આ દેશની છોકરીઓ સાથે લગ્ન કરશો તો મળશે 3 લાખ…!!!

આ દેશની છોકરીઓ સાથે લગ્ન કરશો તો મળશે 3 લાખ…!!!

- in Feelings Mirchi
5181
Comments Off on આ દેશની છોકરીઓ સાથે લગ્ન કરશો તો મળશે 3 લાખ…!!!
આ દેશની છોકરીઓ સાથે લગ્ન કરશો તો મળશે 3 લાખ...!!!

વિજય રોહિત

સોશિયલ મીડિયાનો દુરુપયોગ ક્યારેક મુશ્કેલીઓને આમંત્રણ આપી દે છે. જુઓને આઈલેન્ડમાં તો ખુદ સરકાર હેરાન પરેશાન થઈ ગઈ અને તેમણે ખૂલાસો કરવો પડ્યો. દરઅસલ વાત એમ છે કે, સોશિયલ મીડિયા પર આઈલેન્ડની યુવતીઓ સાથે લગ્ન કરવા પર બીજા દેશના યુવકને 5 હજાર ડોલર (3 લાખ 33 હજાર રૂપિયા) આપવા પડશે એવી પોસ્ટ વાઈરલ થઈ ગઈ. જેમાં એવી શરત હતી કે લગ્ન કરવા ઈચ્છુક યુવકે તે દેશની યુવતી સાથે લગ્ન કરી ત્યાં જ વસવું પડશે. આ ઓફરમાં નોર્થ આફ્રિકાના લોકોને વધુ અગ્રીમતા આપવામાં આવી હતી. જોકે આ ફેક ખબરની રિયાલીટી કાંઈક જુદી જ છે. તેની સચ્ચાઈ તપાસનાર વેબસાઈટના અનુસાર આ દેશમાં 1007 પુરુષોની સરખામણીએ 1000 મહિલા છે જ્યારે વાઈરલ ખબરમાં જણાવ્યા અનુસાર ત્યાં પુરુષોની સંખ્યા ખૂબ ઓછી છે જેથી સોશિયલ મીડિયા પર અનેક દેશના યુવકો તે દેશની યુવતીને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલવા લાગ્યા…!!! કાશ અમારો નંબર પણ લાગી જાય

 

આને કહેવાય ગજબનો આત્મવિશ્ર્વાસ

કેટલાક લોકોમાં ગજબનો આત્મવિશ્ર્વાસ હોય છે અને તેના માટે તે કાંઈપણ દાવ પર લગાવી દેતા હોય છે. હા, આજે તમને એવા જ એક મહાશય સાથે મળાવીએ છે જેણે પોતાના આત્મવિશ્ર્વાસના દમ પર જિંદગભરની કમાણી દાવ પર લગાવી દીધા. 37 વર્ષના સ્ટુઅર્ટ વિલ્સે 12 વર્ષ પહેલાં 27 લાખમાં જમીન ખરીદી હતી. સ્ટુઅર્ટને હિસ્ટ્રીમાં ખૂબ રસ છે અને તેને હંમેશાં લાગ્યું કરતું કે તેની જમીનની અંદર કોઈક રહસ્ય છૂપાયું છે. આખરે તેણે જીવનભરની કમાણી આ પ્લોટ પર લગાડી દીધી અને તેનું ખોદકામ શરૂ કરાવ્યું. જેમ જેમ કામ આગળ વધતું ગયું તેમ તેમનો આત્મવિશ્ર્વાસ દૃઢ થતો ગયો અને ખરેખર એક દિવસ તેમની ધારણા મુજબ આખું નગર આ જમીનની નીચેથી મળી આવ્યું…!!!

 

આવશે

બે પછી ત્રણ આવશે,
લોભ હર ક્ષણ આવશે.
ફૂલ કેરી વાટમાં,
કંટકો પણ આવશે.
મોતની બારાતમાં,
કેટલાં જણ આવશે?
ઠોકરો ખાધાં પછી,
સાન સમજણ આવશે.
શબ્દ કેરાં બાણથી,
જિગરમાં વ્રણ આવશે.
રાન કેરી રાહમાં,
ઝાંઝવાં પણ આવશે.
અંધકારી રાતમાં,
ઓસનાં ધણ આવશે.

– યોગેશ આર.જોશી, હાલોલ
મો : 98790 પ6636

 

 

આપ કા SMS

હસરત-એ દીદાર કે લિયે
ઉસકી ગલી મેં મોબાઈલ કી દુકાન ખોલી
મત પૂછો અબ હાલાત એ બેબસી એ ગાલિબ
રોજ એક નયા શખ્શ ઉનકે નંબર પે રિચાર્જ કરવાને આતા હૈ…!!!

– મનોજ રાણા, જૂનાગઢ

 

 

હલ્લા-ગુલ્લ

Ek Ladka Scooty Par Ja Raha Tha
Scooty Ka Tyre Bhains K Gobar
K Beech Mein Se Guzer Gya,
Qareeb Kuch Ladkiya Khadi Thi.

Unho Ney Taliyan Baja K Kaha :
“Happy Birthday To U”

Ladka Ruka Or Bola:
“Wish Karney Se Kaam Nahi Chaley Ga”.
“Cake To Khana Hi Padega”

–  સુરેશ પરમાર, વલસાડ

 

 

સૂડી-સોપારી
રુકાવટ તો જીવિત માટે હોય છે
મૃત માટે તો સૌ કોઈ રસ્તો
ખાલી કરી દેતા હોય છે.

– વોટ્સએપ જ્ઞાન

 

Facebook Comments

You may also like

UMBARRO- Gujarati movie special screening by IGSCA Atlanta-USA

IGSCA-International Gujarati Cultural Society Atlanta, USA is committed