જે ક્ષણે પ્રેમની અભિવ્યક્તિ થાય છે તે ક્ષણ વેલેન્ટાઇન ડે બની જાય છે..

જે ક્ષણે પ્રેમની અભિવ્યક્તિ થાય છે તે ક્ષણ વેલેન્ટાઇન ડે બની જાય છે..

- in Samvedna
3145
Comments Off on જે ક્ષણે પ્રેમની અભિવ્યક્તિ થાય છે તે ક્ષણ વેલેન્ટાઇન ડે બની જાય છે..

પારુલ સોલંકી

પ્રેમ, ઇશ્ક, પ્યાર, મહોબ્બત, ચાહત, દીવાનગી.. પ્રેમને ગમે તે નામથી બોલાવો. વહેવાની છે તો લાગણી જ ને? એમાં તમે લવ કહો કે ક્રશ. એ પણ પ્રેમનું જ સ્વરૂપ છે. પણ હા, ક્રશ એ મુગ્ધાવસ્થાની ફીલિંગ્સ કહી શકાય. પ્રેમ એ થોડી સમજણવાળી લાગણી છે, પણ ક્રશ તો મુગ્ધાવસ્થામાં થાય છે. ક્યારેક એવું બને કે સ્કૂલ સમયના ઘણા વરસો પસાર થયા બાદ અચાનક કોઇ જૂનો ક્લાસમેટ તમને ક્યાંક મળી જાય અને એવું કહે કે મને 17 વર્ષની ઉંમરે તારા માટે એક ક્રશની ફીલિંગ્સ હતી. તો? કેવું લાગે? કેવી અનુભૂતિ થાય? આવું જ કંઇક બન્યું મૌસમીની લાઇફમાં!

 

પ્રેમની કોઇ ચોક્કસ મોસમ નથી હોતી! એ સહજ છે કે જ્યારે મુગ્ધાવસ્થામાં સ્કૂલ સમયમાં કોઇ પ્રત્યે ક્રશ ફીલિંગ્સ થાય છે. તો કેટલાક ટીનેજર્સ છોકરાઓ પોતાને ગમતી છોકરીને દિલની લાગણી દર્શાવી શકવાની હિંમત નથી ધરાવતા…

 

42 વર્ષીય મૌસમી જે પ્રોફેશનલ વુમન છે. ખૂબ સ્માર્ટ અને ડાયનેમિક પર્સનાલિટી ધરાવે છે. આજે તે ખૂબ જ ખુશ હતી. કેમ કે, આજે તેનો સ્કૂલ સમયનો ક્લાસમેટ ચિરંતન તેને રપ વર્ષ બાદ અચાનક જ એક ફંકશનમાં મળી ગયો. સ્કૂલ સમયના દિવસો યાદ કર્યા. ઉપરાંત બેઉ સાથે ટ્યૂશનમાં જતા એ પણ યાદ કર્યું. ફંકશનમાંથી છૂટા પડતી વખતે એકબીજાને વોટ્સએપ નંબર આપીને કોન્ટેક્ટમાં રહેવાના વચન સાથે બેઉ છૂટાં પડ્યાં અને બેઉ પોત-પોતાની પ્રોફેશનલ અને પર્સનલ લાઇફમાં વ્યસ્ત બની ગયાં. પરંતુ એકબીજાને મેસેજ અને ચૅટથી નિયમિત વાતો ચાલતી રહી. સારા-સારા ફોર્વર્ડેડ મેસેજની આપ-લે થતી રહી. કોઇવાર ટેલિફોનિક ટૉક પણ થતી. બેઉની કેમિસ્ટ્રી સારી જામી ગઇ હતી. ટ્યૂનિંગ થઇ રહ્યું હતું.

બે મહિના જેવું પસાર થયા બાદ એક દિવસ ચિરંતને મેસેજમાં મૌસમીને કહ્યું,  ‘સ્કૂલ સમયમાં તેને મૌસમી પ્રત્યે એક ક્રશ હતો. સોફ્ટ કોર્નર હતો! પણ તે સમયે મૌસમી એક તોફાની સ્વભાવ ધરાવતી હોવાને કારણે ચિરંતન પોતાની લાગણીને એક્સપ્રેસ ના કરી શક્યો! પણ આજે જ્યારે ઉંમરના આ પડાવ પર મળ્યા તો દિલના ખૂણામાં પડેલ લાગણીને તેણે વાચા આપી દીધી. કેમ કે, પ્રેમની લાગણીને ઉંમર સાથે કોઇ લેવા-દેવા નથી!’ આવો મેસેજ વાંચીને પહેલાં તો મૌસમી એકદમ સ્થિર બનીને બેસી ગઇ. પરંતુ મૌસમીને એકદમ જ પ્લેઝન્ટ સરપ્રાઇઝ મળ્યા જેવું પણ થયું. અચાનક જ જાણે તે ફરી 17 વર્ષની ઉંમરની વસંતમાં પહોંચી ગઇ. મનના ખૂણે તેને પણ ચિરંતનની આ લાગણી ગમી. ચિરંતનના મન-હૃદયનો આ લગાવ તેને ગમ્યો. કેમકે, મૌસમીની જિંદગીમાં તેવો કોઇ સમય આવ્યો જ નહોતો. સમજો કે, મૌસમીએ સ્કૂલના મુગ્ધાવસ્થાના વરસો અને કોલેજ સમયે તેણે કોઇ છોકરાઓને તેની નજીક નહોતા આવવા દીધા. તેથી આવા કોઇ લાગણીના બંધનમાં તે બંધાણી જ નહોતી. તેને ચિરંતનના પ્રેમની અનુભૂતિ ખૂબ જ ગમી! પરંતુ સામે તેની સ્કૂલ ફ્રેન્ડ મૌસમી એ એક પરિણીત સ્ત્રી છે. તે બાબતે ચિરંતને કંઇ લાંબો વિચાર કર્યા વગર પોતાની લાગણી દર્શાવી દીધી!..

ચિરંતનનો આવી પ્રેમાળ લાગણીનો આટલા વરસો બાદનો એકરાર મૌસમીને ચોક્કસ ગમ્યો. પરંતુ આવા સંબંધમાં આગળ વધવાની તેની તેમ છતાં પણ ઇચ્છા નહોતી. કેમ કે, અત્યારે તે બેઉ ટીનેજર્સ કે કોલેજિયન નથી. ઉપરાંત પોતાના ફેમિલીની જવાબદારી સાથે બેઉ જોડાયેલ છે. મૌસમીએ બહુ લાંબું વિચાર્યું કે, ‘બેઉ અગર આ લાગણીના સંબંધમાં આગળ વધે તો બેઉની એકબીજા પ્રત્યે લાગણી વધતી જશે. એક સહજતાથી બેઉ વચ્ચે એક રોમાન્સ શરૂ થઇ જાય!’ આ બધું થાય તો બેઉના ફેમિલી લાઇફમાં ભૂકંપ આવી જાય. આમ પણ સમય પસાર થતાં આ લાગણીના પૂર ઓસરી જ જવાના અને સંબંધમાં અપેક્ષાઓ જોડાતાં કદાચ મિત્રતા પણ તૂટી જાય. આમ પ્રેમની સુંદર લાગણીઓ સાથે જોડાયેલ જીવનની કડવી વાસ્તવિકતા મૌસમીની આંખ સામે આવી ગઇ. તેથી મૌસમીએ મક્કમ છતાં પ્રેમથી ચિરંતનને મનની વાત કહી દીધી. ચિરંતન, તારી આ મારા પ્રત્યેની લાગણી મને ગમી! પરંતુ આપણી વચ્ચે હવે એવા લાગણીના સંબંધ શક્ય નથી. આમાં આગળ વધવાથી અંતમાં તો એક દર્દ જ મળવાનું છે. કેમ કે, લાગણી દિન-બદિન વધતી જશે. એકબીજા પ્રત્યેની અપેક્ષાઓ વધશે. માલિકીભાવ પણ આવશે. પછી એક તડપ વધતી જશે. મળવાને બદલે સાથે રહેવાનું પણ મન થશે અને અંતમાં પીડા સિવાય કશું આપણા હાથમાં નહિ આવે. આપણે આપણા બેઉના ફેમિલીનું પણ પહેલા વિચારવાનું ને? હું મારી ફેમિલી લાઇફમાં જરા પણ ભૂકંપ આવે એ નથી ઇચ્છતી. તેથી હવે આપણે અલગ પડી જઇએ એ જ સારું રહેશે!

મિત્રો, મૌસમીએ એકદમ સાચો નિર્ણય લીધો. હા, આવો નિર્ણય લેતાં સમયે ચોક્કસ એને પણ એક પીડા થઇ જ હશે. કેમ કે, એક સારી ફ્રેન્ડશિપ એણે ખોઇ દીધી. પણ હા, એક વાત ચોક્કસપણે કહી શકાય કે એને પણ કોઇના પ્રેમની વસંતમાં ક્ષણભર માટે પણ રંગાઇ જવાનો મહામૂલો અવસર મળ્યો.

Facebook Comments

You may also like

Feelings Post – November 2025

Feelings, one of India’s most trusted family magazine