સિકંદરાબાદ ખાતે ખુશનુમા વાતાવરણમાં યોજાયું ગુજરાતી સાહિત્ય પરિષદનું 49મું અધિવેશન

સિકંદરાબાદ ખાતે ખુશનુમા વાતાવરણમાં યોજાયું ગુજરાતી સાહિત્ય પરિષદનું 49મું અધિવેશન

- in Feature Article
41
0

સિકંદરાબાદ ખાતે ખુશનુમા વાતાવરણમાં યોજાયું ગુજરાતી સાહિત્ય પરિષદનું 49મું અધિવેશન

– પરિક્ષીત જોશી

ગુજરાતી સાહિત્યની 11ર વર્ષ જૂની પ્રતિષ્ઠિત સંસ્થા, ગુજરાતી સાહિત્ય પરિષદનું 49મું અધિવેશન તા.23થી 25 ડિસેમ્બર દરમિયાન યોજાયું હતું. સિતાંશુ યશશ્ર્ચંદ્રના અધ્યક્ષ પદે યોજાયેલા આ અધિવેશનમાં વિવિધ કાર્યક્રમો સાથે અનેક મહાનુભાવોનું સન્માન કરાયું હતું. પ્રસ્તુત છે તેની થોડી ઝલક..

વર્ષ-190પમાં સ્થપાયેલી ગુજરાતી સાહિત્યની 11ર વર્ષ જૂની પ્રતિષ્ઠિત સંસ્થા, ગુજરાતી સાહિત્ય પરિષદનું 49મું અધિવેશન, તેલંગાણા રાજ્યના સિકંદરાબાદ ખાતે ગુજરાતી સેવા મંડળના યજમાનપદે યોજાઇ ગયું. તા.ર3, ર4, રપ ડિસેમ્બર, ર017 દરમિયાન સિતાંશુ યશશ્ર્ચંદ્રના અધ્યક્ષપદે આ અધિવેશન યોજાયું ત્યારે વાતાવરણ ખુશનુમા હતું. છેલ્લે 1971માં મનુભાઇ પંચોળી ‘દર્શક’ના પ્રમુખપદે હૈદરાબાદ ખાતે આ અધિવેશન યોજાયું હતું..
તા. ર3, શનિવાર સવારે 11 કલાકે ઉદ્ઘાટન બેઠકની શરૂઆત થઇ. ઉદ્ઘાટન બેઠક બે વિભાગમાં વહેંચાઇ હતી. જેમાં પહેલા ભાગમાં સ્વાગત સમિતિ તરફથી અધિવેશનના સોવેનિયર-સ્મરણિકાના વિમોચનનો કાર્યક્રમ હતો. એ પ્રસંગે મંચ ઉપર ગુજરાતી સેવા મંડળના પ્રમુખ ઘનશ્યામભાઇ પટેલ, માનદ્ મંત્રી જનકભાઇ બ્રહ્મભટ્ટ, ટ્રસ્ટ બોર્ડ ચેરમેન શિવગણભાઇ પટેલ, કાર્યવાહક સમિતિ તથા સ્વાગત સમિતિના સભ્યો, અધિવેશન સંયોજક મહેન્દ્રભાઇ કપાસી અને ડો. હસમુખભાઇ ઉપાધ્યાય ઉપસ્થિત હતા. બેઠકની શરૂઆતમાં ગુ. સે. મંડળની શાળાની બાલિકાઓ દ્વારા ‘ગણેશ વંદના’ કરવામાં આવી. કેન્દ્રિય પ્રધાન પુરુષોત્તમ રૂપાલાએ 48મા અધિવેશનના સોવેનિયર ‘સંભારણા’નું વિમોચન કર્યું હતું. વિમોચન કરતાં પહેલાં એમણે આંધ્રપ્રદેશના પ્રભારી તરીકેનો પોતાનો સમયકાળ યાદ કરવા સાથે કહ્યું હતું કે, ‘ગુજરાતથી છેક આટલે દૂર, માતૃભાષા, એનું અધિવેશન અને એમાંય પોતાની ભાષાના આટલા બધા સાહિત્યકારોની વચ્ચે ઉપસ્થિત રહેવાની તક મળવી એ મારું અહોભાગ્ય છે.’ સેવા મંડળની શરૂઆત અને પુસ્તકાલયની શરૂઆતને સાંકળીને એમણે કહ્યું હતું કે, ‘આજે વાંચનારા અને વાંચનાલયો દુર્લભ થતા જાય છે ત્યારે સેવા મંડળ દ્વારા 1934માં શરૂ થયેલું પુસ્તકાલય હજુ આજેય ચાલુ છે. માતૃભાષા વિના કદીયે સંપૂર્ણ વિકાસ ન થાય. આપણે ગુજરાતી ભાષાને પ્રેમ કરતાં શીખીએ અને બાળકોને પણ શીખવીએ. ’


ઉદ્ઘાટન બેઠકના બીજા વિભાગમાં ગુ. સા. પરિષદની પરંપરા મુજબ કાર્યક્રમનું આયોજન થયું હતું. જેમાં નિવૃત્તમાન પરિષદ પ્રમુખ ચંદ્રકાન્ત ટોપીવાળા, નવનિર્વાચિત પ્રમુખ સિતાંશુ યશશ્ર્ચંદ્ર, એમના ધર્મ5ત્ની શ્રીમતી અંજનીબેન, પરિષદના ટ્રસ્ટી રઘુવીર ચૌધરી, અતિથિ વિશેષ કે. શિવા રેડ્ડી, પૂર્વ પ્રમુખ વર્ષા અડાલજા, ઉપપ્રમુખ માધવ રામાનુજ, મહામંત્રી પ્રફુલ્લ રાવલ, પ્રસાર મંત્રી ભરત મહેતા, ગ્રંથાલય-પ્રદર્શન મંત્રી પરીક્ષિત જોશી, સ્વાધ્યાયપીઠ મંત્રી સમીર ભટ્ટ તથા સર્વશ્રી ઉષા ઉપાધ્યાય અને પ્રજ્ઞા પટેલ મંચસ્થ થયા હતા. સૌ મંચસ્થ મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય દ્વારા અધિવેશન ખૂલ્લું મૂક્યું હતું. ત્યાર બાદ ગુ. સે. મંડળની શાળાની બાલિકાઓ દ્વારા ‘જય જય ગરવી ગુજરાત’ ગીત રજૂ કરાયું હતું.
અધિવેશનના સ્વાગત મંત્રી અને મૂળ ગુજરાતના વડોદરા પાસેના ભાયલી ગામના ઘનશ્યામભાઇ પટેલે અધિવેશનના ઐતિહાસિક પ્રસંગે સો પ્રતિનિધિઓનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે, ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં સદાકાળ ગુજરાત’ એ ન્યાયે ગુજરાતની સંસ્કૃતિ અને વારસાનું જતન અહીં ગુજરાતી તરીકે અમે સ્વાભાવિક અને સહજતાથી કરીએ છીએ. ગુજરાતીઓ સિકંદરાબાદના મેયર ઉપરાંત વિધાનસભ્ય, મેડિકલ કોલેજના આચાર્ય, ચેમ્બર ઓફ કોમર્સના અધ્યક્ષ જેવા પદોને શોભાવી ચૂક્યા છે. યજમાન સંસ્થાનો પરિચય આપતાં જનકભાઇ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, ‘ગુજરાતી સેવા મંડળની શરૂઆત ભાડાના મકાનમાં થઇ હતી. આજે શહેરના મુખ્ય માર્ગ ઉપર, આપણે જ્યાં બેઠા છીએ એ વિશાળ બહુમજલી ઇમારત ઊભી છે. આ પરિસરમાં ઉત્સવપ્રિય ગુજરાતી બધા ઉત્સવો ધામધૂમથી ઉજવે છે અને એમાં પ્રવેશ નિ:શુલ્ક હોય છે. મંડળ દ્વારા મહિલા મંડળ, યુવક મંડળ અને વેલફેર સોસાયટી સહિત અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. હાલ આ મંડળ સાથે 4પ00 કુટુંબો જોડાયેલા છે.’
પરિષદના મહામંત્રી પ્રફુલ્લ રાવલે ર8 પાનાંની પુસ્તિકાનો વાર્ષિક અહેવાલ ટૂંકમાં રજૂ કરતાં કહ્યું હતું કે, ‘જે ગુજરાતી બોલે છે એને સાહિત્ય પરિષદમાં આવવાનો હક છે. પરિષદનું કામકાજ લોકશાહી ઢબે ચાલે છે. પરિષદ વિવિધ 17 વ્યાખ્યાનમાળા-પરિસંવાદ કરે છે. ગત વર્ષમાં ઇતિહાસ અને વાર્ષિક સાહિત્ય ચયન સહિતના કુલ 1પ પુસ્તકો પ્રકાશિત થયા છે. પરિષદના ચી.મં. ગ્રંથાલયમાં 1489 દુર્લભ પુસ્તકો, ર43 હસ્તપ્રતો, 78 સાહિત્ય સામયિકોની ફાઇલ્સ સચવાયેલી છે. 80,000 પુસ્તકોનું ડિજિટલાઇઝેશન કરાયું છે. યોગેશ જોશીના તંત્રીપદે પ્રકાશિત થતું પરિષદનું મુખપત્ર ‘પરબ’ ટ્રસ્ટી રૂપલ મહેતાની સક્રિયતાથી પરિષદની વેબસાઇટ પર નિયમિતપણે મૂકાય છે. દર બુધવારે બુધસભા અને દર પખવાડિયે પાક્ષિકીના કાર્યક્રમો નિયમિત યોજાય છે.’
ત્યાર બાદ પરિષદના નિવૃત્ત પ્રમુખ ચંદ્રકાન્ત ટોપીવાળાએ નવનિર્વાચિત પ્રમુખ સિતાંશુ યશશ્ર્ચંદ્રને પરિષદ-સિમ્બોલ આપીને આગામી ત્રણ વર્ષનો કાર્યભાર સોંપ્યો હતો. એ પહેલાં પોતાના વિદાય પ્રવચનમાં ટોપીવાળાએ કહ્યું હતું કે, ‘તડકો જેના ઉપર પડે એનો છે. આ તડકાનું જતન કરવાનું છે. અજવાળું માગવું પડે છે. માનવવિદ્યાઓ ઘસાતી જાય છે એની વચ્ચે સાહિત્યે ટકી રહેવાનું છે. વિશ્ર્વનાથ તિવારી બે વાત કહે છે – મૂલ્યચિંતા અને મૂલચિંતા. સ્વાયત્તતાની સાવધાની રાખે અને માણસ આ જગતમાં સ્વાયત્ત રહે તે વાતનો સાર છે. સાહિત્ય આ મૂલ્ય અને મૂલ બેયની ચિંતા સાથે સંકળાયેલ છે. આજનો સમગ્ર સમય આપણે બધા આત્મવિક્રયમાં વિતાવીએ છીએ. નાના સરખા પ્રલોભનો માટે આપણે મૂલ્ય અને મૂલ બેય ચૂકી જઇએ છીએ.’ સ્વાધ્યાયપીઠ મંત્રી સમીર ભટ્ટે નવનિર્વાચિત પ્રમુખ સિતાંશુ યશશ્ર્ચંદ્રનો પરિચય આપ્યો હતો. પરિષદ પ્રમુખ સિતાંશુભાઇએ વક્તવ્યમાં જણાવ્યું હતું કે, ‘મને પ્રમુખ કરતાં અધ્યક્ષ શબ્દ વધુ ગમે છે. જે બોલે ઓછું અને જુએ વધારે એ અધ્યક્ષ.’

અતિથિવિશેષ કે. શિવારેડ્ડીનો પરિચય આપતાં ડો. હસમુખ ઉપાધ્યાયે કહ્યું હતું કે, કે. શિવારેડ્ડીને કેન્દ્રિય સાહિત્ય અકાદમી પુરસ્કૃત કર્યા છે. તેલુગુ, તમિલ, ક્ધનડ, મરાઠી, અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ ધરાવે છે. એમની કવિતા સાદી-સીધી હોય છે. એનો અનુભવ, એમની ટ્રાફિક કવિતાનો અંગ્રેજી અનુવાદ સંભળાવીને કરાવ્યો હતો. અતિથિવિશેષ કે.શિવારેડ્ડીએ ગુ. સે. મંડળ અને ગુ. સા. પરિષદ બેયનો આભાર માનતાં ભાવવિભોર બની ગયાં હતાં. પોતાનું વક્તવ્ય અંગ્રેજી ભાષામાં આપતાં એમણે કહ્યું હતું કે, ‘મને અહીં જે આમંત્રણ મળ્યું છે એ કવિતાને લીધે મળ્યું છે. મને કવિ બનતાં 60 વર્ષ લાગ્યાં છે. મોટાભાગે આપણે બાળકને ડોક્ટર કે એન્જિનિયર બનવા માટે પ્રેરતા હોઇએ છીએ. મારા દોહિત્રને મેં કહ્યું કે તારે જે બનવું હોય એ બનજે. વેપાર ઉદ્યોગ મહત્ત્વના છે, પણ સૌથી મહત્ત્વનો છે માનવધર્મ. જે કવિતા શીખવે છે.’ એમ કહી એમણે કવિકર્મનું મહિમાગાન કર્યું હતું. પરિષદના ટ્રસ્ટી રઘુવીર ચૌધરીએ ઉદ્ઘાટન બેઠકના સારરૂપ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. યજમાન સંસ્થા તરફથી મહેન્દ્રભાઇ કપાસીએ આભારવિધિ કરી હતી.
બપોરે 3.00 વાગે શરૂ થયેલી અધિવેશનની પહેલી બેઠકનો વિષય ‘સાહિત્ય અને રાષ્ટ્ર’ હતો. જેમાં સર્વ પ્રથમ ‘પ્રશ્ર્ન, નિરામય પારસ્પર્યનો’ વિશે પ્રકાશ શાહે એમની નિરાળી ગુજરાતી વાણીમાં સસંદર્ભ અધ્યક્ષીય પ્રવચન આપ્યું હતું. એમણે ક.મા. મુનશીથી પોતાની વાતની શરૂઆત કરતાં રાષ્ટ્ર એટલે સાથે રહેવાનો માનવભાવ એવી વ્યાખ્યા કરી હતી. ‘તુંડે તુંડે રાષ્ટ્ર ભિન્ન’ વિષયે પોતાની વાત મૂકતાં ભરત મહેતાએ ભરતથી માંડીને સાર્ત્ર સુધીનાએ રાષ્ટ્રની વ્યાખ્યા માટે કરેલી મથામણને યાદ કરી હતી. આ બેઠકનું સંચાલન પ્રજ્ઞા પટેલે કર્યું હતું.
તા.ર4, રવિવાર સવારે 9.30થી બીજી બેઠક શરૂ થઇ હતી. જેમાં ‘સાહિત્ય સ્વરૂપ નાટક’ની ચર્ચા અન્વયે અધ્યક્ષ પરેશ નાયકે ‘ગુજરાતી નાટકની ટાઇમલાઇન’ વિષયક પોતાનું સાત પાનાનું પ્રકાશિત વ્યાખ્યાન વાંચ્યું હતું. એમણે દલપતરામથી માંડીને જયશંકર સુંદરી, ચં.ચી. મહેતા, જશવંત ઠાકર, પ્રવીણ જોશી, શિવકુમાર, મધુ રાય, લા.ઠા. પછી છેક મનોજ શાહ, કમલ જોશી, કપિલદેવ શુક્લ, પી.એેસ.ચારી સુધીના નાટ્યકર્મીઓ દ્વારા ગુજરાતી રંગભૂમિને ધબકતી રાખવા કરવામાં આવેલા નોંધપાત્ર પ્રયાસની ઝલક રજૂ કરી હતી. ‘જૂની-નવી ગુજરાતી રંગભૂમિના સંક્રાંતિ બિન્દુઓ’ વિશે મહેશ ચંપકલાલે વાતની શરૂઆત 1901માં જન્મેલા બે નાટ્ય દિગ્ગજોથી કરી હતી. ‘સુંદરી’ અને બીજા ચં.ચી.
તા.રપ, સોમવાર સવારે 8.30 વાગે ‘આદાનપ્રદાન-તેલુગુ અને ગુજરાતી’ વિષયક પાંચમી બેઠક હતી. જેમાં ‘આજનું તેલુગુ સાહિત્ય’ વિશે બોલતાં જ્ઞાનપીઠ પુરસ્કૃત સી.નારાયણ રેડ્ડીના વિદ્યાર્થિની અને જાણીતા તેલુગુ અનુવાદક ડો.સી. મૃણાલિનીએ કહ્યું હતું કે, ‘તેલુગુનો સંસ્કૃત સાથે સીધો સંબંધ રહ્યો છે. વિશ્ર્વ સાહિત્યની ઉત્તમ કૃતિઓનો અનુવાદ કરવામાં તેલુગુ અગ્રેસર છે.’ ઉષા ઉપાધ્યાયે ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કૃત તેલુગુ સર્જકો સર્વશ્રી વિશ્ર્વનાથ સત્યનારાયણ, સિંગીરેડ્ડી નારાયણ રેડ્ડી અને રાવુરિ ભારદ્વાજ વિશે ટૂંકમાં વાત કરી હતી. પ્રફુલ્લ રાવલે ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કૃત ગુજરાતી સર્જકો ઉમાશંકર જોશી, પન્નાલાલ પટેલ, રાજેન્દ્ર શાહ અને રઘુવીર ચૌધરીનો ટૂંકો પરિચય આપ્યો હતો. બેઠકને અંતે યજમાન સંસ્થા તરફથી આભારવિધિ કરતાં સેવા મંડળના પ્રમુખ ઘનશ્યાભાઇ પટેલે ગુ.સા. પરિષદને ફરીથી અહીં પધારવાનું આમંત્રણ આપ્યું હતું. ઘનશ્યામભાઇએ આ પ્રસંગે પરિષદને 10 લાખનું અનુદાન જાહેર કર્યું હતું.

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

” જાન્યુઆરી મહિનાનું રાશિ પ્રમાણે ફળકથન “