ભારતના અમીર અને ઉચ્ચ-મધ્યમ વર્ગમાં પણ ધીરે ધીરે સ્વતંત્રતાનું કલ્ચર પ્રવેશી રહ્યું છે. પરંતુ ટીનએજ ક્લિનિક, લાઇફ કે ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ માટે પ્લાનરની સલાહ નહીં, માતા-પિતા અને વડીલોની મરજી ચાલે છે. કોસ્ટલી એજ્યુકેશન, બેરોજગારીના કારણે 100માંથી 90 કિસ્સામાં વંચિત રહેતા લાખો પોસ્ટ ગ્રેજ્યુએટ યુવાનો દર વર્ષે છેવટે પટાવાળાની નોકરી માટે પણ અરજી કરી લેતા હોય છે. સિનિયર સિટિઝન્સને જે ભથ્થા મળે છે તેના કરતા તો ચાર રસ્તે ઉભો રહેલો ભિખારી પણ વધારે મેળવી લે છે. આપણે જે વેરો ભરીએ છીએ તેની સામે કોઇ જ રાહતો કે લાભ મેળવવાને આપણે હક્કદાર નથી. આ તમામ સંજોગોને ધ્યાનમાં રાખીને કોઇપણ વ્યક્તિ તેના જીવનના ચાર તબક્કાઓ દરમિયાન યોગ્ય આયોજન કરે તો તેની ફાઇનાન્સિયલ લાઇફ એકદમ સાઉન્ડ બની રહે. ર0-રપ વર્ષના યુવા રોકાણકારો માટેના આયોજનથી ચર્ચાની શરૂઆત કરીશું.
પશ્ર્ચિમી વિકસિત દેશોમાં સંતાન 16 વર્ષનું થાય ત્યારથી સ્વતંત્ર જિંદગી જીવવાનું શરૂ કરી દે છે. ત્યાં તરુણો માટે ટીનએજ ક્લિનિક, લાઇફ-ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ માટે ક્ધસલ્ટન્ટ્સ હોય છે. ફ્રી એજ્યુકેશન, બેરોજગારી ભથ્થું, હેલ્થકેરથી માંડીને તમામ પ્રકારની સોશિયલ સિક્યોરિટી સરકાર પૂરી પાડે છે. સિટિઝન્સ, સિનિયર સિટિઝન્સ માટે સંખ્યાબંધ લાભ અને પ્રોત્સાહનો હોય છે. તેનાથી વિપરીત ભારત સહિત સંખ્યાબંધ દેશો આ બાબતમાં હજી ઘણાં પછાત છે.
મોટાભાગના યુવા રોકાણકારો એવું વિચારે છે કે, અત્યારથી પ્લાનિંગ અને સેવિંગ, ઇન્વેસ્ટમેન્ટની શું જરૂર છે…પરંતુ જીવનમાંથી સમય અને તક એકવાર હાથમાંથી નીકળી જાય પછી બીજીવાર પાછા નથી આવતા. તે રીતે કાંકરે કાંકરે પાળ બંધાય અને ટીપે ટીપે સરોવર ભરાય તે કહેવત યાદ રાખીને સાવ નજીવી બચતથી પણ જો કમાણીની શરૂઆતથી જ ટેવ પાડશો તો 100 ટકા આશ્ર્વાસન આપી શકાય કે તમારે રિટાયરમેન્ટ (પૈસો કમાવાની ઝંઝટમાંથી છૂટકારો) મેળવવા માટે બહુ લાંબો સમય રાહ નહિ જોવી પડે. પરંતુ બચત માટેનો પૈસો શોધવો ક્યાંથી… તે સવાલનો જવાબ પણ બોક્સ-1માં આપેલો છે.
ધીરેધીરે તમારી નોકરી-ધંધા-રોજગારમાં વધારો થવા સાથે તમારી ઇન્કમ અને સાથે સાથે તમારા ખર્ચા પણ વધતાં જશે. બસ, આ જ હોય છે તમારી જિંદગીનો ટર્નિંગ પોઇન્ટ…
નાની રકમથી પણ શરૂઆત જરૂર કરો
લક્ષ્યાંક મોટો જોઇને ગભરાઇને પાછીપાની કરવાની જરૂર નથી કે જંગી અને આડેધડ મૂડીરોકાણ કરી નાંખવાની પણ જરૂર નથી.
રૂા.પ00ની નાની અમથી રકમથી પણ શરૂઆત કરો. પછી ર0-રપ વર્ષે તેના પરિણામ ચકાસશો તો ખ્યાલ આવશે કે તમે કમાણીની શરૂઆતથી જ કરેલા મૂડીરોકાણનો જાદુ કેવો રહ્યો. એક વાતનો ખાસ ખ્યાલ રહે કે ર0-રપ વર્ષના મૂડીરોકાણ ટાર્ગેટમાં વચ્ચેથી મૂડી પાછી ખેંચવાની સખ્ત મનાઇ છે. માની લો કે તમે 21મા વર્ષમાં પ્રવેશતાંની સાથે જ રૂા. પ00ની નજીવી રકમથી મ્યુ. ફંડ એસઆઇપી (જઈંઙ)માં ઇન્વેસ્ટમેન્ટ શરૂ કરો છો. તો રપ વર્ષ પછી તમારા હાથમાં કેટલી અંદાજિત રકમ આવે તે જોવું છે. તો કોષ્ટક-1 ઉપર નજર નાખો…
પૈસો ક્યાંથી શોધવો અને રોકવો
- કમાણીમાંથી ખર્ચ માટેનું બજેટ પહેલાં બનાવી લો. તેના આધારે ખોટો ખર્ચ ક્યાં થઇ રહ્યો છે તેનો ક્યાસ કાઢીને તેમાં કાપ મૂકી શકશો.
- તમામ બિલ્સની ચૂકવણી સમયસર કરી દો. લેટ ફી ચાર્જિસની બચત પણ એક પ્રકારની કમાણી જ છે. શક્ય હોય તો તમામ બિલ પેમેન્ટ ઇસીએસ કરાવો.
- યુવાઓ પહેલાં ખર્ચે પછી બચે તેમાંથી મૂડીરોકાણ કરે છે. પરંતુ કમાણી હાથમાં આવતાં જ પહેલા સાવ નાની અમથી રકમની પણ બચતની ટેવ પાડો.
- સેલ્સ, ડિસ્કાઉન્ટસ, ઓફર્સમાં બિનજરૂરી ચીજોની ખરીદીના કારણે ખિસ્સા ખાલી કરાવે છે. આવી ચીજો તમારા ખરેખર ઉપયોગની છે કે કેમ તે ચકાસો.