જ્યાં લાગણી અને શબ્દનો સમન્વય સચવાયો હોય જયાં ઝંખના કેવળ સત્યને પામવાની હોય ત્યાં (‘ફીલિંગ્સ’ની શબ્દ યાત્રામાં) સફળતાનો સ્વાદ હોય જ. છવ્વીસ વર્ષની વય વટાવી યુવાન બની ચૂકેલ આ મેગેઝિન લોકશાહીનો ચોથો મજબુત આધાર સ્તંભ બની આજે અડીખમ આગેકૂચ કરી રહ્યું છે. એની પાછળ નામી-અનામી વિશાળ વાચક વર્ગ, શુભેચ્છકો, વિજ્ઞાપન દાતાઓ તથા વિતરકોનો પણ ફાળો નાનો સુનો નથી. સંસ્કાર નગરી વડોદરાથી શરૂ થયેલી ફીલિંગ્સની સફર ઉત્તરોત્તર સફળતાના સોપાનો એક પછી એક સર કરીને આજે આબાલ-વૃઘ્ધ દરેકના હૃદયમાં આત્મીય સ્વજન સરખું સ્થાન ધરાવે છે.
વિશ્વના 55થી વધુ દેશોમાં ત્રીસ લાખથી વધુ વિશાળ વાચક વર્ગ ધરાવનાર આ મેગેઝિન. (સકારાત્મક પત્રકારત્વને વરેલું) સામાજિક દૃષ્ટિકોણથી લઇને સરકારી નીતિના માપદંડો ને લોકો સુધી લાગણી સભર પહોંચાડતુ ’MASS’ નહીં પણ CLASS લોકો સાથે એટલે કે સિલેકટેડ લોકો સાથે પારિવારિક લાગણીના બંધનમાં બંધાયેલું છે.
સેલિબ્રિટીથી લઇને સામાન્ય માણસના હૃદયમાં સ્થાન મેળવનાર ફીલિંગ્સ મેગેઝિને એક ડગલું આગળ વધી હવે ડિજિટલ યુગમાં આધુનિક ટેકનોલોજીના સમન્વયથી એક ક્લિક સાથે ફીલિંગ્સ ગ્લોબલ મીડિયામાં પદાર્પણ કરેલ છે જેમાં આપને મળશે ઈન્ટરવ્યુ – ટોક શો – કરન્ટ અફેર્સ. પોતાનું સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવતું આ મેગેઝિન માનવસર્જિત હોય કે કુદરતી આપત્તિના સમયે પણ પોતાના સિઘ્ધાંતોમાં બાંધછોડ કર્યા વિના પોઝિટિવ પત્રકારત્વમાં હર હંમેશ આગળ ધપતું રહયું છે.
સતત 26 વર્ષથી આ પારિવારિક મેગેઝિન ગુજરાતી સાહિત્યને રસભોગ્ય બનાવી વાચકોને પીરસી રહ્યું છે. કુંદનભાઈ વ્યાસ, ડૉ. કુમારપાળ દેસાઈ ગુણવંત શાહ, વિષ્ણુ પંડ્યા, ભાગ્યેશ જહા, જય વસાવડા, ભવેન કચ્છી, તુષાર શુક્લ, કાજલ ઓઝા વૈધ, પ્રવિણ સોલંકી, રતિલાલ બોરી સાગર, વર્ષા અડાલજા, યજ્ઞેશ આચાર્ય, સંજય થોરાત, બધિર અમદાવાદી, પરીક્ષિત જોષી, વિરલ રાઠોડ, અભિમન્યુ મોદી, દિલીપ મહેતા, જિજ્ઞાસા સોલંકી, જિજ્ઞાસા પટેલ, અંજના ગોસ્વામી, ડૉ. આઈ.કે. વીજળીવાલા, નરેશ અંતાણી, રમેશ તન્ના, રેખા પટેલ – મધુ રાય – ઉમાકાન્ત જોષી (યુ.એસ.એ.), દિપક આશર, નૈષધ મકવાણા, પ્રદીપ ત્રિવેદી, રાજ ગોસ્વામી, ઉમેશ ત્રિવેદી, અવિનાશ મણિયાર, અર્કેશ જોશી, ત્રંબક જોશી
સ્વર્ગસ્થ કાંતિભટ્ટ-ચંદ્રકાન્ત બક્ષી-કિરીટ ભટ્ટ-પ્રિયકાંત પરીખ-અમીન કુરેશી-વજુભાઇ વિંછુડા-પિયુષ પંડ્યા- જ્યોતિષ વોરા – પ્રદીપ પંડ્યા – લલીત બક્ષી જેવા સિદ્ધહસ્ત લેખકોની કોલમ્સની સાથે કરન્ટ ટોપિક, સ્પોર્ટસ, દેશ-વિદેશના ઈન્ટરવ્યૂ, બોલિવુડ ગોસિપ, રાજકારણ, જ્યોતિષ, લગ્ન વિષયક, ચૂંટણી વિષયક તેમજ મહિલાઓ માટેના શક્તિ જેવા રસપ્રદ વિભાગો વાચકો માટે છપ્પન ભોગથી કમ નથી. પરિણામે ફીલિંગ્સના દરેક અંક માટે ખાસ કરીને તેના વિશેષાંકો માટે વાચકો હંમેશા ઉત્સુક હોય છે. તેના સંગીત, પ્રોપર્ટી, એન.આર.આઈ., બેન્કિંગ, લાઈફ સ્ટાઈલ, ઈન્ટરનેશનલ પર્સનાલિટિઝ, હાસ્ય, વૈશ્ર્વિક આર્થિક પ્રવાહો જેવા માહિતી સમૃદ્ધ વિશેષાંકો વાચકોનું કાયમી સંભારણું બની જાય છે.
ફીલિંગ્સ તેની વેબસાઈટ ફીલિંગ્સ મલ્ટિમીડિયા ડોટકોમ પર ઉપલબ્ધ છે અને ફ્રીમાં વાંચી શકાય છે. આ ઉપરાંત ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, યુ-ટ્યુબ અને ટ્વીટર જેવા સોશિયલ માધ્યમો પર પણ ફીલિંગ્સ અવનવી માહિતી હરહંમેશ રજૂ કરે છે. પોતાની 26 વર્ષની સફરમાં વિવિધ ક્ષેત્રે અનોખું યોગદાન આપનાર 500થી વધુ સફળ મહિલાઓના ઈન્ટરવ્યૂ પ્રકાશિત કરી નારી શક્તિને સન્માનિત અને પ્રોત્સાહિત કરી છે.
ફીલિંગ્સ મેગેઝિન છેલ્લા કેટલાંક વર્ષથી ગુજરાતને ગૌરવ અપાવતા દેશ-વિદેશના મુઠ્ઠી ઊંચેરા ગુજરાતીઓને સન્માનિત કરી રહ્યું છે. જે અંતર્ગત પ્રાઈડ ઓફ ઈન્ડિયા – એન.આર.આઈ. મીટ એવોર્ડ ફંકશન ગુજરાત અને મુંબઈમાં યોજી કોર્પોરેટ જગતના મીડિયા-મેપમાં મોખરાનું સ્થાન ધરાવે છે. અત્યાર સુધીમાં 500 થી વધારે મહાનુભાવો કે જેઓએ પોત-પોતાના ક્ષેત્રમાં અનેરી સિદ્ધિ હાંસલ કરી સફળતા પ્રાપ્ત કરી છે… તેઓનું “ફીલિંગ્સ પ્રાઈડ ઓફ ઈન્ડિયા એવોર્ડઝ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું છે. તે સિવાય અખાતી દેશો અને આફ્રિકાના ગુજરાતી મહાનુભાવોની મુલાકાત લઈ કોફી ટેબલ બુક બનાવી વિશ્ર્વભરના વાચકોને સમર્પિત કરી છે.
કચ્છનો ભૂકંપ હોય કે ગોધરા ટ્રેન કાંડ, ગાંધીનગર અક્ષર ધામ પર હૂમલો, ચૂંટણીલક્ષી બાબતો, કરન્ટ અફેર્સ કે દેશ-વિદેશમાં ગુજરાતના ગૌરવની કોઇ પણ ઘટના હોય પ્રજાના અવાજને પોતાનો અવાજ ગણી સમાજના સળગતાં પ્રશ્ર્નો અને તેના ઉકેલનું માઘ્યમ બનેલું ફીલિંગ્સ મેગેઝિન સમાજની વેદનામાં પોતાની લાગણીભીની સંવેદનાથી સદૈવ સહભાગી બનતું જ રહયું છે તેમજ દેશ-વિદેશમાં અનેક કાર્યક્રમોમાં ફીલિંગ્સ મીડિયા પાટર્નર તરીકે રહ્યું છે.
‘ફીલિંગ્સ’ પબ્લિકેશન પ્રેરિત ફીલિંગ્સ ફાઉન્ડેશનના સ્થાપક-પ્રમુખશ્રી અતુલભાઇ શાહના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળની ટીમ સતત કાર્યરત છે. જેમાં આ ફાઉન્ડેશન દ્વારા ચક્ષુદાન, જીવદયા, અંગદાન તેમજ એજ્યુકેશન અંગે જન જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજી તેમજ શાકાહારી ભોજનનો વ્યાપ વધે તે માટે પ્રચાર-પ્રસાર કરી લોકોને શાકાહાર અને પ્રકૃતિ તરફ વાળી પોતાનું સામાજિક ઋ ણ અદા કરે છે. ડિપ્રેશન અને હતાશાનો ભોગ બનેલ વ્યક્તિઓનું કાઉન્સીલિંગ કરી તેઓને માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવે છે.
માનસિક વિકલાંગ એટલે કે મનોદિવ્યાંગ બાળકોના માતા-પિતાને પોતાના આવા બાળકોના ભવિષ્યની ચિંતા આજ -કાલ ખૂબ સતાવે છે. ફીલિંગ્સ આવા મનોદિવ્યાંગ બાળકો માટે એક વિશેષ કેમ્પસ ઉભું કરવાનું આયોજન કરી રહયું છે. જયાં બાળકોની ઉત્તમ સેવા થઇ શકે. વિશ્ર્વ વ્યાપી નેટવર્ક ધરાવતું ફીલિંગ્સ દેશ-વિદેશમાં લગ્ન માટે યોગ્ય પાત્ર પસંદગી કરવામાં પણ મદદરૂપ બને છે. આમ ફીલિંગ્સ સાચ્ચે જ પોતાના નામ પ્રમાણે ગુણો ધરાવતું પારિવારિક મેગેઝિન બન્યું છે ત્યારે વિશ્ર્વના ખૂણે-ખૂણે વસતાં ગુજરાતીઓ માટે ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ બનવાનું પણ ગૌરવ અનુભવે છે. આગામી દિવસોમાં સોશિયલ મીડિયા પર પોતાનો વ્યાપ વધારતા અવનવા પ્રોજેક્ટ્સ ફીલિંગ્સ લોન્ચ કરી રહ્યું છે ત્યારે આશા છે કે ફીલિંગ્સને તેના ચાહકોનો આ ક્ષેત્ર માટે પણ ભરપૂર સાથ-સહકાર મળતો રહેશે તેવી અભ્યર્થના.
T20 વર્લ્ડકપમાં ગુજરાતી ક્રિકેટર્સન ‘ચોક્કો’
T20 ક્રિકેટ વર્લ્ડકપની ભારતીય ટીમની જાહેરાત થઈ