– કૌસ્તુભ આઠવલે
આજે ભારતની વિશ્ર્વભરમાં ચર્ચાઓ થાય છે. તેનું કારણ આપણાં દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની વિદેશ નીતિ !! ભારતના ઈતિહાસમાં સત્તા સંભાળ્યા પછીના ત્રણ વર્ષ જેટલા ટૂંકા ગાળામાં વિદેશયાત્રાઓ કરી વિશ્ર્વના દેશો સાથે તાદાત્મ્ય સાધીને માત્ર ભારતમાંથી જ નહીં પરંતુ સમગ્ર વિશ્ર્વમાંથી આતંકવાદ જેવી જટિલ સમસ્યા જડ-મૂળથી ઉકેલાવી જોઈએ એના માટે નમોએ વિશિષ્ટ ઝુંબેશ ઉપાડી છે. અમેરિકાથી લઈને આરબ દેશો સાથે મોદીની મુલાકાતોમાં આતંકવાદ વિરુદ્ધ વિશ્ર્વસમુદાય એકરૂપ થાય એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે ઉદ્દેશ હતો એ આજે સાકાર થવા જઈ રહ્યો છે. એ દિશામાં આજે વિશ્ર્વના જુદા જુદા દેશો એકજૂથ થઈને આતંકવાદ સામે ઠોસ પગલા ઊઠાવી વિશ્ર્વમાંથી આતંકવાદ નાબૂદી માટે દ્રઢનિશ્ર્ચયી થયા છે.
વિશ્ર્વના તમામ દેશોમાં મુસ્લિમ રાષ્ટ્રો અથવા ઈસ્લામિક આતંકવાદ સામે મજબૂત હાથે લડત આપીને,પોતાના વજૂદને વિશ્ર્વભરમાં તેની આગવી ટેકનોલોજી અને શસ્ત્રોથી આતંકવાદની સામે મજબૂતી સાથે પોતાની ધોંસ જમાવનાર મુલાકાત લીધી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ મુલાકાતને ઐતિહાસિક મુલાકાત તરીકે લેખાવતા ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેત્યાનાહુ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને આવકારવા પ્રોટોકોલ તોડીને સામે ચાલીને ગયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે તા. ૫મી જુલાઈના રોજ ઈઝરાયલના રાષ્ટ્રપતિ રુવેન રિવલિનને મળ્યા હતા. તેમની આ મુલાકાતની ઔપચારિકતાને વિશ્ર્વ મીડિયાએ બે રાષ્ટ્રોના વડાઓની એક ખૂબ જ ઉમળકાભરી મુલાકાત તરીકે આલેખી હતી.
આમ તો ઈઝરાયલની પ્રથમ દ્રષ્ટિએ ઈમેજ જોઈએ તો એક મુઠ્ઠી જેટલો નાનો દેશ, જેની કદાચ વિસ્તાર અને ભૌગોલિક દ્રષ્ટિએ ક્ષમતા અન્ય દેશોની તુલનાએ ખૂબ જ સીમિત છે. પરંતુ, આ મુઠ્ઠી જેટલા દેશે તેની ટેકનોલોજીની આગવી ક્ષમતા અને અદ્યતન સેટેલાઈટ સિસ્ટમથી પોતાના દેશમાં સુવિધા અને સર્જનાત્મકતાના એવા સોંપાનો સર કર્યા છે જેને જોતા વિશ્ર્વની મહાસત્તાઓ પણ તેની ટેકનીક અને તેની ગતિથી તેની સામે બાથ ભીડતા ખચકાય છે.
તેમાં પણ આધુનિક ટેકનોલોજીની દ્રષ્ટિએ જોઈએ તો અત્યારે ઈઝરાયેલ પાસે જે અત્યાધુનિક સુરક્ષા સિસ્ટમ છે તેને તો વિશ્ર્વની મહાસત્તાઓ પણ દાદ આપે છે. વડાપ્રધાન મોદીજીએ ઈઝરાયલની મુલાકાત દરમ્યાન પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. ભારતમાં ૨૦૦૮મા મુંબઈમાં થયેલા ત્રાસવાદી હુમલામાં બાળક મોશે, કે જેણે પોતાના માતા-પિતા ગુમાવી દીધા હતા તેને પણ મોદી મળ્યા હતા. ૧૧ વર્ષનો મોશે અને તેના દાદા-દાદી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીને મળતાં જ ભાવુક થઈ ગયા હતા. આમ તો આપણાં દેશના સંબંધો ઈઝરાયલ સાથે વર્ષોથી ખૂબ જ સુદ્રઢ રહ્યાં છે. પરંતુ આ પહેલાની સરકારોમાં ઈઝરાયલનું નિર્માણ ન થાય એવા પ્રકારનું એક પૂર્વગ્રહિત વલણ હતું. ઈઝરાયલ મૂળ સ્વરૂપે યહુદી રાષ્ટ્ર છે. પરંતુ મુસ્લિમો વિરુદ્ધ ઈઝરાયલ એટલું જ ઝનૂની છે કારણકે મુસ્લિમ રાષ્ટ્રો આતંકવાદી પ્રવૃત્તિઓનું પીઠબળ રહ્યાં છે. જેનો ઈતિહાસ સાક્ષી છે. જેના વિરુદ્ધ ભારતે કેટલીય ચળવળો ચલાવી પરંતુ વૈશ્ર્વિક સ્તરે ભારતની આતંકવાદ વિરોધી રજૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા પછી વધુ સક્ષમ બની.
તાજેતરની જ વડાપ્રધાન શ્રી મોદીજીની મુલાકાત સાથે કેટલાક મહત્વપૂર્ણ કરારો અને સુરક્ષાને લગતા ઐતિહાસિક સોદાઓ પર સંમતિ સધાઈ હતી.
વડાપ્રધાન જ્યારે ઈઝરાયલના વડાપ્રધાન નેત્યાનાહુને મળ્યા અને ભેટી પડ્યા ત્યારે એે મુલાકાત કોઈ રાજનૈતિક ઔપચારિકતા ન રહી પણ, સદીઓ પુરાણા સંબંધોની ભાવુકતામાં ફેરવાઈ ગઈ.
ભારત-ઈઝરાયેલ વચ્ચે ૭ મહત્વના કરારો :-
૧) ઈન્ડીયા ઈઝરાયલ ઈન્ડસ્ટ્રીયલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એન્ડ ટેકનિકલ ઈનોવેશન ફંડ:-
આ ક્ષેત્રમાં ભારત અને ઈઝરાયલ દ્વારા ઔદ્યોગિક ક્ષેત્રે નવા સંશોધનો અને ટેકનોલોજીના વિકાસાર્થે બન્ને દેશો એકમત થઈ સહિયારા પ્રયાસથી ઔદ્યોગિક સંશોધન અને વિકાસ માર્ગે આગળ સાથે ચાલવા પર સંમત થયા હતા. જેના માટે બાયલેટર ટેકનોલોજી ઈનોવેશન ફંડ તરીકે ૪૦ મિલિયન ડૉલરનું રોકાણ કરવાની જાહેરાત કરવામાં આવી.
૨) વૉટર કન્ઝર્વેશન ફોર ઈન્ડિયા :-
વિશ્ર્વ આખું જાણે છે કે એક મુઠ્ઠી જેટલો દેશ તેની મુઠ્ઠી ઉંચેરી હિંમતથી નવા આયામો સર્જીને વિશ્ર્વના તમામ દેશો માટે ઉદાહરણરૂપ થઈ પડ્યો છે. ઈઝરાયલ એક એવો દેશ છે કે જેના નાગરિકોને પાણી માટે વલખા નથી મારવા પડતા. એટલું જ નહીં, પાણીના જતન અને પાણીની વહેંચણી માટે પણ ઈઝરાયલ વિશ્ર્વ સમુદાય માટે ઉદાહરણરૂપ બની ચૂક્યું
છે. ઈઝરાયલ વેસ્ટર્ન એશિયામાં પાણી એક્સપોર્ટ પણ કરે છે. ઈઝરાયલની આ ટેકનીકનો ફાયદો આપણાં દેશના એવા વિસ્તારો કે જ્યાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ હોય ત્યાં ખૂબ સારી રીતે ઉપયોગ કરી શકાય છે. આ બાબતે શ્રી મોદીએ કહ્યું કે, ‘આ દ્વિપક્ષીય સમજૂતીથી પાણીની બચત અને તેના થકી ખેત ઉત્પાદનમાં વધારો લાવી શકાય છે. આ દ્વિપક્ષીય કરારનો એક ઉદ્દેશ આ પણ છે.’
૩) સ્ટેટ વૉટર યુટિલીટી રિફોર્મ :-
ભારત તેના રાજ્યોમાં વપરાતા જળસ્ત્રોતો માટે પણ નવા સુધારાઓ ઈચ્છે છે. એ દિશામાં આગળ વધીને જ કેટલીક સારી પદ્ધતિઓનો ઉપયોગ કરીને ભારતના પાણી વિષયક પ્રશ્ર્નો હલ કરી શકાય છે.
૪) ઈન્ડિયા-ઈઝરાયલ ડેવલપમેન્ટ કો-ઑપરેશન-ખેતી ક્ષેત્રે ૩ વર્ષ એટલે કે ૨૦૧૮-૨૦૨૦ ખેતી વિષયક આયોજન :-
ભારત-ઈઝરાયલ દ્વારા ભારતના ખેડૂતોની પરિસ્થિતિ અને સાધનોની ઉણપને ધ્યાનમાં રાખી ખેડૂતોનું જીવનસ્તર ઊંચું આવે અને તેમને શ્રમ ઓછો પડે તેવી અદ્યતન ટેકનોલોજીના વિકાસાર્થે બન્ને રાષ્ટ્રો એકમંચ પર આવી ખેતીના વિકાસ અંગે નવા આયોજનો કરશે.
૫) એટોમિક ક્લોકમાં કો-ઓપરશેન :-
એટોમિક ક્લૉક ઑપરેશન્સ બાબતે ભારત-ઈઝરાયલે સંમતિ સાધતા કરારો કર્યા હતા. આ કરારોના લીધે નાના સેટેલાઈટને વિદ્યુત સંચાલનશક્તિથી લોન્ચિંગ માટે વધારાનો સપોર્ટ મળી શકશે.
૬) જીઓ-લીઓ ઓપ્ટિકલ લિંક:-
જીઓ સિન્ક્રોનસ અર્થ ઓર્બિટ(જીઓ) અને લો અર્થ ઓર્બિટની મદદથી ભવિષ્યમાં સેટેલાઈટ બ્રોડબેન્ડના વિસ્તારનો
યોગ્ય માર્ગ નીકળી શકે છે.
૭) નાના સેટેલાઈટ્સની ઉર્જા સંચાલનશક્તિ માટેની દ્વિપક્ષીય સમજૂતિ :-
વિદ્યુત ઉર્જા શક્તિનો ઉપયોગ સેટેલાઈટને લોન્ચિંગ કરવામાં થાય છે. અત્યારના મોટા ભાગના લોન્ચિંગ એ સ્પેસક્રાફ્ટના પાછલા ભાગમાં ગેસ પ્રેશરની પ્રક્રિયાથી થાય છે. ભારત અને ઈઝરાયલ એ સ્પૅસ ટેકનોલોજીમાં ખૂબ જ આગળ છે. જેનો લાભ આપણને ઈઝરાયલ સાથેની આ દ્વિપક્ષીય સમજૂતિથી મળી શકે છે.
આ સિવાય ઈઝરાયલની સાથે અનેક મુદ્દે એકમત થઈ ભારત અને ઈઝરાયલ આતંકવાદ નાબૂદી બાબતે એક સાથે સંમત થયા હતા. જ્યારે ઈઝરાયલ પાસે તેની અદ્યતન શસ્ત્રોની જે વિશિષ્ટ તાકાત છે તે ભારતને આપશે એવી જાહેરાત પણ કરવામાં આવી હતી. જેમાં મહત્વની જાહેરાત એટલે કિલર ડ્રોન કે જે, પોતાની ક્ષમતા અંગે એક આગવી ઓળખ ધરાવે છે તેની છે. આ કિલર ડ્રોનની ખાસિયત એ છે કે આ ડ્રોનથી હવામાંથી જમીન પર મિસાઈલથી નિશાન લઈને શત્રુઓની છાવણીઓને નષ્ટ કરવાના ઉપયોગમાં લઈ શકાય છે. હેરોન ટીપી ડ્રોન એ ઈઝરાયલનું સૌથી કારગર શસ્ત્ર ગણાય છે.
જો અમેરિકન વૉર ટેકનોલોજીની વાત કરીએ તો અમેરિકાના પ્રિડેટર અને રીપર ડ્રોન સાથે તેની તુલના થઈ શકે છે. સતત ૩૦ કલાક જેટલો લાંબો સમય ઉડવાની ક્ષમતા સાથે હેરોન ટીપીમાં લગાડવામાં આવેલા ગુપ્ત કેમેરા રહસ્યકારી માહિતી એકઠી કરવાની ઘણી ક્ષમતા ધરાવે છે. ૧ ટન વજન વહેવાની ક્ષમતા ધરાવતું હેરોન ટીપી ડ્રોન ગમે તે ઋતુમાં ઉપયોગમાં લઈ શકાય છે. તેની ક્ષમતા મહત્તમ ઉંચાઈ ૪૫૦૦૦ ફૂટ સુધી ઉડવાની છે.
આ તો થઈ હાલમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીની ઈઝરાયલ મુલાકાત સમયે થયેલી ઘટમાળ અને વિકાસના મુદ્દે થયેલા કરારોની કેટલીક મહત્વપૂર્ણ વાતો અને તેના મુદ્દાઓ.
ઈઝરાયલ વિશ્ર્વ માટે ઉદાહરણરૂપ બન્યું છે તે તેની વિશિષ્ટતાઓ માટે! મુઠ્ઠીભર દેશ હોવા છતાં વિશ્ર્વમાં કેમ તેનો ડંકો વાગે છે તેના વિશિષ્ટ પહેલુઓ પર એક દ્રષ્ટિપાત કરીએ તો ખ્યાલ આવશે કે કેમ ઈઝરાયલની તકનીકી ક્ષમતાઓ પર અમેરિકા પણ આફ્રિન છે!!
ઈઝરાયલના કેટલાક જોરદાર પહેલુઓ:-
૧) વિશ્ર્વનું એકમાત્ર યહુદી રાષ્ટ્ર જેનો જન્મ થયે લગભગ ૬૭ વર્ષ થયા.
૨) ન્યૂયોર્ક સિટીની વસ્તીથી અડધોઅડધ ઈઝરાયલની વસ્તી. તેનો ભૌગોલિક વિસ્તાર…જો ત્રણ ઈઝરાયલ ભેગા કરવામા આવે તો પણ ભારતના રાજસ્થાનના પરિઘથી તેનો વિસ્તાર વધી શકે નહીં.
૩) ઈઝરાયલની ભાષા હિબ્રુ જેનો પુનર્જન્મ થયો એમ કહી શકાય. અહીંની રોજબરોજના ઉપયોગમાં લેવાતી ભાષા તરીકે હિબ્રુ અને અરબી આવે છે.
૪) વિશ્ર્વનો પહેલો અને એકલો એવો દેશ જ્યાં મહિલાઓને સૈૈન્યમાં સામેલ થવું ફરજિયાત છે.
૫) એક એવો દેશ કે જેની પાસે પોતાની સેટેલાઈટ સિસ્ટમ છે જેની મદદથી ઈઝરાયલ ડ્રોન તકનીકને ખૂબ જ કારગર રીતે ઉપયોગમાં લે છે. વિશ્ર્વમાં પોતીકી સેટેલાઈટ સિસ્ટમ હોય તેવા ૯ દેશોમાં ઈઝરાયલનું સ્થાન પણ છે.
૬) ઈઝરાયલનું એરફોર્સ જોઈએ તો વિશ્ર્વમાં ચોથા ક્રમાંકે ઈઝરાયલની વાયુસેના આવે છે. વિશ્ર્વની મહાસત્તા અમેરિકા સાથે રશિયા અને ચીન પછી ઈઝરાયલનો નંબર આવે છે.
૭) એકમાત્ર એવો દેશ જે એન્ટિબેલેસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમથી સજ્જ છે. કોઈપણ મિસાઈલને ઈઝરાયલના શહેરો સુધી પહોંચતા પહેલા જ નષ્ટ કરી નાંખવામાં આવે છે.
૮) અહીંની કરન્સીની વિશેષતા એ છે કે, તેમાં બ્રેઈલ લિપીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે જેથી દ્રષ્ટિહીન લોકો કરન્સીને ઓળખી શકે.
૯) દુનિયાનો પહેલો ફોન મોટોરોલા કંપનીએ ઈઝરાયલમાં બનાવ્યો હતો. અને હોમ પીસી સિસ્ટમમાં ઈઝરાયલ પહેલા નંબરે આવે છે. માઈક્રોસોફ્ટ માટેની પહેલી પેંટિયમ ચીપ ઈઝરાયલે જ બનાવી હતી. જ્યારે દુનિયાની પહેલી વોઈસમેલ ટેકનોલોજી પણ ઈઝરાયલમાં જ બની હતી.
૧૦) વ્યક્તિદીઠ મ્યુઝિયમની સંખ્યા ઈઝરાયલમાં કોઈપણ દેશો કરતાં વધુ છે.
૧૧) માઈક્રોસોફ્ટ અને સિસ્કોએ અમેરિકા સિવાય પોતાના રિસર્ચ સેન્ટર્સ માત્ર ઈઝરાયલમાં જ સ્થાપ્યા હતા.
૧૨) ઈઝરાયલની ખેતપેદાશોમાં ૭ ગણો વધારો થયો છે જ્યારે આશ્ર્ચર્યની વાત એ છે કે ઈઝરાયલ ખેતી માટે એકલા વરસાદના પાણી પર જ નિર્ભર રહે છે ખેતી માટે જેટલું પહેલા વાપરતું હતું એટલુ જ પાણી વાપરવા છતાં ખેત પેદાશમાં અનેકગણો વધારો થયો છે.
૧૩) દુનિયાની સૌથી નાની બાઈબલ ઈઝરાયલમાં ૪.૭૬ મી.મી.ની સાઈઝની બની છે.
૧૪) પોતાની જરૂરીયાતનું ૯૩% અન્ન તો ઈઝરાયલ પોતે જ ઉત્પન્ન કરે છે. એટલે અન્ન પેદાશની બાબતમાં ઈઝરાયલ લગભગ સ્વનિર્ભર છે.
૧૫) અહીંયા ૧૦માંથી ૯ ઘર સોલાર એનર્જીનો ઉપયોગ કરીને પોતાની રોજીંદી વપરાશની ઉર્જાશક્તિ મેળવે છે. જેમાં સૌથી વધુ ઉપયોગ પાણી ગરમ કરવા માટે થાય છે.
૧૬) ઈઝરાયલમાં માત્ર ૪૦ બુક સ્ટોર્સ છે. જેમાંની પ્રત્યેક પ્રથમ પ્રિન્ટેડ કોપી ઈઝરાયલની જેવિશ નેશનલ યુનિવર્સિટિ લાયબ્રેરીમાં રાખવામાં આવે છે.
૧૭) ઈઝરાયલ એ હીરાનું હોલસેલ બજાર ગણાય છે. વિશ્ર્વમાં સૌથી વધારે હીરાની કટિંગ અને પોલિશીંગ થાય છે.
૧૮) ઈઝરાયલના માત્ર ૨૭૩ કિ.મી. ના સમુદ્ર કિનારામાં સૌથી વધુ એટલે કે ૧૩૭ સી-બીચ છે જે એક અનોખી વાત છે.
૧૯) વ્યવસાયની દ્રષ્ટિએ ઈઝરાયલ ત્રીજા નંબરે આવે છે અને ત્યાં લગભગ ૩૦૦૦ જેટલી હાઈટેક કંપનીઓ આવેલી છે.
૨૦) શરણાર્થીઓને આશ્રય આપનારા દેશોમાં ઈઝરાયલ સૌથી વધુ શરણાર્થીઓને શરણ આપનારો દેશ છે. વિશ્ર્વના કોઈપણ ખૂણે જન્મ લેનાર યહુદીને જન્મતા જ ઈઝરાયલનું નાગરિકત્વ પ્રાપ્ત થઈ જાય છે.
૨૧) ઈઝરાયલની મીડિયા દુનિયાની કોઈપણ મીડિયા કરતા સૌથી વધુ સ્વાયત્ત છે એટલે જ ઈઝરાયલ મીડિયા ક્ષેત્રે સૌથી વધુ કવર થાય છે.
૨૨) અત્યાર સુધી વિશ્ર્વના જુદા જુદા દેશો દ્વારા ઈઝરાયલ પર ૭ વખત હુમલાઓ થયા પરંતુ એ બધા જ દેશોને ધૂળ ચટાડીને ઈઝરાયલ વટ સાથે પોતાની શૈલી અને પોતાના નિયમો અનુસાર જ આગળ વધી રહ્યું છે.
ઈઝરાયલ સાથે પારિવારિક તાંતણે બંધાયેલા – નિકિતિન કોન્ટ્રાક્ટર
ઈઝરાયલ સાથે ભારતના સંબંધોની નિકટતાને ઘણા વર્ષોથી જાણનાર અને પારિવારિક રીતે પણ ઈઝરાયલ સાથે લગભગ બે પેઢીથી જોડાયેલા શ્રી નિકિતિન કોન્ટ્રાક્ટર(નીકુભાઈ)એ ઈઝરાયલ વિશેની તેમની કેટલીક વિશેષ વાતો ફીલિંગ્સ સાથેની પ્રશ્ર્નોત્તરીમાં શૅર કરી હતી જેના કેટલાક અંશો…
ઈઝરાયલ તેની કઈ ક્ષમતાથી -વિશેષતાથી ઓળખાય છે?
ઉત્તર – ઈઝરાયલની મૂળ પ્રજા જ્યૂ પ્રજા છે જે સર્જનશીલતા, સમર્પણ સાથે પોતાની ઓળખ પ્રત્યે જાગૃત છે. આજ વાત તેમની શક્તિ બની છે એ ચાહે તેઓ ઈઝરાયલમાં હો કે ઈઝરાયલની બહાર વસતા હો.
વડાપ્રધાન મોદીજી પહેલા કોઈ રાષ્ટ્રીય નેતાએ કેમ ઈઝરાયલ સાથેના સંબંધોને મહત્વ નહોતું આપ્યું?
ઉત્તર – ઈઝરાયલ તરફી ભારતીય વલણ તો પહેલેથી હતું જ..! જે તે વખતના રાજકીય અગ્રણીઓ પણ આ બાબતથી ખૂબ સારી રીતે વાકેફ હતા. પરંતુ આપણી પેટ્રોલિયમ પેદાશો પરની ડિપેન્ડન્સી મુખ્યત્વે ગલ્ફના દેશો પર હતી. જેથી આટલા સાહસપૂર્ણ નિર્ણયો અને જોખમી પગલાં લેવાનું કોઈ રાજકીય પક્ષો વિચારતા નહોતા. નવી પરિસ્થિતિમાં આ બધી વાતો હવે ગૌણ બનતી જાય છે. આ જ મુખ્ય કારણ છે જેને કારણે વર્તમાન સરકારને આ પગલું લેવું ખૂબ જ સરળ બની રહ્યું હતું. ઈઝરાયલે પોતાની ટેકનોલોજીથી આખા વિશ્ર્વમાં સાબિત કર્યું છે કે ‘જશુય ઉજ્ઞયત ક્ષજ્ઞિં ળફિિંંયિ, ઈંક્ષક્ષજ્ઞદફશિંજ્ઞક્ષત ઉજ્ઞ.‘.
વડાપ્રધાનશ્રીના ઈઝરાયલ પ્રવાસ દરમ્યાન કઈ મહત્વની ઘોષણાઓ થઈ?
ઉત્તર- વડાપ્રધાનશ્રીએ બે મહત્વના મુદ્દાઓ પર જાહેરાત કરી.
૧) સંરક્ષણ અને આતંકવાદ સામેની લડતના મુદ્દે એકબીજાનો સહકાર પ્રાપ્ત થવો. ૨)ઈઝરાયલમાં ભારતીય સંસ્કૃતિનો વિકાસ કરવો.
આ બાબતો ભારત-ઈઝરાયલના સહકારપૂર્ણ વ્યવહારથી શક્ય બનશે.
મોદીજીની આ પહેલને તમે કેવી રીતે મૂલવો છો?
ઉત્તર- મોદીજીનું આ પગલું ખૂબ જ સાહસપૂર્ણ છે જેનાથી જ્યૂઈશ લોકોમાં ભારતનું એક વિશિષ્ટ સ્થાન ઉભું થયું છે. આપણે એ યાદ રાખવું જોઈએ કે યુએસએમાં જ્યૂઈશ લૉબી ખૂબ જ પાવરફુલ છે. આરબ દેશોને આ વાત કદાચ નહીં સ્વીકાર્ય થાય પરંતુ એવા કેટલાક મુસ્લિમ દેશો છે જે ઈઝરાયલને માન્યતા આપે છે જેમકે ઈજિપ્ત, જોર્ડન અને મોરોક્કો.
તમારો ઈઝરાયલ સાથે કેટલા વર્ષથી ઘરોબો છે?
મારો અને ઈઝરાયલનો સબંધ નાનપણથી જ છે. મારા પિતાજી ૧૯૬૦માં ઈઝરાયલ જઈ આવ્યાં હતા ત્યારે આપણાં રાજદ્વારી સબંધો પણ નહોતા. ફક્ત મુંબઈમાં એક ટ્રેડ ઓફિસ ચાલતી હતી. ત્યારે મારે ત્યાં એક મેગેઝિન આવતું હતું‘ ઈઝરાયલ ટુડ’ે. જે હું વાંચતો હતો. ઘણા વર્ષો વીતી ગયા વાંચીને. ૧૯૮૮માં પ્રથમવાર મારે ઈઝરાયલ જવાનું થયું. મેં જોયું કે ત્યાંના લોકો કેટલા ભારતપ્રેમી છે. તેમની આ ભારતપ્રેમની ઉત્કંઠા જોઈને મેં ‘ ફ્રેન્ડસ ઑફ ઈઝરાયલ’ની સ્થાપના કરી.
અમે ફ્રેન્ડઝ ઑફ ઈઝરાયલની એપ પણ લૉન્ચ કરી છે. જેમાં ઈઝરાયલની સંપૂર્ણ માહિતી મળશે. અમારી સાઈટ છે રશિયક્ષમતજ્ઞરશતફિયહ.જ્ઞલિ.
ભારત-ઈઝરાયલના સંબંધોની પ્રગાઢતા માટે તમે કોઈ વિશેષ પહેલ કરી છે?
ઉત્તર-ભારત-ઈઝરાયલ વચ્ચે મિત્રતાના મજબૂત તાર જોડાય અને વધુ મજબૂત થાય એ જરૂરી છે. આ માટે અમે પ્લે સ્ટોર પર એક એન્ડ્રોઈડ એપ્લીકેશન ‘ંઋશિયક્ષમત જ્ઞર ઈંતફિયહ’ શરૂ કર્યું છે જેનેે યોગ્ય પ્રતિસાદ મળવો શરુ થયો છે.
ટુરિઝમ કેવી રીતે આ દિશામાં ઉપયોગી થઈ શકે?
ઉત્તર-ટુરિઝમ મિત્રતાને વધારવાનું શ્રેષ્ઠ માધ્યમ બની શકે છે. ભારત- ઈઝરાયલ વચ્ચે જો પ્રવાસન ક્ષેત્રને વિકસાવવામાં આવે તો આપણને સામાજિક-આર્થિક રીતે ઉન્નતિ કરવામાં મદદરૂપ થઈ શકે.