
ફીલિંગ્સ પ્રાઇડ ઓફ ઇન્ડિયા એવોર્ડ સમારોહનો દીપ પ્રાગટ્ય કરી આરંભ કરી રહેલા મહાનુભાવો… ફીલિંગ્સના સીએમડી-એડિટર અતુલ શાહ સાથે .. જાણીતા હાસ્ય કલાકાર ડૉ. જગદીશ ત્રિવેદી, ફીલિંગ્સના ડાયરેક્ટર સંગીતા શાહ, ફાઈનાન્સિયલ ક્ધસલટન્ટ દેવાંશી શાહ, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર દિપ્તી દેઢિયા, ડૉ. અનિલ કાણે, યુકેના પૂર્વ મેયર હર્ષદ પટેલ, વડોદરાના પૂર્વ મેયર ભરત ડાંગર, જાણીતા ગાયક પંકજ ઉધાસ, ભૂ.પૂ. જસ્ટિસ શ્રી પ્રદીપ ભટ્ટ, શ્રી કાંતિભાઇ કપાસી, સુજલ એડ.ના શ્રી પરેશ શાહ, શ્રી દીપક શાહ, શ્રી વિપુલ ઠક્કર, શ્રી અશોક જૈન, શ્રી ઘેવરચંદ બોહરા, શ્રી કિરણ શાહ, શ્રી સંજય શાહ, શ્રી રાજુ શાહ, શ્રી ઉદય શાહ, શ્રી મનોજ શાહ, મીનાબેન બારોટ, ડૉ. નીલિમા સોમપુરા, નીધિ શાહ વગેરે નજરે પડે છે.
21 વર્ષથી વિશ્ર્વભરના ઓનલાઇન સહિત 25 લાખથી વધુ વાચકોની અઢળક લાઇક્સ મેળવી વિશ્ર્વભરમાં ખ્યાતિ મેળવનાર ‘ફીલિંગ્સ’ આજે ગુજરાતી મેગેઝિનમાં શિરમોર બની ચૂક્યું છે. તેની પ્રગતિના સોપાનો સફળતાભેર સર કરી રહેલ ફીલિંગ્સે અત્યારસુધી વિષય વૈવિધ્યથી ભરપૂર એવા એક-એકથી ચઢિયાતા અંકો વાચકો સમક્ષ રજૂ કર્યા છે. પત્રકારત્વની સાથે સાથે ફીલિંગ્સ અનેક સામાજિક પ્રવૃત્તિઓ પણ કરી રહ્યું છે. આ ઉપરાંત ફીલિંગ્સ મલ્ટિમીડિયા લિ. દ્વારા આયોજિત પ્રાઈડ ઓફ ઈન્ડિયા એવોર્ડ ફંક્શન વૈશ્ર્વિક સ્તરે એક આગવી ઓળખ પ્રસ્થાપિત કરી સફળ બ્રાન્ડ બની ચૂક્યું છે. છેલ્લાં 14 વર્ષથી યોજાતાં ફીલિંગ્સ પ્રાઈડ ઓફ ઈન્ડિયા એવોર્ડ ફંક્શનમાં વિશ્ર્વસ્તરના ગુજરાતી અને ભારતીય મહાનુભાવોને સન્માનિત કરવામાં આવ્યા છે. આ એવોર્ડ ફંક્શનનો મુખ્ય ઉદ્દેશ દેશ-વિદેશમાં વસતાં ગુજરાતી અને ભારતીયોને એક જ મંચ હેઠળ એકત્રિત કરી જે તે ક્ષેત્રે તેમણે કરેલા પ્રદાન બદલ તેઓનું સન્માન કરવાનો છે.
આ પરંપરાને અનુસરતાં ’ફીલિંગ્સ મલ્ટિમીડિયા લિમિટેડ’ દ્વારા આ વખતે પણ શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીની એક સાંજે ‘પ્રાઇડ ઓફ ઇન્ડિયા એવોર્ડસ-2019’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાના ગ્રાન્ડ તુલીપ હોલ ખાતે તા.11 જાન્યુઆરી,2019ના રોજ આ ભવ્ય કાર્યક્રમ આમંત્રિતોની ઉપસ્થિતિમાં અને સુમધુર માહોલમાં યોજાયો હતો. જાણીતા ગાયિકા નીલિમા સોમપુરાના સુરીલા કંઠે રજૂ થયેલ નવકાર મંત્ર સાથે આ કાર્યક્રમનો શુભારંભ થયો હતો. આ સન્માન સમારંભમાં ઉપસ્થિત અતિથિવિશેષ ગુજરાત વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી, જસ્ટિસ પ્રદીપ ભટ્ટ, બિઝનેસમેન ઘેવરચંદ બોહરા, યુકેના પૂર્વ મેયર હર્ષદભાઇ પટેલ, જાણીતા હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદી, કપાસી હેન્ડીક્રાફ્ટ્સના કાન્તિભાઇ કપાસીની સાથે ફીલિંગ્સના સીએમડી અતુલ શાહ દ્વારા થયેલ દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમની શરૂઆત થઇ હતી. દરમિયાન કલાકેન્દ્ર આર્ટ દ્વારા રજૂ થયેલ સુંદર ડાન્સે ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

‘તારક મહેતા…’ફેમ અભિનેત્રી નેહા મહેતા અને જાણીતા એન્કર હેમાલી સેજપાલના સુંદર એન્કરિંગ વચ્ચે આખોય કાર્યક્રમ રંગારંગ બન્યો હતો. જ્યારે એવોર્ડ વિતરણની વચ્ચે હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદીના હાસ્યરસે કાર્યક્રમને હળવો ફૂલ બનાવી દીધો હતો. તો ગાયિકા કિંજલ દવેના સુંદર ગીતોની પ્રસ્તુતિએ સંગીતમય માહોલ રચ્યો હતો. કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી દ્વારા નામના મેળવનાર જે મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું એમાં.. ડૉ.જશુભાઇ પટેલ (મેડિકલ, યુએસએ), પરેશ રુઘાની (એનઆરઆઇ, યુકે), ડૉ.અતુલ ગોયલ (મેડિકલ), રાહુલ શુક્લ (એનઆરઆઇ, યુએસએ), ડૉ.રઇશ મણિયાર (સાહિત્ય), પંકજ ઉધાસ (મ્યુઝિક), મધુ રાય (સાહિત્ય-એનઆરઆઇ, યુએસએ), ડૉ.આઇ.કે.વીજળીવાળા (સાહિત્ય), ધર્મેશ મહેતા (એન્ટરટેઇનમેન્ટ, બોલિવુડ), રમણ રામા (એનઆરઆઇ, યુએસએ), કિંજલ દવે (મ્યુઝિક), મુંજાલ ઠક્કર (યંગ એચિવર), જિગર પટેલ (યંગ એચિવર), અજિત કોઠારી (એનઆરઆઇ, યુએસએ), સંજય કોઠારી (જૈન રત્ન) વગેરેેનો સમાવેશ થાય છે.
અનેક એવોર્ડીઝના સુંદર વક્તવ્યોએ ઉપસ્થિતોને આકર્ષિત કર્યા હતા જ્યારે ડૉ.આઇ.કે.વીજળીવાળાની સ્પીચ પ્રેરણાદાયક રહી હતી. સમગ્ર કાર્યક્રમ એટલો રસપ્રદ રહ્યો હતો કે ઉપસ્થિતોને સમય ક્યાં ગયો ખબર જ ના પડી. અંતે ગ્રાન્ડ તુલીપની હરિયાળી લોનમાં યોજાયેલ અવનવી વાનગીઓ સાથેનું ડિનર માણવા સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું. આ ભવ્ય કાયક્રમને સફળ બનાવવા અનેક વ્યક્તિઓ અને સંસ્થાઓનો સહયોગ મળ્યો હતો જેમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, કેવાયબી કોન્મેટ પ્રા. લિ., આઈનોક્સ, ચંદન માઉથફ્રેશનર્સ, રેંટિયો ફૂડસ, બાદશાહ મસાલા, ફોર્ચ્યુન ઈન, એવરેસ્ટ ડિગ્નીટી, ઓરબીટ 99, ટ્રિવિયા, વીએલસીસી, શ્રીધર ગ્રુપ, હોટલ ઓમ રિજન્સી, વીટીવી ન્યૂઝ, રેડ એફએમ, સ્પાર્ક ટૂડે ન્યૂઝ, પ્રિયા એડવર્ટાઈઝીંગ, જાટકીયા સ્ટુડિયો તેમજ ગજાનંદ મસાલાનો હૃદયપૂર્વક આભાર માનીએ છે.
આ ઉપરાંત કાર્યક્રમ દરમિયાન સાઉન્ડ વ્યવસ્થામાં તુષાર પરીખ, ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફીમાં હર્ષદ જાટકીયા, જયેન્દ્ર જાટકીયા, એલઈડીમાં નકુલભાઈ, ફૂડમાં નીતેશ પરીખ તેમજ એવોર્ડઝ અને મોમેન્ટોમાં કપાસી હેન્ડીક્રાફ્ટનો સહકાર સાંપડ્યો હતો.

મિસીસ ગુજરાત તેમજ ફેસ ઓફ ફેમિના ડૉ. નીલિમા સોમપુરાએ નવકાર મંત્ર ગાઈને દિવ્ય અને પવિત્ર વાતાવરણ સર્જી ફીલિંગ્સ પ્રાઈડ ઓફ ઈન્ડિયા એવોર્ડ ફંક્શનનો શુભારંભ કરાવ્યો હતો. દરેક પ્રસંગ, કાર્યક્રમ, ઈવેન્ટ્સની શુભ શરૂઆત તો ગણપતિ વંદનાથી જ થાય ને ! ફીલિંગ્સ પ્રાઈડ ઓફ ઈન્ડિયા એવોર્ડ ફંકશનમાં ડૉ. મીના બારોટ ડોડેજા સંચાલિત શ્રી કલાકેન્દ્ર આર્ટ નૃત્યવૃંદે અદ્ભુત નૃત્ય દ્વારા ગણપતિ વંદના કરી ઉપસ્થિત દર્શકોના મન મોહી લીધા હતા.





