આજની આધુનિક પહેરવેશ ની પરિભાષામાં એક એવું નામ છે જે માત્ર બ્રાન્ડ ન રહેતા પહેરવેશ અને ભાતીગળ સંસ્કૃતિને નવી વાચા આપી ભારતીયતાનું ગૌરવ વધારનારી બ્રાન્ડ બની ગયું છે એવું નામ એટલે પ્રના લેબલ..!
પ્રાના લેબલના પોષાકની એક વિશેષતા એ છે કે, પ્રાના લેબલ દ્વારા ડિઝાઈન કરવામાં આવેલા વિવિધ વસ્ત્રોની શ્રેણી એ માત્ર ભારતીય જ નહીં, પણ જુદા જુદા પ્રદેશ અને સંસ્કૃતિના લોકોને પણ ખૂબ જ પસંદ પડે છે. પ્રાના દ્વારા તૈયાર કરવામાં આવેલો પોષાક ખાસ કરીને ભારતીય સંસ્કૃતિની પારંપરિક શૈલીમાંથી પ્રેરણા લઈને બનાવવામાં આવેલી આધુનિક ફેશન અને ફેન્સી ઈવેન્ટ્સમાં ખાસ પસંદ કરવામાં આવે છે. પ્રાના નજીકના ભવિષ્યમાં જ ભારતીય ઉત્સવોને ધ્યાનમાં રાખી સિઝનલ પોષાક અને ડ્રેસીંગ્સ પણ ડીઝાઈન કરશે જે સિંગલ અને સેટ્સમાં ઉપલબ્ધ રહેશે. આ બ્રાન્ડની યુ.એસ.એમાં ખૂબ જ માંગ વધી રહી છે અને આજની યુવા પેઢી વિશેષ રીતે આ બ્રાન્ડ પર તેમની પસંદગી ઉતારે છે..