આજે અમે તમને એવી કેટલીક નોકરી બતાવીએ છે જેના વિશે તમે સ્વપ્નમાં પણ નહીં વિચાર્યું હોય ! આ કામ દરેકના ગજાનું નથી, આના માટે જિગર જોઈએ. કાનૂની તપાસ કરવા માટે મૃતદેહના કેટલાક અવશેષો અને હાડકાં પર લેપ લગાવીને ફોરેન્સિક લેબમાં આપવાની આ જોબ છે જેમાં સારા રૂપિયા મળી શકે છે.
વિદેશમાં કેટલીય હોટલો તેમના બેડ કેટલા આરામદાયક છે એ તપાસવા પ્રોફેશનલને તેના પર સૂવાડે છે અને તેનો ફીડબેક માંગે છે. બીજું એક કામ છે ખરાબ ગેસ સૂંઘીને બીમારી બતાવવાનું જેમાં ટ્રેનીંગ લીધા બાદ સારા પૈસા કમાઈ શકાય છે.
હજુ છે અમારી પાસે તમારા માટે કામ…. હા, જાનવરોના ખોરાકને ટેસ્ટ કરવાનું આ કામ છે જેનો ટેસ્ટ તમારે કરવાનો છે. જેને કામ કરવું હોય એના માટે સો પ્રકારના કામ હાજર છે!