ન્યૂઝીલેન્ડ કીવી લેન્ડ

ચૈતી સાળુંકે [divider][/divider] ન્યૂઝીલેન્ડ એની નૈસર્ગિક સુંદરતા,લીલીછમ વનરાજી અને ભૌગોલિક વિવિધતાઓને કારણે હોલિવુડના સ્ટાર દિગ્દશકોને આકર્ષવામાં સફળ રહ્યું છે. ઘણી બ્લોકબસ્ટર અંગ્રેજી ફિલ્મોમાં ન્યૂઝીલેન્ડની સુંદરતા વખણાઈ છે જેમકે, અદફફિિં, ઝવય કજ્ઞમિ જ્ઞર વિંય શિક્ષલત, ઝવય હફતિં તફળીફિશ !! મિત્રો, પરીક્ષાઓ પૂરી થઇ છે. ગરમી બરાબર દઝાડી રહી છે અને ઘરમાં બેસવાનો પણ કંટાળો આવતો હોય …

ન્યૂઝીલેન્ડ કીવી લેન્ડ

ચૈતી સાળુંકે

[divider][/divider]

ન્યૂઝીલેન્ડ એની નૈસર્ગિક સુંદરતા,લીલીછમ વનરાજી અને ભૌગોલિક વિવિધતાઓને કારણે હોલિવુડના સ્ટાર દિગ્દશકોને આકર્ષવામાં સફળ રહ્યું છે. ઘણી બ્લોકબસ્ટર અંગ્રેજી ફિલ્મોમાં ન્યૂઝીલેન્ડની સુંદરતા વખણાઈ છે જેમકે, અદફફિિં, ઝવય કજ્ઞમિ જ્ઞર વિંય શિક્ષલત, ઝવય હફતિં તફળીફિશ !!

મિત્રો, પરીક્ષાઓ પૂરી થઇ છે. ગરમી બરાબર દઝાડી રહી છે અને ઘરમાં બેસવાનો પણ કંટાળો આવતો હોય તો ચાલો વિદેશની સફરે… દૂરસુદૂર કીવી લેન્ડમાં… ન્યૂઝીલેન્ડની સફરે… ત્યાંની શાંતિ, કુદરતી સૌંદર્ય અને પ્રવૃત્તિઓથી તમે ચોક્કસ ફ્રેશ થઇ જશો. 2016માં થયેલા ગ્લોબલ  પીસ ઇન્ડેક્સ પ્રમાણે ન્યૂઝીલેન્ડની ગણના સૌથી શાંત-સુરમ્ય દેશ તરીકે વિશ્ર્વમાં ચોથા ક્રમે થઇ છે. ત્યાંનો નજારો ચોક્કસપણે તન,મનને શાંતિ આપશે. આવો જાણીએ વિગતે…

ન્યૂઝીલેન્ડ વાયવ્ય પ્રશાંત મહાસાગરમાં બે મોટા ટાપુઓ અને અન્ય ઘણાં નાના ટાપુઓથી બનેલો દેશ છે. તેની ગણના વિશ્ર્વના સૌથી મોટા દ્વીપ તરીકે થાય છે. અન્ય છૂટક દ્વીપો  પણ છે  અને તેમાં ઘણા ઓછા લોકો રહે છે તથા વિસ્તારની દૃષ્ટિથી પણ એ દ્વીપો ઘણા નાના છે. ન્યૂઝીલેન્ડના ર9 જેટલા પ્રાદેશિક વિસ્તારો કુલ મળીને 1600 કિ.મી. જેટલું ક્ષેત્રફળ ધરાવે છે, જે તેના મુખ્ય બંને દ્વીપોને આવરે છે. ભૌગોલિક રીતે વસતીનો ત્રીજો ભાગ ઉત્તરમાં એટલે કે ઑકલેન્ડ તરફ અને બાકીનો ભાગ દક્ષિણ તરફ આવેલા વેલિંગ્ટન, ક્રાઇસ્ટ ચર્ચ અને હોમલ્ટન જેવા શહેરોમાં વસે છે

ન્યૂઝીલેન્ડમાં ભૌગોલિક વિવિધતાઓ ભરપૂર જોવા મળે છે. અહીં જોવા મળતી કેટલીક વિશિષ્ટતાઓ વિશ્ર્વમાં ઘણી ઓછી જગ્યાએ જોવા મળે છે. અહીંનું પ્રત્યેક સ્થળ પોતાનું આગવું મહત્ત્વ ધરાવે છે. એક રીતે જોઇએ તો આટલા મર્યાદીત ક્ષેત્રફળને કારણે એકાદી ટૂરમાં પણ ઘણું બધું કવર કરી શકાય છે. એકાદ-બે દિવસની સફર દરમિયાન તમે દર્શનીય હિમનદીઓ,પહાડીઓની હાર તોડીને અંદર ઘૂસી ગયેલા દરિયાની ખાડીઓની રમણીયતા જોવા મળે છે. તો બીજી બાજુ ખરબચડા પહાડો, વિશાળ મેદાનો, ઢોળાવવાળી ટેકરીઓ, વરસાદી જંગલો, જ્વાળામુખીથી બનેલા ખડકો અને માઇલો સુધી લંબાયેલા રેતાળ દરિયા કિનારા પરના રમણીય બિચ જોઇ શકો છો. આમાંના મોટાભાગના વિસ્તારોને હજારો કિલોમીટર સુધી નેશનલ પાર્ક તરીકે સુરક્ષિત કરીને પ્રજા માટે ખુલ્લા રાખવામાં આવ્યા છે, જેથી કરીને લોકો તેની સુંદરતા માણી શકે.

મુખ્ય આકર્ષણો :- તેને કુલ ચાર ભાગમાં વહેંચી શકાય. જેમાં,

  • નોર્થ આયલેન્ડમાં ઑકલેન્ડ, બૅ ઓફ આયલેન્ડસ તથા ધ લોરોમેન્ડેલ, ઇસ્ટલેન્ડ, હેમિલ્ટન-વેઇકારો, હોકીસર્સ, ટાઇપો સરોવર રોગેરુઆ, તારાનકી તથા વેલિંગ્ટન વગેરે.
  • સાઉથ આયલેન્ડમાં આવેલા લગભગ તમામ સ્થળો સેન્ટ્રલ ઑટેગો કલુથા, કનેડીન, ફિઓર્ડલેન્ડ, નેલ્સન ક્વીન્સ ટાઉન વેઇતાકી અને વનાડા વગેરે.
  • અન્યમાં કર્થમ આયલેન્ડ, સ્ટીવર્ટ, રાકીઉરા અને અન્ય ટાપુઓ.
  • જાણીતા સ્થળોમાં ઑરાકી માઉન્ટ ફૂક, ફોક્સ એન્ડ ફ્રાન્ઝ જોસેફ ગ્લેશીયર્સ, કેઇકૌરા, ટેકાપો લેક, મેટામાટા, મીલ્ફોર્ડ સાઉન્ડ, નેવીયર તથા વેઇટોમો ગુફાઓ વગેરે.

 

1પ000 કિ.મી. સુધી ફેલાયેલા વિશાળ દરિયાકિનારે રપથી પણ વધારે દરિયાઇ આરક્ષિત વિસ્તારો આવેલા છે જેમાથી દરિયાકિનારાના અનુપમ સૌંદર્યને, ન્યૂઝીલેન્ડની દરિયાઇ પ્રવૃત્તિમાં વણાયેલી સંસ્કૃતિને આપણે માણી શકીએ છીએ. ન્યૂઝીલેન્ડના દરિયામાં તમામ રંગો, છટાઓ જોવા મળે છે. પૂર્વીય દિશાએ આવેલા પ્રશાંત મહાસાગરના લાંબા કાંઠાના અનેક બિચ  સફેદ રેતી અને શાંત પાણીના કારણે સર્ફિંગ તેમજ અન્ય રમતો માટે ઉત્તમ છે. તો પશ્ર્ચિમ દિશાએ આવેલો તાસ્માન સમુદ્ર અત્યંત તોફાની છે. પહાડીઓની હાર તોડીને અંદર ઘૂસેલા પાણીએ ખાડીઓ બનાવી છે. ખરબચડી ભેખડો, વિશાળ ખડકોથી તથા કાળી રેતીથી આચ્છાદિત બિચ પણ ત્યાં છે. જો તમે દરિયાપ્રેમી હો તો રોડ પર પ્રવાસ કરતી વખતે પણ કેટલાય કિલોમીટરો સુધી દરિયો તમારી સમાંતરે આવશે. નોર્થલેન્ડમાં બંને દરિયાકિનારાને સાંકળીને કેવી રીતે પ્રવાસ કરી શકાય તેના હાઇવે રૂટ્સ છે. છેક દક્ષિણમાં પણ દરિયા કિનારાની સમાંતરે પ્રવાસ કરતાં ત્યાંનું પ્રખ્યાત દરિયાઇ સૌંદર્ય માણવાનો લહાવો ચૂકવા જેવો નથી. તારાનકીનો સર્ફ હાઇવે નં.45 એ પશ્ર્ચિમી કાંઠાનો સર્ફિંગ માટેનો સૌથી પ્રખ્યાત વિસ્તાર છે. આખા દેશનો સૌથી ઉત્તમ સર્ફિંગ અનુભવ લેવા અહીં મોટી સંખ્યામાં સર્ફર્સ આવે છે. હજારો કિલોમીટરનો દરિયાકિનારો, સરોવરો તેમજ નદીઓથી   છલોછલ ન્યૂઝીલેન્ડમાં વોટર સ્પોર્ટ્સની ગેમ્સ સૌથી વધુ રમાય છે. જે સ્થાનિક ઉપરાંત અન્યોને પણ આકર્ષિત કરે છે.

જો તમે ખેલપ્રેમી હો તો ન્યૂઝીલેન્ડ પાસે તમારા એ શોખને પૂરો કરવા માટે અસંખ્ય વિકલ્પો છે. રગ્બી,નેટબોલ,ટેનીસ,ક્રિકેટ તથા સોકર-ફૂટબોલ જેવી રમતો અહીં  પ્રેમથી-ઝનૂનથી રમાય છે.

ન્યૂઝીલેન્ડમાં એક્ટિવિટીઝ ઓફ એન્ડવેન્ચર, કળા અને સંસ્કૃતિ, સાઇકલિંગ, પર્વતારોહણ, માછીમારી, ગોલ્ફ, ખાણી-પીણી, વનસ્પતિ અને વન્યસૃષ્ટિ, રેલવે પ્રવાસ, સ્પોર્ટ્સ, વોટર સ્પોર્ટ્સ, હાઇકિંગ અને વૉકિંગ, શોપિંગ જેવા અઢળક આકર્ષણો છે. પર્વતો પર ચડતાં-ચડતાં કુદરતનું સાનિધ્ય માણવું હોય અને આજુબાજુની પ્રકૃતિને મન ભરીને જોવી હોય તો ન્યૂઝીલેન્ડમાં હાઇકિંગ પણ એક સરસ પ્રવૃત્તિ છે.  પીઠ પર બેગ પૅક કરો અને પગપાળા નીકળી પડો!

વાસ્તવમાં ન્યૂઝીલેન્ડમાં એટલું બધુ છે  કે તેમાંથી પહેલું કયું કરવું, ક્યાં જવું એ નક્કી કરવું સૌથી અઘરી બાબત છે. છતાંય વાચકમિત્રો, ગભરાશો નહીં. હજુ પણ ઘણું બાકી છે. જેમ કે, આખો દિવસ શારીરિક પ્રવૃત્તિઓ કરીને થાક્યા હો તો રાત્રે આકાશ દર્શન પણ હાજર છે. કાળા, સ્વચ્છ, અફાટ આકાશમાં તમે તારાઓનું વૈવિધ્ય માણી શકો છો. મોટા સપાટ મેદાની પ્રદેશોમાં સ્ટાર ગેઝિંગની પ્રવૃત્તિ રાત્રે શાંતિપૂર્ણ વાતાવરણમાં કરી શકાય છે. જે એક અલગ જ અનુભવ કરાવે છે !!

અહીંનો સ્થાનિક ખોરાક, ખાણીપીણી પણ પોતાનો આગવો સ્વાદ ધરાવે છે. અહીં વાઇનનું વૈવિધ્ય શોખીનોને ખાસ આકર્ષે છે. વાઇન યાર્ડસની મુલાકાત પણ એક સંભારણુ બની રહેશે તેમાં કોઇ શંકા નથી. ઉપરાંત ન્યૂઝીલેન્ડની નાઇટ લાઇફ પણ માણવા જેવી ખરી!  હા, સંગીતના સ્થાનિક જલસા અને સ્થાનિક ફૂડ પણ મનને ચોક્કસપણે તૃપ્ત કરે છે.  કીવી  ફ્રૂટ તો સાથે ખરું જ….!!!

જો તમે આવી શારીરિક પ્રવૃત્તિઓને બદલે શાંતિથી કુદરતનું સાનિધ્ય માણવા માગતા હો તો એ પણ અહીં શક્ય છે. હોટપુલ્સ, વાઇન યાર્ડસની મુલાકાત, (તેમાં રહેવાની સગવડ સાથે) સ્થાનિક સાંસ્કૃતિક કાર્યક્રમો તથા પારંપારિક સંગીતની જાદુઇ શક્તિ તમને અલૌકિક શાંતિ આપશે. ન્યૂઝીલેન્ડના  સંગીતમાં જાઝ, રોક એન્ડ રોલ, બ્લ્યૂઝ તથા પારંપારિક વાદ્યોનું સુંદર મિશ્રણ થયેલુ છે.

ન્યૂઝીલેન્ડની માઓરી સંસ્કૃતિ ત્યાંની સૌથી પ્રાચીન સંસ્કૃતિ છે અને એ સંસ્કૃતિ સાથે સ્થાનિક લોકોનું તાદાત્મ્ય એક અલગ જ પ્રકારનું છે. ન્યૂઝીલેન્ડના લોકોમાં માઓરી સંસ્કૃતિ શ્ર્વાસની જેમ વણાયેલી છે એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી.

ફક્ત આનંદ અને શાંતિની ખોજમાં જવા માગતા પ્રવાસીઓ માટે પણ ન્યૂઝીલેન્ડમાં ઘણી શક્યતાઓ છે. જેમ કે, ત્યાં જઇને પ્રવાસી નહીં પણ એમનામાંથી જ એક બનવું! કોઇપણ સ્થાનિક  બજાર, હોટેલ, બાર કે રેસ્ટોરન્ટમાં જઇને તમે વાતચીત શરૂ કરીને તમારા રોકાણ અંગે જણાવો તો ત્યાંના મળતાવડા લોકો તમને એ વિકલ્પો પણ સૂચવી શકશે. તમારા શોખ અંગે જણાવો, તમારા રસ-રૂચિ કહેશો તે પ્રમાણે તેઓ તમને માર્ગદર્શન આપશે. એમના ઘરોમાં, મોટેલ્સમા, સસ્તા ઘરોમાં કે ગેસ્ટહાઉસમાં રહીને તમે જાણે કે સ્થાનિક નાગરિક જ હો એવો અનુભવ પણ કરી શકો છો.

માઓરી પ્રજાતિના લોકો, યુરોપિયન્સ, પ્રશાંત મહાસાગર પર આવેલા ટાપુઓ પર વસતા લોકો, એશિયન પ્રજા આ બધાનો રંગીન મેળાવડો એટલે ન્યૂઝીલેન્ડના લોકો! બધી સંસ્કૃતિને અપનાવીને તેઓ પ્રેમથી રહેનારી શાંતિપ્રિય પ્રજા છે. આ અનોખી લાક્ષણિકતા તેમને વિશ્ર્વમાં આગવું સ્થાન અપાવે છે. તેમનો મિત્રતાપૂર્ણ વ્યવહાર, અજાણ્યાને મદદ કરવાની ભાવના અને ડાઉન ટુ અર્થ અભિગમ તમારી મુલાકાતને આજીવન યાદગાર બનાવશે.

દીરયાઈ સફર

ન્યૂઝીલેન્ડમા ક્રુઝની દીરયાઈ સફર પણ માણવા જેવી ખરી ! વૈભવી અને આરામદાયક ક્રુઝમાથી ચારેકોર ફેલાયેલું પાણી જોઈને કુદરતને ‘વાહ’ કહેવાનુ મન થઈ જાય છે……!!!

ન્યૂઝીલેન્ડ જવા માટે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ, ટ્રાવેલ એજન્ટસ દ્વારા, ટૂર પ્લાનર પાસેથી જરૂરી વિગતો મેળવી શકાય છે. તે વિશ્ર્વના લગભગ તમામ દેશોના મહત્ત્વના શહેરો સાથે આકાશ માર્ગે જોડાયેલું છે. એપાર્ટમેન્ટસ, હોસ્ટેલ્સ, લોજ, ફાર્મમાં રહેવું હોય તો તે પ્રમાણે, હોલી ડે હોમ્સ, કેમ્પ ગ્રાઉન્ડસ, હોટેલ, મોટેલ્સ વગેરેનું આગોતરું આયોજન તકલીફોથી મુક્ત રાખીને તમારી સગવડમાં વધારો કરી શકે છે. આ તમામની ત્યાં જઇને પણ પૂછપરછ કરી શકાય છે. ત્યાંના સ્થાનિક વિસ્તારોમાં ફરવા માટે બસ, કાર્ગોસ, મોટર હોમ્સ, રેલવે, ભાડાની કાર વગેરેની સુવિધાઓ છે. જે તમને પ્રવાસનો સમય, અંતર, સુવિધાઓ અને રસ્તાના નકશાઓ તેમજ સુરક્ષા માટેના સૂચનો સાથે ઉપલબ્ધ કરાવાય છે. જાતે પ્લાનિંગ કરીને ફરવુ હોય તો ન્યૂઝીલેન્ડનુ પ્રત્યેક શહેર કે ટાઉન બસ સર્વિસ સાથે જોડાયેલુ છે-તેનો લાભ લઈ શકાય.

માર્ચ-મે, સપ્ટેમ્બર-નવેમ્બરથી માંડીને ન્યૂઝીલેન્ડમાં લગભગ આખુ વર્ષ ખુશનૂમા વાતાવરણ રહે છે. ઋતુ પ્રમાણેના થોડાક ફેરફારોને બાદ કરતાં દરેક ઋતુ ત્યાં માણવા જેવી છે. શિયાળો (જૂન-ઓગસ્ટ) અને ઉનાળા (ડિસે.-ફેબ્રુ.)ના દિવસો પણ પ્રવાસીઓને અનુકૂળ આવે છે. ઉપરાંત જૂનની શરુઆતથી માંડીને ઓક્ટોબરના આરંભ સુધી સ્નોફોલની મજા પણ માણી શકાય.

ન્યૂઝીલેન્ડના અર્થતંત્રમાં ટુરીઝમ ઘણો અગત્યનો ભાગ ભજવે છે. ત્યાંનું ચલણ કીવી ડોલર છે અને લગભગ દરેક મુખ્ય ક્રેડિટ કાર્ડસ સ્વીકારાય છે. વીસા તેમજ માસ્ટર કાર્ડ પણ ત્યાં ચાલે છે. વિદેશી ચલણ બદલવા માટે બેંકો, કેટલીક હોટેલ્સ, ઇન્ટરનેશનલ એરપોર્ટસ અને અન્ય સુવિધા કેન્દ્રો લગભગ આખા દેશના તમામ શહેરોમાં ઉપલબ્ધ છે.

admin

admin

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *