કેન્દ્રશાસિત પ્રદેશોની કાયાપલટ કરતાં શ્રી પ્રફુલ કે. પટેલ

શ્રી પ્રફુલ કે. પટેલ એવા પ્રશાસક તરીકે ઓળખાય છે, જેમણે ભારતના કેન્દ્રશાસિત પ્રદેશોમાં સેવા આપતી વખતે વિકાસ, શિસ્ત અને સાંસ્કૃતિક સંવેદનશીલતાનું અનોખું સંકલન રજૂ કર્યું છે. દાદરા અને નગર હવેલી તેમજ દમણ અને દીવના પ્રશાસક તરીકે અને ત્યારબાદ લક્ષદ્વીપના પ્રશાસક તરીકે તેમની કાર્યશૈલીનો મુખ્ય ઉદ્દેશ એક જ રહ્યો હતો - આ વિસ્તારોને સંતુલિત અને આધુનિક …

શ્રી પ્રફુલ કે. પટેલ એવા પ્રશાસક તરીકે ઓળખાય છે, જેમણે ભારતના કેન્દ્રશાસિત પ્રદેશોમાં સેવા આપતી વખતે વિકાસ, શિસ્ત અને સાંસ્કૃતિક સંવેદનશીલતાનું અનોખું સંકલન રજૂ કર્યું છે. દાદરા અને નગર હવેલી તેમજ દમણ અને દીવના પ્રશાસક તરીકે અને ત્યારબાદ લક્ષદ્વીપના પ્રશાસક તરીકે તેમની કાર્યશૈલીનો મુખ્ય ઉદ્દેશ એક જ રહ્યો હતો – આ વિસ્તારોને સંતુલિત અને આધુનિક વિકાસના મોડેલ તરીકે ઉભા કરવા, જ્યાં પરંપરા અને પ્રગતિ બંને સાથે ચાલે.
 
પ્રફુલભાઈનો કાર્યકાળ કાર્યક્ષમતા, પારદર્શિતા અને જવાબદારી પર આધારિત રહ્યો છે. પરંપરાગત વહીવટી પદ્ધતિઓને આધુનિક બનાવતાં તેમણે ડિજિટલ પ્રણાલીઓ, ઈ-ગવર્નન્સ અને નાગરિક કેન્દ્રિત સેવાઓ પર ભાર મૂક્યો. જાહેર સેવાઓ સરળ બનાવવી, બ્યુરોક્રેટિક વિલંબ ઘટાડવો અને સામાન્ય નાગરિક સુધી ઝડપી સેવા પહોંચાડવી તેમના પ્રશાસનની વિશેષતા રહી છે. તેમની કાર્યશૈલીમાં હંમેશા આ વિચાર સ્પષ્ટ જોવા મળે છે કે પ્રશાસન માત્ર નિયંત્રણ માટે નહીં, પરંતુ વિકાસ અને તકો સર્જવા માટે પણ હોય છે.
 
દમણ અને દીવમાં તેમના સમયમાં માળખાકીય વિકાસને વિશેષ ગતિ મળી હતી. દરિયાકાંઠાના વિસ્તારોનું સૌંદર્યવર્ધન, આધુનિક રોડ નેટવર્ક, જાહેર સુવિધાઓમાં વધારો અને શહેરોના નવીનીકરણ જેવા અનેક કામો હાથ ધરાયા. પરિણામે આ વિસ્તારો વધુ આકર્ષક બન્યા. ખાસ કરીને પર્યટન ક્ષેત્રમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી. શહેરોમાં સ્વચ્છતા અભિયાન, ગાર્ડન વિકાસ, વોક-વે, દરિયાકાંઠાના પ્રોમેનાડ અને જાહેર સ્થળોના આધુનિકીકરણ જેવા પ્રયાસો સ્થાનિક જીવનશૈલીમાં સકારાત્મક પરિવર્તન લાવનારા બન્યા.
 
પર્યટન ક્ષેત્ર તેમના વિકાસ દ્રષ્ટિકોણનું કેન્દ્ર રહ્યું છે. ઈકો-ટુરિઝમ અને હેરિટેજ ટુરિઝમને પ્રોત્સાહન આપી તેમણે દરિયાકાંઠાના વિસ્તારોમાં હોટેલ, મનોરંજન કેન્દ્રો અને પ્રવાસીઓ માટેની સુવિધાઓ વિકસાવવાની. આ પહેલોના કારણે દમણ, દીવ અને અન્ય વિસ્તારો દેશ-વિદેશના પ્રવાસીઓ માટે હવે મહત્વપૂર્ણ આકર્ષણ કેન્દ્ર બની રહ્યા છે. તેમના પ્રયાસોથી પર્યટન માત્ર ઉદ્યોગ ન રહ્યું, પરંતુ સ્થાનિક સંસ્કૃતિ અને આર્થિક સશક્તિકરણનું મહત્વપૂર્ણ સાધન બન્યું છે. સ્થાનિક હસ્તકલા, ખાદ્ય સંસ્કૃતિ અને પરંપરાગત ઉત્સવોને પણ પ્રોત્સાહન મળતાં પર્યટન અને સ્થાનિક અર્થતંત્ર વચ્ચે સશક્ત જોડાણ ઉભું થયું છે.
 
તેમના સમયમાં દમણ, દીવ, ગોવા અને દાદરા-નગર હવેલીનો ઈતિહાસ, પોર્ટુગીઝ સ્થાપત્ય અને કુદરતી સૌંદર્ય પર આધારિત કોફી ટેબલ બુકનું પણ પ્રકાશન થયું હતું, જે ડૉ. કે.સી. સેઠી અને શ્રીમતી સુનિતા સેઠી દ્વારા લખાઈ હતી. આ પ્રોજેક્ટ વિકાસની સાથો-સાથ સંસ્કૃતિના સંરક્ષણ પ્રત્યેની તેમની દ્રષ્ટિ દર્શાવે છે. તેમની માન્યતા રહી છે કે વિકાસ માત્ર ઈમારતો અને રસ્તાઓથી નહીં, પરંતુ સંસ્કૃતિ અને વારસાને સંરક્ષિત કરવાથી આવે છે.
 
દાદરા અને નગર હવેલીમાં તેમનું ધ્યાન ઔદ્યોગિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ પર કેન્દ્રિત રહ્યું. રોકાણને પ્રોત્સાહન, વ્યવસાય માટે અનુકૂળ વાતાવરણ અને સરળ વહીવટી પ્રક્રિયાઓના કારણે અહીં ઉદ્યોગોને ગતિ મળી. રોજગારીની તકોમાં વધારો થતાં આ વિસ્તાર રાષ્ટ્રીય અર્થતંત્ર સાથે વધુ મજબૂતીથી જોડાયો. નાના અને મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના પ્રયત્નોથી સ્થાનિક યુવાનો માટે નવી રોજગારી અને સ્વરોજગારની તકો પણ ઊભી થઈ.
લક્ષદ્વીપમાં પ્રશાસન સંભાળ્યા બાદ તેમણે ટકાઉ વિકાસ અને આધુનિક સુવિધાઓ પર ભાર મૂક્યો. પર્યાવરણની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને વિકાસ અને સંરક્ષણ વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. બંદર આધારિત વિકાસ, નવી જેટી સુવિધાઓ, ટાપુઓ વચ્ચેની કનેક્ટિવિટી, નવા જહાજો અને બાર્જની વ્યવસ્થા જેવી યોજનાઓને વેગ આપવામાં આવ્યો. સાગરમાલા પ્રોજેક્ટ હેઠળ અનેક બંદર અને દરિયાઈ સુવિધાઓને વધુ સક્ષમ બનાવવાના પ્રયાસો થયા
 
અગાટી એરપોર્ટના વિસ્તરણ અને પ્રવાસન ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે જમીન સંપાદનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. કદમત અને સુહેલી ટાપુઓ પર વૈશ્ર્વિક સ્તરના ઈકો-ટુરિઝમ પ્રોજેક્ટ્સ માટે ખાનગી ક્ષેત્ર સાથે ભાગીદારીના પ્રયાસો પણ આગળ વધારાયા છે. સાથે જ કોચી-લક્ષદ્વીપ સબમરીન ઓપ્ટિકલ ફાઈબર કેબલ દ્વારા ટાપુઓને હાઈ-સ્પીડ ઈન્ટરનેટ સાથે જોડવામાં આવ્યા, જેના કારણે ઈ-ગવર્નન્સ અને ઓનલાઈન સેવાઓ હવે વધુ સશક્ત બની છે. ડિજિટલ કનેક્ટિવિટી વધતાં શિક્ષણ, આરોગ્ય અને સરકારી સેવાઓમાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે.

શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે પણ અનેક પહેલો હાથ ધરાઈ. સરકારી શાળાઓને સ્માર્ટ ક્લાસરૂમમાં પરિવર્તિત કરવાની કામગીરી, નવી હોસ્પિટલો અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટેની યોજનાઓ તથા શુદ્ધ પીવાના પાણી માટે ડિસેલિનેશન પ્લાન્ટ્સ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. માછીમારો માટે આઈસ પ્લાન્ટ જેવી સુવિધાઓ ઉભી કરી સ્થાનિક અર્થતંત્રને મજબૂતી આપવાનો પ્રયત્ન થયો છે. આરોગ્ય સેવાઓને વધુ સુલભ અને આધુનિક બનાવવા માટે ટેલીમેડિસિન અને વિશેષ તબીબી કેમ્પ જેવા પ્રયાસોની પણ અત્રે નોંધ લેવી પડે તેમ છે.
 
અલબત્ત, લક્ષદ્વીપમાં તેમના કેટલાક નિર્ણયો વિવાદાસ્પદ પણ રહ્યા હતા. ડિસેમ્બર 2020માં પ્રશાસક તરીકેની નિમણૂક બાદ ક્વોરેન્ટાઈન નિયમોમાં છૂટછાટ આપવામાં આવી, જેના પછી ઈઘટઈંઉ-19 કેસોમાં વધારો નોંધાયો હતો. વિરોધ પક્ષો અને સ્થાનિક નેતાઓએ આ માટે વહીવટીતંત્રની નીતિઓને જવાબદાર ગણાવી હતી, જ્યારે પ્રશાસને વધતા કેસો માટે નવા વાયરસ સ્ટ્રેન, આર્થિક પ્રવૃત્તિઓના પુન:પ્રારંભ અને પડોશી રાજ્યોની પરિસ્થિતિને જવાબદાર ગણાવી હતી.
 
એ પણ સાચું છે કે પરિવર્તન લાવવાના દરેક પ્રયાસ સાથે પડકારો જોડાયેલા હોય છે. તેમ છતાં, પ્રફુલ પટેલનું પ્રશાસન એ વાતનું ઉદાહરણ છે કે મજબૂત દ્રષ્ટિકોણ અને સતત અમલ દ્વારા નાના વિસ્તારોને પણ વૈશ્ર્વિક સ્તરે ઓળખ અપાવી શકાય છે. તેમના પ્રયાસોએ કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિકાસની નવી સંભાવનાઓ ઉભી કરી છે અને ભવિષ્ય માટે એક નવી દિશા પણ દર્શાવી છે.
 
પ્રફુલ પટેલનું નેતૃત્વ કડક, નિર્ણાયક અને સુધારાવાદી તરીકે ઓળખાય છે. તેમની નીતિઓ અંગે મતભેદો હોવા છતાં, એ સ્પષ્ટ છે કે તેઓ કેન્દ્રશાસિત પ્રદેશોને વિકાસ, આધુનિકતા અને આત્મનિર્ભરતાની દિશામાં આગળ ધપાવવાનો પ્રયત્ન કરતા રહ્યા છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, પર્યટન, ડિજિટલ સેવાઓ અને પ્રશાસનિક સુધારાઓ દ્વારા તેમણે આ વિસ્તારોને રાષ્ટ્રીય વિકાસમાં મહત્વપૂર્ણ સ્થાન અપાવવાનો પ્રયાસ કર્યો છે.
આ ઉપરાંત, તેમની વહીવટી દ્રષ્ટિમાં સમાન વિકાસનો વિચાર સ્પષ્ટ રીતે જોવા મળે છે – એટલે કે વિકાસનો લાભ માત્ર શહેરો સુધી મર્યાદિત ન રહે, પરંતુ દૂરના અને નાના વિસ્તારો સુધી પણ પહોંચે. કેન્દ્રશાસિત પ્રદેશોને માત્ર વહીવટી એકમ તરીકે નહીં, પરંતુ દેશના વિકાસના સક્રિય ભાગીદાર તરીકે ઉભા કરવાની તેમની વિચારસરણી નોંધપાત્ર રહી છે.
 
આજના સમયમાં જ્યારે વિકાસ અને સંસ્કૃતિ વચ્ચે સંતુલન જાળવવાનો પ્રશ્ર્ન દરેક રાજ્ય અને પ્રદેશ સામે ઉભો છે, ત્યારે પ્રફુલ પટેલની કાર્યપદ્ધતિ એક અલગ દિશા દર્શાવતી દેખાય છે. તેમણે કેન્દ્રશાસિત પ્રદેશોને માત્ર પ્રશાસનિક એકમ તરીકે નહીં, પરંતુ રાષ્ટ્રીય વિકાસના સશક્ત કેન્દ્ર તરીકે વિકસાવવાનો પ્રયાસ કર્યો છે. આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ડિજિટલ ગવર્નન્સ, પર્યટન વિકાસ અને જનસુવિધાઓમાં સુધારાઓ દ્વારા તેમણે લાંબા ગાળાની દ્રષ્ટિએ અનેક પહેલોને આગળ ધપાવી છે.
 
તેમની કાર્યશૈલીમાં ઝડપ, નિર્ણયક્ષમતા અને પરિણામલક્ષી અભિગમ સ્પષ્ટ રીતે જોવા મળે છે. વિકાસ સાથે સ્થાનિક સંસ્કૃતિ, કુદરતી સંસાધનો અને લોકોની જરૂરિયાતોને પણ મહત્વ આપવાનો પ્રયત્ન થયો છે. ખાસ કરીને ટાપુ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં તેમણે કનેક્ટિવિટી, રોજગારી અને પ્રવાસન દ્વારા નવા આર્થિક અવસર ઊભા કરવાનો પ્રયાસ કર્યો છે.
 
એટલે ચોક્કસ કહી શકાય કે, પ્રફુલ પટેલનું પ્રશાસન એક એવી કાર્યશૈલીનું પ્રતિનિધિત્વ કરે છે, જેમાં દ્રષ્ટિ, કડક અમલ અને વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતા સાથે પરિવર્તન લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. તેમજ મજબૂત ઈચ્છાશક્તિ, આયોજન અને સતત અમલ દ્વારા કોઈપણ વિસ્તારને આધુનિક, આત્મનિર્ભર અને વૈશ્ર્વિક ઓળખ ધરાવતા પ્રદેશ તરીકે વિકસાવી શકાય છે.
 
Feelings Multimedia

Feelings Multimedia

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *