Feelings Foundation

‘ફીલિંગ્સ ફાઉન્ડેશન’
સામાજિક-આર્થિક અને માનસિક સમસ્યાઓથી ઘેરાયેલા વ્યક્તિઓને સધિયારો પૂરું પાડતું
‘ફીલિંગ્સ’ ફાઉન્ડેશન ચક્ષુદાન, અન્નદાન, ઓર્ગન ડોનેશન તેમજ શાકાહારી ભોજનના પ્રચાર-પ્રસાર માટે અવિરતપણે અનેક લોકોના જીવનમાં અજવાળું પાથરવાનું કાર્ય કરે છે.
તાજેતરમાં વિશ્ર્વના અનેક દેશો મોંઘવારીનો સામનો કરી રહ્યાં છે ત્યારે ભારતમાં પણ મોંઘવારી અને બેરોજગારીના કારણે અનેક પરિવારોની સ્થિતિ ખરાબ થઈ છે. ઘણા લોકો આર્થિક, સામાજિક, માનસિક સમસ્યાઓથી ઘેરાઈ ગયા છે. જ્યારે તેમની સમસ્યાનો કોઈ ઉકેલ નજરે ન પડતાં, હતાશા અસહ્ય બનતાં, જીવલેણ પગલાં ભરી દઈ પરિવારજનોને પણ મુશ્કેલીમાં મુકતા હોય છે.
આવી મૂંઝવણભરી સમસ્યાના ઉકેલ માટે તથા મદદ પૂરી પાડવાનું કામ ‘ફીલિંગ્સ’ પબ્લિકેશન દ્વારા પ્રેરિત ‘ફીલિંગ્સ ફાઉન્ડેશન’ના સ્થાપક પ્રમુખ શ્રી અતુલભાઈ શાહના નેતૃત્ત્વ અને માર્ગદર્શન હેઠળ તેમની ટીમ કરી રહી છે.
‘ફીલિંગ્સ’ મેગેઝિનનું વિશ્ર્વમાં 55થી વધુ દેશોમાં નેટવર્ક હોવાથી ‘ફીલિંગ્સ ફાઉન્ડેશન’ના બેનર હેઠળ નોકરીની જરૂરિયાત હોય તેવા લોકોને ફીલિંગ્સ તેના બિઝનેસ નેટવર્કની મદદથી કોઈપણ પ્રકારના ક્ષેત્રમાં નોકરી કરવા ઈચ્છતા યુવક-યુવતીઓને તેમના ક્વોલિફિકેશનને અનુરૂપ નોકરી શોધી આપવામાં સહાય કરે છે.
‘ફીલિંગ્સ ફાઉન્ડેશન’ ચક્ષુદાન તેમજ શાકાહારી ભોજનના પ્રચાર-પ્રસાર કરી પોતાનું સમાજિક ઉત્તરદાયીત્વ એક સેવાભાવી સંસ્થાને અનુરૂપ નિભાવવાનું ઉત્કૃષ્ટ કાર્ય કરે છે. એક અંદાજ પ્રમાણે દેશમાં 50 લાખથી વધારે અંધજનો તેમના જીવનમાં પ્રકાશ રેલાય તેની રાહ જોઈ રહ્યાં છે. આ ફાઉન્ડેશન વિવિધ માધ્યમોનો સહારો લઈને લોકોને એ હકીકતથી વાકેફ કરે છે કે કૃત્રિમ રીતે ન બનાવી શકાતી કે લાખો રૂપિયા આપવા છતાં ન મળતી આંખો, મૃત્યુબાદ શરીર સાથે બળી જાય છે કે દટાઈ જાય છે. તેના બદલે મૃત્યુ બાદ જો તે દાન કરવામાં આવે તો બીજી નેત્રહીન વ્યક્તિના અંધકારમય જીવનમાં પ્રકાશ પાથરી શકાય છે! નેત્રદાન માટેના આ પ્રયાસોને સદીના મહાન અભિનેતા અમિતાભ બચ્ચને પણ બિરદાવ્યા છે.
માર્કેટિંગ અને પ્રમોશનની આ દુનિયામાં માંસાહાર વધુ પોષણવાળો હોવાનો ભ્રામક પ્રચાર કરવામાં આવે છે જેના કારણે આજે જીવહત્યાનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે. ત્યારે લોકોને શાકાહાર અને પ્રકૃતિ તરફ વાળવા માટે ‘ફીલિંગ્સ ફાઉન્ડેશન’ શાકાહારની હિમાયત કરનારા, વિશ્ર્વના અગ્રણીઓના વિચારોને ‘રત્નકણિકા’ પુસ્તિકા દ્વારા લોકો સુધી પહોંચાડે છે.
વિશ્ર્વવ્યાપી નેટવર્ક હોવાથી દેશ-વિદેશમાં લગ્ન માટે યોગ્યપાત્રની પસંદગી કરવામાં પણ ફીલિંગ્સ મદદરૂપ થઈ શકે છે. આપનો બાયોડેટા ફીલિંગ્સ કાર્યાલય પર મોકલી શકો છો.
મિત્રો, શુભેચ્છકો અને સૌ માટે પરમાર્થે ઉપયોગી થવાની ભાવનાવાળા તેમજ સંબંધીઓનો પ્રોત્સાહક સહયોગ મેળવવામાં નસીબવંતા શ્રી અતુલભાઈ શાહ આ કાર્યને પ્રતિષ્ઠા હાંસલ કરવાના સાધનરૂપ માનવાના બદલે સેવાભાવે સહજ પરમાર્થરૂપે કરે છે. તેઓનો જીવનમંત્ર છે કે સમાજે આપણને ઘણું આપ્યું છે ત્યારે સમાજને ઉપયોગી બનવાની ભાવનાથી તેઓ ‘ફીલિંગ્સ ફાઉન્ડેશન’ના માધ્યમથી મદદરૂપ થઈ શકે છે. વધુ માહિતી માટે આપ ‘ફીલિંગ્સ ફાઉન્ડેશન’નો નીચેના નંબર પર સંપર્ક કરી શકો છો.
જે મનોદિવ્યાંગ બાળકો ઘરની બહાર ન નીકળી શકતા હોય તેવા અશક્ત કે અસમર્થ બાળકો માટે હવે ફીલિંગ્સ ફાઉન્ડેશન દ્વારા તાલીમી નિષ્ણાંતો તેઓના ઘરે પહોંચી જરૂરી તાલીમ પુરી પાડશે.
