામ છે જે અર્બન-રૂરલ ગુજરાતનો અનેરો સંગમ છે. ધર્મજનો ગૌચર પ્રોજેક્ટ ગુજરાત વિકાસનાં મોડેલનું એક ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રોજેક્ટ જોવા આવતા પ્રગતિશીલ ગ્રામ પંચાયતનાં સરપંચો અને સભ્યો માટે સરકાર પ્રવાસની સુવિધાઓે પૂરી પાડે છે. કોઇ મહાનગરને પણ શરમાવે તેવો વિકાસ ધરાવતા ધર્મજની આ છે યશગાથા..

ગામે ગામ ઉજાસ, ગામે ગામ વિકાસ અને ગામે ગામ પ્રગતિની સુવાસ, કોઇ રાજકારણીનાં ચૂંટણી ઢંઢેરા જેવા લાગતા આ શબ્દો સાંકેતિક છે એક એવા ગામ માટે, જે ગુજરાતનાં વિકાસનો સાચો સુકાની કહેવાય. આ ગામનું નાંમ છે ધર્મજ. પણ ધર્મજ ગુજરાતનાં બીજા ગામો કરતાં કેમ અલગ છે? કેવી છે ધર્મજની યશગાથા ? આપણે સૌ અર્બન ગુજરાતથીં વાકેફ છીએ. અમદાવાદ, વડોદરા, રાજકોટ કે સુરત આ બધા મહાનગરોમાં આપણે જે વિકાસની છાંટ જોઇએ તેવી છાંટ ગુજરાતનાં ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળતી નથી. ધર્મજ આણંદ જિલ્લામાં પેટલાદ તાલુકાનું એક એવું ગામ છે જે અર્બન અને રૂરલ ગુજરાતનો એક અનેરો સંગમ છે. ધર્મજનો વિકાસ કોઇ મહાનગરને પણ શરમાવે અવો છે અને એટલે આવા ગામનાં દર્શનના પૂર્વાર્ધમાં થોડાં ઇતિહાસનાં પાના પલટાવીએ…

 

1130માં જ્યારે ધર્મ રબારી પોતાની બકરીઓને ચરાવવા આ ધરતી પર આવતાં ત્યારે તેમને સપને પણ ખ્યાલ નહીં હોેય કે એક દિવસ એવો પણ આવશે કે તેમનાં નામ પરથી સ્થપાયેલું ધર્મજ ગુજરાતના વિકાસની આગેવાની કરશે. ધર્મજની સાચી શરૂઆત થઇ 1155નીં સાલમાં, જ્યારે નરસિંહભાઇ પટેલ નામના પાટીદાર ધર્મજ આવીને વસ્યા. જે મકાનમાં તેઓ વસ્યા તેને જૂની ખડકીનાં નામથી ઓળખવામાં આવે છે. પછી તો પાટીદાર સમાજનાં વંશજો પાંચ અલગ અલગ ખડકીથી ઓળખાયાં, જેમકે, આથમણી ખડકી, વચલી ખડકી, સોલામગજીની ખડકી, કડુચીની ખડકી અને કાકણી ખડકી. 1675માં પાટીદારોની ત્રણ મોટી ખડકીનાં આદ્યપુરુષ રંગાજી પટેલે વિરોલથી ધર્મજમાં વસવાટ કર્યો અને શરૂ થયા ધર્મજનાં વિકાસપથ પર પાટીદારોના પ્રયાસ.

 

ધર્મજમાં ફક્ત પાટીદાર સમાજ જ નહીં પણ બ્રાહ્મણ, વાણિયા, સુથાર, વાળંદ વગેરે જેવા અનેક સમાજના લોકો વસવાટ કરે છે. 11000ની વસ્તી ધરાવતું ધર્મજ આ બધા સમાજોનાં સહિયારા પ્રયાસોનું પરિણામ છે. ઇતિહાસનાં સોનેરી મુખપટલ પર એક યશકલગી સમાન હતી ધર્મજનાં હીરુભાઇ પટેલની ભારતનાં નાણામંત્રી પદે વરણી. હીરુભાઇ પટેલે 1959માં ધર્મજમાં પ્રથમ બેન્કની સ્થાપના કરી. આજે ધર્મજમાં 13થી પણ વધારે બેન્કો છે અને એનઆરઆઇ દ્વારા લગભગ 1000 કરોડ રૂપિયાની ડિપોઝિટ છે. આવી સમિૃદ્ધ અને પ્રગતિ પાછળ છે વર્ષોનો અથાગ સહિયારો પ્રયાસ. આવાં પ્રયાસોને એક સંગઠિત સ્વરૂપ આપ્યું શ્રી જલારામ સેવા ટ્રસ્ટે. આ સંસ્થા ઘણાં દાયકાઓથી ધર્મજમાં અનેક માધ્યમો દ્વારા જનસેવા અને જનકલ્યાણનાં કાર્યો કરી રહી છે.

 

ગુજરાતની ધરતી પરનાં આ રૂરબન એટલે કે રૂરલ + અર્બનનાં ક્ધસેપ્ટને સાર્થક કરતા ગામનાં દર્શન કરવાનો લાભ મળ્યો. બોરસદ-તારાપુર રોડ પર આવેલું ધર્મજ એકદમ અજુકતું લાગે, કારણ કે તમે મેટ્રો સિટી જેવા રૂપરંગવાળા કોઇ ગ્રામ્ય વિસ્તારની પરિકલ્પના ન કરી શકો. ધર્મજના પાકા રસ્તા, ધર્મજનો ટાવર ચોક અને સહુથી આકર્ષક ગૌચર પ્રોજેક્ટ અંતર્ગત બનાવેલ પાર્ક. ધર્મજના આ દર્શનમાં શ્રી જલારામ સેવા ટ્રસ્ટના રાજેશ પટેલને મળવાનું થયું. જેમણે ‘ચાલો ધર્મજ’ નામનું એક પુસ્તક પણ પ્રકાશિત કર્યું હતું. તેઓ એક લેખક, સમાજસેવક સાથે રાજકારણ ક્ષેત્રે પણ કાર્યરત છે. તેઓએ 9 પુસ્તકો પ્રકાશિત કર્યા છે. તેમનું સહુથી સફળ પુસ્તક ‘જીવનપથનાં પગથિયાં’ જન્મથી મૃત્યુ સુધી એક ભારતીય નાગરિક માટે જરૂરી બધાં ડોક્યુમેન્ટસ આધારિત છે. આ પુસ્તકની 20000 કોપી વેચાઇ છે જે આવાં ગંભીર વિષય માટે વિક્રમી કહી શકાય.

 

રાજેશ પટેલ સાથે ધર્મજ વિશે વાત કરતાં ધર્મજનું એક ઉત્તમ ચિત્રણ થયું. તેમણે જણાવ્યું કે ધર્મજમાં ગછઈંને ગછઉ એટલે કે ગઘગ છઊજઈંઉઊગઝ ઉઇંઅછખઅઉંઈંઅગ કહે છે. વિશ્ર્વભરમાં ધર્મજનાં પરિવારો સ્થાયી થયા છે. આ ગછઉનો આંકડો આજે લગભગ 3000 પરિવારો કરતાં પણ વધારે છે. જેમાંથી ખાલી ઇંગલેન્ડમાં જ 1700 ધર્મજ પરિવાર છે. રાજેશ પટેલ જણાવે છે કે 1895થી વિદેશોમાં વસવાટ કરતાં ધર્મજિયન પરિવારો સામાન્ય પણે જાન્યુઆરી મહિનામાં પોતાના વતને પરત આવે છે. આ પરિવારોની નવી પેઢીઓને ધર્મજ સાથે કનેક્ટ કરવા તેઓએ ‘ધર્મજ ડે’ની ઉજવણીની શરૂઆત કરી. દર વર્ષે 12મી જાન્યુઆરીના રોજ સ્વામી વિવેકાનંદનાં જન્મદિવસ નિમિત્તે ધર્મજ ડે ઉજવાય છે જેનું સ્લોગન જ છે ઈઊકઊઇછઅઝઈંઘગ ઋઘછ ૠઊગઊછઅઝઈંઘગ ગઊડઝ.

ધર્મજ વિશે જણાવતાં રાજેશભાઇ આગળ કહે છે કે ધર્મજની ગ્રામ પંચાયત 103 વર્ષ જૂની સંસ્થા છે જે ગાયકવાડ શાસનકાળથી કાર્યરત છે. ગ્રામ પંચાયતની કામગીરી વિશે તેઓ વધુમાં કહે છે કે કોઇ પણ નગરની ત્રણ માળખાકીય સેવાઓ હોય છે.. પાણી, ગટર અને રસ્તા. આ તમામ સેવાઓને બહુ કુશળતાથી ગ્રામ પંચાયતે નિભાવી છે. પાણી ધર્મજનાં ઘરે ઘરે વહેતું કરવા 1942માં ગામમાં રસ્ટન કંપનીનાં એન્જિનો દ્વારા પાણી ઓવરહેડ ટેન્કમાં પહોંચાડવામાં આવતું. તે સમયે ગામમાં વીજળીનાં અભાવના કારણે રસ્ટન એન્જિનો ઉપયોગમાં લેવાયાં. ગટરની સુવિધા ધર્મજમાં 1971થી છે. એક ઉત્તમ કાર્ય જે ધર્મજની ગ્રામ પંચાયત ગૌચર પ્રોજેક્ટ અંતર્ગત કરે છે. ગટરનાં પાણીને રિસાઇકલ કરી ગૌચર જમીનમાં ઘાસ ઉછેરવા માટે ઉપયોગમાં લેવાય છે. આ પ્રોજેક્ટ દ્વારા ધર્મજને વર્ષે 40-45 લાખની આવક થાય છે. આ પ્રોજેક્ટનાં કારણે ધર્મજ એક સ્વાવલંબી ગામ બની ગયું છે. ધર્મજમાં પાકા રસ્તાઓ છે જે મહાનગરોમાં પણ આવી નિપુણતાથી નહીં પથરાયા હોય.

 

ગૌચર પ્રોજેક્ટની સફળતા એટલી છે કે રાજેશભાઇ તેને ધર્મજનો કમાઉ દીકરો કહે છે. તમે પોતે પણ આ પ્રોજેક્ટ નિહાળવા જશો તો તમને એક સુંદર તળાવ અને સાથે એક પાર્ક પણ જોવા મળશે. જે આ પ્રોજેક્ટ દ્વારા રચાયા છે. ગૌચર જમીનનો આવો સુંદર ઉપયોગ જોવા દેશ વિદેશના નિષ્ણાતો આવે છે. રાજેશભાઇ માને છે કે ધર્મજનાં વિકાસમાં પાયો છે શિક્ષણનો.. જે બહુ પહેલાંથી ધર્મજમાં નખાયો હતો. 1875ની સાલથી ધર્મજ શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર છે. 1889માં ક્ધયા કેળવણીની શરૂઆત થઇ. ધર્મજમાં અલગ અલગ લગભગ 14 શૈક્ષણિક સંસ્થાઓ છે જેમાં 1941માં સ્થપાયેલ ટેકનિકલ સ્કૂલ છે સાથે ધર્મજ પાસે પોતાની એન્જિનિયરિંગ કોેલેજ અને મેડિકલ કોલેજ પણ છે. 1978માં બનેલી અંગ્રેજી માધ્યમિક શાળાના કારણે વિદેશી સાહસોમાં પણ ધર્મજની પ્રજા મોખરે રહી. આમ તો ધર્મજથી વિદેશગમન 1895માં શરૂ થઇ ગયું હતું. આ બાબતે રાજેશભાઇ જણાવે છે કે આ સમય એવો પણ હતો કે આણંદથી આફ્રિકાના બોંબાસા શહેરની ટિકિટ મળતી.

 

સ્વાસ્થ્ય અને મેડિકલની અલગ અલગ સંસ્થાઓ ધર્મજમાં કાર્યરત છે. ઓર્થોપેડિક, કેન્સર, કાર્ડિએકથી લઇ ડેન્ટલ જેવી સુવિધા પૂરી પાડતી અનેક હોસ્પિટલ્સ છે જેમાં જલારામ સેવા ટ્રસ્ટનો સેવાભાવ ઝળકે છે. 1905માં પ્રથમ આરોગ્ય કેન્દ્રથી લઇ આજની અર્વાચિન સુવિધાઓથી સજજ સંસ્થાઓ સુધી ધર્મજે દરેક ધર્મજવાસી માટે સ્વાસ્થ્યસંબંધી બધી સુવિધાઓ પૂરી પાડી છે. એક ગામ જે બધી બાબતોમાં આદર્શ હોેય તે ઔદ્યોગિક ક્ષેત્રે પણ અગ્રેસર છે. ધર્મજમાં તમાકુની ખેતી અઢળક થાય છે જેને લગતા અનેક ઔધૌગિક એકમો છે. ધર્મજ પાસે પોતાની ડેરી પણ છે. જે દર્શાવે છે કે આ એક સ્વાવલંબી ગામ છે અને એક પ્રરણા છે ભારતનાં અસંખ્ય ગામો માટે.

 

ધર્મજનાં નામમાં જ ધર્મ છે અને આ કારણોસર ધર્મજમાં તમને આધ્યાત્મિક્તા અને કરુણા ભારોભાર જોવા મળશે. જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત જલારામ મંદિર એક ઉદાહરણ છે. આ જલારામ સેવા ટ્રસ્ટનાં સંચાલનમાં ડો.રસિકભાઇ પટેલ, હેમંતભાઇ પટેલ અને મુકુન્દભાઇ પટેલ જેવા અનેક સેવાભાવી ટ્રસ્ટીઝ અને એડવાઇઝર્સનો સહિયારો પ્રયાસ છે. જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા દર વર્ષે 4-4.5 લાખ લોકો જલારામ પ્રસાદનો લાભ લે છે. મારી ધર્મજ યાત્રામાં મને જલારામ સેવા ટ્રસ્ટનાં ઉપક્રમે ચાલતા દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટેનાં કાર્યક્રમમાં હાજરી આપવાનું સૌભાગ્ય મળ્યું. આ સંસ્થા સરકારની આરએમએસ યોજના હેઠળ અને જલારામ સેવા ટ્રસ્ટની મદદથી 50 શિક્ષકો સાથે આણંદ જિલ્લાનાં દિવ્યાંગ બાળકોને સામાન્ય બાળકો સાથે શિક્ષણ પૂરું પાડે છે. જેથી તેઓ સમાજની સામાન્ય ધારામાં આગળ વધી શકે. બ્રેલ લિપીનાં શોધક લ્યુ બ્રેઇલનાં જન્મદિવસના ઉપક્રમે આવા દિવ્યાંગ બાળકોની સિદ્ધિઓને બિરદાવાઇ હતી. આ વર્ષે જલારામ સેવા ટ્રસ્ટ લાગણી કેર સેન્ટર દ્વારા ઉમરલાયક- અસહાય કે જેઓની સંભાળ સામાન્ય સંજોગોમાં ન થઇ શકે તેવાં લોકોને પૂર્ણ સારવાર અને લાગણીસભર સંભાળ આપવાનું કાર્ય કરવામાં આવશે. ધર્મજનું ધ્યાનકેન્દ્ર પણ વિશ્ર્વવિખ્યાત છે જ્યાં દર વર્ષે દેશ વિદેશથી લોકો આવે છે.

 

ધર્મજ વિશે રસપ્રદ જાણકારી આપનાર રાજેશભાઇ તેમના આગળનાં પુસ્તક ’ચાલો ચરોતર’ની ગ્રામગાથા માટે ચરોતર વિસ્તારનાં ગામે ગામ જઇ લોકોમાં જાગૃતિ લાવી રહ્યા છે. આ પુસ્તક દ્વારા લોકોને ચરોતરનો સચોટ પરિચય આપવામાં આવશે. પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ધર્મજે તેનો 12મો ’ધર્મજ ડે’ ઉજવ્યો. લાલરંગી થીમ દ્વારા યોજાયેલ આ ’ધર્મજ ડે’માં અનેક ધર્મજિયનોને બિરદાવવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં સ્વર્ગીય વિનુભાઇ પટેલ, કે જેઓ નૈરોબીમાં જજ હતા, તેમને ધર્મજરત્ન એવોર્ડ એનાયત કરાયો હતો. જે તેમનાં પુત્ર ભાવિનભાઇએ સ્વીકાર્યો હતો. ભાવિનભાઇએ ધર્મજ ખાતે ફાર્માસ્યુટિકલ ગ્રેડનું નિકોટીન અને થ્રેડ્સના નિકાસલક્ષી એકમો સ્થાપી સ્થાનિક રોજગારને વધુ વેગ આપવા ધર્મજનાં અનેક ગછઈંઓને અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં 1991ની બેચનાં આઇએએસ ભાગ્યેશ જહાનું ’ચાલો જીવન રિચાર્જ કરીએ’ વિષય પર વક્તવ્ય હતું. જેમાં ભાગવત ગીતા અને આધુનિક્તાનો અનેરો સંગમ હતો. કાર્યક્રમનાં અધ્યક્ષ નરેન્દ્રભાઇ પટેલે સ્વામી વિવેકાનંદનાં ‘ધ્યેય માટે મંડ્યા રહેવા’નાં વિચારને સુંદર શબ્દોમાં પ્રગટ કર્યો હતો. સમારંભનું સંચાલન જાણીતા કટાર લેખિકા મેધા જોશીએ કર્યુ હતું.

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

સિકંદરાબાદ ખાતે ખુશનુમા વાતાવરણમાં યોજાયું ગુજરાતી સાહિત્ય પરિષદનું 49મું અધિવેશન

સિકંદરાબાદ ખાતે ખુશનુમા વાતાવરણમાં યોજાયું ગુજરાતી સાહિત્ય પરિષદનું