બુક રિવ્ય

બુક રિવ્ય

- in Book Review
3204
Comments Off on બુક રિવ્ય

આ તમામ પુસ્તકો ઘેરબેઠાં ખરીદવા ફોન/વોટ્સએપ કરો : 74054 79678
ઓનલાઇન ખરીદવા મુલાકાત લો www.dhoomkharidi.com

લેખમુદ્રા

 

લેખક :      ડૉ.અનિલ કાણે

પેજ   :      245

મૂલ્ય  :      રૂા.370/-

પ્રકાશક :      બુકપબ

સંપર્ક :      (079)26561112

લેખમુદ્રા

વિશ્ર્વ ઇતિહાસના રસપ્રદ તથ્યોનો આખો ભંડાર માત્ર જરૂર પૂરતા શબ્દોમાં લેખકે રજૂ કર્યો છે આ પુસ્તક લેખમુદ્રામાં. વિષયનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને વાચકને સહેજ પણ ભાર ન લાગે તેવા સરળ શબ્દોમાં રજૂઆત કરવી એ લેખકની ખૂબી છે. ઇતિહાસને રસપ્રદ અને રોચક રીતે લોકો સમક્ષ પ્રસ્તુત કરવું એ પણ એક કળા છે. ‘નિનાદ’ નામે પ્રકાશિત થતી તેમની કટાર હેઠળ રજૂ થયેલ તેમના ચિંતન લેખોનો સંચય આ પુસ્તકમાં વાંચવા મળશે. ઐતિહાસિક કુતૂહલથી પ્રેરાઇને લખેલા લેખોમાંની માહિતીની અધિકૃતતા ચકાસવાનું કોઇ માધ્યમ ન હોવાથી લેખકે જે સ્વરૂપમાં માહિતી મળી એ જ સ્વરૂપમાં એ માહિતી આ પુસ્તકમાં રજૂ કરી છે. વાચકોને રસ પડે તેવી વાતો મૌલિક અર્થઘટન સાથે આ પુસ્તકમાં રજૂ થઇ છે. હિંદુ એ ધર્મ છે?, સંન્યાસ ઉપનિષદમાં શું છે?, યોગ કોને કહેવાય?, યોગી કોને કહેવાય? જેવી કેટલીય વાતોને રસપ્રદ રીતે રજૂ કરવામાં આવી છે. ભારત દેશ વેદોથી માંડીને ઉપનિષદો, પુરાણો, રામાયણ, મહાભારત વગેરેની લગભગ 6000થી વધુ વર્ષોની સાહિત્યિક પરંપરા ધરાવે છે એ વાત સર્વ વિદિત છે અને સર્વસ્વીકૃત પણ. આ બધા સાહિત્ય પર અને ખાસ કરીને ભગવદગીતા પર વખતોવખત ઘણા વિદ્વાનોએ ભાષ્યો કર્યા છે અને પોતપોતાની રીતે અર્થઘટનો કર્યા છે. ત્યારે લેખકે પણ આ પુસ્તકમાં ઇતિહાસને પોતાની રીતે અર્થઘટન કરીને રજૂ કર્યો છે. ટૂંકમાં, આપણા પૌરાણિક સાહિત્યમાં, એના મૌલિક અર્થઘટનમાં રૂચિ ધરાવતા કે વિશ્ર્વ-ઇતિહાસ વિશે કુતૂહલ સેવતા વાચકોને આ પુસ્તકમાં જરૂર રસ પડશે.

 

શિવનાં સાત રહસ્યો

લેખક :      દેવદત્ત પટનાયક

પેજ :      232

મૂલ્ય :      રૂા.300/-

પ્રકાશક :      આર.આર.શેઠ એન્ડ કં. પ્રા.લિ.

સંપર્ક :      (079)-25506573

હાલમાં જ મહાશિવરાત્રી પર્વની લોકોએ ઉજવણી કરી. ત્યારે શિવ વિશેના પુસ્તક ‘શિવનાં સાત રહસ્યો’ એ શિવભક્તો જ નહીં ઇતિહાસમાં રૂચિ ધરાવનારા સૌ કોઇ માટે રસપ્રદ છે. વિવિધ શાસ્ત્રોએ આત્માને પરમાત્માનો પર્યાય માન્યો છે. પ્રત્યેકના જીવમાં જ શિવદર્શનનો  મહિમા ગાયો છે અને નિજત્વમાં જ નિરાકાર શિવત્વનો સાક્ષાત્કાર સ્વીકાર્યો છે એવા નિર્ગુણ અને નિરાકાર શિવને સમજવા માટેનાં સાત રહસ્યો આ પુસ્તકમાં ખૂબ સુંદર રીતે રજૂ થયા છે. કોઇ પણ વ્યક્તિ પછી એ શિક્ષિત હોય કે અશિક્ષિત, સંસારી હોય કે સંન્યાસી, 16ની ઉંમરના હોય કે 60ની..એને દેવોના દેવ મહાદેવ વિશે જાણવાનું કુતૂહલ થાય એ સંસ્કાર સહજ છે. કોઇને પણ શિવમંદિરમાં પ્રવેશતાં જ અનેક પ્રશ્ર્નો થતાં હોય છે. જેમ કે શિવલિંગનો સાચો અર્થ શું છે?, પોતાના દેહ પર ભસ્મ ચોપડવા પાછળ શિવનું કયું રહસ્ય છુપાયું છે?, શિવજીએ હાથમાં ડમરું અને માનવખોપરી કેમ ધારણ કર્યા છે? કે પછી પોતાના તાંડવનૃત્ય દ્વારા શિવજીએ માનવજાતને કયો સંદેશો પૂરો પાડ્યો છે?.. આ ઉપરાંત આવા અનેક પ્રશ્ર્નોના વૈજ્ઞાનિક ઉત્તરો વાચકને આ પુસ્તકમાં ખૂબ સરળ, સાદી અને સહજ ભાષામાં વાચવા મળશે. જે વાંચવા જ નહીં તે અનુભવવા પણ મળશે. ટૂંકમાં આપણી સંસ્કાર અને સાંસ્કૃતિક વિરાસતનો ઉત્તમ ખજાનો એટલે આ ‘શિવનાં સાત રહસ્યો’ પુસ્તક છે.

 

પેવિલિયનના પાંચ દાયકા….

લેખક :     ગૌતમ ઠાકર

પેજ :     371

મૂલ્ય :     રૂા.380/-

પ્રકાશક :     રન્નાદે પ્રકાશન

 

ઊર્મિની ઓળખ

સંપાદક :     જલન માતરી

પેજ :     175

મૂલ્ય :     રૂા.125/-

પ્રકાશક :     રન્નાદે પ્રકાશન

સંપર્ક :     (079)-22110081

 

સફળ જીવનનો માર્ગ

લેખક :     ફાધર વર્ગીસ પોલ

પેજ :     152

મૂલ્ય :     રૂા.155/-

પ્રકાશક :     રન્નાદે પ્રકાશન

સંપર્ક :     (079)-22110081

 

આપનાં પુસ્તકો/સીડી રિવ્યુ

અર્થે ફીલિંગ્સના

કાર્યાલય પર મોકલી શકો છો.

Facebook Comments

You may also like

ભારત તથા અન્ય દેશોમાં ઉજવાતો ઉત્સવ ‘દિવાળી’

અંજના ગોસ્વામી દિવાળીનો તહેવાર “પ્રકાશના પર્વ તરીકે જાણીતો