ફીલિંગ્સ ‘હટ કે’ પિકચર્સ ગેલેરી

ફીલિંગ્સ ‘હટ કે’ પિકચર્સ ગેલેરી

- in Feelings Mirchi
59
0

વિજય રોહિત

 

આ દેશમાં બે પત્ની ન હોય તો જેલ જવુ પડે !

ઘણાં ધર્મ અને સંસ્કૃતીમાં એક કરતાં વધારે પત્નીઓ રાખતા લોકો વિશે અનેકવાર સાંભળ્યુ હશે, પણ એવું ક્યારે સાભળ્યું છે કે બે પત્ની ન હોય તો તમને સજા થાય ! આવો એક કાયદો છે ઇરીટ્રિયા દેશનો, જ્યાં જો તમારે બે પત્ની ન હોય તો તમને જેલની સજા થઇ શકે છે. કારણ ત્યાંના પુરૂષોની સંખ્યા ! ભારત સહિત અનેક દેશોમાં સ્ત્રીઓની ઘટતી સંખ્યા એ સમસ્યા છે પણ આફ્રિકા મહાદ્વિપના ઇરીટ્રિયા દેશમાં સ્ત્રીઓની નહીં પણ પુરૂષોની સંખ્યા ઓછી છે અને આ કારણે આ દેશમાં બે પત્ની રાખવાનો કાયદો છે. આ કાયદો આજના યુગમાં અજુક્તો લાગે પણ છે ખરો…!!!

 

જ્યારે પેટમાંથી નીકળ્યાં 72 સિક્કા…!!

મહારાષ્ટ્રનાંં પાલઘર જિલ્લાનો આ કિસ્સો છે. એક વ્યક્તિને પેટમાં દુખાવો અસહ્ય બન્યો એટલે તાત્કાલિક ધોરણે તેણે સારવાર લીધી અને ડોકટરોએ તેના પેટની સરજરી કરવી પડી. ડોકટરોની એક ટીમને આ સરજરી દરમિયાન તે વ્યક્તિનાં પેટમાંથી 72 સિક્કા મળી આવ્યા. ડેક્ટરોની ટીમ પણ આશ્ર્ચર્યમાં પડી ગઇ જ્યારે તેમણે પેટમાં સિક્કા જોયા, પણ આગળ મેડીકલ તપાસ કરતા તેમને જણાયું કે આ વ્યક્તિને એક વિશેષ પ્રકારનીં માન્સીક બિમારી છે જેમાં દરદીને મેટલનીં વસ્તુઓ ગળવાનીં આદત હોય છે. આ બિમારી ’મેટલેફોગીયા’ નામે એળખાય છે.

 

કવિતા-ગઝલ

અંતરના એકાંત

ઘર મકાનના બદલાતા ઘાટ,

ઇંટ રેતના આકાર એના એજ…

ઝરમર ટપકે કે વરસે મુશળધાર,

વાદળોના પ્રકાર એના એજ…

ખોદાય પર્વતોમાં કે પૂજાય મંદિરોમાં,

પત્થરો લાચાર એના એજ…

ઘુંઘરુંમાં શોભે કે ખનકે ઝાંઝરમાં,

ઘુંઘરીના રણકાર એના એજ…

બન્યા હો ઉજળા વ્યક્તિત્વ ભલે,

ભીતરના અંધકાર એના એજ…

બનીએ શોભા લાખો મહેફિલોની

– સ્વાતી સિલ્હર, અમદાવાદ

મો. 99747 70673

 

હલ્લા-ગુલ્લા

પતિ-પત્નીમાં કોઈ વાત પર વિવાદ થઈ રહ્યો હતો. લગભગ એકાદ કલાકની લડાઈ બાદ પત્નીએ એક જ વાક્ય બોલીને ઝઘડો સમાપ્ત

કરી દીધો. ‘તમે જીતવા માંગો છો કે સુખી રહેવા માંગો છો ?’

 

સૂડી-સોપારી

મેળવજો નીતીથી, વાપરજો પ્રીતીથી,

ભોગવજો રીતિથી, તો બચી જશો દૂરગતીથી!

 

આપ કાSMS

સમોસુ બટેટાને કહે કે ‘જ્યારે લોકો તને તળે ત્યારે હું તને બચાવું છું કારણ કે હું તને પ્રેમ કરુ છું’ અને બટેટુ કહે ’ જ્યારે લોકો તને ખાવા

જાય તો હું તેમનુ મોં દઝાડી તને બચાવું કારણ કે હું તને પ્રેમ કરુ છું! આ બન્નેની પ્રેમ કહાની છોડો સમોસાની મજા માણો !

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

સિકંદરાબાદ ખાતે ખુશનુમા વાતાવરણમાં યોજાયું ગુજરાતી સાહિત્ય પરિષદનું 49મું અધિવેશન

સિકંદરાબાદ ખાતે ખુશનુમા વાતાવરણમાં યોજાયું ગુજરાતી સાહિત્ય પરિષદનું