આજે સમય સાથે ટેકનોલોજીમાં પરિવર્તન આવતાં શરીર પરના વધારાના વાળને કાયમી ધોરણે દૂર કરવા માટે અવનવી શોધો થઈ અને આધુનિક લૅસર પદ્ધતિથી આ વધારાના વાળ રિમુવ કરવાનું શક્ય બન્યું છે.
શરીર પર વધુ પડતી રૂવાંટીને અદ્યતન ટેકનીકથી દૂર કરવા માટેનો શ્રેષ્ઠ વિકલ્પ ઑરા ક્લિનિક…
આજે તંદુરસ્તી સાથે ત્વચાનો નિખાર અને સારો લુક એ પણ એક મહત્વની જરૂરિયાત થઈ ગઈ છે. ઘણીવાર કેટલાક લોકો સંપૂર્ણ સ્વસ્થ અને દેખાવે પણ આકર્ષક હોય છે પરંતુ ક્યારેક તેમના શરીર પર કેટલાક બિનજરૂરી એવા તત્વો તેમના જન્મથી જ રહી ગયેલા હોય છે જે તેમની સુંદરતામાં ક્યાંક ખામી દર્શાવનારું લાગે છે. જેમકે, કાળા ડાઘ, સફેદ ડાઘ અથવા ખીલ..
પરંતુ, આ બધા સિવાય પણ ક્યારેક શરીરના અમુક અંગો કે ભાગમાં વાળનો વધુ પડતો વિકાસ એ ગ્રહણ જેવું લાગે. આજે પણ એવા અનેક કિસ્સાઓ છે જેમાં ત્વચા પરના વધારાના વાળને લીધે ક્યારેક હાસ્યાસ્પદ બનવું પડતું હોય છે. તેમાંય ખાસ કરીને સ્ત્રીઓને ચહેરા પર દાઢીના ભાગે કે હોઠના ઉપરના ભાગે વાળનો ગ્રોથ તેમની નાજુક ઈમેજને થોડીક વિપરિત રીતે દર્શાવે છે. જે બાબતે કેટલીકવાર એવી ઉણપ સાથે છોકરીઓએ સતત શરમ સાથે જીવવું પડે છે.
આજે સમય સાથે ટેકનોલોજીમાં પરિવર્તન આવતાં શરીર પરના આવા વધારાના વાળને કાયમી ધોરણે દૂર કરવા માટે અવનવી શોધો થઈ અને આધુનિક લૅસર પદ્ધતિથી વધારાના વાળ રિમુવ કરવાનું શક્ય બન્યું છે.
વડોદરાની ઑરા ક્લિનિક જે સ્કીન કેર, કોસ્મેટિક કેર માટે લેસર પદ્ધતિથી આવી ઉણપને દૂર કરવા માટે આધુનિક મશીન્સ અને લૅસર પદ્ધતિથી સજ્જ છે. વિશેષમાં ઑરા ક્લિનિકમાં ટ્રીટમેન્ટ લેનાર ક્લાયન્ટ્સ તેમની આ અદ્યતન લૅસર સુવિધાથી થતી ટ્રીટમેન્ટના ખૂબ જ સકારાત્મક પરિણામોને કારણે પોતાના રૂપરંગને નવા નિખાર સાથે નિહાળીને ખૂબ જ આનંદ અનુભવે છે.
ઑરા કૅર દ્વારા હૅર રિમુવલ માટે વપરાતી કેટલીક વૈકલ્પિક પદ્ધતિઓ –
જેમાં શૅવર્સનો સમાવેશ થાય છે. સર્વ સામાન્યરૂપે ઉપયોગમાં લેવાતી પદ્ધતિ છે. પરંતુ તેની અસર થોડાક દિવસો પૂરતી જ રહે છે અને તેમાં સતત બિનજરૂરી વાળને દૂર કરતા રહેવું પડે છે. અન્ય ઓઈન્ટમેન્ટ્સમાં હેર રિમુવલ ક્રીમ, વૅક્સીંગ-જેમાં ક્યારેક એલર્જી અથવા તો દુ:ખાવો થવાના ચાન્સીસ રહેલા છે. અન્ય વૈકલ્પિક ઈલાજોમાં સ્ટ્રાઈપ્સ, થ્રેડીંગ અને ઈલેક્ટ્રીકલ ઈપીલેશન જેવી પદ્ધતિઓ છે. જ્યારે કાયમી ધોરણે ઉકેલ લાવવા માટે લૅસર હૅર રિડક્શન અને ઈલેકટ્રોલિસિસ એ ખૂબ જ સચોટ સારવાર પદ્ધતિ છે. ઑરા તેના ક્લાયન્ટ્સની તમામ સુવિધા અને સ્કીનની સાવચેતી જળવાય અને કોઈ આડઅસર ન થાય તે માટે અદ્યતન લ્યુમિનસ લાઈટ શિઅર ઈટીથી શરીરના નાના ભાગોમાં ટ્રીટમેન્ટ કરે છે. જ્યારે શરીરના મોટા ભાગોમાં ટ્રીટમેન્ટ માટે લ્યુમિનસ લાઈટ શિયરનો ઉપયોગ થાય છે. આ બંને મશીન્સ યુએસ એફડીએ દ્વારા પ્રમાણિત કરવામાં આવેલા છે.
વધારાના વાળનું કારણ :-
ક્યારેક શરીરમાં હોર્મોનલ ચેન્જીસ આવવાને કારણે અથવા જેનેટિક પરિવર્તનના કારણે અને ક્યારેક કોઈ દવાની આડઅસરથી આ સમસ્યા ઊભી થઈ શકે છે. લૅસર પદ્ધતિમાં હાય પાવર લાઈટથી શરીરની ત્વચાના અમુક ઊડાણ સુધી એ પ્રકાશ પસાર કરીને ત્વચાની પરત અને વાળની અંદરનું મેલેનિન આ લાઈટ શોષી લે છે તેની ગરમીથી વાળની આસપાસના વાળનો વિકાસ કરનારા કોષો કાયમી રીતે બળી જાય છે.
કેવા પ્રકારના વાળમાં ટ્રીટમેન્ટથી સારા પરિણામો મેળવી શકાય છે?
– ખરબચડાં, ઘેરા ગૂચ્છેદાર વાળ અથવા જેમાં હોર્મોનલ ઈમ્બેલેન્સ ન જળવાતું હોય તેવા કિસ્સાઓમાં આ તકનીક ખૂબ જ સારી રીતે મદદરૂપ બને છે.
લૅસર હૅર રિમુવલ ટ્રીટમેન્ટ માટે કેટલાક મહત્વના મુદ્દાઓ :-
૧) ૧૪ વર્ષ કરતા નાની ઉંમર ૨) દર્દી જ્યારે સહકાર ન આપે ત્યારે ૩) અતિશય બગડેલી ત્વચા અને અન્ય બીમારીઓ
૪) ત્વચાનો એવો ભાગ જ્યાં કેટલાક જટિલ ઈન્ફેક્શન્સ થયેલા હોય ૫) સારવારવાળા ભાગમાં કોઈ ગંભીર ઈજા કે કોઈ એવા ગંભીર કાપા પડેલા હોય. ૭) સોરાયસિસ અને વિટિલીગો પેશન્ટ્સની ખૂબ સાવચેતીપૂર્વક સારવાર થવી જોઈએ ૮) હરપીસ જેવા ગંભીર રોગો થયા હોય તો ટ્રીટમેન્ટ પહેલા તેની જાણકારી આપવી જરુરી છે.
આ રીતે જુદી જુદી ટ્રીટમેન્ટ્સ સાથે હૅર રિમુવલની અદ્યતન ટેકનીક સાથે ઑરા ક્લિનિક તેના ક્લાયન્ટ્સને સંતોષકારક પરિણામો સુધી લઈ જવામાં ઘણું જ સફળ રહ્યું છે. જે ઑરાના ક્લાયન્ટ્સનો તેમના પ્રત્યેનો દ્રઢ વિશ્ર્વાસ અને લૅસર ટેકનીકના ફાયદાઓ સૂચવે છે.