ડિસેમ્બર માસના પ્રથમ પખવાડિયાનું ફળકથન

ડિસેમ્બર માસના પ્રથમ પખવાડિયાનું ફળકથન

- in Astrology
1436
Comments Off on ડિસેમ્બર માસના પ્રથમ પખવાડિયાનું ફળકથન

મેષ

જીવનસાથી જોડે હરવા-ફરવાનું બને અથવા આપના કોઇપણ કાર્યોમાં જીવનસાથીનો સહકાર અને માર્ગદર્શન મળી રહે. આર્થિક જોગવાઇના કાર્યોમાં પ્રગતિ થાય. વિજાતીય વ્યક્તિ પ્રત્યે પણ આકર્ષણ વધશે. બીજા સપ્તાહમાં મંગળ શુભ રાશિમાં એટલે કે આપની રાશિથી લાભ ભાવમાં પ્રવેશ કરશે. મંગળ લાભ ભાવમાં મિત્રો, વડીલોના સાથ-સહકાર માટે શુભ ફળદાયી રહેશે.

વૃષભ

આપ આનંદ-ઉત્સાહ અને રોમાન્સના મૂડ સાથે આ પખવાડિયાનો પ્રારંભ કરશો. વિજાતીયપાત્ર તરફ આકર્ષણ વધારે રહેશે. બીજા સપ્તાહમાં સરકારી કામો ઉકેલવામાં મુશ્કેલી કે વિલંબ થઇ શકે છે. કાયદાકીય પ્રશ્ર્નોમાં હાલમાં આપની તરફેણમાં ચુકાદાની શક્યતા ઓછી રહેશે. પખવાડિયાના અંતિમ દિવસોમાં સ્વાસ્થ્યમાં આંશિક તકલીફ પડે તેમજ કામકાજમાં વિઘ્નો અને મુસીબત આવે.

મિથુન

તમારે ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું જ પડશે. અચાનક ધનલાભના યોગો બની રહ્યા છે. આપને શ્ર્વસુરપક્ષ તેમજ પત્ની તરફથી લાભ થઇ શકે. જે જાતકોને ગૂઢ વિદ્યા, જ્યોતિષ કે કર્મકાંડમાં રૂચિ હોય તેઓને શીખવાનો મોકો મળે. આપના દામ્પત્ય જીવનમાં ચડાવ-ઉતાર આવી શકે છે. ૧૨, ૧૩ તારીખ આપના માટે અનાવશ્યક ખર્ચ અને થોડા કાર્યોમાં અવરોધનો સંકેત આપે છે.

કર્ક

આ પખવાડિયાના શરૂઆતના સમયમાં આપના વર્તનમાં ગુસ્સો અને વાણીમાં કઠોરતા જણાશે. શક્ય હોય ત્યાં સુધી સંયમ જાળવવાની ગણેશજી ટકોર કરે છે. સ્વાસ્થ્યને લગતી તકલીફો પણ માથું ઊંચકી શકે છે. પાછલા ચરણમાં આકસ્મિક ઇજાના યોગો બને. જેમને એસિડિટી કે આંખોમાં બળતરાની સમસ્યા હોય તેમણે કાળજી લેવી પડશે. દામ્પત્ય જીવનનું સુખ આપ સારી રીતે માણી શકશો.

સિંહ

પ્રારંભિક સમય આપના માટે થોડો શુભ ફળદાયી જણાઇ રહ્યો છે. નાણાકીય લાભ સાથે કોઇના તરફથી ગિફ્ટ રૂપે અથવા નોકરિયાતોને ઇન્સ્ટેન્ટિવ કે એવોર્ડ રૂપે સારા પ્રમાણમાં નાણાં પ્રાપ્ત થાય. ગૂઢ વિદ્યા તેમજ યોગ ધ્યાન વગેરે બાબતોમાં રૂચિ વધે. બીજા સપ્તાહમાં મંગળ રાશિ બદલીને કુંભ રાશિમાં એટલે કે તમારી રાશિથી સપ્તમ ભાવમાં પ્રવેશ કરે છે, જે ભાગીદારી માટે અશુભ ફળ આપે.

કન્યા

શરૂઆતના સમયમાં ઉઘરાણી માટે કરેલી મુસાફરીનું સારું ફળ મેળવી શકશો. બિઝનેસમાં ભાગીદાર તરફથી પણ સારી મદદ મળી રહે. તા. ૧૧ પછી હૃદયમાં થોડી અશાંતિ અને બેચેની વધશે. મંગળ રાશિ બદલીને કુંભ રાશિમાં આવતા શત્રુઓ પર વિજય મેળવવાની આપનામાં ખૂબ શક્તિ અને આવડત આવશે. મોસાળપક્ષથી લાભ મળવાની સંભાવના રહે.

તુલા

આપને સ્વાસ્થ્યની નાની મોટી તકલીફની સંભાવના નકારી શકાય નહીં. જેમાં ખાસ કરીને ગુપ્ત ભાગોમાં પીડા થાય. આંખોની કે હાડકાંની તકલીફ રહેવાની સંભાવના છે. થોડીક માનસિક અશાંતિ અને ઉદ્વેગ રહેશે. ગુસ્સા પર નિયંત્રણ રાખવું. વિદ્યાર્થીઓને વિદ્યાભ્યાસમાં તકલીફ અનુભવાય. નવા આયોજનો તેમજ નવા કામ માટે ઉત્તરાર્ધના સમયમાં આપનામાં સાહસ અને હિંમત જાગે.

વૃશ્ચિક

આ સમયમાં આપને વિજાતીય પાત્ર પ્રત્યે વધુ આકર્ષણ રહે, પરંતુ નવા સંબંધોની શરૂઆત કરવામાં ઉતાવળિયો નિર્ણય ન લેતાં વ્યાજ, કમિશન, બેન્કિંગ, શરાફી પેઢી વગેરેના બિઝનેસમાં ખૂબ સારો લાભ થાય. જે લોકો લેખન, સાહિત્ય, પ્રકાશન વગેરેમાં જોડાયેલા છે તેમનામાં સર્જનાત્મકતા વધશે. તા. ૧૧ પછી વાણીમાં ઉગ્રતા આવી શકે છે. તેના કારણે કુટુંબમાં થોડો વિવાદ પણ થાય.

ધન

મકર

કુંભ

મીન

જેઓ કોઇ ખાસ વ્યક્તિ તરફથી આકર્ષિત થયા હોય તેઓ આ સમયમાં પ્રેમનો પ્રસ્તાવ મૂકી શકે છે. વારસાગત મિલકત સંબંધિત કાર્યોનો ઉકેલ આવે તેમજ કોર્ટમાં જો આ મામલે કેસ ચાલતો હોય તો આપની તરફેણમાં ચુકાદો આવી શકે છે. તા.૬, ૭ થોડો ખર્ચ વધી શકે છે તેમજ કામકાજમાં અવરોધોનો સામનો કરવો પડે. ઉત્તરાર્ધના સમયમાં આપના માન-પ્રતિષ્ઠામાં વધારો થાય.

Facebook Comments

You may also like

“નારી સુરક્ષિત કરતાં સ્વરક્ષિત થાય તો વધારે સક્ષમ બને..! સ્વાતિ બેડેકર

પોતાની આવડત અને કુનેહથી આજે કોણ આગળ જઈ