‘મિસ્ટર એન્ડ મિસ ગુજરાત’ કોન્ટેસ્ટમાં 800થી વધુ યુવા ઉમટ્યા

‘મિસ્ટર એન્ડ મિસ ગુજરાત’ કોન્ટેસ્ટમાં 800થી વધુ યુવા ઉમટ્યા

- in Press Notes
69
0

વડોદરાના સેન્ટ્રલ મોલ દ્વારા તાજેતરમાં ખિ ખત ૠીષફફિિં કોન્ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતભરમાંથી 800 કરતાં વધુ યુવક અને યુવતીઓએ ઓડિશન આપવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. સ્પર્ધામાં સુરત, વડોદરા અને અમદાવાદ ખાતે ફોટોશુટ રાઉન્ડ, વોક, ઇન્ટ્રોડક્શન વગેરે વિવિધ તબક્કામાં ઓડિશન યોજાયા હતા. ત્રણે શહેરમાં સિલેક્ટેડ મોડેલ્સના સિટી ફીનાલેના શો અલગ-અલગ દિવસે યોજાયા હતા અને તેમાં થયેલા વિજેતાઓમાંથી ગ્રાન્ડ ફીનાલે શો દરમિયાન ખિ ૠીષફફિિં ખત ૠીષફફિનિુંં સિલેકશન કરવામાં આવ્યું હતું. સંપૂર્ણ શોનું ડિરેક્શન આશિષ ગાર્ગી અને સની કુરાયાના માર્ગદર્શન હેઠળ સલમાન મેમન દ્વારા કરવામાં આવ્યું હતું. કોન્ટેસ્ટના વિજેતાઓને રૂા. પાંચ લાખના ગિફટ વાઉચર્સ તથા ઇંશળફહફુફ અને ઉંફુુના ગિફટ વાઉચર્સ આપવામાં આવ્યા હતા. આ ઇવેન્ટમાં જાવેદ પઠાણ, સોહેલ સૈયદ, અસ્મા શેખ, અન્ની સૈયદ અને રાહુલ જૈનનો પણ શ્રેષ્ઠ પ્રયાસ અને ફાળો હતો.

ગુજરાતી ફિલ્મ ‘કેરી ઓન કેસર’: ‘બેસ્ટ પર્ફોર્મન્સ ઓફ ધ યર’ એવોર્ડ.. ગોઝ ટુ અવની મોદી

 

પ્રતિવર્ષ શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મોને અપાતો ‘ગુજરાતી આઇકોનિક ફિલ્મ એવોર્ડ (જિફા) સમારંભ આ વર્ષે પણ તા.6 જાન્યુઆરીએ અમદાવાદ ખાતે યોજાયો હતો. જેમાં ગુજરાતી ફિલ્મ ‘કેરી ઓન કેસર’એ મેદાન માર્યું હતું. બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મેળવનાર આ ફિલ્મની અભિનેત્રી અવની મોદી પણ આખાય સમારંભમાં છવાઇ ગઇ હતી. જી હા, ‘બેસ્ટ પર્ફોર્મન્સ ઓફ ધ યર-2017’ના એવોર્ડથી તે સન્માનિત થઇ હતી. આઉટ સ્ટેન્ડિંગ પર્ફોર્મન્સ આપનાર અવની સાથે જ્યારે આ એવોર્ડ અંગે વાત થઇ ત્યારે તેણે ખૂબ ખુશી વ્યક્ત કરી હતી. આ તેની પહેલી ગુજરાતી ફિલ્મ હતી. તે કહે છે કે, ‘આ એક નાજુક અને સંવેદનશીલ ફિલ્મ છે. આથી જ તેને આટલો સારો રિસ્પોન્સ મળવા વિશે ડાઉટ હતો. પણ દર્શકોએ તેને જે રીતે ઉત્સાહપૂર્વક વધાવી છે તે અમારા માટે પ્રોત્સાહનરૂપ છે.’ અત્યારસુધી તેણે એક ગુજરાતી સહિત 7 ફિલ્મોમાં અભિનય કર્યો છે. તેની આવનારી ફિલ્મો છે.. ગુજરાતી ફિલ્મ ‘બાપુ ક્યાં છે?’ અને બે હિન્દી ફિલ્મ. ઉલ્લેખનીય છે કે, ‘કેરી ઓન કેસર’ની બેસ્ટ સ્ટોરી માટે વિપુલ મહેતા, બેસ્ટ એક્ટ્રેસ માટે સુપ્રિયા પાઠક, બેસ્ટ એકટર માટે મનોજ જોશીને સન્માનિત કરાયા હતા. ‘જિફા’ના પ્રેસિડેન્ટ હેતાળ ઠક્કર અને વા.પ્રેસિ.અરવિંદ વેગડા ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહિત કરવા આ એવોર્ડનું આયોજન કરે છે. તેમના જણાવ્યા મુજબ આ એવોર્ડ માટે આ વખતે 61 ફિલ્મોની એન્ટ્રી આવી હતી. જેમાં 27 ફિલ્મોને વિવિધ કેટેગરીમાં એવોર્ડ આપ્યા હતા. આ એવોર્ડ વિતરણ પ્રસંગે મંત્રી ગણપણ વસાવા, અરવિંદ રાઠોડ, અરવિંદ જોશી, અમિષા પટેલ, રાગીણી શાહ, મનોજ જોશી, હિતુ કનડિયા વગેરે હાજર રહ્યા હતા.

બ્રહ્માકુમારીઝ દ્વારા આત્મ જાગૃતિ પ્રદર્શન

બ્રહ્માકુમારીઝનાં અલકાપુરી સેવા કેન્દ્રનાં ઉપક્રમે આંકોડીયા ખાતે રાજયોગ સપ્તાહનું આયોજન થયું હતું. જેનાં ઉદ્ઘાટન સમયે બ્રકુ ડો. નિરંજનાબેન, બ્રકુ નરેન્દ્ર પટેલ, સરપંચ ઉલ્પેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ સપ્તાહ સાથે આત્મજાગૃતિ પર સુંદર કાર્યક્રમ પણ યોજાયો હતો. કાર્યક્રમમાં બ્રકુ ડો. નિરંજનબેને સૌને સુખી જીવન જીવવાનો રસ્તો બતાવતાં કહ્યું કે સુખ-દુખનો આધાર માનવનો સ્વભાવ છે. આ રાજયોગ સપ્તાહ 28 ડિસે.2017થીં 3 જાન્યુઆરી દરમિયાન યોજાયું હતું.

 

 

ઉત્તરાયણ જેવા પર્વે પક્ષીઓ-બાળકોને બચાવવા અભિયાન

ઉત્તરાયણ એ પતંગ લૂંટવા આડેધડ દોડતા બાળકો માટે તો જોખમરૂપ છે જ પરંતુ અબોલ પંખીઓ માટે પણ ચિંતારૂપ છે. કાચના પાઉડરથી પવાતી દોરીઓનાં કારણે અનેક પક્ષીઓ ઘવાય છે. આવા એક પક્ષીને સાક્ષાત જોયા બાદ સચિન નાઇ નામના યુવાનને જીવમાત્ર પર કરૂણા ઉદભવી. આ કરૂણાનો ભાવ શાળામાં ભણતા બાળકો સુધી પહોંચે તે માટે તેઓએ શાળાઓ અને સિદ્ધિ ક્લાસીઝનાં સહયોગથી ઓડિયો-વીડિયો માધ્યમથી આ માટે જાગૃતિ લાવવાનું કાર્ય કર્યુ છે.

 

ધૂમ મચાવવા આવી છે ગુજરાતી ફિલ્મ : ગુજ્જુભાઇ મોસ્ટ વોન્ટેડ

ગુજ્જુભાઇ ધી ગ્રેટનીં અદભૂત સફળતા બાદ સિદ્ધાર્થ રાંદેરિયા પિક્ચર્સ, જયંતીલાલ ગડા (પેન) સાથે મળીને લાવી રહ્યા છે ગુજરાતી ફિલ્મ ‘ગુજ્જુભાઇ મોસ્ટ વોન્ટેડ’. વર્ષ 2015માં પ્રેક્ષકોનો જ્વલંત પ્રતિસાદ અને બોક્સ ઓફિસ પર રેકોર્ડઝ તોડ્યા બાદ ગુજ્જુભાઇ ફ્રેન્ચાઇઝની આગામી ફિલ્મ માટે પ્રેક્ષકોમાં જે આતુરતા હતી, તેનો અંત હવે આવી ગયો. કારણ કે ફરી ગુજ્જુભાઇ ફેમ હ્યુમર સાથે સિદ્ધાર્થ રાંદેરીયા લઇને આવી રહ્યા છે, એક અકલ્પનીય ક્લાઇમેક્સ, સુમધુર સંગીત અને હસાવી હસાવીને લેટપોટ કરી દે તેવી ફિલ્મ. પેન ઇન્ડિયા કંપનીના જયંતિલાલ ગડા દ્વારા રજૂ થયેલ આ ફિલ્મ ‘ગુજ્જુભાઇ મોસ્ટ વોન્ટેડ’માં થ્રીલ અને કોમેડીનો એક નવો સંગમ જોવા મળશે જે ગુજરાતી સિનેરસિકો માટે અનેરો બની રહેશે.

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

સિકંદરાબાદ ખાતે ખુશનુમા વાતાવરણમાં યોજાયું ગુજરાતી સાહિત્ય પરિષદનું 49મું અધિવેશન

સિકંદરાબાદ ખાતે ખુશનુમા વાતાવરણમાં યોજાયું ગુજરાતી સાહિત્ય પરિષદનું