રાતોરાત કરોડો કમાઈ લેવાની ઘેલછામાં નાણાં ખોવા છે કે ઈન્વેસ્ટમેન્ટ કરીને કરોડો કમાવા છે?

રાતોરાત કરોડો કમાઈ લેવાની ઘેલછામાં નાણાં ખોવા છે કે ઈન્વેસ્ટમેન્ટ કરીને કરોડો કમાવા છે?

- in Investment
1281
Comments Off on રાતોરાત કરોડો કમાઈ લેવાની ઘેલછામાં નાણાં ખોવા છે કે ઈન્વેસ્ટમેન્ટ કરીને કરોડો કમાવા છે?

મની મેનેજર

તમે સમો (સમયને ઓળખી શકોછો) ભણેલા છો?

આધુનિક યુગમાં ખૂબ ભણેલા છતાં ફાઇનાન્સિયલ પ્લાનિંગના મુદ્દે ગોથા ખાઇ રહેલા અસંખ્ય યુગલોએ ખાસ કરીને મહિલાઓએ સમયની સાથે ફાઇનાન્સિયલ પ્લાનિંગમાં પતિને સાથ આપવા માટે શું કરી શકાય તેની ચર્ચા કરવી ખૂબ જ જરૂરી છે. તેના માટે એક સરસ દૃષ્ટાંત જોઇએ…

એક વિદ્વાન લગ્ન કરવાની ઉંમરે વિદ્વાન યુવતીને શોધવા ગામે-ગામ ફરતો હતો. તેની શરત હતી કે, મારી પાસે રહેલી પાંચ કિલો ડાંગરમાંથી જે મને દાળ-ભાત-શાક-રોટલી બનાવીને જમાડશે તેની સાથે હું લગ્ન કરીશ. ખૂબ શોધખોળના અંતે એક યુવતી મળી. તેણે ડાંગરને છડી નાખી તેના ફોતરાને વેચી દીધા. ડાંગરમાંથી નીકળેલા ચોખામાંથી ભાત થાય તેટલા ચોખા રાખીને બાકીના ચોખા કરિયાણાની દુકાને આપી તેની સામે એક જણની રસોઇ થાય તેટલી તમામ સામગ્રી લઇ લીધી અને પેલા વિદ્વાનને જમાડ્યો. તે યુવતી સમો ભણી હતી.

આધુનિક યુગના બાળકોને શિક્ષકરૂપી ગુરુ પાસેથી કે સ્કૂલ અને ટ્યૂશન ક્લાસીસની ઊંચી ફી ભરીને રોટલા રમખાણમાં જોતરાયેલા રહેલા ૧૦૦માંથી ૯૯ માતા-પિતા પાસેથી કદાચ સમો ભણવા નહિ જ મળ્યો હોય. મોટાભાગના યુવાનો, પ્રૌઢો, વૃદ્ધો હોય કે કરોડો કમાઇને બેઠેલા ઉદ્યોગપતિઓએ પણ સમો ભણવાનો રહી ગયો હોય તેવું બની શકે છે. કેલ્ક્યુલેટર, લેપટોપ અને મોબાઇલ એપના આશરે જીવતા અને દિવસ-રાત પૈસા પાછળની આંધળી દોટમાં જોતરાયેલા લોકોએ શ્રમજીવી મહિલાઓની વ્યવહારિકતા જાણવી જરૂરી છે. એવી મહિલાઓ કે જેઓ કોઇ શાળા-કોલેજમાં ભણી નથી. કોઇ અભ્યાસ, વાંચન કે ક્લાસ ભરવા ગઇ નથી. છતાં છાણાં, દાતણ, શાકભાજી વેચીને કે ઘરકામ કરીને, સિલાઇ કરીને, અગરબત્તી, બીડી બનાવતી, મજૂરી કરીને રોજ લાવીને રોજ ખાઇ રહી છે. છતાં પોતાનું અસરકારક ફાઇનાન્સિયલ પ્લાનિંગ કરવા તે પ્રયાસ કરી રહી છે. તમને પહેલી નજરે હસવું આવે તેવી વાત છે કે, રોજના રૂા. પ૦, ૧૦૦, ર૦૦ કમાનારી આર્થિક નબળી બહેનોની આર્થિક સ્થિતિ વળી કેવી રીતે સબળી બની શકે. આવી એક નહીં, ગુજરાતની પ૦,૦૦૦ શ્રમજીવી મહિલાઓ છે કે જેઓ ર૦૦૬થી નિયમિત બચત-મૂડીરોકાણના યજ્ઞમાં જોતરાયેલી છે અને મહિને રૂા. પ૦ની સાવ નાની અમથી બચતમાંથી મૂડીરોકાણ કરી રહી છે. આમાંની આશરે ૩૦ ટકા મહિલાઓ ૬૦થી ૮૦ વર્ષની વચ્ચેની વયની હોવા છતાં આ ફાઇનાન્સિયલ પ્લાનિંગમાં જોડાયેલી છે.

અત્યાર સુધીમાં એક મહિલા દીઠ રૂા. ૬૦૦૦નું મૂડીરોકાણ થયું હશે. આ મૂડીરોકાણની માર્કેટ વેલ્યૂ રૂા. ૧૦-૧૨ હજારની વચ્ચે પહોંચી ગઇ છે… છે ને વિચાર કરી દે તેવી વાત… ધ્યાન, ધીરજ કેળવીને પોતાની પાસે આવેલા સાવ થોડા ધનમાંથી પણ બચત કરીને મૂડીરોકાણ કરી રહેલી આવી મહિલાઓ આજના આધુનિક યુગમાં રાતોરાત કરોડો કમાઇ લેવાની ઘેલછામાં ગોળો અને ગોફણ ખોનારા હૈયાફૂટ્યાઓ માટે શ્રેષ્ઠ ઉદાહરણ સમાન છે કે સટ્ટે કા મૂંહ કાલા ઔર ઇન્વેસ્ટમેન્ટ કા બોલબાલા…

ર૦૦૬માં યુટીઆઇ મ્યુ. ફંડના વડા તરીકે સિંહાએ સ્પેશિયલ કેસમાં શ્રમજીવી મહિલાઓ માટે ખાસ વ્યવસ્થા ગોઠવી કે મહિને રૂા. પ૦ અને વર્ષમાં ન્યૂનતમ રૂા. પ૦૦ સુધીનું મૂડીરોકાણ બેલેન્સ ફંડમાં રોકવાનું અને ૬૦ વર્ષની થાય ત્યારે તેમને ઓછામાં ઓછું ૭ ટકા અને મહત્તમ ૧૧ ટકા સુધીનું વળતર મળી રહે. ગુજરાતની આશરે પ૦,૦૦૦ શ્રમજીવી મહિલાઓને મૂડીરોકાણનો મહિમા સમજાયો અને આજે મૂડીરોકાણ આશરે રૂા. રપ કરોડની સપાટીએ પહોંચ્યું છે.

૨૦૦૦ની સાલમાં હાર્વર્ડ સ્કૂલે એક ઇમ્પેક્ટ સર્વે કર્યો હતો. તેમાં એવું બહાર આવ્યું હતું કે, મોટાભાગના શ્રમજીવીઓ હજુ પણ આજનું લાવીને આજે ખાય છે. સારા-માઠા કોઇપણ પ્રસંગે ધીરધારનો ધંધો કરતાં લોકો પાસેથી વ્યાજે પેસા લાવે છે અને નાના અમથા ખર્ચ માટે પણ દેવું કરવાની ટેવ ધરાવે છે. તેના કારણે ૮૦-૮પ વર્ષની વૃદ્ધા પણ બીડી વર્કર તરીકે જ જીવે છે અને બીડી વર્કર તરીકે જ મરે છે. પરંતુ ગુજરાતની પ૦,૦૦૦ મહિલાઓની વાત થોડી નિરાળી છે. તેઓ ભણેલા-ગણેલા યુવાનોને પણ પ્રેરણા આપીને કહી રહી છે કે, કમાણી ભલે ઓછી કરો પણ તેમાંથી થોડી બચત પણ કરો… મૂડીરોકાણ પણ કરો… ફાઇનાન્સિયલ-રિટાયરમેન્ટ પ્લાનિંગ પણ કરો.

રિસ્ક ટેકિંગ-ઇન્વેસ્ટમેન્ટ-એલોકેશન સ્ટ્રેટેજી

 

કેપેસિટી            સમયગાળો               એસેટ                     એલોકેશન

ખૂબી નીચી         ર વર્ષથી નીચે            ૩૦ ટકા ઇક્વિટી          ૭૦ ટકા ડેટ

નીચી               ર-પ વર્ષ વચ્ચે           ૪૦ ટકા ઇક્વિટી          ૬૦ ટકા ડેટ

મધ્યમ             પ-૧૦ વર્ષ વચ્ચે         પ૦ ટકા ઇક્વિટી          પ૦ ટકા ડેટ

ઊંચી               ૧૦ વર્ષથી વધુ           ૬૦ ટકા ઇક્વિટી          ૪૦ ટકા ડેટ

ખૂબ ઊંચી          ૧૦ વર્ષથી વધુ           ૬પ ટકા ઇક્વિટી          ૩૫ ટકા ડેટ

 

 

Facebook Comments

You may also like

“નારી સુરક્ષિત કરતાં સ્વરક્ષિત થાય તો વધારે સક્ષમ બને..! સ્વાતિ બેડેકર

પોતાની આવડત અને કુનેહથી આજે કોણ આગળ જઈ