બે દિવ્યાંગ દીકરીઓને દત્તક લેનાર ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ ડૉ. શ્રી ધનંજય ચંદ્રચૂડનો માનવીય અભિગમ

બે દિવ્યાંગ દીકરીઓને દત્તક લેનાર ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ ડૉ. શ્રી ધનંજય ચંદ્રચૂડનો માનવીય અભિગમ

- in Cover Story
639
Comments Off on બે દિવ્યાંગ દીકરીઓને દત્તક લેનાર ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ ડૉ. શ્રી ધનંજય ચંદ્રચૂડનો માનવીય અભિગમ


ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ ડૉ. શ્રી ધનંજય ચંદ્રચૂડ તેમના ચુકાદાઓના કારણે ચર્ચામાં રહ્યાં છે પરંતુ પારિવારિક જીવનમાં તેમનો અભિગમ માનવીય સંવેદનાનું પ્રતિબિંબ પાડે છે. તેમણે બે ક્ધયાઓને દત્તક લીધી છે અને તે પણ દિવ્યાંગ ક્ધયાઓ છે. આ ક્ધયાઓને તે અદાલતની કામગીરી દેખાડવા માટે સુપ્રીમ કોર્ટમાં પણ એક વખત લઈને આવ્યા હતા. આવા સર્વોચ્ચ હોદ્દા પર બિરાજમાન હોવાના ગૌરવ સાથે જ્યારે સંવેદનાસભર હૃદયની ભાવના ભળે ત્યારે આ વ્યક્તિત્વ કેટલું ઉમદા અને પરોપકારી છે તેનો પરિચય સ્વાભાવિક રીતે જ મળી જાય છે.

ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ ડૉ. શ્રી ધનંજય ચંદ્રચૂડ આજકાલ ખૂબ ચર્ચામાં છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે તેમણે બે દિવ્યાંગ દીકરીઓને દત્તક લીધી છે.

બંધારણીય કાયદાઓ તેમના અભ્યાસ દરમિયાનના રસના વિષયો રહ્યા છે. ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકેના તેમના વર્તમાન કાર્યકાળમાં બંધારણીય બાબતોમાં કાયદાઓના અર્થઘટનના કારણે તેમના આદેશો બુદ્ધિજીવીઓમાં હંમેશા ચર્ચામાં રહે છે.

કાયદાના ક્ષેત્રની પશ્ર્ચાદભૂ ધરાવતા ડો. શ્રી ધનંજય ચંદ્રચૂડના પત્ની શ્રીમતી કલ્પના દાસ પણ વ્યવસાયે વકીલ છે અને ભૂતકાળમાં બ્રિટિશ કાઉન્સિલની સાથે તેઓ કામ કરી ચૂક્યા છે. તેમના પ્રથમ પત્નીથી થયેલા તેમના બે પુત્રો પૈકી અભિનવ બોમ્બે હાઇકોર્ટમાં વકીલાત કરે છે અને નાનો પુત્ર ચિંતન યુ.કે.માં કાયદાની એક પેઢી સાથે જોડાયેલા છે. ડૉ. શ્રી ચંદ્રચૂડના પ્રથમ પત્ની રશ્મિનું 2007માં કેન્સરના કારણે નિધન થયું હતું. તેના થોડા વરસો બાદ કલ્પના દાસ સાથે તેમણે લગ્ન કર્યા હતા.

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકેનો શપથવિધિ સમારોહ ડૉ. શ્રી ચંદ્રચૂડે તેમના જીવન સંગિની શ્રીમતી કલ્પના દાસ અને તેમણે દત્તક લીધેલી બે દિવ્યાંગ દીકરીઓ માહી અને પ્રિયંકાની સાથે ઉજવ્યો હતો.

ઋજુ હૃદયનું વ્યક્તિત્વ ધરાવતા ડૉ. શ્રી ધનંજય ચંદ્રચૂડે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ પદે કાર્યભાર સંભાળ્યા બાદ પોતાની દત્તક બે પુત્રીઓને સુપ્રિમ કોર્ટ કઇ રીતે કામ કરે તે જોવા કોર્ટમાં લઇ આવ્યા હતા.

7મી જાન્યુઆરી, 2022ના શનિવારે મુખ્ય ન્યાયમૂર્તિને પોતાની બંને દીકરીઓ સાથે કોર્ટમાં આવેલા જોઇને કોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિઓ અને ધારાશાસ્ત્રીઓ પણ આશ્ર્ચર્યચકિત થઇ ગયા હતા. પ્રેક્ષકદિર્ધામાંથી બંને દીકરીઓને કોર્ટનું નિરીક્ષણ કરાવ્યા બાદ તેમણે 16 વર્ષની માહી અને 20 વર્ષની પ્રિયંકાને પોતાની ચેમ્બર તથા કોર્ટ રૂમ બતાવ્યા હતા અને ન્યાયમૂર્તિઓ જ્યાં બેસે છે તે અને વકીલો દલીલો કરે છે એ જગ્યાઓ પણ બતાવી હતી. આમ બંને દીકરીઓની સુપ્રીમ કોર્ટ અને તેની કામગીરી જોવાની ઈચ્છા ડૉ. શ્રી ચંદ્રચૂડે પૂરી કરી હતી.

ડૉ. શ્રી ધનંજય ચંદ્રચૂડ અને તેમના પત્ની કલ્પના દાસ અલ્હાબાદ હાઈકોર્ટમાં કાર્યરત હતા ત્યારે તેમણે બે દિવ્યાંગ બાળકીઓને દત્તક લીધી હતી.

મુખ્ય ન્યાયમૂર્તિ ડૉ. શ્રી ધનંજય ચંદ્રચૂડના સન્માન માટે મુંબઈ હાઇકોર્ટમાં યોજાયેલા એક સમારોહમાં મુંબઈ હાઇકોર્ટના પૂર્વ ન્યાયમૂર્તિ અને હાલમાં સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ શ્રી ગવાઇએ હ્રદયદ્રાવક અવાજે આ વાત કરતાં જણાવ્યું હતું કે “ડૉ. શ્રી ધનંજય તેમના સર્વસમાવેશી સ્વભાવ અને સમાજના તમામ વર્ગો અને તેમાં પણ ખાસ કરીને મહિલાઓ અને સીમાંત નાગરિકોના પ્રતિનિધિત્વનું સન્માન થતું રહે તે માટે જાણીતા છે.

મુંબઈ હાઇકોર્ટના પૂર્વ ન્યાયમૂર્તિ અને હાલમાં સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ શ્રી ગવાઇએ એક કિસ્સાને યાદ કરતાં કહ્યું હતું કે “કોવિડ-19ની તીવ્ર અસર હતી ત્યારે તેમના આ બાળકો પૈકી એક બાળકી માંદી પડી ત્યારે તેને ચંદીગઢ લાવીને હોસ્પિટલમાં દાખલ કરી હતી, તે વખતે એક મહિના સુધી તેમના પત્ની કલ્પના દાસ તેની સાર સંભાળ માટે રોકાયા હતા. અને દીકરી સ્વસ્થ થતા તેને સાથે લઈને જ પરત આવ્યા હતા. આ કિસ્સો મેં નજરે જોયો છે. આવી કરૂણા બહુ જૂજ જોવા મળે છે.

મુખ્ય ન્યાયમૂર્તિ ડૉ. શ્રી ચંદ્રચૂડનો આ માનવીય અને સંવેદનશીલ અભિગમનું પ્રતિબિંબ તેમના ચુકાદાઓમાં પણ જોવા
મળે છે.

 

Facebook Comments

You may also like

Feelings Post – November 2025

Feelings, one of India’s most trusted family magazine