29મા વર્ષમાં પ્રવેશતું ‘ફીલિંગ્સ’

  વર્ષ 1998મા રથયાત્રાના પાવન પર્વે વડોદરાથી શરૂ થયેલ ‘ફીલિંગ્સ’ મેગેઝિન પોતાની 28 વર્ષની સુદીર્ધ શબ્દયાત્રા પૂર્ણ કરી 29મા વર્ષમાં પ્રવેશ્યું છે. આ મેગેઝિન આજે વિશ્ર્વના 55 દેશોમાં 40 લાખ જેટલા વાચકોના હૃદયસિંહાસન પર રાજ કરે છે. આ પાવન અવસરે ફીલિંગ્સ પોતાના તમામ સુજ્ઞવાચકો, વિજ્ઞાપનદાતાઓ-વિતરકો તથા શુભેચ્છકોનો આભાર માને છે. ફીલિંગ્સના (જુલાઈ-26ના) આ અંકમાં આપ …

 

વર્ષ 1998મા રથયાત્રાના પાવન પર્વે વડોદરાથી શરૂ થયેલ ‘ફીલિંગ્સ’ મેગેઝિન પોતાની 28 વર્ષની સુદીર્ધ શબ્દયાત્રા પૂર્ણ કરી 29મા વર્ષમાં પ્રવેશ્યું છે. આ મેગેઝિન આજે વિશ્ર્વના 55 દેશોમાં 40 લાખ જેટલા વાચકોના હૃદયસિંહાસન પર રાજ કરે છે. આ પાવન અવસરે ફીલિંગ્સ પોતાના તમામ સુજ્ઞવાચકો, વિજ્ઞાપનદાતાઓ-વિતરકો તથા શુભેચ્છકોનો આભાર માને છે.

ફીલિંગ્સના (જુલાઈ-26ના) આ અંકમાં આપ માણી શકશો અમેરિકાની સ્વતંત્રતાથી સુપરપાવર સુધીની ગૌરવયાત્રા. તાજેતરમાં વડોદરાના આંગણે યોજાઈ ગયેલ રિજનલ વાઈબ્રન્ટ સમિટની નોલેજેબલ વાતો પણ આ અંકનું જમા પાસું છે.

આ અંકમાં એક તરફ જેલની કાળમીંઢ દીવાલોમાં કણસતું માતૃત્વ છે જ્યારે બીજી તરફ મુંબઈમાં ઝૂંપડપટ્ટીઓની દીવાલોને ક્લાસરૂમ બનાવી ત્યાંના બાળકોને ભણાવતી શિક્ષિકા રૂબલ નગીની સંઘર્ષયાત્રાનું પણ દર્શન છે. હવે વાત કરીએ નારી શક્તિની… એશિયન ગેમ્સ-26 માટે ક્વોલિફાય થયેલ રાજકોટની એથ્લેટ્સ દેવયાનીબા ઝાલાની, જેમની સફળતા મહિલા જગત માટે પ્રેરણાસ્ત્રોત ગણી શકાય.

તદ્ઉપરાંત આ ચાતુર્માસમાં વિવિધ સ્થાનોએ બિરાજમાન જૈન આચાર્ય – ભગવંતોના દર્શન પણ અંકમાં સમાવિષ્ટ છે. સમગ્ર દેશમાં ચર્ચાના ચકડોળે ચઢેલ રામમંદિર અયોધ્યાના દાનની હેરા-ફેરીના સમાચારોએ કરોડો હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચાડી છે. જેનો રંજ છે.
આપણાં વિવિધ ધર્મસ્થાનોમાં બિરાજમાન ભગવાન પણ હવે દાનની ચોરીથી હતપ્રભ બન્યા છે… ત્યારે પ્રભુને એટલી પ્રાર્થના કરીએ કે, ‘સબકો સન્મતિ દે ભગવાન…’

જય જગન્નાથ

Feelings Multimedia

Feelings Multimedia

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *