ઋતુલ સુથાર
આપણે ત્યાં કહેવત છે કે બાર ગાઉએ બોલી બદલાય એ જ પ્રમાણે દર સિઝનમા ફેશન બદલાય એ પણ હકીકત છે…શિયાળો હો, ઉનાળો કે ચોમાસુ..માનુનીઓ તો દરેક સિઝનમાં સ્ટાઈલીશ અને ક્મ્ફર્ટેબલ ફેશનમા વિવિધતા શોધી જ લેતી હોય છે….તે પણ રંગો, કાપડ, જુતા, ગોગલ્સ અને પેટર્ન બધામા …કયાંય કશુ બાકી નથી રહેતુ…
ફૅશન કે સ્ટાઇલ સ્ટેટમેન્ટની બાબતમાં એવું કહેવાય છે કે જે તમને ગમતું હોય અને જે તમારા પર શોભતા હોય તેવા આઉટફિટ્સ પસંદ કરવા જોઇએ. ઋતુ, સમય, દેખાવ અને પ્રસંગને અનુરૂપ સ્ટાઇલ કે ફૅશનને અનુસરવાથી તમે ફૅશન ડિઝાસ્ટર બનતા અટકો છો. હૉટ સમરમાં ઠંડા કુલ ફૅશનની વાત કરીએ તો સમર એટલે મલ્ટિકલર્સ,પ્રિન્ટેડ અને ટ્રેન્ડી દેખાવવાની ઋતુ. બેસ્ટ સીઝન ઑફ ફૅશન એન્ડ સ્ટાઇલ સ્ટેટમેન્ટ.આવો જોઇએ સમર-ર017ની ફેશન.
ઑફ શોલ્ડર ડ્રેસ અને ન્યૂઝ પેપર પ્રિન્ટ બ્લૅક-વ્હાઇટમાં હોય છે. પ્રિન્ટનું રાઇટિંગ બ્લૅકમાં જ રાખવામાં આવ્યું છે. પણ એમાં આવેલા ફૉટો કલરમાં વાપરવામાં આવ્યા છે. જેથી થોડો કલરફૂલ લૂક આવે છે. આ પ્રિન્ટમાં રાઇટિંગના ઑપ્શન પણ હોય છે. જેમ કે, સ્થૂળ શરીર હોય તો ઝીણી રાઇટિંગવાળી પ્રિન્ટ લઇ શકો અને જો સુડોળ શરીર હોય તો બોલ્ડ રાઇટિંગવાળું ક્લિક લઇ શકો. વર્કિંગ વુમન લિનન, કૉટન અને ખાદી પર ફર્સ્ટ ચૉઇસ ઉતારે છે. આ ફેબ્રિક ગરમીને દૂર રાખી કુલ લૂક કેરી કરવામાં મદદરૂપ થાય છે. સ્લીવલેસ કૉટન-લિનન શર્ટ અને ટ્રાઉઝર ખૂબ જ સુંદર લાગે છે. ચુડીદાર-કુર્તાની ફેશન પણ પાછી આવી છે. બોર્ડર લગાડેલી કૉટન સાડી પણ સરસ લાગે છે. સ્પ્લિટ સાડી પણ સારો ઓપ્શન છે.
ખાદી :- ભૂતપૂર્વ અમેરિકી પ્રમુખ બરાક ઓબામા અને બિલ ક્લિન્ટનથી લઇને ઘણા મોટા સેલિબ્રિટીઓની પસંદગી રહી ચૂકેલી ખાદી સદાબહાર ફૅશન સ્ટાઇલ સ્ટેટમેન્ટ બની રહી છે. સમર હૉટ ફૅશનમાં ખાદીએ પોતાનો એક્કો તો જમાવ્યો જ છે. ગ્લોબલ વૉર્મિંગના કારણે આજે લોકો ઇકોફ્રેન્ડલી નેચરલ વે પર જવાનું વધારે પસંદ કરે છે તેના કારણે પણ ખાદી આજે સ્ટાઇલ અને ફૅશન સ્ટેટમેન્ટ બની રહી છે. ખાદીની વેરાયટીઝમાં ગુજરાતી ખાદી, પરપ્રાંતીય ખાદી, સિલ્ક ખાદી, બાટીક પ્રિન્ટ, કલમકારી, પોલી ખાદી ને કોટન ખાદી આ સમરમાં સૌથી વધારે પસંદ કરવામાં આવી રહી છે. આ બધામાં સૌથી કોસ્ટલીએસ્ટ બાજી મારી ગઇ છે કલકત્તી વ્હાઇટ ખાદી. સાડી, કુર્તા-પાયજામા, લોંગ સ્કર્ટસ, સ્પગેટી ટૉપ્સ અને કેપ્રીમાં પણ ખાદી પસંદ કરવામાં આવે છે.
ટી-શર્ટ :- ગ્રાફિક ટી-શર્ટ પણ ગર્લ્સમાં ખૂબ ઇન ડિમાન્ડ છે. આજકાલ, લાઇટ કલર્સમાં અને કોટન તથા હોઝીયરી મટિરિયલમાં મળતા આ ગ્રાફિક ટી-શર્ટસ કોલેજ ગોઇંગ ગર્લ્સ વધારે પસંદ કરે છે. કેમેરા પ્રિન્ટ, સ્લોગન્સ અને કાર્ટૂન પ્રિન્ટ વધારે ચાલી રહી છે. સ્લીવલેસ, વન
શૉલ્ડર, હોલ્ટરનેકની સાથે શ્રગનું કોમ્બિનેશન ખાસ કરીને ઇન ડિમાન્ડ છે. ફલોરલ, મિક્સ પ્રિન્ટ, ડબલ કલર્સ…! ગજ્ઞૂ ભવજ્ઞશભય શત ુજ્ઞીતિ…!
કુર્તીઝ :- સમર કલેકશનની વાત હોય અને ગર્લ્સના વૉર્ડરોબમાં કુર્તીના ન હોય તો એ દુનિયાની નવમી અજાયબી ગણી શકાય. ટ્રેડિશનલ રેગ્યુલર કુર્તીઝની સાથે સાથે લેસ, નેટ, બિડ્સ, ફલોરલ, બાટીક પ્રિન્ટ, ઇન્ડોવેસ્ટર્ન સ્ટાઇલ પ્રિન્ટની કુર્તી આ સમર કલેકશનમાં ઇન ડિમાન્ડ છે. ઉનાળામાં મોટા ભાગે સ્લીવલેસ કુર્તીઝ જોવા મળી રહી છે. સાથે સાથે તડકાથી બચવા માટે ફુલ સ્લીવ કે થ્રી ફોર્થ સ્લીવ્ઝ પણ પસંદ કરવામાં આવે છે.
સ્કર્ટસ :- અમ્બ્રેલા, શોર્ટ સ્કર્ટ, ઇન્ડો વેસ્ટર્ન, મેક્સી સ્કર્ટ, ક્રિન્કલ્ડ સ્કર્ટ, રેપ રાઉન્ડ સ્કર્ટ, લોંગ જીપ્સી સ્કર્ટ જેવી ડિફરન્ટ વેરાયટીઝ ધરાવતા સ્કર્ટ હજી મહિલાઓ અને ગર્લ્સની ઓલટાઇમ ફેવરિટ ફેશન છે. આ સમરમાં ફૂલ લોંગ અને હાફ સ્કર્ટ પર જ મહિલાઓ પસંદગી ઉતારી રહી છે. સિન્થેટિક, શિફોન, જ્યોર્જેટ, કોટન અને ક્રશ મટિરિયલ્સના સ્કર્ટ જોવા મળે છે. પણ ગર્લ્સ તો વધારે કરીને કોટન સ્કર્ટ પર જ પોતાની પસંદગી ઉતારતી હોય છે. ફલોરલ પ્રિન્ટ, પેચવર્ક, સરકોસ્કીવર્ક, લાઇટ હેન્ડવર્ક, બાટીક વર્કની સાથે ડેનિમ સ્કર્ટ હોટ એન્ડ હેપનિંગ લુક આપે છે. પ્લેઇન કલર્સની સાથે સ્કર્ટમાં એકવા બ્લૂ, મરુન અને ઑરેન્જ, ગ્રે, પીચ, નેવી બ્લૂ જેવા કલર્સ જોવા મળી રહ્યા છે. બ્લોક પ્રિન્ટેડ સ્કર્ટ કોલેજ ગોઇંગ ગર્લ્સ વધારે પસંદ કરે છે. ફૂલ લોંગ અથવા ઓવરલેપિંગ પેટર્ન અને ઇન્ડો-વેસ્ટર્ન લુક પણ ઇન થીંગ છે. આ વર્ષના સમર કલેકશનમાં તમે શર્ટ સાથે લોંગ સ્કર્ટ કોમ્બિનેશન અને ડાર્ક કલરના સ્કર્ટ સાથે પહેરી શકો છો. લાઇટ કલરના શર્ટ વર્કિંગ વુમન અને ઓફિસવૅર માટે પરફેક્ટ છે. મીની સ્કર્ટ, સ્કોટીશ સ્કર્ટ અને ટેનિસ સ્કર્ટની બોલબાલા યંગ ગર્લ્સમાં વધારે જોવા મળે છે.
મેક્સી ડ્રેસ :- આ વર્ષે મેક્સી ડ્રેસ પણ સમર વૉર્ડરોબ માટે બેસ્ટ ઓપ્શન છે. સ્ટ્રેઇટ નેક લાઇન, સ્લીવલેસ, પાતળી પટ્ટીઓ વગેરે પેટર્નના મેક્સી ડ્રેસ ઇન ડિમાન્ડ છે. આ સિવાય હોલ્ટર નેક, ડીપ વી નેક કે ઓવરલેપ પેટર્ન પણ જોવા મળી રહી છે. કૉટન તથા જ્યોર્જેટ અને શિફોનમાં અંદર અસ્તર નાખીને મેક્સી ડ્રેસ માર્કેટમાં જોવા મળી રહ્યા છે. બ્લેક, ચોકલેટ બ્રાઉન, ડીપ પ્લમ અને ગ્રીન કલર્સ વધારે ઇન છે. આજકાલ ટ્રાઇબલ પ્રિન્ટ પણ ઇન છે.
સિગારેટ પેન્ટ :- સિગારેટ પેન્ટની પણ માર્કેટમાં ખૂબ જ ડિમાન્ડ છે. આ સ્લિમ પેન્ટ ઓલટાઇમ ટ્રેન્ડી ગણાય છે. કોઇપણ પ્રસંગે પહેરી શકાય છે. રૉ સિલ્ક, કોટન સિલ્ક, બ્રોકેડ ફેબ્રિકના સિગારેટ પેન્ટ અને હેન્ડવર્ક કે એમ્બ્રોઇડરી વર્ક કરેલા કમીઝ, કફતાન કે કુર્તીનો ઑપ્શન પણ મહેંદી, હલદી જેવા નાના મોટા ફંકશનમાં કેરી કરવામાં આવે છે. કોઇપણ મહિલા ઓફિસની ડેસ્ક, ડિનર પાર્ટી કે ડિસ્કોથેકમાં પહેરી શકે છે.
અમદાવાદની એસ.એલ.યુ. કોલેજ ફોર વુમન્સના ફેશન ડિઝાઇન કોર્સના હેડ અનાર પરીખ જણાવે છે કે, સમર ર017ની ફેશનની વાત કરીએ તો આ વખતે કેપ્રી, કૉટન શૉટર્સ, બરમુડા, સ્પગેટી ટૉપ્સ, લુઝ ટૉપ્સ યંગ ગર્લ્સમાં કમ્ફર્ટેબલ અને ટ્રેન્ડીનેસને કારણે ઇન ડિમાન્ડ છે. તો લખનવી કુર્તા અને લૉંગ સ્કર્ટ મહિલાઓ ખાસ પસંદ કરી રહી છે. સ્લૅકસ, લેેગીંગ્સ અને પ્લાઝો રૅગ્યુલર અને રુટિનવેર ગણાવા લાગ્યા છે. માટે હવે તે ફેશન સ્ટેટમેન્ટમાં કમ્ફર્ટેબલ આઉટફિટ તરીકે પસંદગી પામે છે. કલમકારી કોટન, કેમેરા પ્રિન્ટ અને સ્ટ્રાઇપ્સ ઓલ ટાઇમ ફેવરિટ છે. આ વખતે સમરમાં સ્લીપર્સની બોલબાલા છે. જુદી જુદી ડિઝાઇનની સ્લીપર્સ કુલ લૂકની સાથે કમ્ફર્ટેબલ પણ છે. કેટ આઇ અને એવીએટર ગોગલ્સની ડિમાન્ડ માર્કેટમાં મનમોહક લુક માટે વધારે જોવા મળી રહી છે.
ઓસ્કાર નોમિનેટેડ ‘ધ ગુડ રોડ’ મૂવીની જાણીતી ફેશન ડિઝાઇનર પૂર્વી ત્રિવેદી જણાવે છે કે સમરમાં યંગ ગર્લ્સ એકદમ મોડર્ન અને કમ્ટેમ્પરરી ફેશન પર ફોક્સ કરે છે. શોર્ટ સ્કર્ટ, ડેનિમ શોર્ટસ, સ્લીવલેસ ટીશર્ટ, ફ્રોક્સ, હોલ્ટરનેક ટોપ્સ અને કલરકુલ ફલોરલ પ્રિન્ટ વિથ કુલ કલર્સ જેવા કે સફેદ, પીચ, પીંક, સ્કાય બ્લુ, લેમન યલો કલર્સ આ વખતે ખૂબ જ પોપ્યુલર છે. કેટલીક મહિલાઓ સાડી પર પસંદગી ઉતારતી હોય છે. કોટન અને લિનન મટિરિયલ લાઇટ વેઇટની સાથે એકદમ એલીગંટ લૂક આપે છે. રુમ્પર્સ અને જમ્5સુટ કોઝી અને
કમ્ફર્ટેબલ હોવાથી સમરમાં આ વખતે તે પોપ્યુલર થઇ રહ્યા છે. સ્પ્રીંગ સમર ર017ના કલેકશનની વાત કરીએ તો આ વખતે ટ્રેન્ડી મેટાલીક ઇફેક્ટ ગ્રાફિક પ્રિન્ટની સાથે કેન્ડી પીંક અને સનશિન યલો કલર્સ રહ્યા છે. ટયુનિક ટૉપ્સ, સ્લીપર્સ, ફલેટ ચપ્પલની સાથે બીગ ફ્રેમ્સ અને કેટ આઇ ફ્રેમ્સ વધારે ચાલી રહી છે. ગુજરાતી ફિમેલ્સમાં બધે જ કુર્તા, કોટન કુર્તા, ટ્રેડિશનલ પેચ વર્ક અને હોઝીયરી લેગીન્સની સાથે કમ્ફર્ટેબલ રહેશે.
અમદાવાદના માનસી સર્કલ પાસે આવેલા હેપ્પી 99 સ્ટોરના ઓનર મહેશ લાખાણી જણાવે છે કે, ઑફશોલ્ડર ટૉપ્સ અને સ્લીવલેસ ટૉપ્સ યંગ ગર્લ્સ વધારે ખરીદે છે. સાથેસાથે ઇવનિંગ વેરમાં ઓફ શોલ્ડર ગાઉનમાં પેસ્ટલ પ્રિન્ટસની તેઓ ડિમાન્ડ કરે છે. મહિલાઓ લાઇક્રા, સયૌન અને વીસ્ક્રોસ ફેબ્રિકસ પણ સમર કલેકશનમાં પસંદ કરી રહી છે. આમ તો આશરે 790 થી શરૂ કરીને 1490 સુધીની રેન્જમાં દરેક મટિરિયલ અને આઉટફિટ મળી રહે છે. બાકી ડિપેન્ડસ ઓન બ્રાન્ડ અને ચૉઇસ પર છે. આ વખતે ફલોરલ કરતાં જ્યોમેટ્રિક અને એસીમેટ્રિકલ પ્રિન્ટ ન્યૂ ઇનથિંગ છે.

