વડ કેરાં વાંદરાં

વડ કેરાં વાંદરાં

- in Entertainment, Laughing Zone
1190
Comments Off on વડ કેરાં વાંદરાં

‘બધિર’ અમદાવાદી

વેકેશનમાં જ્યારથી મારા ભાણેજડા, એટલે કે સાગર ઉર્ફે શેતાન શેગી અને માર્ગી ઉર્ફે મેગી ખાઉં મેગી આવ્યા છે ત્યારથી બહેરી પ્રિયા દિવસમાં ત્રણ વાર ‘આ બંને જણા વડના વાંદરાં ઉતારે એવા છે’ એવી ફરિયાદ કરે છે. શી ખબર પણ અમને આ ‘વડના વાંદરા ઉતારવા’ રૂઢી પ્રયોગ કદી સમજાયો નથી. મોટે ભાગે તો એ તોફાની કે ઉપદ્રવી છોકરાં માટે પ્રયોજાતો આવ્યો છે, પણ વાંદરા અને તે પણ વડના જ કેમ? એ હજી અમને સમજાયું નથી. વૃક્ષ એ વાનરો માટેનું આશ્રયસ્થાન ગણાય અને વડનું ઝાડ ઘટાદાર હોવા ઉપરાંત એના ટેટા એમનો ભાવતો ખોરાક ગણાય એટલે વડના ઝાડ ઉપર વાંદરાની હાજરી હોય એ સ્વાભાવિક છે. એમના લાંબા પૂંછડા અને વડવાઇઓ વચ્ચેના સામ્યને લીધે એમને થોડું વસ્તી જેવું લાગતું હોઇ શકે. પણ એ બિચારા ત્યાં નિરાંતે બેઠા બેઠા ટેટા ખાતાં હોય, એકબીજાના માથામાંથી જુઓ વીણતા હોય કે ખંજવાળતા હોય ત્યારે એમને નીચે ઉતારવાની કોઇ જરૂર ખરી? એમને અમસ્તા નીચે ઉતારવાનું કોઇ કારણ પણ હોવું જોઇએ ને?

તમારે વાંદરાનું કંઇ કામ હોય અને એને નીચે બોલાવો એ હજી સમજી શકાય. તમે કહેશો કે અમારે વાંદરાનું શું કામ પડે? તો તમારે ઢજ્ઞીિીંબય પર પખજ્ઞક્ષસયુ મજ્ઞશક્ષલ વજ્ઞળય ૂજ્ઞસિથ લખીને સર્ચ કરીને જોઇ લેવું જોઇએ. એ લિસ્ટમાંના એક વીડિયોમાં વાંદરાને વાસણ માંજતો અને કપડાં ધોતો જોઇને તો બહેરી પ્રિયા અમારા કામવાળા દંપતી શંકર-સિન્ડ્રેલાને છૂટા કરીને વાંદરું પાળવાની જીદ પર ઉતરી આવી હતી. એણે તો વાંદરાઓને રોટલી નાખી નાખીને પટાવવાનું પણ ચાલુ કર્યું હતું. પછી મેં એને સમજાવી એટલે ‘તમે છો પછી મારે વાંદરાની જરૂર નથી’ એમ કહીને મન વાળ્યું હતું.

આ રૂઢીપ્રયોગમાં વડનો ઉલ્લેખ સૂચક છે. વડના બદલે બીજા ઝાડ પરથી વાંદરાને ઉતારવાનું એટલું મહત્ત્વ જણાતું નથી. જેમ કે, લીમડા પરથી વાંદરા ઉતારવા કે ચણાના ઝાડ પરથી વાંદરા ઉતારવા એવો રૂઢી પ્રયોગ વપરાતો હોવાનું અમારી જાણમાં નથી. ટેટા સિવાય વાંદરાને પણ વડ માટે વિશેષ પ્રીતિ હોવાનું કોઇ કારણ જણાતું નથી. બદામ, પીપળો, ગુલમહોર અને ગરમાળા જેવા ઝાડ પર પણ વાંદરા જોવા મળે જ છે. ઊલટાનું સો-દોઢસો રૂપિયે કિલોના ભાવની કેરીઓ મફત ખાવા મળતી હોય તો કોઇ લાખ રૂપિયા આપતું હોય તોયે અમે ન ઉતરીએ ત્યાં વાંદરાનો તો સવાલ જ ઉપસ્થિત નથી થતો. આ હિસાબે આ રૂઢી પ્રયોગ શોધનારે વડ અને વાંદરા વચ્ચેના મજબૂત જોડ અંગે જરૂર સંશોધન કર્યું જ હશે એમ જણાય છે. મોટે ભાગે તો બધા પ્રયત્નો છતાં વડ પરથી વાંદરાને નીચે ઉતારવામાં એ નિષ્ફળ ગયો હશે અને એટલે જ આ કઠિન અને કષ્ટસાધ્ય કાર્યનો મહિમા કરતો આ રૂઢીપ્રયોગ પ્રયોજ્યો હોઇ શકે. પછી કાળક્રમે એ તોફાની બારકસો માટે વપરાતો થઇ ગયો હોવો જોઇએ.

વાંદરાને વડ પરથી નીચે ઉતારવામાં કોઇ યુક્તિ કે કરામતનો પણ ઉલ્લેખ નથી. કેવી રીતે ઉતાર્યા એ અધ્યાહાર છે. નીચે ઉતરવું જ હોય તો એમને નિસરણીની પણ જરૂર નથી પડતી. અઠંગ વાંદરા ઉતારુ ખેલાડીઓ રોટલી પ્રયોગને પણ માન્ય ગણતા નથી. એમનું કહેવું છે કે રોટલીની આશાએ વાંદરું નીચે ઉતરી આવે એમાં કોઇ મેડલો આલવાના ન હોય. વાંદરું એક

અબુધ પ્રાણી છે, એને શું ખબર પડે કે રોટલી માટે આપડે નીચે ઉતરીશું એમાં પેલો સ્પોર્ટ્સ ક્વોટા પર નોકરી લઇ જશે. એમની વાત પણ ખોટી નથી. તમે એની સાથેના તમારા અંગત સંબંધ, લાગવગ કે પછી ધાકધમકીથી એને નીચે ઉતરવા મજબૂર કરી શકો તો એની સમાજમાં નોંધ લેવાય. બાકી રોટલીવાળા તો અહીં ગધેડે પીટાય છે.

બીજી બાજુ વાંદરાની પરિસ્થિતિ વિશે પણ વિચારવા જેવું છે. ધારો કે, આપણે વાંદરાની જગ્યાએ હોઇએ તો આપણે શું કરીએ? કલ્પના કરો કે એક રવિવારની સવારે તમે ઝાડની ઊંચી ડાળી ઉપર બેઠા બેઠા શ્રાદ્ધમાં વાંદરાને ખાવાનું નાખવાની જોગવાઇ કરવા માટે સરકાર પર દબાણ લાવવાના રસ્તા વિચારતા બેઠા છો. બીજી ડાળ ઉપર તમારી સહ વૃક્ષચરી માથું ધોઇને પૂંછડું સૂકવતી બેઠી છે. એને રસોઇ કરવાની કે ગરમા-ગરમ પીરસવાની બબાલ નથી એટલે શાંતિ છે. થોડે દૂર નીચેની ડાળી પર તમારા બંને વચ્ચેના પ્રેમનું પ્રતીક ગુલાંટિયાં ખાવાની પ્રેક્ટિસ કરી રહ્યું છે. તમારી જાતિના બીજા પરિવારો પણ આવી જ કોઇ પ્રવૃત્તિમાં ગૂંથાયેલા છે. એવામાં કોઇ કાળા માથાળો માનવી આવીને કોઇ કારણ વગર ફક્ત પોતાની બહાદુરી બતાવવા માટે તમને નીચે ઉતરવાની ફરજ પાડે તો તમને કેવું લાગે? સાલું સમાજ આગળ ઇજ્જતના ફાલુદા થઇ જાય કે નહિ? તો એમને કેવું થતું હશે? વાંદરાને પણ ઇજ્જત જેવું કંઇ હોય કે નહિ? માટે એ જ્યાં હોય ત્યાં ભલે બેઠા.

Facebook Comments

You may also like

“નારી સુરક્ષિત કરતાં સ્વરક્ષિત થાય તો વધારે સક્ષમ બને..! સ્વાતિ બેડેકર

પોતાની આવડત અને કુનેહથી આજે કોણ આગળ જઈ