નેટ ડાયરી

નેટ ડાયરી

- in Net Diary
65
0

– અભિમન્યુ મોદી

VIRAL VIDEOS

‘રેડિયોબમ્પ્સ’-વીડિયોઝનું વાઇરલ થવું હવે કોમન થઇ ગયું છે. દરરોજ કોઇ ને કોઇ એક વીડિયો વાઇરલ થતો રહે છે. માટે વાઇરલ થયેલા વીડિયોમાં ક્વોલિટી ક્ધટેન્ટ શોધવું પડે છે. હા, કોઇ એક જ ક્ધટેન્ટ ઉપર ઘણા બધા વીડિયોઝ પ્રસિદ્ધિ પામ્યા હોય તો એ આરતી સંદીપ પટેલની ફિલ્મ ‘લવની ભવાઇ’નું હિટ ગીત ‘વ્હાલમ આવો ને…’ ઉપર ચાહકમિત્રોએ ગાઇને રેકોર્ડ કરેલા વીડિયોઝ કહી શકાય. જોકે, તમારે હકીકતમાં વાઇરલ થયેલો કોઇ વીડિયો જોવો હોય તો ‘ચટની’ નામની શોર્ટ ફિલ્મ સત્વરે જોઇ કાઢો. ટૂંક સમયમાં તેના લાખો વ્યુઝ થઇ ગયા છે. તરત ઓળખી ન શકાય તેવી ટિસ્કા ચોપરા સહિત બધા એક્ટર લોગની એકિટંગ સુપર છે. ખાસ તો ફિલ્મની જે સ્ટોરી છે તે બિલકુલ પ્રિચી અર્થાત્ ઉપદેશાત્મક નથી. એકદમ ડાર્ક હ્યુમર કહી શકાય તેવો ક્લાઇમેક્સ છે ફક્ત સત્તર-અઢાર મિનિટની શોર્ટ ફિલ્મમાં. ‘ચટની’ જોયા પછી જ્યારે પણ ચટણી ખાવાનો ઉપક્રમ થશે ત્યારે તમારા હાથ બે સેક્ધડ માટે સ્થિર તો થઇ જ જશે તે ગેરંટી.

WHAT ‘S IN  WhatsApp?

જાન્યુઆરી મહિનામાં તો વોટ્સએપ ચીક્કી,મમરાના લાડુ, દોરી અને પતંગોથી ભરાઇ ગયું હોય. આ વખતે તો ગાયમાતાની તસવીરો સાથે સંક્રાંત નિમિત્તે દાન કરવાની અપીલો પણ ઘણી થઇ હતી. કરીના-સૈફના સુપુત્ર તૈમુરને લઇને રમૂજો વહેતી થઇ અને પેલા ચાર સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોએ પ્રેસ કોન્ફરન્સ બોલાવી તેના વિશે પણ ઘણા વિચારો પ્રગટ થયા. સુપ્રીમ કોર્ટના ચાર-ચાર જજોએ જાહેર જનતા સામે વાત કરવી પડે. આવું ઇન્ડિયામાં જ થાય હો. લાગે છે દેશ આખો ધીમે ધીમે વોટ્સએપ ગ્રૂપમાં ફેરવાતો જાય છે. લોલ! આ મહિને અમદાવાદ ખાતે યોજાયેલ ગુજરાત લિટરેચર ફેસ્ટિવલને ઘણી સફળતા મળી હતી. તો શ્યામ પારેખ અને સાથીદારો આયોજિત જીએલએફના અનેક સેશન અને તેના વક્તાઓને લગતી ચર્ચાઓ વોટ્સએપના ઘણા ગ્રૂપમાં જોવા મળી હતી.

FREAKING FACEBOOK

આ વર્ષે તો સાંજે જેટલા આકાશમાં તુક્કલો દેખાતા ન હતા તેનાથી વધુ ફેસબુક ઉપર સાંજ પછી આગાશીમાંથી મિત્રો લાઇવ થયા હતા. ‘લાઇવ’ ફીચર એવું છે કે ભવિષ્યમાં કદાચ બધા મિત્રો પોસ્ટ મૂકવાને બદલે લાઇવ જ થશે એવું લાગે છે. એક હાથે બાઇક ચલાવતી વખતે કે હોેટેલમાં પીરસતાં હોય ત્યારે પણ લાઇવ થનારા શોખીનોનો એક મોટો વર્ગ ઊભરી રહ્યો છે. ઠીક છે, ફેસબુકનું ચાલે તો ઉત્તર કોરિયાનો માથા ફરેલ ગડુદિયો સરમુખત્યાર કીમ જોંગ ઉન તેના ટેબલ ઉપર રાખેલું ન્યૂક્લિયર બટન દબાવે ત્યારે પણ તે પહેલાં લાઇવ થાય તેવી સગવડ કરી આપે. ગુજરાતીઓની વાત કરીએ તો જાણીતા ફોટોગ્રાફર સંજય એમ.વૈદ્યે અમુક લેખક મિત્રોની જે આલાતરીન તસવીરો જાન્યુઆરીની શરૂઆતમાં લીધી હતી તે ફેસબુક ઉપર ગુજરાતમાં ટ્રેન્ડિંગ હતી. જે તે વ્યક્તિ પોતાના જ પ્રેમમાં પડી જાય એવી ખૂબસૂરત તસવીરો લેવાની સંજયભાઇની માસ્ટરીએ લેખકમિત્રોના દિલ બાગ બાગ કરી દીધા હતા.

MOBILE MANIA

* વોટ્સએપ અને ફેસબુક વિનાનો મોબાઇલ એટલે ચીઝ વિહોણો પીત્ઝા. ભારતની સોશિયલ નેટવર્કિંગ એપ એટલે ટેલિગ્રામે હમણાં જોરદાર એનાઉન્સમેન્ટ કર્યું. બીટકોઇન જેવી ક્રિપ્ટોકરન્સી ટેલિગ્રામ પણ કરશે હવે. લો બોલો, ચેટિંગ એપ પણ ટ્રેડિંગના બિઝનેસમાં આવી!

 

* બ્લેકબેરી મોબાઇલ ફોન ભલે હવે માર્કેટમાં બહુ દેખાતા ન હોય પણ બ્લેકબરી કંપનીએ એક એવું સોફટવેર બનાવ્યું છે જેનાથી ગાડીમાં રહેલી કોઇપણ ખામી શોધી શકાય. ‘જાર્વિસ’ નામની પ્રોડક્ટ બ્લેકબેરીની પોતાની છે અને હેલ્થકેર ઇન્ડસ્ટ્રીમાં પણ ઉપયોગી થશે.

 

* યુવાનો માટે ઇનકોગ્નિટો ટેબ બહુ ઉપયોગી હોય છે. હિસ્ટરી ક્લીયર કરવાની ઝંઝટમાંથી છૂટકારો તો મળે. અત્યાર સુધી યૂ-ટ્યૂબ તે સવલત આપતું ન હતું. હવે યુ-ટ્યૂબના વીડિયોઝ પણ ઇનકોગ્નિટો ટેબમાં જોઇ શકાશે.

 

* વોટ્સએપમાં હવે વહેલું મોડું ‘ડિસમિસ એઝ એડમિન’ ફીચર આવશે એવું સંભળાઇ રહ્યું છે. એક ગ્રૂપમાં જો એકથી વધુ એડમિન હશે તો કોઇ પણ એક એડમિન બીજા એડમિનને ગ્રૂપમાંથી કાઢ્યા વિના એડમિન પદ ઉપરથી રિમૂવ કરી શકશે.

* અમેરિકાનું એક મોટું રાજ્ય છે ટેક્સાસ. આ રાજ્યો ‘હુવેઇ’ અને પણઝઊથના ફોન પર પ્રતિબંધ લગાવી દીધો છે. તેમનું કહેવું છે કે, ચાઇનાની કંપનીના ફોન દેશની સુરક્ષા ઉપર મોટો ખતરો બની શકે એમ છે. બાય ધ વે, છે કોઇ એનઆરજી જેની પાસે આ કંપનીના ફોન હોય અને ટેક્સાસમાં
રહેતા હોય?

* જૂન, ર019 સુધીમાં ઇન્ડિયા ટુ-જી મુક્ત થઇ જશે! વાઉં, શીતળા અને પોલિયોમુક્તિ અભિયાન પછી ટુ-જી ઇન્ટરનેટ મુક્ત ડિજિટલ અભિયાન!
કહેવું પડે.

* એપલના ફોનની ફરિયાદ કોઇ મહિને ન આવી હોય એવું ન બને. એપલે નવા લોન્ચ કરેલા આઇફોન એક્સને લઇને એક વિચિત્ર ફરિયાદ એવી આવી છે કે તેની ડાબી બાજુના બેઝલ અને ડિસ્પ્લે વચ્ચે જે ખાંચો છે તેમાં આઇફોન વપરાશકર્તાના વાળ ફસાઇ જાય છે. બોલો, કર લો બાત. એપલ હવે ફોન રિપ્લેસ કરી દેશે કે કૃત્રિમ વાળની વિગ આપશે તે ન્યૂઝ હજુ સુધી નથી આવ્યા હોં.

* સેમસંગ કંપની એપલથી આગળ રહી છે. તેનો ઈતિહાસ ગવાહ છે. ટેક શો ઈઊજ 2018 યોજાયેલો. તેની પ્રાઇવેટ મિટિંગમાં સેમસંગે કાગળની જેમ વળી શકે તેવો ફોન અમુક જૂજ લોકોને બતાવ્યો હતો. આપણે રાહ જોવાની રહી કે હાથમોજાંની જેમ કાંડા ઉપર વીંટી શકાતો સેમસંગ ફોન ક્યારે આવે છે (અને એપલ તેની કોપી ક્યારે કરે છે)

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

સિકંદરાબાદ ખાતે ખુશનુમા વાતાવરણમાં યોજાયું ગુજરાતી સાહિત્ય પરિષદનું 49મું અધિવેશન

સિકંદરાબાદ ખાતે ખુશનુમા વાતાવરણમાં યોજાયું ગુજરાતી સાહિત્ય પરિષદનું