- પ્રદીપ ત્રિવેદી એશિયન ગેઈમ્સ-26 ક્વોલિફિકેશન પ્રાઈઝ ગોઝ ટુ દેવયાનીબા ઝાલા. આ ઘોષણા ઓડિશા રાજ્યના વિખ્યાત શહેર ભુવનેશ્ર્વરના કલિંગા સ્ટેડિયમમાં થતાં જ રંગીલું રાજકોટ ઝૂમી ઊઠ્યું! રાજકોટના રમતગમતના ઈતિહાસમાં એક નવું પ્રકરણ આલેખાઈ ગયું! એશિયન ગેઈમ્સમાં ભાગ લેવા માટે ભારતીય એથલેટિક્સ ટીમમાં પસંદગી થયાની ઘોષણા થતાં જ, વર્ષોથી સેવેલું સ્વપ્ન પૂર્ણતા તરફ આગળ વધી રહ્યું …

