અમેરિકા ખાતે ટીવી એશિયાના સ્ટુડિયો મા આશા પારેખ ‘ધ હિટ ગર્લ’નું શાનદાર વિમોચન

અમેરિકા ખાતે ટીવી એશિયાના સ્ટુડિયો મા આશા પારેખ ‘ધ હિટ ગર્લ’નું શાનદાર વિમોચન

- in Global News
2320
Comments Off on અમેરિકા ખાતે ટીવી એશિયાના સ્ટુડિયો મા આશા પારેખ ‘ધ હિટ ગર્લ’નું શાનદાર વિમોચન
The great release of Asha Parekh

મૌલિક

આશા પારેખ એટલે હિન્દી સિનેમાની ૬૦-૭૦ના દાયકાની ખૂબસુરત, જાજરમાન અભિનેત્રી. નૃત્ય, અભિનય કલામાં પારંગત આશા પારેખની પ્રભાવશાળી છબી તેમની ઓળખ રહી છે. તેમના વ્યક્તિત્ત્વના અનેક અજાણ્યા પાસાં તેમણે તેમની આત્મકથા ‘ધ હિટ ગર્લ’માં રજૂ કર્યા છે.

૬૦-૭૦ના દાયકામાં અનેક હિન્દી તેમજ ગુજરાતી ફિલ્મોમાં ધૂમ મચાવનાર અભિનેત્રી આશા પારેખ એટલે ભારતીય સિનેમાનું એક જાજરમાન વ્યક્તિત્વ કહી શકાય. નૃત્ય, અભિનય અને પ્રભાવશાળી વ્યક્તિત્વ એ આશા પારેખની આગવી ઓળખ રહી છે. ન્યૂયોર્કના પ્રખ્યાત લિન્કન સેન્ટર ખાતે ડાન્સ પરફોર્મ કરનાર આશા પારેખનું ગ્રૂપ પ્રથમ ભારતીય ડાન્સ ગ્રૂપ હતું જેના લીડ ડાન્સર આશાજી હતા. તેમની પ્રભાવશાળી છબી અને કલા પ્રતિભાએ અનેક યુવતીઓને ફોલો કરવા પ્રેર્યા હતા.

ફિલ્મ કારકિર્દી બાદ આશાજીએ એક અભિનેત્રી-કલાકાર તરીકે નિવૃત્તિ જરૂર લીધી છે પણ સામાજિક તેમજ સેવાકીય કાર્યોમાં તેઓ સક્રિય થયા છે. તેમણે પોતાની ચેરિટેબલ હોસ્પિટલ ચલાવવા ઉપરાંત ફિલ્મ ઈન્ડસ્ટ્રી વેલફેર ટ્રસ્ટના સેક્રેટરી તરીકે પણ ફરજ

બજાવી છે.

ખ્યાતનામ લેખક અને ફિલ્મ નિર્માતા ખાલીદ મોહમ્મદ કે જેઓ આશાજીની ઓટોબાયોગ્રાફી ‘ધ હિટ ગર્લ’ના સહલેખક છે જેનું તાજેતરમાં જ મુંબઈ ખાતે સલમાનખાનના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું તો આમીર ખાને પ્રસ્તાવના લખી હતી.

તાજેતરમાં જ ટીવી એશિયાના ચેરમેન-સીઈઓ અને પદ્મશ્રી એચ. આર. શાહે ૧૩ જુલાઈના રોજ ન્યૂજર્સી સ્થિત તેમના સ્ટુડિયો ખાતે આશા પારેખની આત્મકથા પુસ્તક ‘ધ હિટ ગર્લ’નું હજારો પ્રશંસકો તેમજ શેર એન્ડ કેર ઓર્ગેનાઈઝેશનના સભ્યોની હાજરીમાં વિમોચન કર્યું હતું.

કાર્યક્રમની શરૂઆતમાં આશા પારેખની ફિલ્મોની ક્લિપિંગ્સ, ડાયલોગ્સ તેમજ ગીતો બતાવી હિન્દી સિનેમાના એ ગોલ્ડન પિરિયડની ઝાંખી ખૂબ સુંદર રીતે દર્શાવવામાં આવી હતી, જેનું સંચાલન અભિનેત્રી અને સંચાલક તબસ્સુમે કર્યું હતું.

પુસ્તકના સહલેખક ખાલીદ મોહમ્મદ આ પુસ્તક વિશે વાત કરતાં કહે છે, ‘મને આશ્ર્ચર્ય થતું હતું કે કોઈએ તેમની આત્મકથા માટે સંપર્ક કર્યો ન હતો. જ્યારે હું આ કામ માટે મળ્યો ત્યારે પ્રથમ તો તેમણે આનાકાની કરી પણ આખરે તેમણે હા પાડી. સિનિયર પત્રકાર તરીકે કાર્યરત હોવાથી અને ઘણા વર્ષોથી ઓળખતો હોવાથી એક વિશ્ર્વાસ હતો કે તેમની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને પુસ્તકમાં ન્યાય આપી શકીશ.’

ટીવી એશિયાના સિનિયર પ્રોડ્યુસર અને એન્કર વિકાસ નાંગીયાએ ઈવેન્ટ દરમિયાન આશા પારેખ સાથે રસપ્રદ ગૂફ્તેગુ કરી હતી. જ્યારે તેમને પુસ્તકના ટાઈટલ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે, ‘મને લાગે છે કે આ થોડું તોફાની ટાઈટલ હતું પરંતુ ખાલીદ મોહમ્મદ અને અજય માગો (પબ્લિશર, ઓમ બુક્સ ઈન્ટરનેશનલ)એ આ ટાઈટલ જાળવી રાખવા મને આગ્રહ કર્યો હતો, કદાચ ૧૯૫૯માં આવેલ મારી ફિલ્મ ‘દિલ દેકે દેખો’ની સફળતાથી પ્રેરિત થયા હોય.

૧૯૭૦ના દાયકામાં મસ્ત, મજાની કલરફૂલ, એન્ટરટેઈનિંગ ફિલ્મોનો જમાનો શરૂ થાય છે જે દરિમયાન આશા પારેખ પણ તેમની વિવિધ ભૂમિકાઓમાં નીખરી ઉઠે છે. તેમની કેટલીક યાદગાર ફિલ્મોમાં ‘દિલ દે કે દેખો’, ‘તીસરી મંઝિલ’, ‘જબ પ્યાર કિસી સે હોતા હૈ’, ‘જિદ્દી’, ‘કારવાં’, ‘લવ ઈન ટોકિયો’, ‘આયા સાવન ઝૂમ કે’, ‘કટી પતંગ’ અને ‘મૈં તુલસી તેરે આંગન કી’.

આશાજી તેમની ફિલ્મોને યાદ કરતાં તેની સફળતા માટે ક્રેડિટ આપે છે ફિલ્મના ડિરેક્ટર્સ, પ્રોડ્યુસર્સ, સહઅભિનેતા, મ્યૂઝિક ડિરેક્ટર્સ અને ટેક્ધિશિયન્સને તેમજ તેમના હજારો પ્રસંશકો અને પ્રેક્ષકોને કે જેઓ તેમની ફિલ્મ નિહાળવા આતુર રહેતા. તેઓ માને છે કે ‘તીસરી મંઝિલ ના ડિરેક્ટર વિજય આનંદ ટેક્ધિકલ ક્ષેત્રે ઘણા આગળ હતા. આશાજીની ‘ચિરાગ’ ફિલ્મ તેમના હૃદયની બહુ નજીક છે પરંતુ તે બોક્સ ઓફિસ પર સફળ રહી ન હતી.

આશાજીએ તેમની ફિલ્મોને સાંકળતી કેટલીક અજાણી વાતો પણ ઉપસ્થિત દર્શકો સાથે શૅર કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘જો તેમની લાઈફમાં કોઈ વાતનો અફસોસ હોય તો તે છે બંગાળી ફિલ્મોમાં કામ નહીં કરવું. ઐતિહાસિક વારસો ધરાવતી બંગાળી ફિલ્મોની વાસ્તવિકતા આધારિત સ્ટોરી અને કલાત્મક પાસું એ વિશેષતા ગણાય છે.’ બુકના એક ચેપ્ટર ‘ધ લોસ્ટ હોરાઈઝોન્સ’માં તેમણે જીવનમાં એકવાર જેની સાથે કામ કરવાની તક મળે તેવા માસ્ટર ડિરેક્ટર સત્યજીય રૅ અને રોમાન્સ કિંગ ડિરેક્ટર યશ ચોપરા સાથે કામ કરવાનું ચૂકી જવાનો વસવસો વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત ટ્રેજેડી કિંગ દિલીપકુમાર સાથે પણ કામ કરવાની એક તક ગુમાવી હતી. આશાજીની કરિયર એક ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે થઈ હતી. તેઓ કહે છે, ‘હું ૮-૯ વર્ષની હોઈશ ત્યારે મહાન ડિરેક્ટર બિમલ રોયે તેમની ફિલ્મ ‘મા’ માટે મને બાળકલાકારનો રોલ આપ્યો હતો. આમ મારી કારકિર્દીની શરૂઆત ખૂબ સુંદર રીતે થઈ હતી.’

જોકે, આશા પારેખની ટેલેન્ટને સૌ પ્રથમ ઓળખનાર હતા એકટર પ્રેમનાથ જેમણે

Asha Parekh Article-2

આશાજીને કોઈના ઘરે એલપી રેકોર્ડઝ પર ડાન્સ કરતાં નિહાળ્યા હતા. ત્યારબાદ આશાજીએ કથ્થક, ભરતનાટ્યમ, કૂચીપૂડી અને ઓડિસી જેવા ડાન્સફોર્મમાં પણ મહારથ હાંસલ કરી હતી. આજના ડાન્સ અને મ્યૂઝિક વિશે વાત કરતાં આશાજી કહે છે, ‘આજના ડાન્સ એ આપણી સંસ્કૃતિ નથી, તે ભારતીય નથી. મ્યૂઝિક પણ ફક્ત  શોરબકોર અને ઘોંઘાટ જ હોય છે, ભાગ્યેજ ગીતના શબ્દો અસરકારક હોય છે. આજના ગીતો આપણે ગણગણી શકીએ તેવા નથી હોતા.

આશા પારેખ હિન્દી ફિલ્મોના સેન્સર બોર્ડ પ્રમુખ પણ રહી ચૂક્યા છે. હિન્દી સિનેમાની વિકાસયાત્રા અંગે આશા પારેખે એક પ્રશ્ર્નના જવાબમાં જણાવ્યું હતું કે,‘ હિન્દી ફિલ્મોની મેકિંગ નાટ્યાત્મક રીતે બદલાઈ ગઈ છે. ભારતીય ફિલ્મો ટેક્ધિકલી ખૂબ એડવાન્સ બની રહી છે અને નવી નવી થીમ સાથે આવી રહી છે. આ ઉપરાંત ભારતીય મહિલાઓનું સ્ટેટસ પણ બદલાઈ રહ્યું છે એ આનંદની વાત છે. કહાની, લગાન, દંગલ જેવી ફિલ્મો લોકોએ વારંવાર જોવી જોઈએ. આપણી ફિલ્મો અદ્ભુત હોય છે તેને ઓસ્કાર મળે કે ના મળે તે મહત્ત્વનું નથી. આપણા ભારતીય કલાકારો અમેરિકન સિનેમામાં પણ મહત્ત્વપૂર્ણ યોગદાન આપી રહ્યાં છે. પ્રિયંકા ચોપરા, દીપિકા પાદુકોણ, ઈરફાન ખાન વગેરે સહિત ઘણા કલાકારો હોલિવૂડમાં કામ કરી રહ્યાં છે. ભવિષ્યમાં હજી વધારેે કલાકારો આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરતાં થશે.’

આશાજીએ શેર એન્ડ કેર ફાઉન્ડેશનના શરદ અને કેતકી શાહનો આભાર માનતાં કહ્યું હતું કે તેઓ ઘણા લાંબા સમયથી તેમના શુભચિંતક, સપોર્ટર અને સામાજિક-સેવાકીય કામમાં સહયોગી રહ્યાં છે. તેમણે એચ. આર. શાહને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના શુભચિંતક અને મિત્ર ગણાવ્યા હતા જે હંમેશા કલાકારોને અને તેમાંય નિવૃતી પછી જેઓ તકલીફમાં હોય તેઓને મદદ કરવા તત્પર હોય છે

શાનદાર રીતે ઉજવાયેલ કાર્યક્રમના અંતે આશા પારેખે તેમના આત્મકથા પુસ્તક ‘ધ હિટ ગર્લ’ ખરીદનાર પ્રસંશકોને ઓટોગ્રાફ આપીને તેમજ ચાહકોની સાથે ફોટો પડાવીને એ આશાભરી સાંજને કાયમ માટે યાદગાર બનાવી હતી.

આશા પારેખની ટેલેન્ટને સૌ પ્રથમ ઓળખનાર હતા એકટર પ્રેમનાથ જેમણે આશાજીને કોઈના ઘરે એલપી રેકોર્ડઝ પર ડાન્સ કરતાં નિહાળ્યા હતા.

Facebook Comments

You may also like

ભારત તથા અન્ય દેશોમાં ઉજવાતો ઉત્સવ ‘દિવાળી’

અંજના ગોસ્વામી દિવાળીનો તહેવાર “પ્રકાશના પર્વ તરીકે જાણીતો