નેટ ડાયરી

નેટ ડાયરી

- in Net Diary, Social Media
1746
Comments Off on નેટ ડાયરી

– અભિમન્યુ મોદી

ફિલ્મ એવોર્ડ ફંકશન તો હવે બધા જ દેશોમાં અને બધી જ ભાષાઓમાં થાય છે. ગુજરાતીમાં પણ હવે ફિલ્મ એવોર્ડ સેરેમની હોય છે. પણ સમગ્ર વિશ્ર્વમાં સૌથી વધુ ફેમસ હોય તો તે છે ઓસ્કાર એવોર્ડસ. એકેડમી એવોર્ડસના ઈતિહાસમાં કયારેય ન બન્યો હોય એવો પ્રસંગ આ વખતના ફંકશનમાં બન્યો. ખુબ વખણાયેલું ‘La La Land’ નું નામ બેસ્ટ પિકચર માટે ઘોષિત થયું અને ઓન સ્ટેજ ભૂલ સુધારીને એવોર્ડ ‘moonlight’ ને આપવો પડ્યો. બોલો! જે એવોર્ડ ફંકશન તેના પરફેકશન માટે વખણાય છે ત્યાં આવડો મોટો છબરડો. લોકો આપણા એવોર્ડ ફંકશનની ઠેકડી ઉડાડતા હોય છે પણ આપણે ત્યાં સાવ આવું તો નથી થયું. જો કે ઓસ્કારના આ છબરડાને કારણે ટ્રમ્પ કાકા ગેલમાં આવી ગયેલા.

બીજો એક વિડીયો સોશ્યલ મીડિયામાં વાઈરલ થયો તે ભારતનો છે જેમાં અનુપમ ખેર અઈંઇ અને ફ્રીડમ ઓફ સ્પીચ ઉપર બિંદાસ બોલે છે. કહેવાય છે અનુપમ ખેર એક પોલીટીકલ પાર્ટીને બીલોંગ કરે છે એટલે એમની સ્પીચમાં તે તરફ ઝુકાવ આવી જાય પરંતુ ઓડીયન્સ રીએકશન એમને સુપર મળ્યું છે.

Video 1:- https://www.youtube.com/watch?v=rvK-g1rehpU

Video 2:- https://www.youtube.com/watch?v=46BPb8Ctq80

 

WHAT ‘S IN  WhatsApp?

લગ્નની સીઝન હજુ ચાલુ છે એટલે નીતનવી આમંત્રણપત્રિકાઓ તો વોટ્સએપમાં ફરી જ રહી છે, જો કે એ ગયા વર્ષે પણ ફરતી જ હતી. આ વખતે એક નવા (ત્રાસ) ટ્રેન્ડનો ઉમેરો થયો છે અને તે છે, મેરેજ ઈન્વીટેશન વિડીયો. પ્રી-વેડ શૂટની જેમ જ આ ઉત્સાહી વર-ક્ધયાનો આમંત્રણ આપતા સ્વીટ-સ્વીટ વિડીયોથી સેલફોનને ડાયાબીટીસ થઈ ગયું. એમાં પણ શિવરાત્રી હમણાં ગઈ એટલે શિવલિંગના ફોટોઝ, હર હર મહાદેવના નારા અને ખાસ તો ભાંગના જોકસ. જોકે માર્ચમાં ઈન્ટરનેશનલ વુમન્સ ડે આવે છે એટલે સ્ત્રીઓ માટેના પણ પોઝીટીવ મેસેજીઝનો ફલો એકધારો આવી રહ્યો છે. રાજકોટના મેહુલ મકવાણા નામક એક યુવાન ફક્ત સ્ત્રીઓ માટે થઈને લિપસ્ટિક કલબ ચલાવી રહ્યા છે જેનું વોટ્સએપ ગ્રુપ પણ છે જેમાં ગૃહિણીઓને અને વર્કિંગ વુમનને લગતી બહુ બધી એકટીવીટી નિયમિત ધોરણે થાય છે. એમણે હમણાં ગુજરાતના પ્રખ્યાત સ્ટેન્ડ અપ કોમેડી ગ્રુપ ‘ધ કોમેડી જામ્સ’ને બોલાવીને સ્ટેન્ડ અપ કામેડી શો કરેલો અને માર્ચ મહિના દરમિયાન સ્ત્રીઓ માટે એક વિશેષ સેમીનારનું આયોજન કરવાના છે. વાહ, વોટ્સએપ તો વીમેન પાવરથી છલકાઈ ગયું, બોસ !

 

FREAKING FACEBOOK

આ મહિને તો આખું ફેસબુક ઈમોશનલ વેવમાં છે. લીજેન્ડરી ગુજરાતી હાસ્યલેખક તારક મહેતાએ અનંતની વાટ પકડી. સિરીયલને કારણે તારક મહેતાનું નામ આખા દેશ સુધી પહોંચ્યું છે. એકમાત્ર ગુજરાતી લેખક કહી શકાય જેમને ગુજરાતીઓ સિવાયના બીજા અનેક ભારતીયો નામથી ઓળખે છે અને એમણે સર્જેલા પાત્રોની સિરીયલને વર્ષોથી જુવે છે. કેટલા બધા ગુજરાતી લેખકો, પત્રકારો, ફોટોગ્રાફર્સ અને મિત્રોએ ફેસબુક ઉપર તારક મહેતાને અંજલી આપી. એ હાસ્યાંજલી પણ હતી, શબ્દાંજલી પણ હતી અને પ્રેમાંજલી પણ હતી. અંગ્રેજી છાપાઓએ પણ તારક મહેતાના અવસાનની નોંધ યોગ્ય રીતે લીધી. અત્યારે તો પદ્મશ્રી તારક મહેતાની વિદાય ફેસબુકના સાહિત્યપ્રેમીઓમાં ન પૂરી શકાય એવો અવકાશ બનાવતી ગઈ. બાકી તો ગુરુમેહર કૌર નામની ઉત્તર ભારતની એક વિદ્યાર્થીનીના પ્લેકાર્ડ વાળા ફોટોને કારણે ભક્તો અને વિરોધીઓ વચ્ચે, એઝ યુઝઅલ છમકલાં થતા રહેતા હોય.

 

MOBILE MANIA

Samsung Galaxy Note 7 નો જે રીતે ફિયાસ્કો થયો તેના પછી સેમસંગ કંપની બહુ એલર્ટ થઈ ગઈ છે. તેમણે કરોડોના ખર્ચે ઘણા બધા કવોલિટી ઓફિસર નીમ્યા છે જેથી તેમના સેલફોનની બેટરી ફાટવાના બનાવો હવે બને નહિ. પણ હવે સેમસંગને કોણ સમજાવે કે, પૂર આવી ગયા પછી પાળ થોડી બંધાય ?

હવે તો તમે એમ કહેશો કે મને આવો ચહેરો ધરાવતી વ્યક્તિ જોડે દોસ્તી કરવી છે તો તેવી મદદ પણ એક એપ્લીકેશન કરશે. ન્યુજર્સી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ‘FaceDate’ નામની એપ્લીકેશન બનાવી છે જે ઉત્સાહિત યુવકને ઉત્સાહી યુવતી સાથે મેળાપ કરાવવાનું કામ કરે છે, પણ એ બંને દ્વારા અપલોડ થયેલા ફોટોઝ મુજબ જ !

ઈઝરાયેલનું એક સ્ટાર્ટઅપ છે જેનું નામ છે Kado. તેમનો દાવો છે કે તેઓએ વિશ્ર્વનું સૌથી પાતળું મોબાઈલ ચાર્જર બનાવ્યું છે. એ એટલું પાતળું છે કે પુરુષોના વોલેટમાં પણ સમાઈ જાય. પાછો એમાં 2 ફૂટનો USB કેબલ પણ ખરો હો ! ચાલો જોઈએ માર્કેટમાં કયારે આવે છે આવું ‘વેફર ફિગર’ ધરાવતું ચાર્જર! (ડાયેટિંગનો ક્રેઝ તો જુવો, બોસ!)

આઈફોનના પ્રેમીઓ, ધ્યાન આપો. એપલની દસમી વર્ષગાંઠ આવી રહી છે. તો દસમી વર્ષગાંઠે કંઈક ધમાકેદાર થવા જઈ રહ્યું છે. ધમાકો એ છે કે હવેનો આઈફોન વળાંકવાળી સ્ક્રીન એટલે કે કર્વડ સ્ક્રીન વાળો હશે. ઉપરાંત USB-C ને કમ્પેટીબલ હશે!

ભાઈલોગ, મેઈન સમાચાર જ કેમ ભૂલાય? આપણા બધાનો ફેવરીટ, જેની સાથે આપણી અનેક યાદો જોડાયેલી છે તે નોકિયાનો, પેલી સ્નેક વાળી ગેમ વાળો મોબાઈલ, Nokia 3310 is back in the market. આ વખતે તો લાલ ને પીળા રંગની બોડીમાં, કલર ડિસ્પ્લે સાથે આવ્યો છે અને હા, Snake ગેમ તો છે જ હો. વળી પાછો ખુબ સસ્તો છે. શું વિચાર છે ?

આપણે ભલે સહેજ ભૂલી ગયા હોઈએ પણ Sony હજુ માર્કેટમાં રમે જ છે. સોનીએ વિશ્ર્વનો પહેલો 4K HDR ડિસ્પ્લે વાળો સેલફોન બહાર પાડ્યો છે. આટલા બધા હાઈ રીઝોલ્યુશન વાળા સોની ફોનના મોડેલનું નામ છે: Xperia XZ Premium. કિંમત છે માત્ર 46,700/-

સોનીને ભલે ન ભૂલ્યા હો પણ તમે બ્લેકબેરીને ભૂલી જ ગયા હશે. અમુક ટીનએજર્સને તો કહેવું પડે કે બ્લેકબેરી ફક્ત એક ફ્રૂટનું નહિ પણ મોબાઈલ મેન્યુફેકચરીંગ કંપનીનું પણ નામ છે. હા તો, બ્લેકબેરીએ તેનો પહેલો એન્ડ્રોઈડ ફોન બહાર પાડ્યો છે જેનું નામાભિધાન થયું છે. BlackBerry KeyOne નામથી. ચાઈનીઝ TCL એ બનાવી દીધેલ આ ફોનની કીંમત છત્રીસ હજાર કરતા પણ વધુ છે.

ZTE નામક કંપનીએ વિશ્ર્વનો પ્રથમ 5G ફોન લોન્ચ કરી દીધો છે. ફોનને નામ પણ વજનદાર આપ્યું છે: ‘Gigabit Phone’. નામ એવા જ ગુણ છે એવો કંપનીનો દાવો છે જેમ કે 1 GBPS ની એમાં સ્પીડ આવી શકશે! (અહીં તો 4G ના પણ લોચા છે ત્યાં આવડા મોટા સપના કયાંથી જોવાના ભાઈ ?)

Facebook Comments

You may also like

“નારી સુરક્ષિત કરતાં સ્વરક્ષિત થાય તો વધારે સક્ષમ બને..! સ્વાતિ બેડેકર

પોતાની આવડત અને કુનેહથી આજે કોણ આગળ જઈ