T20 ક્રિકેટ વર્લ્ડકપની ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે. ભારતીય ટીમમાં આ વખતે ગુજરાતી ક્રિકેટર્સનો ચોક્કો લાગ્યો છે એટલે કે ચાર ક્રિકેટર ટીમમાં પસંદગી પામ્યા છે. અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં જૂન મહિનામાં વિશ્ર્વની 16 ટીમો વર્લ્ડ ચેમ્પિયન બનવા હરીફાઈ કરશે. મજાની વાત એ છે કે ક્રિકેટની આ દરેકે દરેક ટીમમાં ગુજરાતી ખેલાડી છે!
ઝ20 ક્રિકેટ વર્લ્ડકપમાં ભારતીય ક્રિકેટ ટીમમાં જે ચાર ખેલાડીઓ પસંદ થયા છે એમની આછેરી ઝલક મેળવીએ
રોકિંગ રવિન્દ્ર જાડેજા
રવિન્દ્રસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા એક ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે જે તમામ ફોર્મેટમાં ભારતીય રાષ્ટ્રીય ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ કરે છે. તે એક ઓલરાઉન્ડર છે, જે ડાબા હાથે બેટિંગ કરે છે અને ડાબા હાથે સ્પિન બોલ કરે છે. રવિન્દ્ર જાડેજાનો જન્મ 6 ડિસેમ્બર, 1988ના રોજ અનિરુદ્ધસિંહ જાડેજા અને લતા જાડેજાને ત્યાં થયો હતો. રવિન્દ્ર જાડેજાનો જન્મ થયો ત્યારે જાડેજા પરિવારની આર્થિક સ્થિતિ એટલી સારી ન હતી. તેમના પિતા એક ખાનગી સુરક્ષા એજન્સીમાં ગાર્ડ તરીકે કામ કરતા હતા અને તેઓ ઈચ્છતા હતા કે રવિન્દ્ર આર્મી ઓફિસર બનવા માટે આર્મી સ્કૂલમાં જોડાય. રવિન્દ્ર સફળ ક્રિકેટર બન્યા બાદ અનિરુદ્ધસિંહે નોકરી છોડી દીધી.
જાડેજા ભારતની અંડર-19 ક્રિકેટ ટીમમાં પસંદગી પામ્યો એ સમયમાં જ માતાનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું. માતાના મૃત્યુ પછી રવિન્દ્ર જાડેજા એટલો ભાંગી પડ્યો હતો કે તેણે ક્રિકેટ રમવાનું છોડી દેવાનું નક્કી કર્યું હતું.
ઈંઙકમાં રવિન્દ્ર જાડેજા ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમે છે. ફિલ્ડર ’સર રવિન્દ્ર જાડેજા’ના હાથમાં બોલ હોય ત્યારે બેટ્સમેન રન લેતા અને બોલિંગ કરે ત્યારે ક્રિઝની બહાર નીકળી શોટ ફટકારતાં ગભરાય છે!
બૂમ બૂમ બુમરાહ
જસપ્રીત બુમરાહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણે ફોર્મેટમાં બેટસમેન માટે ઘાતક સાબિત થઈ રહ્યા છે. જસપ્રીત બુમરાહે 23 જાન્યુઆરી 2016ના રોજ પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. બુમરાહને ઓસ્ટ્રેલિયાની સામે વન-ડે સીરિઝમાં ડેબ્યુ કરવાની તક મળી. ત્યારે બુમરાહ ભારતીય ક્રિકેટ ટીમનો ભાગ ન હતો. તે સમયે ભારતીય ટીમમાં ઉમેશ યાદવ, ભૂવનેશ્ર્વર કુમાર અને મોહમ્મદ શમી સિલેક્ટર્સની પ્રથમ પસંદ હતાં પણ એક બોલરની ઈજાએ બુમરાહની જિંદગી બદલી દીધી. ઝ20 ક્રિકેટ વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાની જીતમાં બુમરાહની ભૂમિકા મહત્વની રહેવાની છે. વેસ્ટ ઇન્ડિઝની ફાસ્ટ પીચો પર બુમરાહ પર જ ટીમ ઈન્ડિયાની બોલિંગનો મદાર રહેશે. કહેવાય છે કે જ્યાં બીજા બધા બોલર નિષ્ફળ જાય છે ત્યાં જસપ્રીત બુમરાહમાં કમાલ કરવાની શક્તિ છે.
ભારતીય ટીમના ઘાતક બોલર જસપ્રીત બુમરાહ 6 ડિસેમ્બર, 1993ના દિવસે ગુજરાતના અમદાવાદમાં જન્મેલો બુમરાહ આજે ક્રિકેટની દુનિયામાં મહાન ક્રિકેટરોના લિસ્ટમાં સામેલ થઇ ગયો છે. તેની બોલિંગની ચર્ચા દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ થઇ રહી છે. આજે જસપ્રીત બુમરાહ કરોડોની સંપતિનો માલિક છે પરંતુ એક સમયે તેની પાસ જૂતા ખરીદવાના પણ પૈસા નહોતા. જસપ્રીત બુમરાહને ક્રિકેટના દુનિયામાં યોર્કર કિંગ કહેવામાં આવે છે. તેનું જીવન ખુબ સંઘર્ષભર્યુ રહ્યું છે. તે જ્યારે પાંચ વર્ષનો હતો તે સમયે તેના પિતાનુ નિધન થઇ ગયુ હતુ. બાદમાં તેની માએ જસપ્રીત બુમરાહને ક્રિકેટ રમવા તૈયાર કર્યો. બુમરાહની ગરીબી એવી હતી કે તે એક જ ટીશર્ટ અને એક જ જૂતા પહેરીને પ્રેક્ટિસ કરતો હતો.
આધુનિક ક્રિકેટના માર્શલ કહેવાતા બોલર બુમરાહે ટેસ્ટ ક્રિકેટમાં બેટિંગમાં એક જ ઓવરમાં 35 રન બનાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવેલો છે.!
હાર્ડ હિટર હાર્દિક પંડ્યા
હાર્દિક પંડ્યા ભારતીય ક્રિકેટ પ્લેયર છે, જેણે ઓલરાઉન્ડર તરીકે ટીમમાં સ્થાન મેળવ્યું છે. વર્લ્ડ કપ 2024માં તે ઝ20 વર્લ્ડકપમાં ઇન્ડિયન ટીમના વાઈસ કેપ્ટન તરીકે ટૂર્નામેન્ટમાં ઉતરશે. તેને ભવિષ્યના કેપ્ટન તરીકે પણ જોવામાં આવી રહ્યો છે. હાર્દિક પંડ્યાનો જન્મ 11 ઓક્ટોબર 2023એ સુરતના ચોર્યાસી ખાતે (ગુજરાત) થયો હતો. ડોમેસ્ટિક ક્રિકેટમાં તે વડોદરા તરફથી રમ્યો છે. તે આક્રમક બેટિંગની સાથે બોલિંગ પણ કરી શકે છે. હાર્દિક પંડ્યાએ 22 વર્ષની ઉંમરે 23 જાન્યુઆરી 2016ના રોજ ભારત માટે ઝ20 ઇન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું. એશિયા કપ 2016માં પંડ્યાએ 18 બોલમાં 31 રન ફટકારીને બાંગ્લાદેશ સામે સન્માનજનક સ્કોર બનાવ્યો હતો. બાદમાં તેણે એક વિકેટ પણ મેળવીને જીત પર મહોર મારી હતી. પાકિસ્તાન સામેની મેચમાં તેણે 8 રનમાં 3 વિકેટ પણ લીધી હતી જે તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું અને પાકિસ્તાનને 83 રન સુધી મર્યાદિત રાખ્યું હતું. હાર્દિક પંડ્યા 2015થી ઈંઙકમાં રમે છે. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા કોલકાતા નાઈટ રાઈડર્સ સામે કરેલી ધૂંઆધાર બેટિંગથી તે લાઈમ લાઈટમાં આવ્યો હતો. તે મેચમાં 31 બોલમાં 61 રન બનાવી તેણે મેચ જીતાડી અને દુનિયાનું ધ્યાન તેના તરફ ખેંચ્યું. 2022માં તેણે ગુજરાત ટાઈટન્સની ટીમને પહેલી જ સિરીઝમાં કેપ્ટન તરીકે ચેમ્પિયન બનાવ્યું, ત્યારથી તેની કેપ્ટનશિપના પણ વખાણ થઈ રહ્યા છે. હાર્દિક પંડ્યા એક એવો હાર્ડ હિટર બેટ્સમેન છે જે મેચનું પાસું પલટી શકે છે.
ઓલરાઉન્ડર અક્ષર પટેલ
ઓલરાઉન્ડર અક્ષર પટેલે ખૂબ મહેનત કરી ભારતીય ક્રિકેટ ટીમમાં પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. ભારતીય ક્રિકેટર અક્ષર પટેલનો જન્મ 20 જાન્યુઆરી 1994ના રોજ ગુજરાતના નડિયાદમાં થયો હતો.
એક સમય હતો જ્યારે અક્ષર પટેલ સારું ક્રિકેટ નહોતો રમી શકતો પરંતુ આજે તે ઇમર્જિંગ સ્ટાર ક્રિકેટર બની ચૂક્યો છે. અક્ષરે ધોરણ 10 બાદ ક્રિકેટ રમવાનું શરૂ કર્યુ હતું. 2010માં ગુજરાત અંડર-19 ટીમમાં સિલેક્ટ થયો હતો. જો કે એક અકસ્માતને કારણે અક્ષર 2012માં ક્રિકેટ છોડવા માંગતો હતો. અક્ષર પટેલની ક્રિકેટ કારકિર્દીની શરૂઆત એક સ્કૂલના મિત્રે કરાવી હતી. અક્ષર જ્યારે નવમાં ધોરણમાં હતો ત્યારે તેના મિત્ર ધીરેન કંસારાએ તેને પોતાની સાથે એક મેચ રમવા માટે મનાવ્યો હતો, ત્યારે ઇન્ટર સ્કૂલની એક મેચમાં ટીમ પૂરી ન થતાં ધીરેને અક્ષરને કહ્યું કે તે તેની સાથે રમે. અત્યારે અક્ષર પટેલ એની ઓલરાઉન્ડર રમતને કારણે ઝ20 વર્લ્ડકમાં ભારતને વિજયી બનાવવાની ક્ષમતા ધરાવે છે!
અત્યારે ભારતીય ક્રિકેટ ટીમ અને આઈપીએલમાં અનેક ગુજરાતી ક્રિકેટર્સનો દબદબો છે. ગુજરાતી ક્રિકેટર્સની વાત કરીએ તો જામ રણજીતસિંહ, સલીમ દુર્રાની, અતુલ બેદાડે, દિલીપ દોશી, વિનુ માંકડ, અજય જાડેજા, મુનાફ પટેલ, ઈરફાન પઠાણ, યુસુફ પઠાણ, કિરણ મોરે, નયન મોંગીયા, કરસન ઘાવરી, ચેતેશ્ર્વર પુજારા, બ્રિજેશ પટેલ, મોનીલ પટેલ, અંશુમાન ગાયકવાડ, જયદેવ ઉનડકટ, પાર્થિવ પટેલ, ચેતન ચૌહાણ સંજય તલાટી બધા ક્રિકેટરોએ અનન્ય યોગદાન આપ્યું છે. જાડેજા, બુમરાહ, હાર્દિક અને અક્ષર જેવા ગુજરાતી ખેલાડીઓના દમ પર ઝ20 વર્લ્ડકપમાં ભારત ચેમ્પિયન થાય એવી અપેક્ષા અસ્થાને નથી.!