ફીલિંગ્સ ‘હટ કે’ પિકચર્સ ગેલેરી

ફીલિંગ્સ ‘હટ કે’ પિકચર્સ ગેલેરી

- in Feelings Mirchi
3262
Comments Off on ફીલિંગ્સ ‘હટ કે’ પિકચર્સ ગેલેરી
feelings-hut-k-photos-gallery

વિજય રોહિત

Feelings mirchi

સંબંધોની પરાકાષ્ઠા : આ બિલ્ડરની છે 120 પત્ની..!!!

Feelings mirchi-2થાઈલેન્ડમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. તંબન પ્રેજર્ટે 58 વર્ષની ઉંમરમાં 120 લગ્ન કરી ચૂક્યો છે. થાઈલેન્ડમાં બહુવિવાહ પ્રતિબંધિત છે છતાં તંબને ગેરકાયદેસર રીતે 100થી વધુ લગ્ન કર્યા છે. તંબને એક મુલાકાતમાં કીધું હતું કે તે પહેલેથી જ તેની પત્નીને બતાવી દેતો કે તે બીજું લગ્ન કરવા જઈ રહ્યો છે. હમણાં જ તેણે 27 વર્ષીય ફોન સાથે વિવાહ કર્યા છે. તંબને પહેલા લગ્ન 17 વર્ષની વયે કર્યા હતા. એની પત્ની ત્યારે એનાથી બે વર્ષ નાની હતી. તંબને તેના આટલા મેરેજનું કારણ જણાવતા કહ્યું કે, ‘જુદાં જુદાં શહેરમાં તેની ક્ધસ્ટ્રક્શન સાઈટ રહેતી અને ત્યાં યુવતી સાથે પરિચય થતાં લગ્ન કરી લેતો. મારી કોઈ પત્નીને પણ આનાથી વાંધો નથી. તંબનને હાલ 120 પત્ની અને 28 બાળકો છે અને બધી પત્ની માટે અલગ ઘર બનાવ્યાં છે!!!

 

 

બોલો, પોપટે ઓનલાઈન શોપિંગ કર્યું…!!!

Feelings mirchi-1ઑનલાઈન શોપિંગનો ક્રેઝ વિશ્ર્વમાં દરેક જગ્યાએ છે. ઘણીવાર એમાં ફ્રૉડના કિસ્સા પણ જોવા મળે છે. જોકે આ શોપિંગમાં જરા ઉલટું થઈ ગયું. વાત દરઅસલ એમ છે કે, લંડનમાં રહેતી કોરિન પ્રિટોરીયસને જબરજસ્ત ઝટકો લાગ્યો જ્યારે તેના ઘરે એક કુરિયર આવ્યું. જેમાં ઓનલાઈન શોપિંગથી મંગાવેલ સામાન હતો. કોરિનને ખ્યાલ ના આવ્યો કે આ પાર્સલ આવ્યું કેવી રીતે ? તેણે તો કોઈ ઓર્ડર નોંધાવ્યો ન હતો. પછી તેને ખબર પડી કે આ ઓર્ડર તો તેના આફ્રિકન ગ્રે પોપટ ‘બડી’ એ નોંધાવ્યો હતો ! આ ઓર્ડર નોંધાવવા એણે વોઈસ કંટ્રોલ ગેજેટનો ઉપયોગ કર્યો હતો. જેમાં વોઈસ કમાન્ડ સેટ કર્યા હોય તો એમેઝોન પર ખરીદી કરી શકાય છે. ‘બડી’એ જ્યારે કોરિન ઘરે ન હતી ત્યારે આ પરાક્રમ કર્યું હતું!!!

 

 

કવિતા-ગઝલ

 

સચવાય છે સંબંધ..

સીમાડા તોડીને સચવાય છે સંબંધ,

લાગણીને જોડી સચવાય છે સંબંધ.

 

રણકતા નાજુક એ સાવ કાચ જેવા,

અમાનત થઈને સચવાય છે સંબંધ.

 

ભરી દો સંવેદના તો લાગે ભીનાશ,

ક્યારેક રણમાંય સચવાય છે સંબંધ.

 

કોઈ જઈને કોઈને સ્પર્શે નહીં છતાં,

અંતરના સાદમાં સચવાય છે સંબંધ.

 

ધરી દે જાતને છતાંય ન પામી શકે,

ક્યારેક એક સાદે સચવાય છે સંબંધ.

 

‘પલાશ’ લાગણીભીના થવાય ત્યારે,

મધુવનની જેમ સચવાય છે સંબંધ.

 

– કૌસ્તુભ – ‘પલાશ’

97129 33243

 

હલ્લા-ગુલ્લા

આજકાલ ચાઈનાના માલના જમાનામાં એક માત્ર વીજળી વિભાગ જ એવો છે જે કસ્ટમરને શુદ્ધ માલ વેચે છે…

અગર વિશ્ર્વાસ ના હોય તો હાથ લગાવીને જોઈ લો. શુદ્ધતા તુરંત પરખાઈ જશે.

– જયેશ પુરોહિત, મહેસાણા

 

સૂડી-સોપારી

કેવી વિચિત્ર દુનિયા છે, અહીં જુઠ્ઠુ બોલવાથી નહીં, સાચું બોલવાથી સંબંધ તૂટી જાય છે.

– વોટ્સએપ જ્ઞાન

Facebook Comments

You may also like

ભારત તથા અન્ય દેશોમાં ઉજવાતો ઉત્સવ ‘દિવાળી’

અંજના ગોસ્વામી દિવાળીનો તહેવાર “પ્રકાશના પર્વ તરીકે જાણીતો