સવિતા, મારા જીવનની સાવિત્રી

પ્રદીપ ત્રિવેદી [divider][/divider] મારી પત્ની સવિતા. હા, પત્ની સવિતા એ મારા જીવનમાં ‘સાવિત્રી’ બનીને આવી છે. આજે હું જે કાંઇ જીવન જીવી રહ્યો છું તે સાવિત્રીએ આપેલી જિંદગી છે. સાવિત્રીની પ્રેમરસ ભરી સેવાથી જ જિંદગીનું ફિક્કું પડી ગયેલું પર્ણ નવપલ્લવિત થઇ ઊઠ્યું છે.   કાર્ટૂન, મેકઅપની દુનિયામાં આગવી ઓળખ ઊભી કરનાર તુષાર તપોધને કાર્ટૂન વિષયક …

પ્રદીપ ત્રિવેદી

[divider][/divider]

મારી પત્ની સવિતા. હા, પત્ની સવિતા એ મારા જીવનમાં ‘સાવિત્રી’ બનીને આવી છે. આજે હું જે કાંઇ જીવન જીવી રહ્યો છું તે સાવિત્રીએ આપેલી જિંદગી છે. સાવિત્રીની પ્રેમરસ ભરી સેવાથી જ જિંદગીનું ફિક્કું પડી ગયેલું પર્ણ નવપલ્લવિત થઇ ઊઠ્યું છે.

 

કાર્ટૂન, મેકઅપની દુનિયામાં આગવી ઓળખ ઊભી કરનાર તુષાર તપોધને કાર્ટૂન વિષયક ચાર પુસ્તકો લખ્યાં છે. તેમણે મેકઅપ અને બ્યૂટીકેર વિશે અસંખ્ય લેખો લખ્યા છે. કાર્ટૂન માટે હિન્દુસ્તાન ટાઇમ્સ, શંકર્સ વીકલી, ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના એવોર્ડ તેમણે મેળવ્યા છે. કાર્ટૂનિસ્ટ, મેકઅપ મેન સાથે તેઓ સારા કોલમિસ્ટ પણ છે.

 

હું બેઝિકલી આર્ટિસ્ટ, કાર્ટૂનિસ્ટ, મેકઅપ આર્ટિસ્ટ, જર્નાલિસ્ટ. મારો જીવવાનો મિજાજ સાવ અલગ અને આગવો. થોડો રમૂજી અને કટાક્ષ ભર્યો. સવિતા કાર્ટૂનિસ્ટ તુષારની પત્ની તરીકે જબરી સેન્સ ઓફ હ્યુમર ધરાવે છે. પોતે તો ખડખડાટ હસે પણ ઘરના બીજા અન્ય સભ્યોને પણ હસાવે અને વાતાવરણ હાસ્યમય રાખે!

ગૃહિણી તો ઘરને સુવ્યવસ્થિત ચલાવવા એક ઊંચી આંખ તો બીજી વ્હાલની આંખ પણ રાખે ને! ઘર-સંસારમાં મારા જેવા તોફાની માણસ માટે સ્નેહના સાટકા પણ જરૂરી છે. બધી જગ્યાએ કાર્ટૂન શોધનારનું પણ કાર્ટૂન બની શકે છે. આ સવિતાના સાટકામાં! ઘણીવાર ઘરના પીક અવર્સમાં સવિતા ડ્રાઇવર બનીને કામની સ્પીડ પકડતી હોય ત્યારે જો અમે તેના કામની ફૂલસ્પીડમાં જતી ગાડી વચ્ચે આડા ઉતર્યા કે કોઇ ભૂલ કરી તો સવિતાના સાટકા અવશ્ય અચુક લાગે જ! ઘણીવાર અમે સાટકા સાંભળવા માટે હાથે કરીને કોઇ ભૂલ કરીએ કે સળી કરીએ! નાની દીકરી ધારા અને હું તો રોજના સાટકા પ્રેમી. અમે તો ઠીક પણ અમારા ઘરે કામ કરતા કામવાળા બહેન, ધોબી, ટપાલી, શાકવાળા, રસોઇવાળા બહેન, છાપાવાળા, કરિયાણાવાળા કે ક્યારેક રિક્ષાવાળા પણ… સવિતાના સાટકાના ભોગ બની જતા. અમારે તો પ્રિય પત્ની સવિતાના સાટકા જાણે મધના મીઠા વાટકા. જે જીવનની ચેનલને ચેતનવંતી રાખે છે.

એક દિવસ એવો હતો કે, મારી અત્યંત કપરી માંદગી અને સાથોસાથ પેરાલિસિસ. કશું જ કામ હું જાતે કરી શકું નહીં. ભયંકર માંદગીએ એવો ભરડો લીધો કે ભલભલાના છક્કા છૂટી જાય. ભવિષ્ય ધૂંધળું દેખાતું હતું. બાળકો હજુ અભ્યાસ કરી રહ્યા હતા. ઘરની આર્થિક અને પરવરીશની જવાબદારી એકલી સવિતા પર આવી ગઇ હતી. જીવન-મરણ વચ્ચે કાટર્ર્ૂનિસ્ટ તરીકેની જિંદગી પાંચ-પાંચ વર્ષ સુધી ઝોલાં ખાતી રહી. જીવન અંધકારમય ભાસતું હતું. જિંદગીની પીંછીનો રંગ ઊડી ગયો હતો. એક સમયે કાટર્ર્ૂન અને મેકઅપની દુનિયામાં ઝળહળતો સૂર્ય માંદગીના કાળાં ડિબાંગ વાદળો વચ્ચે ડૂબતો જણાતો હતો.

આવા કપરા સંજોગોમાં પત્ની સવિતાએ સુશ્રુષા સાથે વહાલના વાદળો વરસાવ્યે રાખ્યા હતા. દવાની સાથે પત્ની અને ઘરના લોકોની દુઆ કામ કરી ગઇ. પત્ની સવિતાનો સકારાત્મક અભિગમ અને અગાધ આત્મવિશ્ર્વાસથી જ એક ફિનિક્સ પંખીની જેમ હું માંદગીમાંથી ઊઠ્યો! અને ધીરે ધીરે પૂર્વવત્ જિંદગી જીવવા સશક્ત બન્યો. સતત પોઝિટિવ થિન્કિંગ, પ્રેમ, પ્યાર અને પ્રોત્સાહને મને એક નવી જિંદગી  બક્ષી!

આ સૂર્યરૂપી સવિતાએ ઝાકળરૂપી તુષારને સ્નેહના સપ્તરંગી મેઘધનુષ્યથી સજાવી હતી. તેથી તો આજે પણ અમારા દામ્પત્ય જીવનમાં સુરમ્ય સવિતા છવાયેલી છે.

 

admin

admin

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *