સંબંધો તીખાં-મીઠાં છતાં જળવાય એ જરૂરી…

સંબંધો તીખાં-મીઠાં છતાં જળવાય એ જરૂરી…

- in Editor's Note
2499
Comments Off on સંબંધો તીખાં-મીઠાં છતાં જળવાય એ જરૂરી…

atul-shahસહુ વાચકોને સર્વપ્રથમ તો નવરાત્રિની ભવ્ય ઉજવણી બદલ ખૂબ ખૂબ અભિનંદન. એ સાથે જ ટૂંક સમયમાં સહુકોઈ દીવાળીની રંગારંગ ઉજવણીમાં પણ વ્યસ્ત થઈ જશે…આપણો દેશ વિવિધ ઉત્સવોની અનોખી પરંપરા સાથેની સંસ્કૃતિ ધરાવતો દેશ છે. એટલે જીવનની પ્રત્યેક ક્ષણ ઉત્સવમય અને આનંદમય જ રહે છે. ગમે તેવી વિકટ પરિસ્થિતિઓ આવે તે છતાં તેના પર વિજય મેળવીને આપણે આગળના ધ્યેય પર લાગી જઈએ છીએ જે ભારતીય તરીકે આપણું એક આગવું ગૌરવ છે એમ કહી શકાય. નવરાત્રિ સાથે માનવ જીવનના દસ વિકારોરૂપી દશાનનને હણવાનો અંગુલિ નિર્દેશ કરતો દશેરા પર્વ પણ સહુએ ફાફડા-જલેબીની જ્યાફત સાથે ઉજવ્યો. આપણાં ઉત્સવોની એક ખાસિયત છે ગમે તે રીતે એકમેકને એકબીજા સાથે જોડી રાખી સંબંધો સાચવવા નવા સંબંધો બાંધવા અને સંબંધોને દીર્ઘકાલિન બનાવવામાં આપણાં પારંપારિક ઉત્સવોનું મહત્વપૂર્ણ યોગદાન છે.

આપ સહુ જાણો છો તેમ..‘ફીલિંગ્સ’ તરફથી વાચકોને ઉત્સવોની ઉજવણી અને રજાઓના સમયને શબ્દ સાહિત્યથી ભરી દઈ ઉત્સવને ચાર ચાંદ લગાવવા અમારી તરફથી વાર્ષિક અંકમાં વિવિધ વિષયો પર સુપ્રસિદ્ધ સાહિત્યકાર, લેખકો અને કલાકારો સાથે ઉદ્યોગપતિઓ વિશેના લેખો અને વિવિધ વાતો રજૂ કરવામાં આવે છે.

આ વર્ષના વાર્ષિક અંકમાં માનવીય જીવનના અમૂલ્ય પાસાં એવા સંબંધો અને તેમનું જતન સાથે નવા સંબંધો જોડવા અને સાચવવા કેવી રીતે તે વિશેનો ખ્યાતનામ લેખકો સાથેનો આ અંક આપ સહુ સમક્ષ પ્રસ્તુત કરતાં મને અત્યંત આનંદ થાય છે. આશા રાખું છું આ અંક આપ સહુને માનવીય  જીવનમાં સંબંધોનું મહત્વ સમજાવવા,જાળવવા અને વિસ્તારવા મદદરૂપ બનશે.

આ બધી રોજીંદી પ્રવૃત્તિઓ વચ્ચે ‘ફીલિંગ્સ’માં એક દુ:ખદ છતાં ચમત્કારિક ઘટના બની. ‘ફીલિંગ્સ’ના હાર્દ એવા એક્ઝિ. ડાયરેક્ટર દિપ્તી દેઢિયાને હૃદયરોગનો ગંભીર હુમલો થયો જેમાં લગભગ 8 વખત તેઓએ કાળ સામે બાથ ભીડી પોતાની જિંદગીને જીતી જે સહુ હિતેચ્છુઓની પ્રાર્થના અને સદગુરૂઓના આશીર્વાદથી જ શક્ય બન્યું. જે ‘ફીલિંગ્સ’ પરિવાર માટે ઈશ્ર્વરીય ભેટથી લગીરેય ઓછું ન કહી શકાય એવી અમૂલ્ય પ્રાપ્તિ છે..!!

 

એડિટર

Facebook Comments

You may also like

Atlanta celebrates Diwali Festival- Diwali Hulchal 2022

After a successful Diwali Halchal in 2021, Team is