જેના ભરડામાંથી છૂટવું મુશ્કેલ છે

જેના ભરડામાંથી છૂટવું મુશ્કેલ છે

- in Health is Wealth
66
0

– ડો. રાકેશ શર્મા-એમડી ફિઝિશિયન

ચિકનગુનિયા સાથે વિવિધ પ્રકારની માન્યતાઓ જોડાયેલી છે. એમાં સૌથી પહેલાં તેના નામ વિશેની સ્પષ્ટતા કરી લઇએ. જેને આપણે ચિકનગુનિયાના નામે ઓળખીએ છીએ તે ‘ચિકનગુન્થા’ છે. તેને મરઘી કે તેના બચ્ચાં સાથે કોઇ સંબંધ નથી. ‘ચિકનગુન્થા’ શબ્દ એ આફ્રિકાની કિમાકેન્ડ ભાષાનો છે. તેનો અર્થ ‘કોકડું વળી જવું’ અથવા ‘વાંકા થઇ જવું’ તેવો થાય છે. આ રોગમાં સાંધાનો દુ:ખાવો તથા સ્નાયુનું દર્દ એટલું બધું હોય છે કે તેમાં દર્દી જકડાઇ જાય છે. ચિકનગુનિયા એ એક વાયરસથી થતો રોગ છે અને આ વાયરસની પ્રજાતિ આલ્ફા વાયરસની છે. એડિસ ઇજિપ્તની (મુખ્યત્વે ભારતમાં) અને એડીસ આલ્બોપિક્ટસ મચ્છરથી ફેલાતો આ વાયરસ એક છગઅ વાયરસ છે. એડિસ ઇજિપ્તી મચ્છરથી મુખ્યત્વે ડેન્ગ્યૂ, ઝીંકા, ચિકનગુનિયા અને યલો ફીવર જેવા વાયરસ ફેલાય છે. આ ઉપરથી આપણે સમજવું જોઇએ કે આ મચ્છર આપણો કેટલો મોટો દુશ્મન છે.
તેથી આ પ્રકારના મચ્છરો દ્વારા ફેલાતી બીમારીઓથી આપણે દૂર રહેવાનો પ્રયત્ન કરીએ. એ માટે સૌથી પહેલાં આપણા ઘરમાં કે આપણી આસપાસ સોસાયટીમાં ભરાઇ રહેતા પાણીનો નિકાલ કરીએ. તેના પાછળ કાઢેલી પાંચથી દસ મિનિટ આપણને ઘણા રોગોથી બચાવી શકે છે. આપણે આ રોગના ચિહ્નો, લક્ષણો, તેની દુરોગામી અસરો, તેનાથી થતા કોમ્પ્લિકેશન્સ, તેની સારવાર અને શું કરવું અને શું ન કરવું તેમજ આ રોગના ભવિષ્ય અંગે વિસ્તૃત ચર્ચા કરીશું.
રોગોના લક્ષણો : સામાન્ય રીતે જે મચ્છરમાં આ વાયરસ હોય છે તે કરડવાના એક દિવસથી લઇ બાર દિવસ સુધી આ રોગોના ચિહ્નો નજરે ચડે છે. મોટાભાગના લોકોમાં આના ચિહ્નો ત્રણથી સાત દિવસમાં જોવા મળી જતાં હોય છે. ખૂબ ઓછા લોકોમાં આ રોગના ચિહ્નો નહિવત હોય છે. બાકી, મોટાભાગના લોકોમાં વાયરસ તાવ, સાંધા અને સ્નાયુના દુ:ખાવા ચામડી પર ડાઘા કે ચકામા જોવા મળે છે. અમુક લોકોમાં માથાનો દુ:ખાવો, અશક્તિ, આંખ લાલ થવી વગેરે લક્ષણો જોવા મળે છે. ઘણા કિસ્સામાં દર્દીને ખેંચ આવવી, લકવાની અસર થાય અથવા દર્દી બેભાન થાય તેવા પણ કિસ્સાઓ જોવા મળેલ છે. સામાન્ય લાગતા એવા ચિકનગુનિયામાં સામાન્ય તાવથી લઇ જીવલેણ લક્ષણો સુધી તમામ પરિસ્થિતિ જોવા મળે છે. આ સિવાય ચિકનગુનિયામાં ઘણીવાર દુરગામી લક્ષણો કે જે મહિનાઓ સુધી દેખાય છે. તેમાં સાંધા જકડાઇ જવા, ખૂબ અશક્તિ રહેવી, ઝીણો તાવ આવવો અને ઊંઘ ઓછી થઇ જવી વગેરે. ઘણાને ચિકનગુનિયાની અસર છથી બાર મહિના કે વધુ સમય સુધી રહે છે. લાંબાગાળાના ચિહ્નો આવવાનું કારણ આ વાયરસનો ધીમો પ્રકોપ ચાલુ રહે છે તે હોય છે.
ચિકનગુનિયાનું નિદાન : ઘણી વખત ચિકનગુનિયાના લક્ષણો ડેન્ગ્યૂ, ઝીંકા વાયરસ જેવા હોય છે તેથી તેનું યોગ્ય નિદાન કરવું જરૂરી છે. અચાનક જ ખૂબ અશક્તિ આવી જાય. તાવ આવે સાથે સાથે સાંધા અને સ્નાયુઓનો અસહ્ય દુ:ખાવો કે જેમાં દર્દીને ઊભા થવામાં પણ તકલીફ પડે તો આ ચિકનગુનિયાની શરૂઆત છે એવું માની લેવું. સામાન્ય રીતે કલાક પહેલાં સાજો નરવો ફરતો માણસ અચાનક જ તાવ અને દુ:ખાવાથી એકદમ જકડાઇ જાય તો સમજવું કે નામ પ્રમાણે ચિકનગુનિયાએ ભરડો લીધો છે. આ રોગની તીવ્રતા અને તેના વાયરસને શોધવા માટે અલગ-અલગ પ્રકારના બ્લડ ટેસ્ટ ડોક્ટરની સૂચના અનુસાર કરવામાં આવે છે.
રોગની સારવાર : વાયરસથી થતો હોવાથી અને કોઇપણ એન્ટિવાયરલ દવા અસરકારક ન હોવાથી આ રોગની મુખ્ય સારવાર સપોર્ટિવ એટલે કે ટેકા પૂરતી છે તેથી ઉત્પન્ન થતા કોમ્પ્લિકેશન પ્રમાણે બદલાતી રહે છે. આમાં સાંધાનો દુ:ખાવો જે મહિનાઓ સુધી ચાલે છે તેમાં રાહત મેળવવા કોઇપણ દવા લેતાં પહેલાં ડોક્ટરની સલાહ લેવી. દર્દીએ પ્રવાહી વધુ લેવું. પેરાસીટામોલ અને પ્રોટિનનો ઉપયોગ કરવો, પરંતુ સ્ટિરોઇડ લેવાનું ટાળવું. તે નુકસાનકારક બની શકે છે.

ગેરમાન્યતાઓ : –

* ખટાશ ન ખાવી. ખટાશ અને સાંધાના દુ:ખાવાને કોઇ સંબંધ નથી તેથી ફળોનો રસ વધુ લેવો.
* પપૈયાના પાનનો ઉપયોગ : ગેરમાન્યતા છે કે પપૈયાના પાનના રસથી કે તેની ગોળીઓ ખાવાથી ફાયદો થાય છે. તેની કોઇ સાબિતી ન હોઇ તેનો ઉપયોગ કરવાનું ટાળવું.
* રિપોર્ટમાં નથી પકડાતું : ઘણી વખત વાયરસના આવા રોગોમાં નિદાનની તકલીફ પડતી હોય છે. તેથી રિપોર્ટ નેગેટિવ કે પોઝિટિવ આવી શકે છે. તો ડોક્ટર પર વિશ્ર્વાસ રાખી યોગ્ય સારવાર કરવી.

જોવા મળતાં લક્ષણો : –

* પેટનો દુ:ખાવો, ઊલટી થવી, ઉબકા આવવા
* ઝાડા થવા, આંખની આસપાસ સોજો આવવો
* લીવર અને મગજ પર સોજો
* હાથ-પગ ખોટા પડી જવા, સાંધા દુખવા-જકડાવા

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

સિકંદરાબાદ ખાતે ખુશનુમા વાતાવરણમાં યોજાયું ગુજરાતી સાહિત્ય પરિષદનું 49મું અધિવેશન

સિકંદરાબાદ ખાતે ખુશનુમા વાતાવરણમાં યોજાયું ગુજરાતી સાહિત્ય પરિષદનું