ફિઝીકલ સન સ્ક્રીન્સ અને કેમિકલ સન સ્ક્રિન્સના ફાયદાઓ

ફિઝીકલ સન સ્ક્રીન્સ અને કેમિકલ સન સ્ક્રિન્સના ફાયદાઓ

- in Special Article
900
Comments Off on ફિઝીકલ સન સ્ક્રીન્સ અને કેમિકલ સન સ્ક્રિન્સના ફાયદાઓ
Benefits of Physical Sun Screens and Chemical Sun Screens

૧)    તમારે જ્યારે પણ ઘરની બહાર નીકળવું હોય ત્યારે ૨૦ મીનિટ પહેલા સન સ્ક્રીન લગાવી લેવું. બજારમાં કેટલાક ફિઝીકલ સન સ્ક્રીન્સ પણ ઉપલબ્ધ છે જેને પહેલા લગાડવાની જરૂર રહેતી નથી. તમે તેને તરત લગાવીને બહાર સૂર્ય પ્રકાશમાં જઈ શકો છો. આ બાબતે તમારા ડોક્ટરને વધારે વિગતથી પૂછી શકો છો.

૨)    સન સ્ક્રીન માટે એક વાત સુનિશ્ર્ચિત છે કે, હાયર એસપીએફ ૫૦ અને તેનાથી વધું જરૂરી છે. આ હાયર એસપીએફને ૨૫ થી ૩૦% સુધી લાવવા માટે ઓર્ગેનિક(કેમિકલ) સન સ્ક્રીન્સનો ઉપયોગ કરવામાં આવે છે.

૩)    જ્યારે સનસ્ક્રીન્સનો ઉપયોગ બાળકો પર કરવાનો હોય ત્યારે ખાસ ધ્યાન રાખવું જરૂરી બને છે. કારણકે બાળકોની ત્વચા એક તો એકદમ નાજુક હોય છે. જેના લીધે તેમની ત્વચા પર વિપરિત અસર પડવાનો સંભવ રહેલો છે. ઝિંક ઓક્સાઈડ એ આપણાં શરીરમાં એક ખૂબ જ જરૂરી તત્વ છે જે શરીરના મોટા ભાગના અંગોને કાર્યરત રાખવા માટે એટલું જ જરૂરી છે. આ એક જ એવું કોમ્બીનેશન છે જેને એફડીએ દ્વારા ખાસ બાળકો માટે વપરાતા સનસ્ક્રીન્સ માટે અપ્રુવ કરેલું છે. ઝિંક ઓક્સાઈડ સંમિશ્રિત સનસ્ક્રીન્સ બન્નેવ નાના તથા મોટાઓને માટે ઉપયોગી છે. આ બાબતે વધું તમારા ડોક્ટરને પરામર્શ કરો.

૪)    એ લોકો કે જેઓ એસપીએફ ૫૦ પર નિર્ભર રહે છે અને તેના લગાવ્યા પછી સૂર્યપ્રકાશમાં સતત રહે છે તેઓએ વધું ઘાતક ત્વચાની બીમારીઓનો સામનો કરવો પડી શકે છે. આવા લોકો બ્રોડ સ્પેક્ટ્રમ સનસ્ક્રીનનો ઉપયોગ કરે છે તે યુવીએ અને યુવીબી રેઝથી પૂરતું રક્ષણ કરાવી શકતા નથી. ઝિંક ઓક્સાઈડ એ એક ખૂબ જ જાણીતું ફિઝીકલ સનસ્ક્રીન છે. ઝિંક ઓક્સાઈડ સંમિશ્રિત સન સ્ક્રીન્સ એ યુવીએ અને યુવીબી રેઝ સામે એક પ્રકારનું કુદરતી રક્ષણ પૂરું પાડે છે.

૫)    કેમિકલ સન સ્ક્રીન્સ સૂર્યના તાપથી દઝાતી ત્વચાને યુવીબી કિરણોથી રક્ષણ આપે છે તો ખરું પરંતુ યુવીએ રેઝના કારણે તેમાંથી ત્વચાને લગતી પ્રારંભિક બીમારીઓથી સુરક્ષિત રાખી શકતા નથી.

૬) સોલ્યુબલ કન્ટેન્ટને કારણે કેમિકલ સનસ્ક્રીન્સ તમારી ત્વચાના છિદ્રોને બંધ કરી દે છે અને તેના લીધે ખીલ અને ડાઘ વધવાના ચાન્સીસ વધી જાય છે. એન્હીડ્રોસ આધારિત ફિઝીકલ સનસ્ક્રીન્સથી ત્વચાના છિદ્રો પૂરાતા નથી. આવા ફિઝીકલ સનસ્ક્રીન્સ જે ત્વચામાં ખીલ અને ડાઘ થઈ જતા હોય તેના માટે ખૂબ જ લાભકારક છે.

૭)    મોટા ભાગના સનસ્ક્રીન્સ પાંચ થી દસ મિનિટ પછી તમારી ત્વચાના રંગ પર અસર કરે છે. જેમાં ક્યાંક ત્વચના રંગમાં ૧ ટોન જેટલો ઘટવાનો સંભવ રહે છે.

૮) ફિઝીકલ સનસ્ક્રીન્સ એ એન્હીડ્રૉસ આધારિત સનસ્ક્રીન્સ હોય છે જેમાં તૈલી તત્વનું પ્રમાણ ઓછું હોય છે જે તમારી ત્વચાના રંગને ઝાંખપ નથી આવવા દેતો. કયારેક નાજુક ત્વચા પર ઘણી વખત વધુ પડતા એસપીએફ કેમિકલ આધારિત સન સ્ક્રીનને કારણે ત્વચામાં બળતરા થવાનો સંભવ રહે છે. જ્યારે ફિઝીકલ સન સ્ક્રીન્સમાં આવા પ્રકારનું કોઈપણ તત્વ સામેલ હોતું નથી જે તમારી ત્વચામાં આવી કોઈ બળતરા ઉત્પન્ન કરે.

૯)    સન સ્ક્રીન લગાવ્યાના પાંચથી દસ મિનિટ પછી, તમારી ત્વચાને સોજો આવવાનો શરૂ થાય છે. વધુ પડતા ચીકણા ફિઝીકલ સનસ્ક્રીન્સ એ એન્હીડ્રૉસ આધારિત સન સ્ક્રીન્સ હોય છે જેમાં તૈલી તત્વનું પ્રમાણ ઓછું હોય છે અને તેથી ફિઝીકલ સનસ્ક્રીન્સ લગાડ્યા પછી તમારી ત્વચા પર સોજો નથી આવતો કે નથી તેમાં ચીકાશ

રહેતી.

ઑરા-ક્લિનિક

Facebook Comments

You may also like

ફોર્સમાં જોડાવવા મહિલાઓ પણ દેખાડે છે જોશ

ટ્રાફિક પોલીસ હોય કે આર્મી, જાસૂસી સંસ્થા હોય