વૈશ્વિક બજારો વચ્ચે ભારતીય અર્થતંત્ર સીમાચિહ્ન રૂપે પ્રસ્થાપિત થશે…!!!

વૈશ્વિક બજારો વચ્ચે ભારતીય અર્થતંત્ર સીમાચિહ્ન રૂપે પ્રસ્થાપિત થશે…!!!

- in Cover Story
142
Comments Off on વૈશ્વિક બજારો વચ્ચે ભારતીય અર્થતંત્ર સીમાચિહ્ન રૂપે પ્રસ્થાપિત થશે…!!!


મિત્રો, આજે વાત કરીએ
અપેક્ષિત ચૂંટણી પરિણામોની આશંકા વચ્ચે ભારતીય શેરબજાર અનિર્ણાયક સ્થિતિમાં ટ્રેડ કરી રહ્યું છે ત્યારે લોકસભા ચૂંટણી ૨૦૨૪ ની શેરબજાર પર કેવી અસર થશે…? આમ સામાન્ય રીતે જોઈએ તો ૪ જૂને ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ આ પ્રશ્ર્નનું ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે. પરંતુ, ઈતિહાસ દર્શાવે છે કે ભારતીય શેરબજાર સામાન્ય રીતે લોકસભાની ચૂંટણી પછી તેજી તરફી ઉછાળા નોંધાવે છે.
મિત્રો, છેલ્લા દસ વર્ષમાં ભારતીય શેરબજારની સ્થિતિને ધ્યાનમાં લઇએ તો કોરોનાના શરૂઆતી સમયને બાદ કરતાં રોકાણકારોને મહદઅંશે વળતર આપનારા અને સ્ટોક સ્પેસિફિક એકતરફી તેજી તરફી રહ્યાં છે. આવું જ કંઇક ચિત્ર ચીનને બાદ કરતાં અન્ય ટોચના શેરબજારમાં પણ નોંધાયું છે. વૈશ્ર્વિક બજારોમાં અમેરિકામાં ચૂંટણી પછી શેરબજાર ઘટાડા બાદ આર્થિક મંદીમાંથી બહાર આવતા ઊંચી સપાટીએ ટ્રેડ થઈ રહ્યા છે ઉદાહરણ તરીકે એસએન્ડપી-૫૦૦ પ્રથમવાર ૫૦૦૦ પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઇ રહ્યો છે.
આ વર્ષે ભારત સહિત ઇન્ડોનેશિયા, રશિયા, યુકે અને યુનાઇટેડ સ્ટેટ્સ સહિત વિશ્ર્વભરમાં અંદાજીત ૬૦ દેશોમાં રાષ્ટ્રીય ચૂંટણીઓ યોજાઈ રહી છે એટલે આ તમામ દેશોના શેરબજાર પર પણ તેની અસરનાં ભાગરૂપે ધબકારા સંભળાવાના જો અપેક્ષિતથી વિપરીત પરિણામ આવશે તો નકારાત્મક પરિણામોની વૈશ્ર્વિક રોકાણકારોએ તૈયારી રાખવી જોઈએ.
વર્ષ ૨૦૨૪ને વૈશ્વિક બજારોમાં ચૂંટણી વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. અત્યાર સુધી બજારોએ તમામ સકારાત્મક ભાવ રાખ્યા છે પરંતુ શું તેઓએ નકારાત્મક પરિસ્ઙ્ખિતિને ધ્યાનમાં લીધી છે…? એક અનુમાન પ્રમાણે ચૂંટણીના વર્ષો ઐતિહાસિક રીતે બજારો માટે અસ્થિર વર્ષો રહ્યાં છે. ભારત વિશ્ર્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે અને તાજેતરની વિધાનસભાની ચૂંટણીમાં રાષ્ટ્રીય પક્ષ – ભાજપની જીતથી રોકાણકારોના સેન્ટિમેન્ટમાં વધુ વધારો થયો છે.
મિત્રો, શેરબજાર અને રોકાણકારો માટે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪નું વર્ષ યાદગાર અને ફાયદાકારક રહ્યાં બાદ હવે ૨૦૨૪-૨૫માં સ્ટોક માર્કેટ કઇ દિશામાં જશે તે અંગે પણ જો અપેક્ષાથી વિપરીત ચૂંટણી પરિણામો આવશે તો નકારાત્મક પરિણામોની વૈશ્ર્વિક રોકાણકારોએ તૈયારી રાખવી જોઈએ.
મિત્રો, શેરબજાર અને રોકાણકારો માટે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪નું વર્ષ યાદગાર અને ફાયદાકારક રહ્યા બાદ હવે ૨૦૨૪-૨૫માં સ્ટોક માર્કેટ કઇ દિશામાં જશે તે અંગે પણ અનુમાનિત ભવિષ્યવષ્યવાણીઓ શરૂ ગઇ છે એક વ્યાપક ધારણા મુજબ વર્ષ ૨૦૨૪માં પણ તેજીનો ટ્રેન્ડ ચાલુ રહેશે અને સેન્સેક્સ – નિફ્ટી નવી ઉંચાઇએ પહોંચશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે જો કે આ બધું જ સ્થાનિક તેમજ વૈશ્ર્વિક પરિબળો પર નિર્ભર કરે છે.
વર્ષ ૨૦૦૪ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ તો પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નેતૃત્વ વાળી ગઉઅ સરકારને કોંગ્રેસની આગેવાની વાળી ઞઙઅ સરકારે વર્ષ ૨૦૦૪ની લોકસભામાં ચૂંટણીમાં હરાવી હતી. જેની કોઈને પણ આશા નહોતી. ચૂંટણીના પરિણામો સામે આવ્યા બાદ તે સમયે શેરબજારમાં સતત બે દિવસ સુધી લોઅર સર્કિટ લાગી હતી કારણ કે, ઞઙઅ સરકાર વામપંથી દળ સીપીએમના સમર્થનથી બની રહી હતી જે આર્થિક સુધારાની કટ્ટર વિરોધી હતી. વર્ષ ૨૦૦૪માં જે થયુ એવું જ જો ૨૦૨૪માં થશે તો શેરબજારમાં અંદાજીત ૧૫ થી ૨૦%નો ઘટાડો આવી શકે છે. જોકે લોકલ ફંડોની લેવાલી થકી એટલી જ તેજીથી બજાર ફરીથી તેજી તરફી પણ આવી જશે.
વર્ષ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીના પરિણામોની વાત કરીએ તો ૧૬ મે ૨૦૧૪ના રોજ જે દિવસે મતોની ગણતરી થઈ રહી હતી અને જ્યારે સ્પષ્ટ થઈ ગયું કે કેન્દ્રમાં વર્તમાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં બહુમતી સાથે એનડીએ સરકાર બનવા જઈ રહી છે ત્યારે તે દિવસે પહેલી વાર બીએસઈ સેન્સેક્સ ૨૫૦૦૦ પોઈન્ટના લેવલને પાર કરવામાં સફળ રહ્યો હતો. સેન્સેક્સમાં અંદાજીત ૧૪૫૦ પોઈન્ટથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. એનએસઈ નિફ્ટી પણ પહેલી વાર દિવસના ટ્રેડમાં ૭૫૦૦ પોઈન્ટના આંકડાને પાર કરવામાં સફળ રહ્યો હતો. જોકે, બજાર બંધ થાય તે પહેલાં પ્રોફિટ બુકિંગ આવતા સેન્સેક્સ માત્ર ૨૧૬ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૧૨૧ પર અને નિફ્ટી ૭૫ પોઈન્ટના ઉછાળા સાથે ૭૨૦૦ પર બંધ થયો હતો એ પણ એક આશ્ર્ચર્યજનક ઘટના હતી.
બીજી ઐતિહાસિક ઘટના વર્ષ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીના મત ગણતરીના દિવસે જોવા મળી, માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળની ગઉઅ સરકાર બનવા જઈ રહી છે એ સ્પષ્ટ થતાં જ પહેલી વખત દિવસના ટ્રેડમાં બીએસઈ સેન્સેક્સ અંદાજીત ૪૦૦૦૦ પોઈન્ટ અને નિફ્ટી ૧૨૦૦૦નો પોઈન્ટ પાર કરવામાં સફળ રહ્યો હતો જે એક ઐતિહાસિક રેકોર્ડ સાબિત થયા પરંતુ બજાર બંધ સેન્સેક્સ ૨૯૮ પોઈન્ટના ઘટાડા સાથે ૩૮૮૧૧ પોઈન્ટ અને નિફ્ટી ૮૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૧૬૫૭ પોઈન્ટ પર બંધ થઇ પ્રોફિટ બુકિંગ જોવાયું હતું, આમ ચુંટણીના વર્ષોમાં સામાન્ય રીતે તેજી મંદી તોફાની સ્વરૂપે જોવા મળતી હોય છે.
માર્કેટ આઉટલૂક – ૨૦૨૪
ઇલેક્શન વર્ષ ૨૦૨૪ પહેલા ભારતીય અર્થતંત્રમાં સેન્સેક્સ ઓલ ટાઈમ હાઈ, કોર ફુગાવો ૧૨ વર્ષમાં સૌથી નીચા સ્તરે, એપ્રિલ ૨૦૨૪માં રૂ.૨.૧૦ લાખ કરોડનું રેકોર્ડબ્રેક જીએસટી કલેક્શન સાથે ઇવે બિલમાં વધારો, ઓટો સેલ્સમાં થઈ રહેલી સતત વૃદ્ધિ, સેવા ક્ષેત્રનો ઙખઈં વધીને ૧૩ વર્ષની ઊંચી સપાટીએ તેમજ ઉત્પાદન ક્ષેત્રનો ઙખઈં વધીને ૧૬ વર્ષની ઊંચી સપાટીએ, વીજ વપરાશમાં સતત વધારો, ૧૮.૪ બિલિયનના ઞઙઈં ટ્રાન્ઝેક્શન સાથે એક દાયકામાં સૌથી ઓછી બેન્ક એનપીએ જેવા પોઝીટીવ પરિબળો સાથે ભારત ૮.૪%ના દર સાથે વૃદ્ધિ પામતું વિકસિત અર્થતંત્ર બન્યું છે અને કોઈપણ દેશના શેરબજારની તેજી મંદી માટે સ્થાનિક અર્થતંત્રનો મહત્વનો ફાળો હોય છે ત્યારે મારાં મતે ઇલેક્શન ફીવર અને સરકાર બહુમતી સીટ હાંસલ કરશે અથવા અટકી જશે જેવાં સ્થાનિક પરિબળોને શેરબજારે ડિસ્કાઉન્ટ કર્યા છે.
ઇલેક્શનનાં પ્રથમ તબક્કા બાદ બજારમાં શરૂ થયેલી વિદેશી સંસ્થાકીય એકતરફી વેચવાલી અને સ્થાનિક ફંડોની નહિવત્ લેવાલી સમયે માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા બજારનાં ફન્ડામેન્ટલ તેજી તરફી સ્ટ્રોંગ વલણ અને અર્થતંત્ર માટે મજબૂતાઈ ચાલુ રહી શકે છે જેવાં નિવેદનથી ખરીદીનું આકર્ષણ વધતું જોવા મળેલ.
વર્ષ ૨૦૨૪ઙ્ગી ચૂંટણી પહેલાં શેરબજારના સૂચકાંકોમાં તેજીનું વલણ સતત રેકોર્ડબ્રેક ઊંચાઈ હાંસલ કરી રહ્યા હતાં. ચાલુ કેલેન્ડર વર્ષમાં નિફ્ટીમાં અંદાજીત ૪%નો ઉછાળા સાથે રેકોર્ડ બ્રેક ઊંચાઈને સ્પર્શ્યો છે. સેન્સેક્સે પણ પ્રથમ વખત ૭૫,૦૦૦ પોઈન્ટની સપાટી વટાવી હતી. બજારના તમામ સૂચકાંકો પોઝિટિવ છે અને આ સમયે ઘટાડાના કોઈ ખાસ સંકેત નથી એવાં ઓવર કોન્ફીડન્સમાં રોકાણકાર તેમજ ટ્રેડર્સ નફો બુક ના કરી શક્યા અને સંસ્થાકીય રોકાણકારોએ હળવેકથી નફો બુક કરી થોભો અને રાહ જુઓ ની નીતિ અપનાવી. દૈનિક ટર્નઓવરનું કદ વધી રહ્યું છે જે દર્શાવે છે કે બજારનો ટ્રેન્ડ મજબૂત છે અને વિવિધ સેક્ટર તેમજ ઇન્ડસ્ટ્રીઝના શેરો ઊંચા ભાવે ટ્રેડ કરી રહ્યા છે. ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રિટેલ પ્રવાહ આકર્ષિત થઈને સુધર્યો છે. જો કે માર્ચમાં મહદઅંશે તે ધીમો થયો હતો. સૌથી વધુ આશ્ચર્યની વાત એ છે કે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો ઈક્વિટીમાં ચોખ્ખા ખરીદદારો નથી રહ્યા તેઓએ વર્ષ ૨૦૨૪માં મોટા પ્રમાણમાં ડેટ માર્કેટમાં પણ ખરીદી કરી છે જ્યારે સ્થાનિક સંસ્થાઓ (મ્યુચ્યુઅલ ફંડ સિવાય) પણ ઇક્વિટી પર ચોખ્ખી હકારાત્મક ખરીદીનું વલણ અપનાવ્યું છે.
વર્ષ ૨૦૨૪માં શેરબજારની આગામી ટ્રેન્ડ માટે યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના વ્યાજ દરના નિર્ણયો, ભારતમાં લોકસભાની ચૂંટણી પરિણામો અને ભૌગોલિક રાજકીય ઘટનાક્રમ અને આવનારાં પૂર્ણ કક્ષાનાં પ્રથમ સામાન્ય બજેટ પર રહેશે. પરંતુ સાથે સાથે અતિ મહત્વનું પરિબળ ચોમાસું સામાન્યથી વધારે સારું થવાનાં અણસાર છે જે આવનારી માંગવૃદ્ધિને ઉત્તેજન આપશે અને ફુગાવા અંકુશમાં રાખવાનું કામ કરશે જે નવા વર્ષમાં શેરબજારની દિશા નક્કી કરવા માટે મહત્વપૂર્ણ પરિબળો હશે.
માર્કેટ્ ઇચ્છે છે કે શાસક પક્ષ વર્ષ ૨૦૨૪ની સામાન્ય ચૂંટણીમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં બહુમતી સાથે કેન્દ્રમાં પરત ફરે અને વિકાસલક્ષી યોજનાઓમાં કશુંક નક્કર પરિણામ દ્વારા ભારતીય અર્થતંત્રને ૫ થી ૭ ટ્રિલિયન ડોલરના સુધી સીમાચિહ્નરૂપે સ્પર્શે અને દરરોજ નવી ઊંચાઇને સ્પર્શે, જો કે ચૂંટણીના પરિણામો વિશે કશું જ નિશ્ર્ચિત નથી એ સમજદારી હંમેશા સારી હોય છે.
આમ, સાનુકૂળ / પ્રતિકૂળ પરિબળો વચ્ચે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં દરેક પ્રત્યાઘાતી ઘટાડે નવી ખરીદી રોકાણકારોને આકર્ષિત કરી શકે છે. નવી ખરીદી માટે રોકાણકારોએ ફન્ડામેન્ટલ તેમજ ડિવિડન્ડપેઈડ અને બોનસ આપનારી કંપનીઓમાં સાવચેતીપૂર્વક તબક્કાવાર રોકાણ કરવું હિતાવહ છે અને ડેરિવેટિવ્ઝ ટ્રેડરોએ ખાસ સ્ટોપલોસના ચુસ્ત પાલન સાથે ટ્રેડ કરવાં, બાકી મારાં અંગત અનુભવે – તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર…!! બરાબર ને…!!!

Facebook Comments

You may also like

‘ફીલિંગ્સ’ની 27 વર્ષની શબ્દ યાત્રા પ્રસરાવે છે…સફળતા અને માનવતાની સોડમ…

જ્યાં લાગણી અને શબ્દનો સમન્વય સચવાયો હોય જયાં