નિરજાની શૈક્ષણિક સુવાસ ચારે ય કોરે, તેજસ્વી પણ ગરીબ બાળકોને ભણાવવાની પંડ્યા બંધુઓની નેમ

નિરજાની શૈક્ષણિક સુવાસ ચારે ય કોરે, તેજસ્વી પણ ગરીબ બાળકોને ભણાવવાની પંડ્યા બંધુઓની નેમ

- in Other Articles
117
Comments Off on નિરજાની શૈક્ષણિક સુવાસ ચારે ય કોરે, તેજસ્વી પણ ગરીબ બાળકોને ભણાવવાની પંડ્યા બંધુઓની નેમ

મહિસાગર જિલ્લાના લુણાવાડા ખાતે નિરજા એજ્યુકેશન ટ્રસ્ટ એટલે શિક્ષણ ઉદ્ભવસ્થાનનું અથાગ ઝરણું. જેમ પ્રત્યેક સંસ્થા કે ચળવળ પાછળ ચોક્કસ ધ્યેયની સાધના સાથે કટિબદ્ધ વ્યક્તિઓ અને તજ્જ્ઞોની હાજરી અને પ્રયાસો આવશ્યક છે તેમ નિરજા એજ્યુકેશન ટ્રસ્ટના પ્રણેતા અને કર્તાહર્તા એવા પંડયા બંધુઓએ (અનિલભાઇ અને જિજ્ઞેશભાઇએ) પણ પોતાના પિતાના શિક્ષણ પ્રેમને સાકાર કરવા સારું શિક્ષણના ક્ષેત્રમાં જ ઝંપલાવી દીધું.

અનિલભાઇએ એક જયેષ્ઠ પુત્ર તરીકે પ્રથમ તો શિક્ષક તરીકે પોતાની કારકિર્દીનો આરંભ કર્યો. પોતે અનુસ્નાતક કક્ષાએ બીએડ કર્યુ. પરંતુ અનિલભાઇને મનોમન થતું હતું કે પોતાની દિશામાં ગતિ તો છે પણ પ્રગતિ નથી એટલે શિક્ષણ ક્ષેત્રે નોકરી છોડી પોતાની યોજનાઓ અમલમાં લાવવા કંઇક જાતે જ કરવું એવી નેમ લઇને ફરતા હતા. શિક્ષણ ક્ષેત્રે સમર્પિત થવાનો વિચાર કેમ સ્ફૂર્યો તેના ઉત્તરમાં અનિલભાઇએ વિસ્તારપૂર્વક પોતાના પિતાથી શરૂઆત કરી કે, મારા પિતા અને એમના પિતા એટલે મારા દાદા બંને શિક્ષણ પ્રત્યે ખૂબ જ આદર રાખતા અને શિક્ષણ જ બધું છે એમ કહેતા. મારા પિતા અત્યારે દુનિયામાં નથી પણ એમને હું અમારા નિરજા એજ્યુકેશન ટ્રસ્ટના ભીષ્મપિતામહ તરીકે જ ગણું છું

હવે શિક્ષણમાં તો અમે ઓતપ્રોત થઇ ગયા પણ ગુણવત્તા લાવવી અમારા માટે એક બીજી મોટી ચેલેન્જ (પડકાર) હતી તેના માટે અમો શરૂઆતથી શિક્ષણની સાથે એવા બીજા ઘણા મોડયુલ અને નીતનવા તરીકાઓથી વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને વાકેફ કરી તે મુજબના પ્રયોગો કરાવી જે તે દિશામાં પુસ્તકીય જ્ઞાનની સાથે સાથે પ્રેક્ટિકલ પ્રયોગોથી તેમના જ્ઞાન, રૂચિ અને આત્મવિશ્ર્વાસને વધારવો એ જ અમારું લક્ષ્ય છે. પરંતુ આ માટે જો અમે જ અમારા સ્તર વિશે રોજ બોલ્યા અને કર્યા કરીએ તો કંટાળાજનક બની જાય એટલે અમે ઉત્તરોત્તર ઘણી બધી સેલિબ્રિટીઝને આમંત્રિત કરી. તેમના દ્વારા આ વિષયસ્થિતિમાં જ્ઞાન વહેતું મુકીએ તો સામે છેડે સ્વીકાર્ય પણ બની રહે અને અસરકારક પણ નીવડે. શિક્ષણ અમારા મતે સર્વાંગી વિકાસની ભાવના અને કૃત્યને જન્મ આપનારી પ્રવૃત્તિનું નામ છે અને એ જ ફિલસૂફીને સાકાર કરવાની નેમ નિરજા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહી છે.

શિક્ષણના ઔદ્યોગિકીકરણ વિશે ચર્ચા વધારતા પ્રશ્ર્નોત્તરીમાં અનિલભાઇએ કહ્યું કે અમારી નેમ આર્થિક પછાત છોકરા-છોકરીઓને માફી આપવાની છે. પણ તે ચોક્કસ રીતે અને તે મુજબ પ્રત્યેક સરકારી કાનૂનોની બરાબર કાળજી લઇ અમલીકરણ કરીએ છીએ, જેથી ગરીબોમાં પણ તેજસ્વી છોકરાઓ-છોકરીઓ માત્ર ફી ભરવાના કારણે શિક્ષણની મહામૂલી પૂંજીથી વંચિત ન રહી જાય.

બાળકોની રૂચિ મુજબ અમે ક્રિકેટ એકેડેમી ચાલુ કરી છે. તદ્ઉપરાંત બેડમિન્ટન, ટેનિસ, સ્વીમીંગ જેવી રમતો પણ વિકસાવીએ છીએ. હું માનુ છું કે સાઉન્ડ બોડીમાં જ સાઉન્ડ માઇન્ડ આકાર લઇ શકે.

અત્યારે નિરજા એજ્યુકેશન ટ્રસ્ટના સંકુલમાં 10 શૈક્ષણિક કાર્યવિધિઓની ઉપસ્થિતિ છે જેમાં પ્લે સ્કૂલથી માંડી સાયન્સ કોલેજ, બીસીએ કોલેજ, બીએડ્ અને એમએડ્ કોલેજ સુધીની સુવિધાઓ ઉપલબ્ધ છે. આ બધું જ ર005 થી શરૂ કરી 16 વર્ષના સમયમાં કરી શકયા છીએ અને આગળ પણ સમાજને જેવી અને જેમ જરૂર પડશે એમ કરી છૂટવાના ઇરાદાઓ રાખીએ છીએ.

નિરજા એજ્યુકેશન ટ્રસ્ટ – કલરવ વિદ્યા મંદિર, ગાયત્રી સોસાયટી,બારોટવાડા, લુણાવાડા, જિ. મહીસાગર – ઈમેલ – anilpandya1979@gmail.com  ફોન : +91-9825 318406

 

Facebook Comments

You may also like

ફોર્સમાં જોડાવવા મહિલાઓ પણ દેખાડે છે જોશ

ટ્રાફિક પોલીસ હોય કે આર્મી, જાસૂસી સંસ્થા હોય