અમેરિકામાં હેલ્થકેર ક્ષેત્રે નામના મેળવતાં.. પ્રીતિ પંડ્યા પટેલ

અમેરિકામાં હેલ્થકેર ક્ષેત્રે નામના મેળવતાં.. પ્રીતિ પંડ્યા પટેલ

- in Shakti, Womens World
1183
Comments Off on અમેરિકામાં હેલ્થકેર ક્ષેત્રે નામના મેળવતાં.. પ્રીતિ પંડ્યા પટેલ
Preeti Pandya Patel, who got name in the healthcare sector in America

કૌસ્તુભ આઠવલે

અમેરિકાના ન્યૂ જર્સીમાં 45 વર્ષ ઉપરાંતથી સ્થાયી થઈ ભારતીય અમેરિકન તરીકે પ્રીતી પંડ્યા પટેલે પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. તેમણે હેલ્થ કેર ક્ષેત્રે અનેકવિધ ડિગ્રીઓ પ્રાપ્ત કરી પોતાની સેવાઓ આપીને ભારતીય જ્ઞાનશક્તિની ઓળખ કરાવી છે.

તમે અમેરિકામાં 45 વર્ષથી રહો છો. અમેરિકન અને ભારતીય સંસ્કૃતિમાં શું સામ્યતા છે અને શું ભિન્નતા છે?

ભારતીય કલ્ચર કરતા અમેરિકન કલ્ચરમાં ઘણી ભિન્નતા જોવા મળે છે. ભારતીય સંસ્કૃતિ જે રીતે અનેક ભિન્નતાઓ ધરાવે છે. તેવી જ રીતે અમેરિકન સંસ્કૃતિમાં પણ વિભિન્નતા જોવા મળે છે. હું જ્યારે અમેરિકા આવી ત્યારે અહીંના કલ્ચર સાથે સુસંગત થવું ઘણું જ કપરું કામ હતું. તેમાંય ખાસ કરીને પોષાક, ભાષા, ખાણી-પીણી, ધર્મની સાથે અહીંની વ્યવહારિક શિસ્ત અને એટિકેટ્સ બધું જ ઘણું જુદું પડતું હતું. જોકે, ઘણાં વર્ષો પછી હું બન્ને સંસ્કૃતિની શીખવા જેવી બાબતો શીખી અને મારા અને મારા પરિવારની જીવન સફરમાં ઉતારી.

તમને અમેરિક્ધસની કઈ વાત વધું પ્રેરણાદાયી લાગી ?

તેમનું એક શ્રેષ્ઠ કહી શકાય એવું લક્ષણ એ છે કે તેઓ કોઈના પ્રત્યે પહેલાથી કોઈ પણ જાતની પૂર્વધારણા બાંધી નથી લેતા. જે બાબત આપણે ભારતીયોએ ખરેખર શીખવા જેવી છે.

તમે પ્રથમ રિપબ્લિકન એશિયન-અમેરિકન વુમન ફ્રી હોલ્ડર બનવાને માર્ગે છો. આ વિશે તમારા શું મંતવ્યો છે?

મીડલસેક્સ કાઉન્ટીમાં સાઉથ એશિયન ઈન્ડીયન વુમન તરીકે રજૂ કરવી એ મારા માટે ખૂબ જ ગૌરવની બાબત છે. હું મારું જ્ઞાન, આવડત અને વિશેષતાને સામાજિક ઉત્કર્ષ માટે સમર્પિત કરતી આવી છું.

તમારી શૈક્ષણિક કારકિર્દી ખૂબ જ વિશાળ અને લાંબી છે. તેના પર થોડોક પ્રકાશ પાડશો.

હું એસર્ટ હોલ્ડર છું. આસિસ્ટીવ લિવીંગ એડમિનિસ્ટ્રેટર(સીએએલએ), સાથે જ ફિઝીકલ થેરાપીમાં લાયસન્સ ધરાવું છું. મેં થેરાપ્યુટિક રિક્રીએશન એડમિનિસ્ટ્રેશનમાં બીએ કર્યું છે. સાથે જ હેલ્થકેર એડમિનિસ્ટ્રેશનમાં એમબીએ કર્યું છે. સાયકોલોજીમાં એમએસ કર્યું છે. હું હેલ્થકેર ઈન્ડસ્ટ્રીમાં ઘણા ક્ષેત્રો સાથે જોડાયેલી છું જેમાં સબસ્ટન્સ એબ્યુઝ અને સબ એક્યુટ રિહેબિલીટેશન સાથે સિનિયર કેરમાં પણ એટલી જ સક્રિય છું. હાલ હું મારા ન્યૂ જર્સીની સર્ટિફાઈડ વુમન બેઝ્ડ એન્ટરપ્રાઈઝ જેમાં અન્ય કંપનીઓને હેલ્થકેર ક્ધસલ્ટન્સી સર્વિસ પૂરી પાડવાનું કામ કરું છું.

તમે સ્પોર્ટસ ક્ષેત્રે છેલ્લા 12 વર્ષથી તમારી સેવાઓ આપો છો. એ સિવાય અન્ય ક્યા ક્ષેત્રે તમારી સેવાઓ આપો છો?

હુંએવા ઘણાં પ્રોફેશનલ ઓર્ગેનાઈઝેશન્સ સાથે સંકળાયેલ છું જેમકે, અમેરિકન ફિઝીકલ થેરાપી એસોસિએશન અને સોસાયટી ઑફ બિહેવિયર સ્લીપ મેડિસીન અને અન્ય એવી સંસ્થાઓ જેવી કે, ફેડરેશન ઑફ ઈન્ડીયન એસોસિએશન્સ, ન્યૂ યોર્ક, ન્યૂ જર્સી, અને સીટી.

તમે અત્યારે એશિયન ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડન્ટનું સ્થાન શોભાવો છો. તમારી આ જવાબદારીઓ સાથે પરિવારને કેવી રીતે ન્યાય આપો છો?

હું એક સકારાત્મક અભિગમ ધરાવનારી વ્યક્તિ છું. હું મારી પાસે જે કંઈ પણ હોય તેનું શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરું છું. આ બધામાં ખાસ કરીને હું કામનું મહત્વ અને તેના પ્રાધાન્યને સમજીને તેના મુજબ મારા પરિવારને અને મારા કાર્યને ન્યાય આપવાનો સફળ પ્રયત્ન પણ કરું છું.

મિસ ઈન્ડિયા એન.જે. સાથે એવા અનેક વિશિષ્ટ ક્ષેત્રોમાં પણ પોતાની ઓળખ આપી છે. આજની યુવા પ્રતિભાઓને તમે કેવી રીતે પ્રેરણારૂપ થવા માગો છો?

પ્રત્યેક જણને જીવનમાં પ્રેરણા અને એક ધ્યેય નક્કી હોય છે. જ્યારે જ્યારે તમે એક ધ્યેય પર પહોંચો ત્યારે ત્યારે તમને નવા નવા ધ્યેય અને દિશાઓ દેખાય છે જેના માટે તમે આગળ વધું ને વધું પ્રયત્ન કરો જ છો. તમારા ધ્યેય સુધી પહોંચવા માટે ભલેને તમને અનેક પરીક્ષાઓમાંથી પસાર કેમ ન થવું પડે પરંતુ તમે તેમાં એટલા જ વધુ મજબૂત રીતે આગળ વધવા માટે તૈયાર થતા જાઓ છો.

રાજકીય ક્ષેત્રે પદાર્પણ કરવા તમે શું વિચારો છો? શું અમેરિકાના રાજકારણમાં તમે સક્રિય થવા માગો છો?

હમણાં પૂરતું તો હું એટલું જ વિચારું છું કે એક વખત એક જ ધ્યેય રાખીને તેને પૂરતો સમય આપવો જોઈએ. કોને ખબર ભવિષ્યમાં શું લખાયેલું છે પણ જો તમારી સામે એક તક આવીને ઉભી રહે ત્યારે તમે તૈયાર રહો એટલું બસ.. બાકીનું કોને ખબર?

મિડલસેક્સ કાઉન્ટીમાં તમે હેલ્થકેર ક્ષેત્રે કોઈ ખાસ પડકાર જુઓ છો?

હેલ્થકેર ઈસ્યુઝ હંમેશને માટે પડકારરૂપ ચર્ચાનો વિષય રહ્યો છે. દર્દીઓ કે સેવા આપનાર બંનેમાં વધુ જાગૃતતા આવે તે જરૂરી છે. હું હેલ્થકેરના તમામ મુદ્દે તેમાં પૂરેપૂરી ઈન્વોલ્વ થવાનો પ્રયત્ન કરું છું. મને તેના બધા જ પાસાઓનો સારો અનુભવ છે.

તમારો આદર્શ કોણ છે?

મારા માટે કોઈ એવું વ્યક્તિગત કે કોઈ એક વ્યક્તિ  રોલ મોડલ જેવું છે નહીં કારણ કે, મેં ઘણાં બધા લોકો પાસેથી ઘણું બધું શીખ્યું છે. મારા માતા-પિતા, મારા પરિવારના સભ્યો, મારા શિક્ષકો, મારા સુપરવાઈઝર્સ, મિત્રો, અને એવા ઘણાં ખ્યાતનામ વ્યક્તિની સાથે સાથે નાના બાળકો પાસેથી પણ હું ઘણુંબધું શીખું છું. હું એવા પ્રત્યેક લોકોનું ઓબ્ઝર્વેશન કરું છું અને તેમાંથી શીખું છું જેમણે મારાં કરતાં ઘણું મેળવ્યું છે. આ રીતે મારી જાતને વધુ કેપેબલ બનાવવાનો પ્રયત્ન કરું છું.

Facebook Comments

You may also like

Feelings English Magazine April 2019