પ્રમુખસ્વામીશ્રીના કાર્યોને આગળ ધપાવતા પ.પૂ. મહંત સ્વામી

પ્રમુખસ્વામીશ્રીના કાર્યોને આગળ ધપાવતા પ.પૂ. મહંત સ્વામી

- in Cover Story
1297
Comments Off on પ્રમુખસ્વામીશ્રીના કાર્યોને આગળ ધપાવતા પ.પૂ. મહંત સ્વામી
પ.પૂ.-મહંત-સ્વામી

પ.પૂ. મહંત સ્વામીની આધ્યાત્મિક માર્ગની જીવનસફરની ઝાંખી…

શાસ્ત્રીજી મહારાજ મળ્યા પ્રથમ વખત ત્યારે તેમણે બાળક વિનુને કેશવ નામ આપ્યું હતું. મહંત સ્વામી(બાળક વિનુ)નો જન્મ મધ્ય પ્રદેશના જબલપુરમાં તા. ૧૩મી સપ્ટેમ્બર ૧૯૩૩ના રોજ થયો હતો. પિતાનું નામ મણિભાઈ પટેલ અને માતાનું નામ હતું ડાહીબેન. પ્રાથમિક શિક્ષણ સાથે બાળ વિનુએ ૧૨મા ધોરણનો અભ્યાસ જબલપુરની ક્રિસ્ટ ચર્ચ બોયઝ સિનિયર સેકન્ડરી સ્કૂલમાંથી જ કર્યો હતો. જ્યારે આગળ જતા એક ધરતીપુત્ર તરીકે તેમણે પોતાના ઉચ્ચતર અભ્યાસ માટે ખેતી વિષયમાં આણંદની યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી મેળવી બેચલર્સ ઈન એગ્રિકલ્ચરની ડિગ્રી પ્રાપ્ત કરી હતી.

તેમના કોલેજના અભ્યાસકાળ દરમિયાન વર્ષ ૧૯૫૧-૫૨ ના સમયગાળા દરમિયાન તેઓ યોગીજી મહારાજને મળ્યા અને તેમના વિચાર, તેમની જીવન પદ્ધતિ અને તેમના નિ:સ્વાર્થ પ્રેમની ભાવના જોઈને ખૂબ જ ભાવવિભોર થઈ ગયા. આગળ જતા મહંતસ્વામીએ પોતાના સ્વભાવને ધીમે ધીમે સંતના સાનિધ્યમાં વધારે વખત વિતાવવાનું શરૂ કર્યું. તેઓ તેમના અભ્યાસકાળમાં કોલેજના વેકેશન સમયમાં તેમનો મોટો વખત યોગીજી મહારાજ સાથે જ વિતાવતા હતા. તેમની નિર્ગુણ ભક્તિ સાથે નિ:સ્વાર્થ સેવાએ બાળક વિનુમાંથી યુવા વિનુને આત્મચિંતન કરીને અધ્યાત્મની લગની લગાવી આપી હતી. આગળ જતા તેમણે આધ્યાત્મિક જીવનમાં પોતાની જાતને વાળવાનો નિર્ણય લીધો ત્યારબાદ તેમને પ્રથમ પાર્ષદી દીક્ષા બીજી ફેબ્રુઆરી ૧૯૫૭ના રોજ પ્રાપ્ત થઈ.

આ સમયે તેઓ ૨૪ વર્ષના હતા. પાર્ષદી દીક્ષા મળ્યા પછી તેમને વિનુ ભગત તરીકે સંબોધવામાં આવ્યા. જ્યારે યોગીજી મહારાજ કોઈ સત્સંગ પ્રસંગે યાત્રા પ્રવાસ કરતા ત્યારે તેમની સાથે રહીને વિનુ ભગત સત્સંગીઓ સાથેની તેમની વાતચીત અને અમૂલ્ય સત્સંગને મૌન થઈ નિહાળતા. ૧૧મે ૧૯૬૧ના રોજ વિનુ ભગતને ભાગવતી દીક્ષા આપવામાં આવી ત્યારે તેઓ ૨૮ વર્ષના હતા તે સમયે ગઢડામાં તેમને સ્વામી કેશવજીવનદાસ તરીકેનું સન્યસ્થ નામ પ્રાપ્ત થયું. આ દિવસે જેમને ભાગવતી દીક્ષા મળી અને સન્યસ્થ માર્ગે જેમને સંતની કૃપા પ્રાપ્ત થઈ તેવા ૫૧માંથી એક હતા વિનુ ભગત એટલેકે સ્વામી કેશવજીવનદાસ મહારાજ…!

આ ૫૧ યુવાઓને મુંબઈના દાદરના બાપ્સ સ્વામિનારાયણ મંદિરમાં સંસ્કૃતનું અધ્યયન કરવા માટે આજ્ઞા થઈ. અહીંયા સ્વામી કેશવજીવનદાસને આ ૫૧ યુવાઓના ગ્રૂપના મુખ્યપદે નિયુક્ત કરવામાં આવ્યા ત્યારથી તેઓને મહંતસ્વામી તરીકે બાપ્સ પરિવારના સભ્યો સાથે સત્સંગીઓએ પણ ઓળખ્યા. આ રીતે અનેકવિધ સંઘર્ષ સાથે આધ્યાત્મિક જિજ્ઞાસા અને જ્ઞાનપિપાસાએ બાળ વિનુને યોગીજી મહારાજનું સાંનિધ્ય કરાવ્યું અને તેમાંથી બાળ વિનુમાંથી વિનુ ભગત અને પછી સ્વામી કેશવજીવનદાસ અને પછી મહંત સ્વામી તરીકે સહુએ સંબોધ્યા.

મહંત સ્વામીની પ્રમુખપદે નિયુક્તિની લેખિત જાહેરાત સાથે જ પ્રમુખસ્વામીએ સ્વામિનારાયણ સંપ્રદાયના અનુગામીની વરણી કરી લીધી હતી અને સર્વે સાધુગણે તેમની  આ વરણીને હર્ષભેર વધાવી લીધી હતી…

તા. ૨૦ જુલાઈ, ૨૦૧૨ના રોજ અધિકારી સાધુઓની ઉપસ્થિતિમાં અમદાવાદના સ્વામિનારાયણ મંદિરમાં પ્રમુખ સ્વામી મહારાજે વિધિવત રીતે મહંત સ્વામીને બી.એ.પી.એસ. સંસ્થાના તેમના ભવિષ્યના અનુગામી અને પ્રમુખ તરીકે જાહેર કર્યા. જે બાબત લેખિત પત્ર દ્વારા તેમણે નોંધ પણ રાખી હતી. ૧૩ ઓગસ્ટ-૨૦૧૬ના રોજ પ્રમુખસ્વામીના અક્ષરધામ ગમન બાદ મહંતસ્વામીને  બી.એ.પી.એસ. પ્રમુખપદે નિયુક્ત કરવામાં આવ્યા. તા. ૨૨ જુલાઇ, ૨૦૧૭ના રોજ ટોરન્ટો શહેરના મેયર જ્હૉન ટોરી દ્વારા એટોબિકોકના સ્વામિ નારાયણ મંદિરની ૧૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે તેમને ટોરન્ટો ટાઉનના ચાવીરૂપ વ્યક્તિ વિશેષ તરીકે સંબોધ્યા.

આ રીતે મહંત સ્વામીએ ૮૩ વર્ષની વયે પ્રમુખ સ્વામીના નિર્ગમન બાદ વિધિવત રીતે બાપ્સ સંસ્થાનું પ્રમુખપદ સંભાળ્યું. પરંતુ વિનમ્રતાની પરાકાષ્ઠા ગુરુના તમામ શિષ્યોમાં હોય એ વાતની પ્રતીતિ ત્યારે થઈ જ્યારે મહંત સ્વામીએ પ્રમુખ સ્વામીના નિર્ગમન બાદ પ્રથમ સંબોધનમાં કહ્યું કે, જે કરવાનું હતું તે તો પ્રમુખ સ્વામી મહારાજે બધું કરી જ દીધું છે. હવે આપણે તેમના કાર્યોને અને તેમના ધ્યેયને વધુ સારી રીતે પાર પાડવાની જવાબદારી પૂરી કરવાની છે. આ રીતે યોગીજી મહારાજના અગ્રગણ્ય શિષ્યોમાં પ્રમુખસ્વામી બાદ મહંતસ્વામીશ્રી જેમણે સ્વામિનારાયણ

1 (10)

ભગવાનની શિક્ષાપત્રીના મૂલ્યોનું સત્સંગીઓમાં તો ઊંડે ઊંડે આચરણ કરાવ્યું જ પણ તે સાથે એક ઉચ્ચ કોટિના સંત હોવા છતાં તેનો લેશમાત્ર પણ અહંકાર કે પદના કોઈ અધિકારીપણાનો કોઈ દંભ કર્યા વગર પ્રમુખ સ્વામીએ કરેલા કાર્યોને જગતમાં વધુને વધુ ફેલાવી લોકોપયોગી થઈ સમાજને એક તાંતણે બાંધવા માટેની તેમની જવાબદારી સ્વીકારી ભગવાન સ્વામિનારાયણની અવિરત સેવા અને તેની સાથે જ દીન-દુ:ખિયાની સેવાનો ભેખ લઈ આજે વિશ્ર્વ સમુદાયને પ્રમુખ સ્વામીએ જે રીતે એક તાંતણે બાંધી કર્મ સાથે ધર્મના મૂલ્યો સમજાવ્યા હતા તે મુજબ સંસાર સાગરને પાર ઉતારવા માટે અક્ષર પુરુષોત્તમનો આશ્રય કરીએ તો આપણે કંઈ કરવાનું જ ન રહે બધું જ ભગવાન કરશે અને સારું જ કરશે એવો દ્રઢ મનોભાવ પણ વ્યક્ત કર્યો.

પ.પૂ. મહંત સ્વામી દ્વારા સર્વે ભક્તોને આધ્યાત્મ સાથે બાંધીને પોતાની જીવન નૌકાને પાર પાડવા માટેના આહવાન સાથે સત્સંગમાં જોડાઈ જીવન સફરને ઉન્નત કરવાનું આહવાન કર્યું છે. મહંત સ્વામીશ્રીના આ સંદેશ સાથે સર્વે ભાવિક ભક્તો અને સત્સંગીઓને શુભેચ્છાઓ સાથે જય સ્વામિનારાયણ…!

2017_07_22_Prime_Minister_Canada_02

Facebook Comments

You may also like

Feelings English Magazine April 2019