Category: Editor’s Note

HomeEditor’s Note

29મા વર્ષમાં પ્રવેશતું ‘ફીલિંગ્સ’

  વર્ષ 1998મા રથયાત્રાના પાવન પર્વે વડોદરાથી શરૂ થયેલ ‘ફીલિંગ્સ’ મેગેઝિન પોતાની 28 વર્ષની સુદીર્ધ શબ્દયાત્રા પૂર્ણ કરી 29મા વર્ષમાં પ્રવેશ્યું છે. આ મેગેઝિન આજે વિશ્ર્વના 55 દેશોમાં 40 લાખ જેટલા વાચકોના હૃદયસિંહાસન પર રાજ કરે છે. આ પાવન અવસરે ફીલિંગ્સ પોતાના તમામ સુજ્ઞવાચકો, વિજ્ઞાપનદાતાઓ-વિતરકો તથા શુભેચ્છકોનો આભાર માને છે. ફીલિંગ્સના (જુલાઈ-26ના) આ અંકમાં આપ …

સંબંધો તીખાં-મીઠાં છતાં જળવાય એ જરૂરી…

સહુ વાચકોને સર્વપ્રથમ તો નવરાત્રિની ભવ્ય ઉજવણી બદલ ખૂબ ખૂબ અભિનંદન. એ સાથે જ ટૂંક સમયમાં સહુકોઈ દીવાળીની રંગારંગ ઉજવણીમાં પણ વ્યસ્ત થઈ જશે...આપણો દેશ વિવિધ ઉત્સવોની અનોખી પરંપરા સાથેની સંસ્કૃતિ ધરાવતો દેશ છે. એટલે જીવનની પ્રત્યેક ક્ષણ ઉત્સવમય અને આનંદમય જ રહે છે. ગમે તેવી વિકટ પરિસ્થિતિઓ આવે તે છતાં તેના પર વિજય મેળવીને …

ગુજરાતીઓના ગૌરવસમા ગુજરાતી પાક્ષિક ‘ફીલિંગ્સ’ નું યુએસએ એડિશન લૉન્ચિંગ..

તંત્રી સ્થાનેથી [divider][/divider] ઉત્સવોની ભરમાર ધરાવતા આપણાં દેશમાં સતત નવી ઊજવણીઓ અને સતત નવા નવા પરિમાણો સાથે રાષ્ટ્ર ઉત્તરોત્તર પ્રગતિના પંથે આગળ વધી રહ્યું છે અને હવે ટેકનોલોજીની દિશામાં અગ્રેસર બનવા જઈ રહ્યો છે. આ સ્વાતંત્ર્યપર્વ પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને રાષ્ટ્રની પ્રગતિ માટે સહિયારા પ્રયાસો કરવા માટે આહવાન કર્યું. સાથે ‘ન્યૂ ઈન્ડિયા’ની એક …

ઈઝરાયલ તરફ કદમતાલ… રાજનીતિમાં મોદીજીનો વધુ એક માસ્ટર સ્ટ્રોક

પ્રિય વાચકો, આપના હાથમાં આ અંક આવવાની સાથે આપ પુરબહારમાં વર્ષાઋતુની મૌસમનો આનંદ લેતા હશો. વરસાદની મીઠી ઝાલરમાં ભીંજાઈને ભજીયા-ગોટાની જ્યાફત પણ ઉડાવતા હશો. આપ સહુ તરફથી દિન-પ્રતિદિન ફીલિંગ્સની પ્રગતિને નવી દિશામાં અગ્રેસર કરવા માટે મળી રહેલો સહકાર ‘ફીલિંગ્સ’ માટે ખરેખર પોતીકા ગૌરવની લાગણી સમાન છે. વર્ષાઋતુના આગમન સાથે વર્ષાની મજા માણવાનો અવસર તો ખરો …

૫ જૂન પર્યાવરણ દિન અને ૨૧ જૂન વિશ્ર્વ યોગદિન પ્રકૃતિ-સ્વાસ્થ્યનું જતન..

તંત્રી સ્થાનેથી [divider][/divider] સહુ વાચકમિત્રોને વિશ્ર્વ યોગ દિવસની ઉજવણીમાં હર્ષભેર ભાગ લેવા બદલ હાર્દિક અભિનંદન. ખાસ તો ગુજરાત ખાતે અમદાવાદમાં યોગ દિવસની ભવ્ય ઉજવણીરૂપે બાબા રામદેવે હાજરી આપી આખા ઈવેન્ટને યાદગાર બનાવ્યો. જોકે, વિશ્ર્વ સ્તરે યોગને લોકો સુધી પહોંચાડવામાં તથા ભારતીય મૂળ સહિત વિદેશી લોકોને પણ યોગનું જીવનમાં મહત્વ શું છે તે અંગે જાગૃતિ લાવવામાં …

એક તરફ ગુજરાતની ગૌરવગાથાને બીજી તરફ શહીદ પરિવારોની વ્યથા…

વાચકમિત્રો, સૌપ્રથમ એક ગુજરાતી તરીકે સહુને જય ગરવી ગુજરાત. આપ સહુ તરફથી ગત અંકના ખૂબ જ સરસ પ્રતિભાવ મળ્યા. ‘ફીલિંગ્સ’ વાચકોના પ્રતિભાવો અને વાસ્તવિક પરિસ્થિતિને ધ્યાને રાખીને અવનવી કથાઓ સાથે વૈશ્ર્વિક વાસ્તવિકતાને આપની સમક્ષ લાવવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. ગત અંકમાં સિરિયન આપદા સાથે યુદ્ધની ભયાનકતા કેવી હોઈ શકે તે બાબતે સહુને રૂબરૂ કરાવ્યા. …

તંત્રી સ્થાનેથી – અનેક વિઘ્નોને પાર કરીને મહિલાઓ સિદ્ધિના શિખરે બિરાજે છે

અનેક વિઘ્નોને પાર કરીને મહિલાઓ સિદ્ધિના શિખરે બિરાજે છે મહિલાઓ આગળ વધી રહી છે, આ વાત તો હવે જૂની થઈ ગઈ છે. નવી વાત એ છે કે મહિલાઓ પુરુષને ઓવરટેક કરી રહી છે. એજ્યુકેશનથી લઈ એડવેન્ચર અને કરિયરથી લઈ કુટનીતિ એકપણ ક્ષેત્ર એવું નથી રહ્યું કે જ્યાં મહિલાઓ આજે ટોપ પર નથી. મહિલાઓની સફળતાને એટલા …

તંત્રી સ્થાનેથી

ઈસરોની સિદ્ધિએ ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવ અપાવ્યું ૧૪ ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન ડેના દિવસે સૌ પોતાના પ્રિય વ્યક્તિ સમક્ષ પ્રેમનો એકરાર કરીને, પ્રેમપર્વના સેલિબ્રેશન બાદ બીજા દિવસે થાક ઉતારી રહ્યા હતાં ત્યારે ભારતીય વૈજ્ઞાનિકો જેમની પ્રાથમિકતામાં દેશપ્રેમ પ્રથમ છે તેઓ એક અદ્વિતિય, વિશ્ર્વમાં ક્યારેય ન થયું હોય તેવી ઘટના સાકાર કરવા પ્રયાસ કરી રહ્યાં હતા. …