અમેરિકાની સ્વતંત્રતાથી સુપર પાવર સુધીની ગૌરવગાથા

250મી સ્વતંત્રતા વર્ષગાંઠની ભવ્ય ઉજવણી, અમેરિકાનો ઇતિહાસ, વિશ્ર્વને આપેલી  અમૂલ્ય ભેટો અને ભારતીયો-ગુજરાતીઓનું ગૌરવપૂર્ણ યોગદાન - પ્રદીપ ત્રિવેદી  દુનિયાને બંધારણ, બલ્બ, ટેલિફોન, વિમાન, ઈન્ટરનેટ, પીસી (પર્સનલ કોમ્પ્યૂટર), એસેમ્બલી લાઈન, ક્રેડિટ કાર્ડ, માઈક્રોવેવ ઓવન, જી.પી.એસ., એ.ટી.એમ., હીયરિંગ એઈડ, ઈમ્પ્લાન્ટેબલ પેસમેકર, ટ્રાન્ઝિસ્ટર, લેસર, 3D પ્રિન્ટર, સોલાર સેલ, ઈપી પેન, પોર્ટેબલ વેક્યુમ ક્લીનર, વીડિયો ગેમ, રિપ્લેસેબલ બેટરી, સ્મોક …

250મી સ્વતંત્રતા વર્ષગાંઠની ભવ્ય ઉજવણી, અમેરિકાનો ઇતિહાસ, વિશ્ર્વને આપેલી 
અમૂલ્ય ભેટો અને ભારતીયો-ગુજરાતીઓનું ગૌરવપૂર્ણ યોગદાન

– પ્રદીપ ત્રિવેદી 

દુનિયાને બંધારણ, બલ્બ, ટેલિફોન, વિમાન, ઈન્ટરનેટ, પીસી (પર્સનલ કોમ્પ્યૂટર), એસેમ્બલી લાઈન, ક્રેડિટ કાર્ડ, માઈક્રોવેવ ઓવન, જી.પી.એસ., એ.ટી.એમ., હીયરિંગ એઈડ, ઈમ્પ્લાન્ટેબલ પેસમેકર, ટ્રાન્ઝિસ્ટર, લેસર, 3D પ્રિન્ટર, સોલાર સેલ, ઈપી પેન, પોર્ટેબલ વેક્યુમ ક્લીનર, વીડિયો ગેમ, રિપ્લેસેબલ બેટરી, સ્મોક ડિટેક્ટર તેમજ વિવિધ રસીઓ જેવી અનેક ભેટો આપનાર અને ચંદ્ર પર સૌપ્રથમ પગ મૂકવાનું માનવજાતને ઐતિહાસિક ગૌરવ અપાવનાર અમેરિકાએ 4 જુલાઈ, 2026ના રોજ તેની સ્વતંત્રતાની 250મી વર્ષગાંઠની ભવ્ય ઉજવણી કરી. આ અવસરે ભવ્ય આતશબાજી, વિવિધ પ્રકારની પરેડ, ડ્રોન લાઈટ શો, ફેરી વ્હીલ તથા અનેક કોન્સર્ટનું આયોજન કરીને આ ઉજવણીને યાદગાર બનાવી દેવામાં આવી.

આ ઐતિહાસિક દિવસની ઉજવણી સમગ્ર અમેરિકામાં અભૂતપૂર્વ ઉત્સાહ સાથે કરવામાં આવેલ. પ્રથમ વખત અમેરિકાના આઠેય ટાઈમ ઝોનમાં ‘ટાઈમ્સ સ્ક્વેર’ જેવી બોલ ડ્રોપ વિધિ આઠ વખત યોજાઈ હતી. 3 અને 4 જુલાઈની મધ્યરાત્રિએ દરેક અમેરિકન ટાઈમ ઝોનમાં બોલ ડ્રોપ યોજાયો હતો. ન્યૂયોર્કથી લઈને હવાઈ સુધી સમગ્ર દેશમાં એકસાથે મધ્યરાત્રિની ઉજવણી થઈ હતી.

આ પ્રસંગે એક વિશેષ ‘ટાઈમ કેપ્સ્યુલ’ને ઈન્ડિપેન્ડન્સ હોલની નીચે દફનાવવામાં આવી, જે હવે આગામી 250 વર્ષ બાદ એટલે કે ઈ.સ. 2276માં અમેરિકાની 500મી સ્વતંત્રતા વર્ષગાંઠ નિમિત્તે ખોલવામાં આવશે. આ કેપ્સ્યુલમાં દરેક રાજ્યની ઐતિહાસિક અને યાદગાર વસ્તુઓ, ઓલિમ્પિક ગોલ્ડ મેડલ, સુપ્રીમ કોર્ટના જજોની સહી ધરાવતું બંધારણ સહિત અનેક મહત્ત્વપૂર્ણ સ્મૃતિચિહ્નો રાખવામાં આવ્યા છે.

આ 250મી સ્વતંત્રતા વર્ષગાંઠની ઉજવણી માટે ટ્રમ્પ વહીવટી તંત્રએ ‘Greatest and Biggest Celebration of Fireworks Ever’નું આયોજન કર્યું હતું. ‘Freedom-250‘ દ્વારા 8,60,000થી વધુ ફટાકડા આકાશમાં છોડવામાં આવ્યા હતા. નવો વિશ્ર્વવિક્રમ સ્થાપિત કરતી આ ભવ્ય આતશબાજીએ અમેરિકાના આકાશને ઉત્સાહ, ગૌરવ અને રંગબેરંગી પ્રકાશથી ઝળહળી ઊઠતું બનાવ્યું હતું. આ ફાયરવર્કસે ફિલિપાઈન્સના અગાઉના વિશ્ર્વવિક્રમને પાછળ છોડી દીધો હતો.

ઉપરાંત નેશનલ મોલ ખાતે 16 દિવસ સુધી ’Great American State Fair’નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં 110 ફૂટ ઊંચું ફેરી વ્હીલ, રોડિયો, બટર સ્કલ્પચર, વિશાળ કોળા સહિત અનેક આકર્ષણો રજૂ કરવામાં આવ્યા હતા. સમગ્ર અમેરિકા સ્વતંત્રતાના લહેરાતા ધ્વજ સાથે ઉત્સવના રંગમાં રંગાઈ ગયું હતું.
ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન જ ’White House Task Force on Celebrating America’s 250th Birthday’ દ્વારા અમેરિકાની 250મી વર્ષગાંઠની અદ્ભૂત ઉજવણી કરવાનું વચન આપ્યું હતું. 4 જુલાઈ, 2026ના રોજ ’’Freedom-250 Task Force’ના અધ્યક્ષ તરીકે લિંકન મેમોરિયલ સામે સંબોધન કરતાં તેમણે ત્રણ મહત્ત્વપૂર્ણ વાતો કરી હતી. સૌપ્રથમ તેમણે કહ્યું કે, ’This will be the greatest fireworks show in the history of the world. We are showing the world what America looks like at 250..’

તેમણે બીજી મહત્ત્વપૂર્ણ વાત કરતાં જણાવ્યું કે, ’The Unfinished American Experiment.’ ‘250 years ago we declared independence. Tonight we declare that the American Dream is not dead. It is just beginning. We the People are writing the next 250 years.’

આ સાથે તેમણે અમેરિકાના બંધારણ, સરહદ સુરક્ષા અને અમેરિકન ઉત્પાદનોને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

ત્રીજી મહત્ત્વપૂર્ણ વાત કરતાં તેમણે જણાવ્યું કે, ’America First, But Not America Alone. We celebrate ourselves, but we also thank the 190 nations whose people came here with dreams. You made America GREAT. This is your Home too.’
Deleted: તેમના આ ભાષણ બાદ ‘God Bless America’ ગીત ગવાયું હતું અને સમગ્ર નેશનલ મોલ મોબાઈલ ફોનની લાઈટોથી ઝળહળી ઊઠ્યો હતો.
America 250, Freedom 250 અને First America જેવા સૂત્રોથી ગુંજતું અમેરિકા આજે વિશ્વના વિકાસનું એન્જિન ગણાય છે. દુનિયાના પ્રથમ આધુનિક પ્રજાસત્તાક દેશ તરીકે અમેરિકાની ઓળખ છે. તેનું લોકશાહી બંધારણ We the People શબ્દોથી શરૂ થાય છે, જે 1789માં અમલમાં આવ્યું હતું.

We the People of the United States, in order to form a more perfect Union, establish Justice, insure domestic Tranquility, provide for the common defense, promote the general Welfare, and secure the Blessings of Liberty to ourselves and our Posterity, do ordain and establish this Constitution for the United States of America.

આ એ અમેરિકા છે, જેના વિજ્ઞાની થોમસ એડિસને 1879માં વીજળીનો બલ્બ વિકસાવીને સમગ્ર વિશ્ર્વની રાતોને પ્રકાશમય બનાવી દીધી. અમેરિકાએ 1903માં દુનિયાને વિમાનની ભેટ આપી. તે જ વર્ષે રાઈટ બ્રધર્સે કિટ્ટી હોક ખાતે સૌપ્રથમ વખત લગભગ 12 સેક્ધડ સુધી અને આશરે 120 ફૂટનું અંતર કાપતી ઐતિહાસિક ઉડાન ભરી હતી. પરિણામે આજે સમગ્ર વિશ્ર્વ હવાઈ મુસાફરીનો આનંદ લઈ રહ્યું છે.

1969માં અમેરિકાએ સૌપ્રથમ વખત ચંદ્ર પર માનવને પહોંચાડીને ઈતિહાસ રચ્યો. અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રોંગ એપોલો મિશન દ્વારા ચંદ્ર પર પહોંચ્યા અને માનવજાત માટેનું ઐતિહાસિક પગલું ભર્યું.

આ પછી અમેરિકાએ વિશ્વને સૌથી ક્રાંતિકારી ભેટ તરીકે ઈન્ટરનેટ આપ્યું. 1969માં UCLA થી Stanford વચ્ચે સૌપ્રથમ ’LO’ સંદેશ મોકલવામાં આવ્યો હતો. આજે સમગ્ર વિશ્વ ડિજિટલ યુગમાં જીવી રહ્યું છે.

આજે વિશ્વમાં સૌથી વધુ કાર અમેરિકાના રસ્તાઓ પર દોડે છે, જેનો શ્રેય હેનરી ફોર્ડને જાય છે. તેમણે 1913માં એસેમ્બલી લાઈન દ્વારા Model-Tનું મોટા પાયે ઉત્પાદન શરૂ કરીને મધ્યમવર્ગના લોકોનું કારનું સ્વપ્ન સાકાર કર્યું.

દુનિયાના લાખો બાળકોને પોલિયોથી બચાવનાર ડૉ. જોનાસ સાલ્કે 1955માં સફળ પોલિયો રસી વિકસાવી હતી. 1978માં ૠઙજ સિસ્ટમ વિકસાવવામાં આવી, જે આજે સમગ્ર વિશ્ર્વમાં સેટેલાઈટ આધારિત નેવિગેશન માટે ઉપયોગમાં લેવાય છે.

1927માં અલ જોલ્સન અભિનીત The Jazz Singer ફિલ્મ વિટાફોન સિસ્ટમ દ્વારા રેકોર્ડ કરાયેલા સંવાદો સાથે રજૂ કરવામાં આવી હતી, જેને વિશ્ર્વની પ્રથમ બોલતી ફીચર ફિલ્મ તરીકે ઓળખવામાં આવે છે.

આ ઉપરાંત 1876માં એલેકઝાન્ડર ગ્રેહામ બેલ દ્વારા ટેલિફોન, 1902માં એર કન્ડિશનર, 1930માં સુપરમાર્કેટ, 1950માં ક્રેડિટ કાર્ડ, 1960માં લેસર અને 1971માં માઈક્રોપ્રોસેસર જેવી અનેક શોધોએ અમેરિકાને વિશ્વના અગ્રણી નવીનતા કેન્દ્ર તરીકે સ્થાપિત કર્યું અને માનવજીવનને વધુ સરળ તથા સુવિધાસભર બનાવ્યું.

અમેરિકા વિશ્વમાં શ્રેષ્ઠ કેમ છે? તેનો જવાબ આ રહ્યો.
વિશ્વની સર્વશ્રેષ્ઠ 10 યુનિવર્સિટીઓમાં અમેરિકાની 7 યુનિવર્સિટીઓનો સમાવેશ થાય છે. જેમાં Harvard, MIT, Stanford, Caltech વગેરે જેવી વિશ્વવિખ્યાત યુનિવર્સિટીઓમાં દુનિયાભરના 10 લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

અવકાશ સંશોધન ક્ષેત્રે અમેરિકાએ જબરદસ્ત પ્રગતિ કરી છે. NASA ઉપરાંત SpaceX જેવી સંસ્થાઓ આજે વિશ્વમાં સૌથી વધુ સક્રિય અવકાશ સંસ્થાઓમાં સ્થાન ધરાવે છે.

મનોરંજન ક્ષેત્રે જોઈએ તો Hollywood, Disney, Netflix, NBA, NFL અને Super Bowl જેવી સંસ્થાઓ તથા કાર્યક્રમો આજે સમગ્ર વિશ્વમાં સૌથી વધુ લોકપ્રિય છે.

ટેક્નોલોજીના ક્ષેત્રમાં ઈન્ટરનેટ, GPS, Google Search, iPhone, Artificial Intelligence (AI), Tesla જેવી અદ્યતન ટેક્નોલોજી અને નવીનતાઓને કારણે અમેરિકા વિશ્વનું ટેક્નોલોજી હબ ગણાય છે.</strong>

એટલું જ નહીં, સેવા અને દાનના ક્ષેત્રે પણ બિલ ગેટ્સ અને વોરેન બફેટે સેવાકીય સંસ્થાઓને અબજો ડોલરનું દાન આપીને સમગ્ર વિશ્વ માટે પ્રેરણારૂપ કાર્ય કર્યું છે.

અમેરિકા વિશ્વમાં એક અલગ જ ઓળખ ધરાવતો ‘સપનાઓ સાકાર કરતો દેશ’ છે. અહીં વ્યક્તિની મહેનત, પ્રતિભા અને પોતાના કાર્ય પ્રત્યેનું સમર્પણ તેને સફળતાના શિખરે પહોંચાડી શકે છે.

તેના શ્રેષ્ઠ ઉદાહરણોમાં સ્ટીવ જોબ્સની ગેરેજથી Apple સુધીની સફર, ઓપ્રા વિનફ્રેની ગરીબીમાંથી બિલિયોનેર બનવા સુધીની સફર તેમજ ઈલોન મસ્કની દક્ષિણ આફ્રિકાથી અમેરિકા આવી Tesla અને SpaceX જેવી વિશ્વપ્રસિદ્ધ કંપનીઓ સુધીની ઉડાનનો સમાવેશ થાય છે.

અમેરિકાની બીજી મહત્વપૂર્ણ ઓળખ ‘Innovation Nation’ તરીકે છે. જેના પરિણામે વિશ્વનું શ્રેષ્ઠ બૌદ્ધિક ધન અહીં આકર્ષાય છે. વિશ્વના 50 ટકાથી વધુ નોબેલ પારિતોષિક વિજેતાઓ અમેરિકામાં કાર્યરત રહ્યા છે અથવા અમેરિકાની સંસ્થાઓ સાથે જોડાયેલા રહ્યા છે.

સિલિકોન વેલી, Google, Apple, Meta, NVIDIA અને ChatGPT જેવી અદ્યતન ટેક્નોલોજી પાછળનું મુખ્ય કેન્દ્ર અમેરિકા છે. અહીં દર વર્ષે Research Development (RD) પાછળ આશરે 700 બિલિયન ડોલર જેટલું રોકાણ કરવામાં આવે છે.
અમેરિકાની ત્રીજી ઓળખ વિશ્વની સુપર પાવર તરીકેની છે. તેની પાછળ વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા, આશરે 31.87 ટ્રિલિયન ડોલરનું GDP અને વૈશ્વિક સ્તરે સૌથી વધુ સ્વીકાર્ય ચલણ ‘ડોલર’ મુખ્ય કારણો છે.
અમેરિકા પાસે 11 એરક્રાફ્ટ કેરિયર્સ, 750થી વધુ મિલિટરી બેઝ, NATOનું નેતૃત્વ તેમજ વિશ્વની અનેક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની મુખ્ય કચેરીઓ આવેલી છે. તેથી વિશ્ર્વમાં કોઈપણ મોટી ઘટના બને ત્યારે સૌપ્રથમ નજર અમેરિકાની પ્રતિક્રિયા પર જ રહેતી હોય છે.

આ ઉપરાંત અમેરિકા એક ‘Free Country’ તરીકે પણ ઓળખાય છે. અહીં અભિવ્યક્તિની સ્વતંત્રતા, ધર્મની સ્વતંત્રતા અને પ્રેસની સ્વતંત્રતા જેવા મૂળભૂત અધિકારો પ્રાપ્ત છે. આત્મરક્ષાનો અધિકાર હોવાથી ગન સંબંધિત કાયદાઓ પણ અન્ય ઘણા દેશોની સરખામણીએ વધુ સરળ છે.

અમેરિકા એક ‘Melting Pot’ છે, એટલે કે વિવિધતામાં એકતા ધરાવતો દેશ. વિશ્વના 190થી વધુ દેશોના લોકો અહીં વસે છે. સ્ટેચ્યુ ઓફ લિબર્ટી પર લખ્યું છે, ‘Give me your tired, your poor, your huddled masses yearning to breathe free.’ એટલે આજે પણ વિશ્વભરના લાખો લોકોને અમેરિકા આવીને પોતાના સપનાઓ સાકાર કરવાની પ્રેરણા આપે છે.

અમેરિકાની સ્વતંત્રતાનો ઈતિહાસ
આજથી 250 વર્ષ પહેલાં, 4 જુલાઈ, 1776ના રોજ અમેરિકાની 13 કોલોનીઓએ બ્રિટનથી પોતાની સ્વતંત્રતાની ઘોષણા કરી હતી. આ ઐતિહાસિક ઘોષણાપત્ર પર 56 પ્રતિનિધિઓએ સહી કરી હતી. ત્યારથી દર વર્ષે 4 જુલાઈ અમેરિકાનો ‘સ્વતંત્રતા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ સ્વતંત્રતાની ઘોષણાનો દસ્તાવેજ થોમસ જેફરસને તૈયાર કર્યો હતો, જેને Declaration of Independence તરીકે ઓળખવામાં આવે છે.

અમેરિકાની સ્વતંત્રતા માટેનું યુદ્ધ વાસ્તવમાં 1775માં શરૂ થયું હતું અને 1783માં થયેલી સંધિ Treaty of Paris દ્વારા બ્રિટને અમેરિકાની સ્વતંત્રતાને સત્તાવાર માન્યતા આપી હતી. તેમ છતાં, 4 જુલાઈ, 1776ના રોજ સ્વતંત્રતાનું જાહેરનામું સ્વીકારવામાં આવ્યું હોવાથી આ દિવસને અમેરિકાના સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

ઈ.સ. 1760થી 1770ના દાયકામાં અમેરિકાની 13 કોલોનીઓ પર બ્રિટનનું શાસન હતું. તે સમયની ‘Taxation Without Representation’ નીતિ સામે ભારે અસંતોષ હતો. એટલે કે, બ્રિટન ટેક્સ તો વસૂલતું હતું, પરંતુ અમેરિકન વસાહતોને બ્રિટિશ સંસદમાં કોઈ પ્રતિનિધિત્વ આપતું નહોતું.

1773માં ચા પર લાદવામાં આવેલા કરના વિરોધમાં Boston Tea Party દરમિયાન ક્રાંતિકારીઓએ ચાની પેટીઓ સમુદ્રમાં ફેંકી દીધી હતી. આ ઘટનાને અમેરિકાની સ્વતંત્રતા ચળવળનો નિર્ણાયક વળાંક માનવામાં આવે છે. તેથી જ બોસ્ટનને અમેરિકાની આઝાદીની લડતનું પ્રથમ શહેર પણ કહેવામાં આવે છે.

અમેરિકાની 250મી સ્વતંત્રતા વર્ષની ઉજવણી મુખ્યત્વે બે સંસ્થાઓ દ્વારા કરવામાં આવી હતી. America-250 અમેરિકન કોંગ્રેસની સત્તાવાર અને બિનપક્ષીય (Non-Partisan) સંસ્થા છે, જે 2016થી કાર્યરત છે. જ્યારે Freedom-250 વ્હાઈટ હાઉસની Task Force હેઠળ 2025થી કાર્યરત છે, જેના અધ્યક્ષ ખુદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છે.

આ ઐતિહાસિક પ્રસંગની સૌથી ભવ્ય ઉજવણી અમેરિકાના પાંચ મુખ્ય શહેરોમાં કરવામાં આવી હતી.
વોશિંગ્ટન ડી.સી.: રાષ્ટ્રની રાજધાની તરીકે વોશિંગ્ટન ડી.સી. સત્તાવાર Federal Freedom 250 અને Salute to America ઉજવણીનું મુખ્ય કેન્દ્ર રહ્યું હતું. તેના કારણે નેશનલ મોલ ખાતે 10 લાખથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. કેપિટોલ અને વોશિંગ્ટન મોન્યુમેન્ટ વચ્ચે આવેલા નેશનલ મોલ ખાતે ત્રણ કલાકની ભવ્ય પરેડ યોજાઈ હતી, જેમાં અમેરિકાના 50 રાજ્યોની સંસ્કૃતિ, પરંપરા અને વિકાસનું પ્રતિબિંબ રજૂ કરતાં વિવિધ ટેબ્લો અને ફ્લોટ્સ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.

1776થી 2026 સુધીના ઐતિહાસિક યુનિફોર્મ, લશ્કરી ફ્લાયઓવર, મિલિટરી સલામી પરેડ તેમજ એરોબેટિક શોના ભવ્ય કાર્યક્રમો યોજાયા હતા. આ ઉપરાંત 11 એરક્રાફ્ટ કેરિયરના મોડેલો પણ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. સંગીતમય કાર્યક્રમો અને માર્ચિંગ બેન્ડની વિશાળ રેલીએ સમગ્ર વાતાવરણને દેશભક્તિના રંગમાં રંગી દીધું હતું.

ઈન્ડિપેન્ડન્સ હોલની માટી અહીં લાવીને 2276 Time Capsuleને દફનાવવામાં આવી હતી, જે અમેરિકાની 500મી સ્વતંત્રતા વર્ષગાંઠ નિમિત્તે ખોલવામાં આવશે. આ કેપ્સ્યુલમાં દરેક રાજ્યની માટી, AI ચિપ, ઓલિમ્પિક ગોલ્ડ મેડલ તથા સુપ્રીમ કોર્ટના જજોની સહી ધરાવતું બંધારણ સહિતની મહત્ત્વપૂર્ણ વસ્તુઓ રાખવામાં આવી હતી. નેશનલ આર્કાઈવ્સ ખાતે Declaration of Independenceનું જીવંત વાચન કરવામાં આવ્યું હતું. ઉપરાંત National Geographic Museum of Explorationનું નવું મ્યુઝિયમ પણ જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.

વોશિંગ્ટન મોન્યુમેન્ટના મેદાનમાં ઈતિહાસ સર્જતી 30 મિનિટ સુધી ચાલેલી 8,60,000 ફટાકડાની રેકોર્ડબ્રેક આતશબાજી યોજાઈ હતી, જેના રંગબેરંગી પ્રકાશથી સમગ્ર આકાશ ઝળહળી ઊઠ્યું હતું.

ફિલાડેલ્ફિયા: તેને અમેરિકાની આઝાદીનું જન્મસ્થાન માનવામાં આવે છે. આ એક ઐતિહાસિક શહેર છે, કારણ કે 1774થી 1800 સુધી ફિલાડેલ્ફિયા અમેરિકાની રાજધાની રહ્યું હતું. વોશિંગ્ટન ડી.સી. રાજધાની બન્યા પહેલાં દેશના તમામ મહત્વપૂર્ણ નિર્ણયો અહીં લેવામાં આવતા હતા. 2 જુલાઈ, 1776ના રોજ અહીં મળેલી બીજી Continental Congressએ યુનાઈટેડ કોલોનીઝની સ્વતંત્રતા માટે ઠરાવ પસાર કર્યો હતો. ત્યારબાદ થોમસ જેફરસનની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની સમિતિએ તૈયાર કરેલા ડ્રાફ્ટના આધારે 4 જુલાઈ, 1776ના રોજ સ્વતંત્રતાની ઘોષણા કરવામાં આવી હતી.

બેન્જામિન ફ્રેન્કલિન, થોમસ પેઈન અને જોન એડમ્સ જેવા મહાન નેતાઓ પણ અહીં રહેતા હતા. ‘Common Sense’ જેવા ક્રાંતિકારી પેમ્ફ્લેટો પણ અહીંથી પ્રકાશિત થયા હતા, જેણે લોકોને આઝાદી માટે જાગૃત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

1777માં બ્રિટિશ સેનાએ ફિલાડેલ્ફિયા પર કબજો કર્યો હતો, પરંતુ 1778માં તે ફરી અમેરિકન દળોના નિયંત્રણમાં આવ્યું હતું. જો 1776માં ફિલાડેલ્ફિયાના Independence Hallમાં Declaration of Independence પર સહી ન થઈ હોત, તો આજે કદાચ 4 જુલાઈ અમેરિકાના સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવાતો ન હોત. આ જ સ્થળે બાદમાં અમેરિકાના બંધારણ પર પણ સહી કરવામાં આવી હતી. આ ઐતિહાસિક ઈમારતને યુનેસ્કોએ World Heritage Site તરીકે જાહેર કરી છે. 1787માં અહીં અમેરિકાનું બંધારણ તૈયાર કરવામાં આવ્યું હતું. ઠય વિંય ઙયજ્ઞાહયનો અવાજ સૌપ્રથમ ફિલાડેલ્ફિયાની ધરતી પર ગુંજ્યો હતો. અહીં આવેલા National Constitution Center બંધારણની ઐતિહાસિક નકલો તથા સાઈનિંગ રૂમ આજે પણ સાચવી રાખવામાં આવ્યા છે.

અમેરિકાનો સૌપ્રથમ 13 સ્ટાર ધરાવતો ધ્વજ Betsy Ross દ્વારા અહીં તૈયાર કરવામાં આવ્યો હતો. તેમનું નિવાસસ્થાન Betsy Ross House આજે પણ ઐતિહાસિક સ્મારક તરીકે જાળવી રાખવામાં આવ્યું છે.

અહીં આવેલ Liberty Bell, જેનું વજન લગભગ 2,000 પાઉન્ડ છે, તેમાં તિરાડ હોવા છતાં અમેરિકાની આઝાદીનું પ્રતીક માનવામાં આવે છે. તેના પર લખાયેલા શબ્દો Proclaim Liberty Throughout All the Land. આજે પણ સ્વતંત્રતાનો સંદેશ આપે છે.

આ ઉપરાંત અહીં Museum of the American Revolution, National Constitution Center, FIFA World Cup સંબંધિત કાર્યક્રમો, Baseball All-Star Game, છ કલાક ચાલેલો One Philly Unity Concert તથા Welcome America Festival જેવા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

બોસ્ટન: બોસ્ટન બ્રિટિશ શાસન સામે અમેરિકાનું પ્રથમ વૈચારિક અને ક્રાંતિકારી કેન્દ્ર તરીકે ઓળખાય છે. 1770માં બ્રિટિશ સૈનિકોએ પાંચ વસાહતીઓ પર ગોળીબાર કર્યો હતો, જેના કારણે વિરોધની ભાવનાને વધુ વેગ મળ્યો હતો. 1773માં Tea Act વિરોધમાં Sons of Libertyના સભ્યોએ બોસ્ટન બંદરમાં 342 ચાની પેટીઓ સમુદ્રમાં ફેંકી દીધી હતી. આ ઘટનાને Boston Tea Party તરીકે ઓળખવામાં આવે છે અને તે અમેરિકાની સ્વતંત્રતા ચળવળનો મહત્વપૂર્ણ ટર્નિંગ પોઈન્ટ માનવામાં આવે છે. આથી જ બોસ્ટનને ‘આઝાદીનું પ્રથમ શહેર’ પણ કહેવામાં આવે છે.

250મી વર્ષગાંઠની ઉજવણી દરમિયાન Boston Pops Orchestraએ ચાર્લ્સ રિવર એસ્પ્લેનેડ ખાતે દેશભક્તિથી ઓતપ્રોત ભવ્ય સંગીતમય કાર્યક્રમ રજૂ કર્યો હતો, જેનું સમાપન વિશાળ સિંક્રોનાઈઝ્ડ ફાયરવર્કસ શોથી થયું હતું. 1773ની Boston Tea Partyની ઘટનાનું જીવંત પુન:નિર્માણ કરવામાં આવ્યું હતું, જેમાં પ્રતીકાત્મક રીતે ચાની પેટીઓ ફરી સમુદ્રમાં ફેંકવામાં આવી હતી.

આ ઉપરાંત Freedom Trail Light Show દ્વારા અંદાજે 2.5 માઈલ લાંબા માર્ગ પર 250 વિશેષ પ્રોજેક્શન દ્વારા અમેરિકાના ઈતિહાસનું જીવંત પ્રદર્શન કરવામાં આવ્યું હતું. Sail Boston કાર્યક્રમ અંતર્ગત ઊંચાં જહાજો તથા વિવિધ દેશોના નૌકાદળના જહાજોનો આંતરરાષ્ટ્રીય કાફલો બોસ્ટન બંદરે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

ન્યૂયોર્ક સિટી:  આ અમેરિકાના ક્રાંતિકારી યુદ્ધ દરમિયાન લાંબા સમય સુધી વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્ત્વનું શહેર રહ્યું હતું. અંગ્રેજોએ લગભગ સાત વર્ષ સુધી આ શહેર પર કબજો જાળવી રાખ્યો હતો અને ઉત્તર અમેરિકામાં પોતાના મુખ્ય લશ્કરી મથક તરીકે તેનો ઉપયોગ કર્યો હતો.
Deleted: અમેરિકાનું બંધારણ અમલમાં આવ્યા બાદ ન્યૂયોર્ક સિટી યુનાઈટેડ સ્ટેટ્સની પ્રથમ સત્તાવાર રાજધાની બની હતી. અહીં આવેલી વોલ સ્ટ્રીટ પર જ અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપતિ જ્યોર્જ વોશિંગ્ટને શપથગ્રહણ કર્યા હતાં. 250મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે મેનહટ્ટન સ્કાયલાઈનની પૃષ્ઠભૂમિમાં ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી.
Deleted: International Parade of Sail દરમિયાન લગભગ 50 વિશાળ જહાજોએ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી નજીક હડસન નદીમાં પોતાની હાજરી નોંધાવી હતી. ટાઈમ્સ સ્ક્વેર ખાતે વિશેષ Ball Drop કાર્યક્રમ યોજાયો હતો.

આ ઉજવણીની સૌથી યાદગાર ક્ષણોમાંથી એક એ હતી કે એલિસ આઈલેન્ડ પરથી અમેરિકામાં આવેલા ઈમિગ્રન્ટ્સના વંશજોને મંચ પર આમંત્રિત કરીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

એટલાન્ટા: આ શહેરમાં વિશ્ર્વવિખ્યાત AJC Peachtree Road Race યોજાઈ હતી, જેને વિશ્ર્વની સૌથી મોટી 10 કિલોમીટરની દોડ તરીકે ઓળખવામાં આવે છે. અમેરિકાના 50 રાજ્યો તથા 30થી વધુ દેશોના હજારો દોડવીરોએ લેનોક્સ સ્ક્વેરથી પીડમોન્ટ પાર્ક સુધી યોજાયેલી આ દોડમાં ભાગ લીધો હતો.

સ્ટોન માઉન્ટેન પાર્ક ખાતે Fantastic Fourth કાર્યક્રમ અંતર્ગત સિંક્રોનાઈઝ્ડ ડ્રોન, લેસર અને સંગીત સાથે ખાસ તૈયાર કરાયેલ 250મી વર્ષગાંઠનો ભવ્ય ડ્રોન અને લાઈટ શો રજૂ કરવામાં આવ્યો હતો, જે સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. જિમી કાર્ટર પ્રેસિડેન્શિયલ લાઈબ્રેરી અને મ્યુઝિયમ ખાતે અમેરિકાના ઈતિહાસને રજૂ કરતી વિશેષ પ્રદર્શની યોજાઈ હતી. સેન્ટેનિયલ ઓલિમ્પિક પાર્કમાં ભવ્ય આતશબાજી સાથે 250 ડ્રોન દ્વારા અદ્ભૂત લાઈટ શો રજૂ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત પીટર્સબર્ગ, ચાર્લસ્ટન, ટામ્પા, ચાટાનૂગા, હવાઈ સહિત અનેક શહેરોમાં પણ ભવ્ય ડ્રોન લાઈટ શો, હોટ એર બલૂન શો તથા અન્ય વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આમ, સમગ્ર અમેરિકાએ તેની ઐતિહાસિક 250મી સ્વતંત્રતા વર્ષગાંઠની ઉજવણી ખરેખર ભવ્યતાથી બેનમૂન રીતે કરી હતી.

અમેરિકાના વિકાસ અને સમૃદ્ધિમાં ભારતીયો અને ગુજરાતીઓનું યોગદાન
અમેરિકાને ‘સુપર પાવર’ બનાવવામાં ભારતીય પ્રોફેશનલ્સ, ઉદ્યોગપતિઓ અને વૈજ્ઞાનિકોનો અત્યંત મહત્વનો ફાળો રહ્યો છે. ટેક્નોલોજી અને સિલિકોન વેલી, આરોગ્ય અને ફાર્માસ્યુટિકલ્સ, બિઝનેસ અને હોટેલ ઉદ્યોગ, શિક્ષણ અને સંશોધન સહિતના અનેક ક્ષેત્રોમાં ભારતીયોએ નોંધપાત્ર યોગદાન આપ્યું છે.

અમેરિકાની લગભગ 50 ટકા યુનિકોર્ન સ્ટાર્ટઅપ્સમાં ઓછામાં ઓછા એક ભારતીય મૂળના ફાઉન્ડરનો સમાવેશ થાય છે. Google, Microsoft અને Adobe જેવી અગ્રણી ટેક્નોલોજી કંપનીઓમાં 30થી 40 ટકા જેટલા એન્જિનિયરો ભારતીય મૂળના હોવાનું માનવામાં આવે છે.

ભારતીય IT કંપનીઓ જેવી કે TCS, Infosys અને Wiproએ અમેરિકામાં 1.5 લાખથી વધુ લોકોને રોજગારી પૂરી પાડે છે. અમેરિકામાં કાર્યરત દર દસ ડોક્ટરોમાંથી એક ડોક્ટર ભારતીય મૂળનો છે. ભારતની ફાર્માસ્યુટિકલ કંપનીઓ જેવી કે Dr. Reddy’s અને Sun Pharma અમેરિકામાં સસ્તી જેનેરિક દવાઓ ઉપલબ્ધ કરાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે.

બિઝનેસ ક્ષેત્રે ખાસ કરીને હોટેલ ઉદ્યોગમાં લગભગ 60 ટકા મોટેલ્સ ગુજરાતી પટેલ સમુદાય દ્વારા સંચાલિત હોવાનું માનવામાં આવે છે. આ વ્યવસાયને વિશ્વભરમાં Patel Motel Empire તરીકે ઓળખવામાં આવે છે, જે આશરે 40 બિલિયન ડોલરનો ઉદ્યોગ ગણાય છે. શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે Harvard, MIT અને Stanford જેવી વિશ્વવિખ્યાત યુનિવર્સિટીઓમાં ભારતીય મૂળના અનેક પ્રોફેસરો અને સંશોધકો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI), કેન્સર સંશોધન, અવકાશ વિજ્ઞાન સહિતના અદ્યતન વિષયો પર કાર્ય કરી રહ્યા છે. એટલું જ નહીં, ભારતીય મૂળના અંદાજે 16 જેટલા લોકોને નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયું છે. વિશ્વની ટોચની પાંચ કંપનીઓમાંથી ત્રણ કંપનીઓના CEO ભારતીય મૂળના છે. તેમાં Google અને Alphabet સુંદર પિચાઈ, Microsoftનિાં Adobeસત્ય નડેલા તથા Adobeના શાંતનુ નારાયણનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત IBMના અરવિંદ કૃષ્ણ, Chanelના લીના નાયર, Palo Alto Networksના નિકેશ અરોરા, VMwareના રઘુરામ તથા Visaના વસંત પ્રભુ જેવી અનેક પ્રતિભાઓ પણ વૈશ્વિકસ્તરે સર્વોચ્ચ નેતૃત્વની જવાબદારી નિભાવી રહી છે. આ સમગ્ર ભારતીય સમુદાય માટે ગૌરવની બાબત છે. માત્ર કોર્પોરેટ ક્ષેત્રમાં જ નહીં, પરંતુ અમેરિકાના રાજકારણમાં પણ ભારતીય મૂળના અનેક નેતાઓ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેમાં ઉષા વાન્સ, વિવેક રામાસ્વામી, કાશ પટેલ, રો ખન્ના, પ્રમિલા જયપાલ તથા અમી બેરા જેવા નામોનો સમાવેશ થાય છે.

ગુજરાતીઓ
અમેરિકાના વિકાસ અને સમૃદ્ધિમાં ગુજરાતીઓનો પણ નોંધપાત્ર ફાળો રહ્યો છે. ગૌતમ અદાણી, મુકેશ અંબાણી, દિલીપ સંઘવી, કરશનભાઈ પટેલ સહિતના ગુજરાતી ઉદ્યોગપતિઓએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
Deleted: આમ, અમેરિકાને સુપર પાવર બનાવવામાં ભારતીયો અને ગુજરાતીઓનો ફાળો અત્યંત મહત્વપૂર્ણ રહ્યો છે. પોતાના જ્ઞાન, પરિશ્રમ, નવીનતા, ઉદ્યોગસાહસિકતા અને સંશોધન દ્વારા તેમણે માત્ર અમેરિકાના વિકાસમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વની પ્રગતિમાં પણ આ યોગદાન ગણાવી શકાય.

Feelings Multimedia

Feelings Multimedia

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *