-ફાલ્ગુની વસાવડા30 જૂન વર્લ્ડ એસ્ટ્રોઈડ ડે! શું છે એસ્ટ્રોઈડ? અને એનાથી આપણને શું નુકસાન થઈ શકે? હિન્દુ સંસ્કૃતિમાં જો કોઈ વિષયને સૌથી વધુ મહત્વ આપવામાં આવ્યું હોય તો તે ખગોળશાસ્ત્ર છે. ગ્રહ-નક્ષત્રોના સ્થાનના આધારે વાર, તિથિ, મહિના તેમજ સૂર્યવર્ષ અને ચંદ્રવર્ષની ગણતરી કરવામાં આવે છે, જેને આપણે પંચાંગ કહીએ છીએ. નાસા અને ઈસરો જેવી સંસ્થાઓની સ્થાપના …
ખગોળવિજ્ઞાનથી ગ્રહ સંરક્ષણ સુધી એસ્ટ્રોઈડનું રહસ્ય અને ભારતની તૈયારી

-ફાલ્ગુની વસાવડા
30 જૂન વર્લ્ડ એસ્ટ્રોઈડ ડે! શું છે એસ્ટ્રોઈડ? અને એનાથી આપણને શું નુકસાન થઈ શકે?
હિન્દુ સંસ્કૃતિમાં જો કોઈ વિષયને સૌથી વધુ મહત્વ આપવામાં આવ્યું હોય તો તે ખગોળશાસ્ત્ર છે. ગ્રહ-નક્ષત્રોના સ્થાનના આધારે વાર, તિથિ, મહિના તેમજ સૂર્યવર્ષ અને ચંદ્રવર્ષની ગણતરી કરવામાં આવે છે, જેને આપણે પંચાંગ કહીએ છીએ. નાસા અને ઈસરો જેવી સંસ્થાઓની સ્થાપના પણ નહોતી થઈ, ત્યારથી જ આપણી સંસ્કૃતિના ઋષિમુનિઓના બહોળા જ્ઞાનના આધારે સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ, ચોઘડિયા તથા ગ્રહ-નક્ષત્રોની ગોઠવણી અનુસાર રાશિ, તિથિનો ક્ષય, એક જ તિથિ બે વખત આવવી જેવી ખગોળીય ઘટનાઓની અત્યંત ચોક્કસ ગણતરી કરીને આખા વર્ષનું પંચાંગ તૈયાર કરવામાં આવતું હતું.
હવે સમજીએ કે આ એસ્ટ્રોઈડ છે શું? આપણે સૌ જાણીએ છીએ કે પૃથ્વી સહિતના તમામ ગ્રહો અકાશ ગંગામાં તરે છે. પૃથ્વી પોતાની ધરી પર ઙ્કણ ફરે છે અને સૂર્ય આસપાસ પણ ફરે છે જેઙ્ગા કારણે દિવસ અઙ્ગે રાત થાય છે. પણ આ નવ ગ્રહ એટલે સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ એટલે કે સૂર્ય અને પ્લુટો તેમજ પૃથ્વી. બ્રહ્માંડની ઉત્પત્તિ દરમિયાઙ્ગ આ ગ્રહઙ્ગી રચઙ્ગા ઙ્ખઈ અને પછી જે ખડક કે ધાતુઓનો કાટમાળ બચ્યો તેઙ્ગે એસ્ટ્રોઈડ અઙ્ખવા લઘુગ્રહો કહેવામાં આવે છે. જે મોટેભાગે ગુરુત્વાકર્ષણનાં કારણે સૂર્યની આસપાસ તરતા હોય છે! પરંતુ જો ગુરુત્વાકર્ષણનાં મુખ્ય પરિબળમાં જો વધઘટ થાય તો એ ગ્રહ સાથે અથડાય છે! અને બહુ મોટા પ્રલય જેવી ઘટના ઘટે છે, એે જ્યાં ટકરાય ત્યાં મોટા પ્રમાણમાં વિનાશ થાય છે! તેનું કોઈ નિશ્ર્ચિત સ્થાન નથી, પરંતુ મોટાભાગના એસ્ટ્રોઈડ મંગળ અને ગુરુ ગ્રહની વચ્ચે આવેલા એસ્ટ્રોઈડ બેલ્ટમાં જોવાં મળે છે. હાલના પ્રાકૃતિક પ્રદૂષણનાં પ્રતાપે ગુરુત્વાકર્ષણ વધી જાય તો અમુક એસ્ટ્રોઈડ પોતાની ભ્રમણ કક્ષા છોડી પૃથ્વી નજીક આવી જાય છે! જે આપણા માટે સંભવિત ખતરો છે.

૩૦ જૂને એસ્ટ્રોઈડ દિવસ ઉજવવાનું કારણ એ છે કે ૧૯૦૮ ની ૩૦ જૂનના રોજ સાઈબેરિયા એટલે રશિયાના તુન્ગુસ્કામાં લઘુગ્રહ (એસ્ટ્રોઈડ) ટકરાવાની ઘટના બની હતી. આ ઈતિહાસની સૌથી મોટી નોંધાયેલી લઘુગ્રહની અસર હતી, જેના કારણે આશરે ૮૦૦ ચોરસ માઈલ વિસ્તારમાં કરોડો વૃક્ષો નાશ પામ્યા હતા. આ વિનાશક ઘટનાની યાદમાં જ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ૨૦૧૬માં આ દિવસને અધિકૃત રીતે ઉજવવાની ઘોષણા કરવામાં આવી હતી, કે આ રીતે આવાં સંભવિત લઘુગ્રહો પૃથ્વી પર ટકરાઈ શકે છે, અને એનાથી બચવાની જાગૃતિ માટે શું કરવું?
આ ઉપરાંત ભૂતકાળમાં પણ આવી બે ત્રણ ઘટનાનો ઈતિહાસ એની ભયંકરતા બતાવે છે. જેમ કે પૃથ્વી પરથી ડાયનાસોરની પ્રજાતિનો નાશ આવી એક દુર્ઘટનાનું કારણ છે. આશરે ૬.૬ કરોડ વર્ષ પહેલાં ચિક્સલબ નામનો એસ્ટ્રોઈડ પૃથ્વી સાથે ટકરાયો હતો. તે વર્તમાન મેક્સિકો દેશના યુકાટન દ્વીપ પાસે સમુદ્રમાં ટકરાયો હતો.આ એસ્ટ્રોઈડ લગભગ ૧૦ થી ૧૫ કિલોમીટર મોટો હતો. તેના ટકરાવાથી વાતાવરણમાં એટલી વિશાળ માત્રામાં ધૂળ અને સલ્ફરના વાદળો છવાઈ ગયાં હતાં કે, સૂર્યપ્રકાશ પૃથ્વી સુધી પહોંચતો બંધ થઈ ગયો હતો. આના કારણે પૃથ્વી પર વર્ષો સુધી લાંબો શિયાળો રહ્યો પરિણામે ખોરાકની અછતને લીધે ડાયનાસોર સહિત પૃથ્વી પરના આશરે ૭૫% સજીવો નાશ પામ્યા. આવી દુર્ઘટના ઘટે નહીં તે માટે નાસા અને જાપાનની સ્પેસ એજન્સીઓ એસ્ટ્રોઈડ પર સ્પેસક્રાફ્ટ મોકલીને ત્યાંથી ધૂળ અને પથ્થરોનાં સેમ્પલ પૃથ્વી પર સફળતાપૂર્વક લાવ્યાં છે.

ભારત પણ ૨૦૨૯માં ઈસરો દ્વારા એસ્ટ્રોઈડ સંશોધન મિશનની તૈયારી કરી રહ્યું છે. આ ઉપરાંત વૈજ્ઞાનિકો એસ્ટ્રોઈડ પર પ્લેટિનમ, સોનું, ચાંદી, લોખંડ જેવી કિંમતી ધાતુઓની સંભાવનાઓનું પણ અધ્યયન કરી રહ્યા છે, જેથી ભવિષ્યમાં તેનો આર્થિક લાભ મેળવી શકાય. સાથે જ અન્ય ગ્રહોની અસર, ત્યાંનું વાતાવરણ, પાણીની ઉપલબ્ધિ અને માનવ વસવાટની શક્યતાઓ અંગે પણ સંશોધન થઈ રહ્યું છે.
વૈજ્ઞાનિકોએ એસ્ટ્રોઈડના બંધારણના આધારે તેના મુખ્ય ત્રણ પ્રકાર દર્શાવ્યા છે.
C-પ્રકાર (કાર્બોનેસિયસ): આ સૌથી સામાન્ય પ્રકાર છે. આશરે ૭૫ ટકા એસ્ટ્રોઈડ આ શ્રેણીમાં આવે છે. તે ઘેરા રંગના હોય છે અને મુખ્યત્વે કાર્બનથી બનેલા હોય છે.
S-પ્રકાર (સિલિકેટ): આ પ્રકારના એસ્ટ્રોઈડ મુખ્યત્વે પથ્થર તથા આયર્ન-મેગ્નેશિયમ જેવી ધાતુઓથી બનેલા હોય છે.
M-પ્રકાર (મેટાલિક): આ એસ્ટ્રોઈડ મુખ્યત્વે લોખંડ અને નિકલ જેવી ધાતુઓથી બનેલા હોય છે.
સ્વાભાવિક રીતે પ્રશ્ર્ન થાય કે આટલી વૈજ્ઞાનિક પ્રગતિ છતાં શું આવા અકસ્માતો અટકાવી શકાય? હાલમાં નાસા, ઈસરો અને વિશ્ર્વની અન્ય અવકાશ સંસ્થાઓ આ દિશામાં સતત કાર્ય કરી રહી છે. વૈજ્ઞાનિકોએ સ્પેસક્રાફ્ટને એસ્ટ્રોઈડ સાથે અથડાવી તેની ભ્રમણકક્ષા સફળતાપૂર્વક બદલવાનો પ્રયોગ પણ કર્યો છે, જે ભવિષ્યમાં પૃથ્વીને બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
આપણા સૌરમંડળનો સૌથી મોટો એસ્ટ્રોઈડ ‘સેરેસ’ છે, જેનો વ્યાસ આશરે ૯૪૦થી ૯૫૦ કિલોમીટર છે. તેનું કદ ચંદ્રના આશરે ચોથા ભાગ જેટલું હોવાથી તેને વામન ગ્રહનો દરજ્જો આપવામાં આવ્યો છે. જ્યારે સંપૂર્ણ ગોળાકાર ન હોય એવા એસ્ટ્રોઈડમાં ‘વેસ્ટા’ સૌથી મોટો છે, જેનો વ્યાસ આશરે ૫૨૫ કિલોમીટર છે.
ભારતની ઈસરો ટીમના ચીફ ડો. એસ. સોમનાથના જણાવ્યા અનુસાર, ભવિષ્યમાં પૃથ્વીને બચાવવા માટે એસ્ટ્રોઈડ પર લેન્ડિંગ કરવું અને તેને ડિફ્લેક્ટ એટલે માર્ગ બદલવાની ક્ષમતા વિકસાવવી એ ભારતની ભવિષ્યની મહત્વની યોજનાઓમાં સામેલ છે. આ ઉપરાંત ઈસરો અને દેશના વૈજ્ઞાનિકો અન્ય એસ્ટ્રોઈડની શોધ, મોનિટરિંગ અને ગ્રહ સંરક્ષણ ક્ષેત્રે સક્રિય રીતે સંકળાયેલા છે.
પૃથ્વીની એકદમ નજીક અને સંભવિત જોખમી ગણાતા વિશાળ એસ્ટ્રોઈડ એપોફિસ પર ઈસરો ખાસ નજર રાખી રહ્યું છે. તેનાં અભ્યાસ માટે ઈસરો આંતરરાષ્ટ્રીય મિશનમાં ભાગ લેવા પણ ઉત્સુક છે. ઈસરોએ અવકાશમાં રહેલા જોખમી પદાર્થો પર નજર રાખવા માટે નેત્રા નામની સિસ્ટમ વિકસાવી છે.

ભારતના વૈજ્ઞાનિકો ગ્રોથ ઈન્ડિયા ટેલિસ્કોપ જેવા અદ્યતન સાધનોની મદદથી એસ્ટ્રોઈડની ગતિવિધિઓ પર સતત નજર રાખે છે. એક અભ્યાસ દરમિયાન સુરતની બે વિદ્યાર્ઙ્ખિનીઓએ નવા એસ્ટ્રોઈડની શોધ કરી હતી, આ સિદ્ધિ એ વાતનો પુરાવો છે કે મંગળયાનથી લઈને આદિત્ય-એલ૧ જેવા મિશનોમાં સફળતા મેળવ્યા બાદ ભારત અવકાશ ક્ષેત્રે વિશ્ર્વ સમક્ષ પોતાની ક્ષમતા સતત સાબિત કરી રહ્યું છે.
જ્યાં ગઈકાલ સુધી આવી સિદ્ધિઓ માત્ર કલ્પના લાગતી હતી, ત્યાં આજે ભારત દરેક ક્ષેત્રમાં પડકારોનો સામનો કરીને સફળતા પ્રાપ્ત કરી રહ્યું છે. અવકાશવિજ્ઞાન સહિત દરેક ક્ષેત્રમાં તે પોતાની પ્રતિભા અને ક્ષમતાનો પરિચય આપીને વિશ્ર્વમાં આગવું સ્થાન પ્રાપ્ત કરશે. જય હિન્દ.








