બુક રિવ્ય

બુક રિવ્ય

- in Book Review
67
0
આ તમામ પુસ્તકો ઘેરબેઠાં ખરીદવા ફોન/વોટ્સએપ કરો : 74054 79678
 ઓનલાઇન ખરીદવા મુલાકાત લો www.dhoomkharidi.com

કોલમ્બસના હિન્દુસ્તાનમાં પૃથ્વીનું પાદર અમેરિકા

લેખક      : ગુણવંત શાહ

પેજ        : 144

મૂલ્ય       : રૂા.150/-

પ્રકાશક    : આર.આર.શેઠ એન્ડ કંપની લિ.

સંપર્ક       : 079-25506573

પુસ્તકનું શીર્ષક વાંચીને એવું લાગે કે આ કોઇ પ્રવાસવર્ણન હશે. પણ ના, એવું નથી. આ પુસ્તકમાં દરેક ઘટનાની પાછળ સંતાયેલી સમસ્યા કે વિશ્ર્વની સંકુલ પરિસ્થિતિનું વિવરણ, સહજ રીતે વિચારવાનું નિમિત્ત બનતું રહે છે. આવા ખાસ અર્થમાં આ પુસ્તકને પ્રવાસ સંવેદન પણ કહી શકાય. વાચકોને અમેરિકા સદેહે જઇને બધું જોવાની જરૂર નથી. ત્યાં ગયા વિના પણ અમેરિકાને સમજી શકાય એમ છે. એવી સમજણને સંકોરે એવા આશયથી જ આ પુસ્તક લખાયું છે. લેખક અમેરિકાને પૃથ્વીનું પાદર કહે છે કારણકે વિશ્ર્વભરની પ્રજા અહીં આવીને સ્થાયી થઇ છે અને સુખી પણ થઇ છે. આ પુસ્તકમાં અમેરિકાની એવી વાતોનો સમાવેશ થયો છે, જેમાં સૂક્ષ્મ અવલોકન નજરે પડે છે. કોઇ પટેલ મોટેલ ચલાવીને પૈસા કમાય ત્યારે શું શું મેળવે છે અને શું શું ગુમાવે છે? પ્રત્યેક એનઆરઆઇ સુખી તો હોય છે, પરંતુ સુખી થયા પછી પણ અંદરથી શું ઇચ્છે છે?, અમેરિકા સેટલ થવા જેવું ખરું… જેવી ઘણી બધી વાતો આ રસપ્રદ પુસ્તકમાં કરવામાં આવી છે? છેલ્લા વીસ વર્ષોમાં લેખકે અમેરિકામાં જે કંઇ સંવેદનો અનુભવ્યાં તે આ પુસ્તકમાં રજૂ કર્યા છે. અમેરિકામાં રહેતી વખતે લેખકને બે પ્રશ્ર્નો સતત થતા.. એક તો, અમેરિકામાં બધું હોવા છતાં એવું શું છે જે ખૂટે છે?.. અને બીજો, ભારતમાં ઘણું બધું ખૂટતું હોવા છતાં એવું શું છે જે પુરતું છે? અમેરિકાની આબોહવામાં જ કંઇક એવું તત્ત્વ છે જેને કારણે પરદેશીને થોડાક જ દિવસમાં પોતીકું લાગવા માંડે છે. અહીં આવીને સ્થાયી થયેલા પરદેશીઓની સંખ્યા ઘણી મોટી છે. આ બધા લોકો જો પોતાના દેશોમાં પાછા ચાલ્યા જાય, તો અમેરિકા રાતોરાત અધૂરું બની જાય. ટૂંકમાં, અમેરિકા વિશેની અનેક નાની-મોટી વાતો લેખકે આ પુસ્તકમાં રજૂ કરી વાચકોને રસપ્રદ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે.

પ્રેરણાની પ્રભુતા

લેખક    : કાન્તિ ભટ્ટ

પેજ       : 122

મુલ્ય     : રૂા. 125/-

પ્રકાશક : અરૂણોદય પ્રકાશન

સંપર્ક    : 22114108

જીવનમાં પ્રેરણાનું બહુ મહત્વ છે. પ્રેરણા એ છે જે એક મનુષ્યને દિવ્યતા સુધી લઇ જાય છે. એમ કહી શકાય કે જીવનમાં ડગે ને પગે પ્રેરણાની પ્રભુતા છે. આ પ્રભુતાને આલેખવી હોય તો કાન્તિ ભટ્ટથી વધુ સારી રીતે કોણ આલેખી શકે. તેઓ ’પ્રેરણાની પ્રભુતા’ની શરૂઆતમાં કવિની આપવીતી વિશે વર્ણવતા જણાવે છે કે કોઇ કવિને તેનું જીવન ચિત્રણ કરવું હોય તો તે સુંદર શબ્દોેનોે પ્રયોગ કરે છે ભલે તેનું જીવન કેટલું પણ પીડાદાયી હોેય. તો કાન્તિ ભટ્ટ બીજા કવિની રચનાથી મનુષ્યને સ્વયં બ્રહ્મા,વિષ્ણુ અને શિવ છે એવી આભા દર્શાવે છે. આ પુસ્તકનાં એક પ્રકરણમાં તેઓ મનુષ્યની શારિરીક રચનાને બિરદાવે છે. મહર્ષિ અરવિંદ અને રવિન્દ્રનાથ ટાગોરના વિચારોથી અખંડ ભારત અને ગ્લોબલાઇઝેશન સાથે આધ્યાત્મિકતાનાં વિષયોનો અદભુત અલંકાર કરે છે. આ પુસ્તક એક વિશાળ સાગર સમાન છે,જેના ગર્ભમાં માનવ થકી ઉદભવતી આશા, નિરાશા, પ્રેમ, વિચાર, યુદ્ધસ્વ, હૃદય વગેરે જેવા મોતી છે. આ મોતીઓને સિંચતુ સંગીત, સામર્થ્ય, મગજ, શરીર અને એક વિચાર પ્રેરણાનો છે. લેખક એક સાગરખેડુ જેવાં છે જેમણે આ સાગરમાંથી દરેક મોતીને જાણે વીણીને સુંદર માળામાં પરોવી હોય. અમેરિકા પાસે ભલે સુપરમેન કે બેટમેન હોય પણ ભારતનાં ભગવાન ’હનુમાન’ વિશે કાન્તિ ભટ્ટ એક આગવી અદામાં વર્ણન કરે છે. ‘તમે જ તમારા ડૉક્ટર બનો’ જેવા વિષયોેથી તેઓ મનુષ્યની સર્વ સમસ્યાનું સમાધાન વોકિંગમાં છે એવું સૂચિત કરે છે. માનવ જીવન પ્રેરણા વિના અર્થહીન છે અને એ પ્રેરણાની સાચી પ્રભુતા આ પુસ્તક સૂચવે છે.

 

અવસર આવ્યા આંગણે

લેખક      : રમણીક અગ્રાવત

પેજ        : 91

મૂલ્ય      : 200

મુદ્રક       : અરૂણોદય પ્રકાશન

સંપર્ક      : 22114108

જાહેર વહીવટ

સંપાદક       : ડંકેશ ઓઝા

પેજ             : 128

મૂલ્ય           : 110/-

પ્રકાશક       : આર.આર.શેઠ એન્ડ કં. લિ.

સંપર્ક          : 079-25506573

તું તો યાર સ્ટાઇલિશ હીરો છે

લેખક       : કનુ આચાર્ય

પેજ          : 192

મૂલ્ય        : 175/-

પ્રકાશક    : રન્નાદે પ્રકાશન

સંપર્ક        : 079-22110081-64

 

આપનાં પુસ્તકો/સીડી રિવ્યુ

        અર્થે ફીલિંગ્સના

કાર્યાલય પર મોકલી શકો છો.

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

સિકંદરાબાદ ખાતે ખુશનુમા વાતાવરણમાં યોજાયું ગુજરાતી સાહિત્ય પરિષદનું 49મું અધિવેશન

સિકંદરાબાદ ખાતે ખુશનુમા વાતાવરણમાં યોજાયું ગુજરાતી સાહિત્ય પરિષદનું