પ્રકૃતિના સાંનિધ્યમાં ઉજવાયો શિવોત્સવ

પ્રકૃતિના સાંનિધ્યમાં ઉજવાયો શિવોત્સવ

- in Other Articles
2400
Comments Off on પ્રકૃતિના સાંનિધ્યમાં ઉજવાયો શિવોત્સવ

યાત્રાધામ પાવાગઢથી 12 કિમી દૂર આવેલું ગામ એટલે મોટી ઉભરવાણ. પ્રકૃતિના સાંનિધ્ય અને નૈસર્ગિક રમણીયતાને વરેલ આ ગામમાં આ વર્ષે મહાશિવરાત્રિનું ભવ્ય આયોજન થયું હતું. રવિભાણ સંપ્રદાયની કહાનવાડીના વર્તમાન ગાદીપતિ, ગુજરાતના સુપ્રસિદ્ધ સાહિત્યકાર અને ગુજરાત રાજ્યના નિવૃત્ત માહિતી નિયામક દલપત પઢિયારે આ ઉત્સવનું આયોજન કર્યું હતું…

શિવરાત્રિ એટલે સિદ્ધો માટે સાધનાની સિદ્ધિઓ પ્રાપ્ત કરવાનું પર્વ. આ દિવસને મહાશિવરાત્રિ તરીકે ઓળખવામાં આવે છે. કારણકે આ દિવસે જગત નિયંતા દેવાધિદેવ મહાદેવનું એટલે કે શિવનું શક્તિ સાથે મિલન થયું હતું. એટલે આ દિવસ એ રીતે શિવ-શક્તિની સહિયારી ઉપાસના કરતા યોગીઓ, સિદ્ધો અને અલગારીઓ માટે તો મહત્વનો દિવસ છે જ કારણકે તેમના આરાધ્યદેવ નિર્મોહી વિશ્ર્વમાંથી માયામય જગતમાં પદાર્પણ કરે છે. આ પાવન દિવસે ભારતના જાણીતા શિવસ્થાનકો અને શિવાલયો પર વિશેષ પૂજન અને હોમ-યજ્ઞનું આયોજન થતું હોય છે. તેમાં પણ ગુજરાતનું જૂનાગઢ શિવભક્તિને વરેલા એવા નિર્મોહી સાધુ-સંતો અને સન્યાસીઓનું કેન્દ્રસ્થાન છે જ્યાં એવા અલગારી સાધુ-સંતોની ફોજ શિવમેળામાં તેમના વિવિધ કરતબો સાથે શિરકત કરતી હોય છે. આ તો થઈ જાણીતા સ્થાનકો અને ધાર્મિક સંસ્થાનોની વાત જ્યાં આવી ઉજવણીઓ જગજાહેર છે.

પરંતુ, આપણાં રાજ્યના કેટલાક એવા ભાગો પણ છે જ્યાં કેટલાક અંતરિયાળ વિસ્તારમાં આવી જ અલખની ધૂણી ધખતી હોય છે. પંચમહાલનું પાવાગઢ મહાકાળી માતાનું ખ્યાતનામ સ્થાનક. ત્યાંથી 12 કિ.મી. અંતરિયાળ વિસ્તારમાં આવેલું ચેલાવાડા ગામ. આ ગામના સ્થાનકદેવ ‘બાબાદેવ’. જ્યાં થોડાક સમય પહેલાં પશુબલિની પ્રથા બંધ થઈ છે, એ જ ચેલાવાડા ગામને અડોઅડ આવેલું ગામ એટલે મોટી ઉભરવાણ. પ્રકૃતિના સાંનિધ્ય અને નૈસર્ગિક રમણીયતાને વરેલું આ ગામ આમ તો ખૂબ જ નાનું છે. અહીંયા પણ ચેલાવાડા જેવી જ જીવહત્યાની અને બલિપ્રથાની માન્યતાઓ લોકોમાં પ્રવર્તતી હતી. પણ કહેવાય છેને કે જેમ જેમ શિક્ષણનો વ્યાપ વધે છે તેમ તેમ આંખો પર પડેલા પડદા દૂર થાય છે અને અંધશ્રદ્ધાઓનું આવરણ તૂટી માનવ પોતે પશુવત વિચારવાની જગ્યાએ એક વિવેકપૂર્ણ સામાજિક પ્રાણી તરીકે તેની દ્રષ્ટિ કેળવાય છે.

મોટી ઉભરવાણમાં પણ એવી જ એક પરિવર્તનની લહેર આવી અને આ વર્ષે મહાશિવરાત્રિ નિમિત્તે ત્યાં ભવ્ય આયોજન થયું હતું. ગુજરાતના સુપ્રસિદ્ધ સાહિત્યકાર અને ગુજરાત રાજ્યના નિવૃત્ત માહિતી નિયામક દલપત પઢિયારે આ ભવ્ય ઉત્સવનું આયોજન કર્યું હતું. દલપતભાઈ રવિભાણ સંપ્રદાયની કહાનવાડીના વર્તમાન ગાદીપતિ છે. ગુરુગાદી પર બિરાજ્યા પછી તેમણે આ વિસ્તારની ભોળી ગ્રામીણ પ્રજાના માનસ પર અત્યાર સુધી

તરીકે ગામના કેટલાય એવા વિદ્યાર્થીઓ છે જેઓ શિક્ષણ સાથે ખૂબ જ આગળ વધીને તેમના જીવનને નવી દિશાના સૂરજના તેજોમય આવરણ હેઠળ લઈ જવામાં સફળ રહ્યા છે.

રવિભાણ સંપ્રદાયની કહાનવાડી(જી. આણંદ, તા. આંકલાવ)ની ગુરુગાદી દ્વારા દર વર્ષે મહાશિવરાત્રિ નિમિતે અલખધણીના ‘જ્યોતપાટ’નો ધાર્મિક ઉત્સવ અહીંયા ઉજવવામાં આવે છેે. શહેરમાં પઢિયાર સાહેબ તરીકે લોકપ્રિય થયેલા અને કહાનવાડીના ગાદીપતિ તરીકે ‘દલપત મહારાજ’ના વહાલસોયા નામે ઓળખાતા દલપતભાઈ પઢિયાર ગુજરાતી કવિઓમાં અગ્રેસર સ્થાન તો ધરાવે જ છે. તેમના વ્યાખ્યાનો અને એમની કવિતાઓ સાંભળવાનો લ્હાવો પણ એટલો જ અનેરો હોય છે. પાટ વિશેની વિગતવાર વાત જણાવતાં તેઓ કહે છે કે જેમ ‘રામાપીરના પાટ’ ઓળખાય છે. તેવી જ અહીંની ‘પાટ’ પરંપરા છે. આ પાટ પરંપરા લગભગ 2000 વર્ષ પુરાણી છે. જેમાં જમીન પર બાજોઠનું વિધિપૂર્વક સ્થાપન કરવામાં આવે છે. સ્થાનશુદ્ધિ સાથે પાટ પર મધ્ય રાત્રિએ ‘જ્યોત પ્રકાશ’ કરવામાં આવે છે. આ જયોત આખી રાત અખંડ રહે છે અને તેની હાજરીમાં જ ભજન-સત્સંગ ચાલે છે. ‘પાટ’ને અહીંયા ધરતી પરના પિંડના પ્રતીકરૂપે મનાય છે. આ સાધના ‘બીજ-માર્ગી સાધના’, ‘નિજાર સાધના’, ‘નિજિયા ધરમની સાધના’ તરીકે ઓળખાય છે જેમાં અઢારે વર્ણના આલમે આવકાર આપ્યો છે. આ સાધનાનું મહત્ત્વ જતિ-સતીની સાધના તરીકે પ્રચલિત છે. એટલે કે મહાશિવરાત્રિ જેમ શિવવિવાહ માટે ઉજવાય છે તેવું જ આ સાધના પણ સજોડે કરવાની સાધના છે. જેમાં રામદે-ડાલીબાઈ, રુપાદે-માલદે, જેસલ-તોરલ, લાખો-લોયણ, દેવાયત-દેવળદે, ખીમળીયો કોટવાળ-ડાળલદે આદિ દૈવી શક્તિ ધરાવનાર મહામાનવથી આ પંથઉજ્જ્વળ થયેલો છે.

આ પંથમાં નારીના ગૌરવ વિશે જે આગવી વિચારધારા છે તે જવલ્લેજ આવા કોઈ ગ્રામીણ વિસ્તારમાં જોવા મળશે. આ પ્રસંગે ગુરુગાદી કહાનવાડીના નારાયણરામ મહારાજના શિષ્ય અને ઉભરવાણની આ ભવ્ય મહાશિવરાત્રિના મુખ્ય આયોજક અને ઘેલાપુરી આશ્રમના શ્રી કલ્યાણરામ મહારાજે આ ‘પાટ’ ઉત્સવને લોકોત્તર ઉજવવા માટે ક્યારથી શરૂ કરાયું તે વિશે પણ જણાવ્યું હતું. આ પ્રસંગે સ્થાનિક સત્તા પક્ષના ધારાસભ્યો અનુભાઈ રાઠોડ, કેતનભાઈ ઈનામદાર, પૂર્વ ધારાસભ્ય શ્રી ફતેસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા.

શિક્ષણ આવતાની સાથે જ વ્યસનમુક્તિ અને યોગ્ય કેળવણી થકી જીવહત્યા નિવારણની વિચારધારાને ગ્રામીણજનોએ ધીમે ધીમે સ્વીકારવા માંડી. જે તેમના સક્ષમ પ્રયાસોનું જ પરિણામ છે. એ સાથે જ લોકોમાં સંસ્કાર કેળવાતાં જીવનમાં શિક્ષણનું શું મહત્વ છે અને શિક્ષણથી રાષ્ટ્ર અને સ્વનું કેવું ઉત્થાન કરી શકાય તેની પણ અહીંની પ્રજામાં સમજણ આવી.

મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે માનવ મહેરામણના સાંનિધ્યમાં ગુરુગાદીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રા વનવિસ્તારના ગામો, ફળિયાઓ કે જેને હજી શહેરની તર્જ પર આધુનિકરણ કરવાનું બાકી છે છતાં પણ લોકોત્સાહ અને ઉર્મિઓના હિલ્લોળે ચડીને જંગલના ઉંચા-નીચા ઢાળ-ઢોળાવોવાળા માર્ગે થઈને સદૈવ શાંતિની ચાદર ઓઢીને રમ્ય આનંદની અનુભૂતિ કરી રહેલા જંગલ વિસ્તારમાં જાણે કે સાક્ષાત મહાદેવે આગમન કર્યુું હોય તેવી અનુભૂતિ લોકોને થઈ રહી હતી.  આ શોભાયાત્રા ત્યાંના સ્થાનિક ધર્મ સ્થાનોની મુલાકાત લેતી લેતી લગભગ ચાર કલાકની ગ્રામ્ય પરિક્રમા કરીને ઉત્સવસ્થાને પરત ફરી હતી.

ગ્રામીણ વિસ્તારના લોકો માટે તો આ ઉત્સવ જાણે કે ‘સોને પે સુહાગા’ હોય તેવો ચૈતસિક આનંદ અપાવનારો અવસર રહ્યો હતો. સર્વે આગંતુક ગ્રામીણો અને આમંત્રિત મહેમાનોએ પણ આ પ્રસંગે નાચ-ગાન અને વિવિધ વાદ્યોના તાલ પર નૃત્યની પરંપરા જાળવીને આદિવાસી સમુદાયના કલાકારોએ આખા ઉત્સવને આનંદથી ભરી દીધો હતો.

મોટી ઉભરવાણ ગામની વાત કરીએ તો એ પંચમહાલ જિલ્લામાં રેવન્યુ ગણતરીની દ્રષ્ટિએ કદાચ સૌથી મોટું અને સાડા ત્રણ હજાર મતદારોનો બહોળો સમુદાય ધરાવતું ગામ છે. શિક્ષણને લગતી સુવિધાઓથી પણ એટલું જ પગભર થયેલું મોટી ઉભરવાણ ગામ 3 પ્રાથમિક શાળાઓ ધરાવે છે અને ગામની અડધી વસ્તી જેટલા બાળકો એટલે કે લગભગ 1200 થી 1300 બાળકો અહીંયા શિક્ષણની સુવિધાઓનો લાભ ઉઠાવે છે. શિક્ષણની ઉપલબ્ધિ તરીકે ગામના કેટલાય એવા વિદ્યાર્થીઓ છે જેઓ શિક્ષણ સાથે ખૂબ જ આગળ વધીને તેમના જીવનને નવી દિશાના સૂરજના તેજોમય આવરણ હેઠળ લઈ જવામાં સફળ રહ્યા છે.

રવિભાણ સંપ્રદાયની કહાનવાડી(જી. આણંદ, તા. આંકલાવ)ની ગુરુગાદી દ્વારા દર વર્ષે મહાશિવરાત્રિ નિમિતે અલખધણીના ‘જ્યોતપાટ’નો ધાર્મિક ઉત્સવ અહીંયા ઉજવવામાં આવે છેે. શહેરમાં પઢિયાર સાહેબ તરીકે લોકપ્રિય થયેલા અને કહાનવાડીના ગાદીપતિ તરીકે ‘દલપત મહારાજ’ના વહાલસોયા નામે ઓળખાતા દલપતભાઈ પઢિયાર ગુજરાતી કવિઓમાં અગ્રેસર સ્થાન તો ધરાવે જ છે. તેમના વ્યાખ્યાનો અને એમની કવિતાઓ સાંભળવાનો લ્હાવો પણ એટલો જ અનેરો હોય છે. પાટ વિશેની વિગતવાર વાત જણાવતાં તેઓ કહે છે કે જેમ ‘રામાપીરના પાટ’ ઓળખાય છે. તેવી જ અહીંની ‘પાટ’ પરંપરા છે. આ પાટ પરંપરા લગભગ 2000 વર્ષ પુરાણી છે. જેમાં જમીન પર બાજોઠનું વિધિપૂર્વક સ્થાપન કરવામાં આવે છે. સ્થાનશુદ્ધિ સાથે પાટ પર મધ્ય રાત્રિએ ‘જ્યોત પ્રકાશ’ કરવામાં આવે છે. આ જયોત આખી રાત અખંડ રહે છે અને તેની હાજરીમાં જ ભજન-સત્સંગ ચાલે છે. ‘પાટ’ને અહીંયા ધરતી પરના પિંડના પ્રતીકરૂપે મનાય છે. આ સાધના ‘બીજ-માર્ગી સાધના’, ‘નિજાર સાધના’, ‘નિજિયા ધરમની સાધના’ તરીકે ઓળખાય છે જેમાં અઢારે વર્ણના આલમે આવકાર આપ્યો છે. આ સાધનાનું મહત્ત્વ જતિ-સતીની સાધના તરીકે પ્રચલિત છે. એટલે કે મહાશિવરાત્રિ જેમ શિવવિવાહ માટે ઉજવાય છે તેવું જ આ સાધના પણ સજોડે કરવાની સાધના છે. જેમાં રામદે-ડાલીબાઈ, રુપાદે-માલદે, જેસલ-તોરલ, લાખો-લોયણ, દેવાયત-દેવળદે, ખીમળીયો કોટવાળ-ડાળલદે આદિ દૈવી શક્તિ ધરાવનાર મહામાનવથી આ પંથઉજ્જ્વળ થયેલો છે.

આ પંથમાં નારીના ગૌરવ વિશે જે આગવી વિચારધારા છે તે જવલ્લેજ આવા કોઈ ગ્રામીણ વિસ્તારમાં જોવા મળશે. આ પ્રસંગે ગુરુગાદી કહાનવાડીના નારાયણરામ મહારાજના શિષ્ય અને ઉભરવાણની આ ભવ્ય મહાશિવરાત્રિના મુખ્ય આયોજક અને ઘેલાપુરી આશ્રમના શ્રી કલ્યાણરામ મહારાજે આ ‘પાટ’ ઉત્સવને લોકોત્તર ઉજવવા માટે ક્યારથી શરૂ કરાયું તે વિશે પણ જણાવ્યું હતું. આ પ્રસંગે સ્થાનિક સત્તા પક્ષના ધારાસભ્યો અનુભાઈ રાઠોડ, કેતનભાઈ ઈનામદાર, પૂર્વ ધારાસભ્ય શ્રી ફતેસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા.

Facebook Comments

You may also like

ભારત તથા અન્ય દેશોમાં ઉજવાતો ઉત્સવ ‘દિવાળી’

અંજના ગોસ્વામી દિવાળીનો તહેવાર “પ્રકાશના પર્વ તરીકે જાણીતો