- અંજના ગોસ્વામી
દિવાળીનો તહેવાર “પ્રકાશના પર્વ તરીકે જાણીતો છે ત્યારે તેનો સૌથી વધારે આધ્યાત્મિક અર્થ થાય છે, “મનના પ્રકાશની જાગૃતિ. સ્થૂળ શરીર અને મનની પેલે પાર પણ કશુંક છે, જે શુદ્ધ, અનંત અને અવિનાશી છે અને તેને આત્મા કહેવાય છે તેવી વિચારધારા હિન્દુ તત્વજ્ઞાનનું કેન્દ્ર છે. આપણે જેવી રીતે આપણા સ્થૂળ જન્મને ઉજવીએ છીએ તેવી રીતે દીપાવલી આંતરિક પ્રકાશનો તહેવાર છે.
રામનું અયોધ્યા આગમન : વનવાસ અને યુદ્ધમાં રાવણના મૃત્યુ પછી ૧૪ વર્ષે અયોધ્યાના રાજા રામ પોતાની પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે અયોધ્યા પરત ફર્યા તેની ખુશીમાં પણ દિવાળી ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે અંધકારભર્યા માર્ગમાં પ્રકાશ પાથરવા માટે અયોધ્યાના લોકોએ ઘીના દીવા કર્યા હતા. દક્ષિણ ભારતમાંથી રામે પોતાના ઉત્તર ભારતમાં તેમના રાજ્ય તરફ મુસાફરી કરી હોવાથી તેઓ પહેલા દક્ષિણમાંથી પસાર થયા હતા.આ કારણથી દક્ષિણ ભારતમાં આ તહેવાર એક દિવસ વહેલો ઉજવાય છે.
નરકાસુરનો વધ : દિવાળીના એક દિવસ પહેલા નરક ચતુર્દશીનો દિવસ ઉજવાય છે. કહેવાય છે કે, અત્યાચારી રાક્ષસ નરકાસુરનો વધ કૃષ્ણના પત્ની સત્યભામાએ કર્યો હતો. આ ઘટના કૃષ્ણના અવતાર સમયે દ્વાપર યુગમાં બની હતી. અન્ય એક કથા મુજબ, રાક્ષસને કૃષ્ણેે માર્યો હતો (કૃષ્ણેે પત્ની સત્યભામાને ઈન્દ્રને હરાવવા નર્શને મારવા ઉશ્કેર્યા હતા. ગોવર્ધન પૂજા દિવાળીના એક દિવસ બાદ ઉજવાય છે. આ દિવસે કૃષ્ણે વરસાદ અને વીજળીના દેવતા ઈન્દ્રને હરાવ્યા હતા.
છઠ્ઠા શીખ ગુરુ ગુરુ હર ગોબિંદજી (૧૫૯૫-૧૬૪૪)ને બાદશાહ જહાંગીરે અન્ય ૫૬ હિન્દુ રાજાઓની સાથે ગ્વાલિયરના કિલ્લામાં બંદી બનાવ્યા હતા, તેમને મુક્ત કરાયા બાદ પરત આવ્યા ત્યારથી તેમની યાદમાં શીખ ધર્મમાં અમૃતસર શહેરને ઝગમગાવવામાં આવે છે અને ત્યારથી દિવાળી મહત્ત્વ ધરાવે છે. અન્ય કેદીઓને મુક્ત કર્યા બાદ તેઓ પવિત્ર શહેર અમૃતસરમાં આવેલ દરબાર સાહિબ (સુવર્ણ મંદિર) ગયા હતા અને ત્યાં લોકોએ મીણબત્તીઓ અને દીવડાઓ પ્રગટાવીને ગુરુને ઉમળકાભેર આવકાર આપ્યો હતો. આ કારણથી શીખો દિવાળીને બંદી છોડ દિવસ- “કેદમાં પૂરાયેલા લોકોની આઝાદીનો દિવસ પણ કહે છે. હિન્દુ બહુમતી ધરાવતા દેશ નેપાળના બૌદ્ધ ધર્મીઓમાંથી નેવાર બૌદ્ધ ધર્મીઓ પણ આ તહેવાર ઉજવે છે. ભારત અને નેપાળમાં હવે દિવાળીને રાષ્ટ્રીય તહેવાર ગણવામાં આવે છે અને ધર્મ-સંપ્રદાયના ભેદભાવ વગર નેપાળ અને ભારતના મોટાભાગના લોકો આ તહેવારના ધાર્મિક માહાત્મ્યનો લાભ મેળવે છે.
છેલ્લા જૈન તીર્થંકર ભગવાન મહાવીરે આ દિવસે કારતક મહિનાની ચૌદસે ઈસ. પૂર્વે ૫૨૭ની ૧૫ ઓક્ટોબરે પાવાપુરી ખાતે નિર્વાણ અથવા મોક્ષ મેળવ્યો હતો, છઠ્ઠી સદીના રાજ્યો યતિવર્શબાના તિલ્યાપન્નતિમાંથી : ભગવાન મહાવીરે સ્થાપેલા ધર્મનું પાલન જૈનો આજે પણ કરે છે. પરંપરા મુજબ મહાવીરના મુખ્ય શિષ્ય ગણધર ગૌતમ સ્વામીએ પણ સંપૂર્ણ જ્ઞાન (કેવલજ્ઞાન) આ દિવસે મેળવ્યું હતું, આમ આ કારણોથી દિવાળી જૈનોના સૌથી વધુ મહત્વના તહેવારોમાંનો એક છે. મહાવીરે અમાસની (નવો ચંદ્ર) વહેલી પરોઢે નિર્વાણ મેળવ્યું હતું. ઈસ. પૂર્વે ત્રીજી સદીમાં આચાર્ય ભદ્રબાહુ રચિત કલ્પસૂત્ર અનુસાર ઘણા દેવતાઓ ત્યાં ઉપસ્થિત હતા અને અંધકારને પ્રકાશથી અજવાળતા હતા.
૧૭૩૪માં વૃદ્ધ શીખ વિદ્વાન અને રણનીતિજ્ઞ ભાઈ મણિ સિંઘની શહીદી દિવાળી સાથે સંકળાયેલી શીખોની અન્ય મહત્વની ઘટના છે, તેઓ હમીર સાહિબ (સુવર્ણ મંદિર) ના ગ્રંથિ (પવિત્ર શીખ ગ્રંથના રક્ષક/વાચક) હતા. દિવાળીના દિવસે ખાલસાના ધાર્મિક સંમેલનમાં તેમણે મુઘલ બાદશાહ દ્વારા બિન-મુસ્લિમો પાસેથી વસૂલાતો ઝઝિયા ચૂકવવાની અક્ષમતા દર્શાવી હતી અથવા ના પાડી હતી. આ અને અન્ય શીખોની શહાદતના કારણે સ્વાતંત્ર્ય માટેનો ખાલસા સંઘર્ષ તીવ્ર બન્યો અને પરિણામે દિલ્હીની ઉત્તરમાં ખાલસા શાસન સ્થાપવામાં સફળતા મળી. ભાઈ મણિ સિંઘ મહાન વિદ્વાન હતા અને તેમણે ૧૭૦૪માં ગુરુ ગોબિંદ સિંઘજીના વક્તવ્ય પરથી ગુરુ ગ્રંથ સાહિબની આખરી આવૃત્તિ લખી હતી. તેમણે ૧૭૦૮માં હરમિંદર સાહિબનું સંચાલન હાથમાં લીધું હતું. દિવાળીમાં ધાર્મિક સંમેલન રાખવા માટે ૧૭૩૭માં તેમણે રૂા. ૫,૦૦૦ (કેટલાંક લેખકોના મતે રકમ રૂા. ૧૦,૦૦૦ હતી) નો જંગી કર ચૂકવીને પંજાબના મુઘલ સૂબા ઝકરિયા ખાન પાસેથી મંજૂરી લીધી હતી. હરમંદિર સાહિબ ખાતે બંદી છોડ દિવસની ઉજવણીમાં જોડાવા માટે સમગ્ર ભારતના શીખોને આમંત્રણ આપવામાં આવ્યા હતા. ભાઈ મણિ સિંઘજીએ વિચાર્યું હતું કે દિવાળીની ઉજવણીમાં એકઠા થનાર શીખો પાસેથી લવાજમ તરીકે કરની રકમ એકઠી કરી શકાશે. પરંતુ પાછળથી ભાઈ મણિ સિંઘજીને સંમેલન દરમિયાન એકઠા થયેલા શીખોની હત્યા કરવાની ઝકરિયા ખાનની ગુપ્ત યોજનાની જાણ થઈ ગઈ. ઉજવણી માટે એકત્ર નહિ થવા માટે ભાઈ મણિ સિંઘજીએ તરત જ શીખોને સંદેશો મોકલ્યો. ભાઈ મણિ સિંઘજી કર માટેની રકમની વ્યવસ્થા કરવામાં નિષ્ફળ રહ્યા હોવાથી ઝકરિયા ખાન નારાજ થયો હતો. તેણે લાહોર ખાતે ભાઈ મણિસિંઘની કતલનો આદેશ આપ્યો અને એક-એક અંગ કાપીને તેમની ક્રૂર હત્યા કરવામાં આવી. ત્યારથી શહીદ ભાઈ મણિસિંઘજીના મહાન બલિદાન અને સમર્પણની યાદમાં બંદી છોડ દિવસ (દિવાળી)ની ઉજવણી કરવામાં આવે છે.
મુઘલ સામ્રાજ્ય સામે બળવો
દિવાળીનો તહેવાર બૈસાખી પછીનો બીજો સૌથી વધુ મહત્વનો દિવસ બન્યો, કારણ કે આ દિવસે ૧૬૯૯માં દસમા ગુરુ ગોબિંદ સિંઘ દ્વારા ઔપચારિક રીતે ખાલસાની સ્થાપના કરાઈ. બિન-મુસ્લિમો અને ખાસ કરીને શીખો પર મુઘલ સામ્રાજ્યના અત્યાચારો કે જે ૧૮મી સદી દરમિયાન વધારે સઘન બન્યા હતા, તેની સામેની શીખોની લડાઈ આ દિવસોમાં કેન્દ્રસ્થાને હતી.પંજાબમાં ખેતીની જમીન માટેના બળવાનું નેતૃત્વ લેનાર બંદા બહાદુરની ૧૭૧૬માં થયેલી કતલ બાદ શીખોએ સમુદાયને લગતી બાબતોના નિર્ણય માટે વર્ષમાં બે વખત બેઠક રાખવાની પરંપરા શરૂ કરી અને પ્રથમ બૈસાખે તથા દિવાળીએ અમૃતસર ખાતે આ બેઠક યોજાઈ. આ સભાઓ સરબત ખાલસા તરીકે ઓળખાતી હતી અને તેના દ્વારા પસાર થયેલા ઠરાવો ગુરમાતા (ગુરૂનો આદેશ) તરીકે જાણીતા બન્યા.
નેપાળમાં દિવાળી દરમિયાન પરિવાર મિલન વધારે મહત્વ ધરાવે છે. સમુદાયના લોકો જૂથ બનાવીને ગીતો અને નૃત્ય જેવી રમત “દેઉસી અને ભઈલો રમે છે. લોકો સમુદાયમાં તમામ લોકોના ઘરોએ જાય છે અને ગીતો ગાય છે તથા નૃત્ય કરે છે, તથા જે ઘરે ગયા હોય તેને શુભકામના પાઠવે છે, જ્યારે કે મકાનધારક તેમને ચોખા જેવા ધાન્ય, રોટલી, ફળો અને નાણાં આપે છે. તહેવાર બાદ લોકો એકત્ર થયેલ નાણામાંથી કેટલોક ભાગ સેવાકાર્યો માટે અથવા જૂથના કલ્યાણ માટે દાનમાં આપે છે અને બાકીના નાણાં તથા ખોરાક લઈને તેઓ પ્રવાસમાં જાય છે. લોકો ડોર પિંગ કહેવાતી હીંચકા પણ રમે છે, જે જાડા દોરડા અને પીરકે પિંગ અથવા લાકડાના રંગટે પિંગમાંથી બને છે.
દિવાળી વિશ્ર્વના વિવિધ ભાગોમાં ઉજવાય છે, યુનાઈટેડ કિંગડમ, નેધરલેંડ, ન્યૂઝીલેન્ડ, સુરીનામ, કેનેડા, ગુયાના, કેન્યા, મોરિશિયસ, ફિજિ, જાપાન, ઈન્ડોનેશિયા, મલેશિયા, મ્યાનમાર, નેપાળ, સિંગાપોર, શ્રીલંકા, દક્ષિણ આફ્રિકા, ટાન્ઝાનિયા, ટ્રિનિદાદ એન્ડ ટોબેગો, જમૈકા, થાઈલેન્ડ, યુનાઈટેડ આરબ અમિરાત, ઓસ્ટ્રેલિયા જેવા દેશો, આફ્રિકાના ઘણા વિસ્તારોમાં, અને યુનાઈટેડ સ્ટેટ્સ સહિત અનેક દેશોમાં ઉજવણી થાય છે. એટલે કે ભારત અને શ્રીલંકાના વધારેને વધારે લોકો વિશ્ર્વના વિવિધ ભાગોમાં સ્થળાંતર કરી રહ્યા હોવાથી દિવાળીની ઉજવણી થતી હોય તેવા દેશોની સંખ્યા ધીમે-ધીમે વધી રહી છે. કેટલાંક દેશોમાં મુખ્યત્વે ભારતીય મૂળની વ્યક્તિઓ દ્વારા તેની ઉજવણી થતી હોવા છતાં અન્ય લોકોમાં પણ તે સામાન્ય સ્થાનિક સંસ્કૃતિનો ભાગ બની ગયું છે. નાની-મોટી ભિન્નતાને બાદ કરીએ તો આમાંથી મોટાભાગના દેશોમાં દિવાળી આ લેખમાં જણાવ્યા મુજબની રીતે જ ઉજવાય છે. કેટલાંક મહત્વના ફેરફારોે ઉલ્લેખનીય છે.
નેપાળમાં દિવાળીને “તિહાર અથવા “સ્વાન્તિ તરીકે ઓળખવામાં આવે છે. ઓક્ટોબર/નવેમ્બરના સમયગાળા દરમિયાન તેની ઉજવણી થાય છે. અહીંયા પાંચ દિવસ માટે તહેવારની ઉજવણી થાય છે અને ભારત કરતાં તેની પરંપરા અલગ છે. પ્રથમ દિવસે (કાગ તિહાર) કાગડાઓને દૈવી દૂત ગણીને ભોગ ધરાવવામાં આવે છે. બીજા દિવસે (કૂકૂર તિહાર) વફાદારી માટે કૂતરાઓની પૂજા કરાય છે. ત્રીજા દિવસે લક્ષ્મી પૂજા થાય છે અને ગાયનું પૂજન કરાય છે. નેપાળ સંવત મુજબ આ છેલ્લો દિવસ છે તેથી ઘણા વેપારીઓ આ દિવસે તેમના હિસાબો ચોખ્ખા કરીને બંધ કરે છે અને ઐશ્ર્વર્યના દેવી લક્ષ્મીની પૂજા કરે છે. ચોથો દિવસ નવા વર્ષ તરીકે ઉજવાય છે. આ દિવસે સાંસ્કૃતિક સરઘસો અને અન્ય ઉજવણીઓનું આયોજન થાય છે. નેવારો આને “મહાપૂજા તરીકે ઉજવે છે અને આ દિવસે આગામી વર્ષ માટે શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવાની વિશેષ વિધિમાં શરીરની પૂજા કરે છે. “ભાઈ ટીકા તરીકે ઓળખાતા પાંચમા અને છેલ્લા દિવસે ભાઈઓ અને બહેનો મળે છે તથા ભેટની આપ-લે કરે છે.
મલેશિયામાં દિવાળીને “હરી દીપાવલી તરીકે ઓળખવામાં આવે છે અને હિન્દુ સૂર્ય પંચાંગના સાતમા મહિના દરમિયાન તેની ઉજવણી થાય છે. સમગ્ર મલેશિયામાં સરકાર દ્વારા જાહેર રજા હોય છે. ભારતીય ઉપખંડમાં પળાતી પરંપરાને તે ઘણી રીતે મળતી આવે છે. ‘ખુલ્લા આવાસ’ યોજાય છે, જ્યાં હિન્દુ મલેશિયનો વિવિધ જાતિ અને ધર્મના સભ્યોને આવકારે છે અને સમૂહભોજન લે છે. ‘ખુલ્લા આવાસ’ અથવા ’રુમાહ તેર્બુકા’ એ મલેશિયાની આગવી પ્રથા છે અને કોઈ પણ તહેવારના પ્રસંગે તમામ મલેશિયનો દ્વારા સૌહાર્દ અને મિત્રતાના બંધનની ઝાંખી કરાવે છે.