Category: Entertainment

HomeEntertainment

બરફ ગોળો

‘બધિર’ અમદાવાદી આજકાલ છોકરીઓ સેલ્ફી લેતી વખતે હોઠથી પાઉટ બનાવતી હોય છે. નાયિકાની આ અદાને કવિઓએ હજી સુધી એમની કવિતાઓમાં વણી નથી એટલે સર્ટિફાઇડ અદા તો ન ગણાય, પણ ફેસબુક ઉપર આવા ફોટાને હજાર દોઢ હજાર લાઇક્સ તો આસાનીથી મળી જતાં હોય છે. અહીં વાત પાઉટની છે. પાઉટ એટલે સામે કોઇ હોય નહિ પણ નાના …

Kuch Rishte Ais Bhi

કુછ રિશ્તે ઐસે ભી…

-  બધિર અમદાવાદી [divider][/divider] જીવદયાવાળા તો એમ કહે છે કે કૂતરા સાથે પણ સારો સંબંધ રાખવો જોઇએ. અહીં સંબંધ રાખવાનો અર્થ એ નથી કરવાનો કે બેસતા વર્ષે કૂતરું આપણે ત્યાં બેસવા આવે અને આપણે કૂતરાના ખાડામાં મઠિયા ખાવા જઇએ કે પછી એ ભાદરવામાં લગન લે ત્યારે સારાં કપડાં પહેરીને આપણે મહાલવા જઇએ. ઘણીવાર ગુસ્સામાં પણ …

અમે આધારકાર્ડ કઢાવ્યું!

‘બધિર’ અમદાવાદી [divider][/divider] સરકારે ઇન્કમટેક્સના કામકાજ માટે આધાર કાર્ડ ફરજિયાત કરી દીધું એમાં અમારે તાકીદે આધાર કાર્ડ કઢાવવાનું આવ્યું. એની ઓફિસ તો દોઢેક કિલોમીટર જ દૂર હતી એટલે ખાસ તકલીફ નહોતી. બસ, કાર્ડમાં અમારો ફોટો સારો આવે એ માટે સારો દિવસ જોવાનો હતો. એની પાછળ કારણ પણ હતું. છેલ્લે અમે ચૂંટણી કાર્ડ કઢાવ્યું એમાં બહેરી …

વડ કેરાં વાંદરાં

‘બધિર’ અમદાવાદી [divider][/divider] વેકેશનમાં જ્યારથી મારા ભાણેજડા, એટલે કે સાગર ઉર્ફે શેતાન શેગી અને માર્ગી ઉર્ફે મેગી ખાઉં મેગી આવ્યા છે ત્યારથી બહેરી પ્રિયા દિવસમાં ત્રણ વાર ‘આ બંને જણા વડના વાંદરાં ઉતારે એવા છે’ એવી ફરિયાદ કરે છે. શી ખબર પણ અમને આ ‘વડના વાંદરા ઉતારવા’ રૂઢી પ્રયોગ કદી સમજાયો નથી. મોટે ભાગે તો …

સીમકાર્ડમાં ડાટા સાથે આટા!

આપણા દેશના લોકોને કોઇ ફિલ્મ સ્ટાર, ખેલાડી કે અન્ય સેલિબ્રિટી ગમી જાય પછી લાડમાં એને એના હુલામણા નામથી બોલાવવાનું ચાલુ થઇ જાય છે. જેમ કે, અક્ષય કુમારને અક્કી, યુવરાજ સિંહને યુવી કે સંજય દત્તને મુન્નાભાઇ તરીકે સંબોધવાનો રિવાજ છે. હમણાં સુધી કોઇ ઉદ્યોગપતિને આ માન મળ્યું નહોતું. પણ ગઇ દિવાળીથી એ મ્હેણું પણ ભાંગ્યું છે. …

વર ઘોડો અને વહુ જોકી

‘બધિર’ અમદાવાદી [divider][/divider] ના રીને મુક્ત વિહરતા પતંગિયા જેવી ગણવામાં આવતી હોય તો પુરુષ એ ઊંચે આકાશમાં ઊડતા પતંગ જેવો ગણાય જેની દોર જીવનના અલગ-અલગ તબક્કે સ્ત્રી પાસે જ હોય છે. એ તમને આકાશમાં કલાત્મક ઊડાન ભરતો, મોજથી ડોલતો, ઊંચાઇઓ સર કરતો કે પછી બીજા પતંગોને માત આપતો દેખાતો હોય તો સમજજો કે એનું સંચાલન …

બેસણા આજકલ

‘બધિર’ અમદાવાદી [divider][/divider] જેમ લોકસેવકો દ્વારા થતી અમુક જાહેરાતો પ્રથમ વિધાનસભા કે સંસદ ભવનમાં ધારાસભ્યો કે સંસદસભ્યો સમક્ષ થતી હોય છે પછી એની માહિતી અખબારો દ્વારા આમ જનતા સુધી પહોંચતી હોય છે. એમ જ છેલ્લાં કેટલાંક વરસોમાં બેસણાના દિવસની જાહેરાત સ્મશાનમાં હાજર લોકો સમક્ષ કરવાનો શિરસ્તો પડી ગયો છે. સામાન્ય રીતે દેહને અગ્નિદાહ દેવાય કે …

વાયરો અર્બન ફિલ્મોનો પણ દેશી ગીતો હિટ, કલાકાર સુપર હિટ

ગુજરાતમાં લગનસિઝન પૂરબહારમાં ખીલી છે અને આ દરમિયાન જો તમે પણ કોઈ લગ્નમાં મહાલવાનો લ્હાવો લીધો હશે તો ટીમલી સોંગ્સ પરના ગ્રૂપ ડાન્સથી અજાણ નહીં જ હોવ. હા, દેશી ગીતો એટલે કે ટીમલીના ગીતોની લોકપ્રિયતા એટલી હદે છે કે તેણે અર્બન કે રૂરલના સીમાડા મીટાવી દીધા છે. શહેરમાં વસતા ધનિક, વેલ એજ્યુકેટેડ ફેમિલીમાંથી કોઈના લગ્ન …

કવિતા-ગઝલ

[divider][/divider] પ્રેમ હોય ભલે તારાં ઘણાં દિવાના અહીં, શબ્દોમાં તને ઢાળનાર હું એક જ છું! નજરોથી કદાચ પામશે લોકો તને, ગઝલમાં તને પામનાર, હું એક જ છું! હશે ઘણાં ‘મરીઝ’, પ્રેમમાં ‘શૂન્ય’ થયેલાં, તારી નજરોથી ‘ઘાયલ’, હું એક જ છું! નથી તું ઇશ્ર્વર, કે કણેકણમાં જઇ વસે, તોય બધે તને પામનાર, હું એક જ છું! …