પેન્ટિંગ્સ અને રંગોના માધ્યમથી ખુશીની પળો આપનારું અનોખું વ્યક્તિત્વ … ચૌલા દોશી

પેન્ટિંગ્સ અને રંગોના માધ્યમથી ખુશીની પળો આપનારું અનોખું વ્યક્તિત્વ … ચૌલા દોશી

- in Shakti, Womens World
2158
Comments Off on પેન્ટિંગ્સ અને રંગોના માધ્યમથી ખુશીની પળો આપનારું અનોખું વ્યક્તિત્વ … ચૌલા દોશી

ક આર્ટિસ્ટ અને આર્ટ ક્યુરેટર તરીકે છેલ્લા ૧૦ વર્ષથી કામ કરનાર એક વ્યક્તિત્વનું નામ છે…ચૌલા દોશી. એક આર્ટિસ્ટ હોવાની સાથે સાથે આર્ટ એક્સચેન્જના હિમાયતી એવા ચૌલા દોશી, હંમેશાં કોશિશ કરે છે કે ગુજરાતની બહાર અને ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ્સની આર્ટ ગુજરાતમાં લાવી શકાય અને ઇન્ડિયાની આર્ટ ઇન્ડિયાની બહાર ડિસ્પ્લે કરાય. જેથી અલગ અલગ પ્રાંતની આર્ટ લોકો જોઇ શકે અને આર્ટ વિશે વધારે જાણી શકે.

ચૌલા દોશી આમ જનતામાં પણ આર્ટ વિશેની અવેરનેસ લાવવા માટેનો એક નવો પ્રયાસ કરી રહ્યા છે. આમ જનતા સુધી આર્ટનું મહત્ત્વ પહોંચાડવાના પ્રયત્નરૂપે ચૌલા દોશી કહે છે કે, ‘લોકો પોતાના ઘરને સજાવવા માટે કોઇ વખત પ્રિન્ટ્સને ફ્રેમ કરી ઘરમાં લગાવતા હોય છે, તો કોઇ વખત તો બધા પોસ્ટર્સ પણ ફ્રેમ કરી લગાવી દેતા હોય છે, માત્ર એવી માન્યતાથી કે ઓરિજિનલ આર્ટ મોંઘી હોય છે! પરંતુ આર્ટને વધારે ને વધારે લોકો સુધી પહોંચાડવા સમજ પડે તેવી આર્ટ પણ હું રાખું છું. અને દરેક ઘરના ઇન્ટિરિયરને અનુરૂપ આર્ટ પણ લોકોને મળી રહે એવો પ્રયત્ન કરું છું. આર્ટને હું માત્ર મારું પ્રોફેશન નહીં પણ મારી સોશિયલ જવાબદારી માનું છું. એટલા માટે હું અફોર્ડેબેલ આર્ટ પણ બનાવું છું જેથી સામાન્ય માણસ પણ ઓરિજિન આર્ટ ખરીદી શકે અને ઘરમાં સજાવી શકે.’

આર્ટને પોતાની સોશિયલ રિસ્પોન્સિબિલિટી માનતા ચૌલા દોશી આર્ટને દરેક લોકો સુધી પહોંચે તે રીતે પ્રસ્તુત કરવા માગે છે. અને એટલે જ તેઓ વોટર કલર પેન્ટિંગ્સ, ડ્રાય પેસ્ટલ વર્ક, ચારકોલ વર્ક્સ દ્વારા બનાવેલ મનોહર પેન્ટિંગ્સ પણ રાખે છે. ચૌલા દોશી આર્ટને વરેલા એક એવા કલાકાર છે જેમણે વિવિધ આર્ટ ગેલેરી દ્વારા નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે પોતાની આર્ટનું ડિસપ્લે રજૂ કર્યું છે. જેને આર્ટપ્રેમીઓ તરફથી ઘણો સારો પ્રતિભાવ મળ્યો છે. ચૌલા દોશી પોતાની આર્ટમાં વિવિધ કલરને પહેલો પ્રેફરન્સ  આપે છે. તેઓ કહે છે કે કલર્સ એ આર્ટને એક અલગ લૂક આપે છે. દરેક કલર એક આગવો અને અનોખો શેડ ધરાવે છે. તો દરેક ટેક્ષચર તેની ખાસ વાત રજૂ કરે છે. તેમના વિવિધ શો માં રજૂ થયેલ પેઇન્ટિંગ્સમાં આ દરેક વાત પ્રદર્શિત થાય છે.

૨૦૧૦થી આજ સુધી ચૌલા દોશીના અનેક શો વિવિધ સ્થળે યોજાઇ ગયા છે. જેમાં ડ્યુઅલ શો, સૉલો શો અને ગ્રૂપ શોનો સમાવેશ થાય છે. તેમના દરેક પેઇન્ટિંગ્સમાં હ્યુમન ઇમોશન્સને ખૂબ સુંદર રીતે કંડારવામાં તેઓ માહિર છે…

પેઇન્ટિંગ્સમાં હ્યુમન ઇમોશન્સને સુંદર રીતે કંડારતા ચૌલા દોશીના ૨૦૧૦થી આજ સુધી અનેક શો વિવિધ સ્થળે યોજાઇ ગયા છે. જેમાં ડ્યુઅલ શો, સૉલો શો અને ગ્રૂપ શોનો સમાવેશ થાય છે. થોડા દિવસો પહેલાં જ તેમનો એક ગ્રૂપ શો યોજાઇ ગયો. ‘ગસ્તો-અ જર્ની ઓફ જોય’ ટાઇટલ હેઠળ અમદાવાદમાં યોજાયેલ આ શોમાં વિવિધ રંગોના માધ્યમ દ્વારા ખુશીની પળોની અભિવ્યક્તિ જોવા મળી હતી. એક્ઝિબિશનમાં ચૌલા દોશી ઉપરાંત શેફાલી શાહ, નિલેષ વેડે, પરાગ બોર્સે અને સચિન પાલેકરના ચિત્રો પણ રજૂ થયા હતા.

અહીં ખાસ વાત એ હતી કે, આ પાંચેયમાં એકમાત્ર ચૌલા દોશી અમદાવાદના હતા, જ્યારે બાકીના ચાર મુંબઇના હતા. આ એક્ઝિબિશન સંદર્ભે ચૌલા દોશી કહે છે, કે ધર્મના નામે આજે જ્યાં જુઓ ત્યાં અશાંતિ વ્યાપેલી જોવા મળે છે, તેવામાં અમારા ગ્રૂપનો આશય આર્ટના માધ્યમથી આનંદ આપવાનો હતો જે અમે અહીં આપ્યો છે.

Facebook Comments

You may also like

ભારત તથા અન્ય દેશોમાં ઉજવાતો ઉત્સવ ‘દિવાળી’

અંજના ગોસ્વામી દિવાળીનો તહેવાર “પ્રકાશના પર્વ તરીકે જાણીતો