નોટબંધીની અસર વચ્ચે પણ મેરેજ સિઝન હાલમાં પૂરબહાર ખીલેલી છે. હવે નવા ટ્રેન્ડ મુજબ જેવો લગ્નોત્સવ પૂરો થાય કે તરત દુલ્હા-દુલ્હન હનિમૂન માટે ઉપડી જાય છે. બ્યૂટીફૂલ લોકેશન અને ભવ્ય હોટલનું એડવાન્સ બુકિંગ પણ થાય છે.
જોકે અમે આજે એક એવી હોટલ વિશે આપને બતાવવાના છે જ્યાં પતિ-પત્ની આવે તો છે પણ હોટલની બહાર નીકળે છે ત્યારે તેમના છૂટાછેડા થઈ ચૂક્યા હોય છે. નેધરલેન્ડ સ્થિત આ હોટલની ખૂબી એ છે કે સમુદ્ર કિનારે ભવ્ય સુવિધા ધરાવે છે અને ફક્ત દંપતિને જ એન્ટ્રી મળે છે. હકીકત એ છે કે અહીંયા એ જ દંપતી આવે છે જેમના દામ્પત્ય જીવનમાં ખૂબ મુશ્કેલી હોય, એકબીજા પ્રત્યે પ્રેમ રહ્યો ના હોય અને વિવાહીત જીવન તૂટવાની અણી પર હોય.
આ હોટલમાં આવા કપલ્સ માટે ખાસ વ્યવસ્થા રાખવામાં આવી છે, તેમને સંબંધ સમજવા અને પૂરો કરવા માટે તક આપવામાં આવે છે, એડવોકેટ પણ ઉપલબ્ધ રહે છે. મોટેભાગે જ્યારે કપલ હોટલની બહાર નીકળે ત્યારે તેમના છૂટાછેડા થઈ ચૂક્યા હોય છે…!!!